અમરેલી
તા.૪થી જુન-૨૦૧૨થી અમરેલી જિલ્લા માં જિલ્લાતકક્ષાએ તથા તમામ
તાલુકાકક્ષાએ મામલતદાર કચેરી ખાતે મતદાર સુવિધા કેન્દ્રો શરૂ કરવામાં
આવ્યાદ છે. મતદાર યાદીમાં નામ નોંધાવવા, નામ કમી કરાવવા, જરૂરી
સુધારાવધારા કરાવવા તથા મતદાર ઓળખકાર્ડને લગતી તમામ કામગીરી મતદાર સુવિધા
કેન્દ્રો પર કરવામાં આવે છે.
મતદારયાદીમાં નવું નામ ઉમેરવા માટે ફોર્મ નં.૬, મતદાર યાદીમાંથી નામ કમી
કરાવવા માટે ફોર્મ નં.૭ અને મતદાર યાદીમાં સુધારા-વધારા કરવા માટે ફોર્મ
નં.૮ અને એક જ વિધાનસભાના એક ભાગમાંથી અન્યફ ભાગમાં નામ તબદીલ કરાવવા
માટે ફોર્મ નં.૮ (ક) ભરવાનું રહે છે. મતદારયાદી અંગેના જરૂરી ફોર્મ
મામલતદાર કચેરી ખાતેથી વિનામૂલ્યે્ મળશે. મતદાર સુવિધા કેન્દ્રો ખાતે
જરૂરી આધાર-પુરાવા સાથે રજૂ કરવામાં આવેલા ફોર્મ સ્વીનકારવામાં આવશે.
આ ઉપરાંત મતદારયાદીમાં નામ નોંધાયેલ હોય પરંતુ એક પણ વખત ઓળખકાર્ડ મળેલ ન
હોય, ફોટો ઓળખકાર્ડ ખોવાઇ ગયુ હોય અથવા ફાટી ગયુ હોય કે ભૂલવાળુ હોય તો
નિયત ફી ભરી ડુપ્લી,કેટ ઓળખકાર્ડ આપવાની કામગીરી પણ મતદાર સુવિધા
કેન્દ્રો પર થનાર હોય જિલ્લા ના નાગરિકો/મતદારોને સુવિધા કેન્દ્રો નો લાભ
લેવા અને જિલ્લાોની મતદાર યાદી સંપૂર્ણ ક્ષતિરહિત બનાવવા સહકાર આપવા
કલેક્ટર-વ-જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડી.એ. સત્યાંએ અનુરોધ કર્યો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો