અમરેલી
તાલુકા કક્ષાના પ્રશ્નોનો નિકાલ/ઉકેલ માટે લોકોએ તેમની ફરિયાદ રજૂ કરવા
ઉચ્ચિ કક્ષા સુધી જવું ન પડે તે માટે તાલુકાકક્ષાએ સ્વાિગત ઓનલાઇન
કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુંર છે. જે અંતર્ગત જુન-૨૦૧૨ માસની
તા.૨૭/૦૬/૨૦૧૨ના રોજ યોજાનાર કાર્યક્રમ માટે તાલુકા કક્ષાના પ્રશ્નો
ફરિયાદો તા.૧૦/૦૬/૨૦૧૨ સુધીમાં તાલુકામથકે મામલતદારશ્રી અને એક્ઝીક્યુટીવ
મેજીસ્ટ્રે ટની કચેરી-બગસરા ખાતે પહોંચતા કરવા સંબંધકર્તા લોકોને
જણાવવામાં આવે છે. અરજીમાં મોટા અક્ષરે "તાલુકા સ્વાાગત ફરિયાદ નિવારણ
કાર્યક્રમ" લખવાનું રહેશે. આ કાર્યક્રમમાં કોઇપણ અરજદારે અરજી કરતાં
પહેલા ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી, ગ્રામ
સેવકને પ્રથમ અરજી કરેલી હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, તાલુકા કક્ષાનો
પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિત રજૂઆત કરેલી
હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, આ કાર્યક્રમમાં રજૂ થતાં પ્રશ્નો ગ્રામ
અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઇ શકાય તેવા જ હોવા જોઇએ.આ કાર્યક્રમમાં
અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકશે. આ
કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજૂઆત કરી શકશે. સામૂહિક રજૂઆતો થઇ
શકશે નહિ. કોઇપણ કોર્ટમાં નિર્ણયાધીન પ્રશ્નો રજૂ થઇ શકશે નહિ અને
કર્મચારી વિષયક પ્રશ્નો રજૂ થઇ શકશે નહિ,જેની સંબંધિતોએ નોંધ લેવી તેમ
મામલતદારશ્રી,બગસરાની યાદીમાં જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો