અમરેલી
કુંકાવાવ તાલુકાના કોલડા ગામે તા.૩-૬-૨૦૧૨ના રોજ સોરઠીયા પરિવારના
સ્વવ.કુંવરબાની ચર્તુથ પુણ્યતિથિ નિમિત્તે કૃષિ અને સહકાર મંત્રીશ્રી
દિલીપભાઈ સંઘાણીના અધ્યક્ષસ્થાનને તાલુકાના સરપંચોને સન્માવનિત કરવાનો
તેમજ રાત્રીના લોકડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો.
પંચાયતી રાજને સુદ્રઢ કરવાનું સુકાન સંભાળી રહેલા તાલુકાના સરપંચોને
સંબોધતા કુષિ અને સહકાર મંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણીએ ગામના સર્વાંગી
વિકાસને પ્રાધાન્યા આપવા રાજય સરકારે તાલુકા કક્ષાએ એટીવીટી કેન્દ્રો શરૂ
કર્યાનું જણાવ્યુન હતું. ગામડાના વિકાસ માટે ખૂટતી માળખાકિય સુવિધાઓ પુરી
પાડવા તાલુકા કક્ષાએ એટીવીટી કેન્દ્રો ખાતે નિર્ણય કરવાનો હોય જે તે
ગામોની પ્રાથમિક જરૂરિયાતોને અગ્રતા આપવામાં આવશે. આથી ગામના સર્વાંગી
વિકાસ માટે આવશ્યક માળખાકિય સુવિધા વધારવા મંત્રીશ્રી સંઘાણીએ સરપંચશ્રીઓ
અને ગામલોકોને અનુરોધ કર્યો હતો.
કોલડા જેવા નાના ગામમાં અમદાવાદ-સુરત તેમજ તાલુકામાંથી મોટી સંખ્યાએમાં
ઉપસ્થિમત લોકોની હાજરી સોરઠીયા પરિવારના મોભી હરિબાપા પ્રત્યેની લાગણી
દર્શાવે છે તેમ જણાવી મંત્રીશ્રી સંઘાણીએ આદિ-અનાદિ કાળથી ધર્મ અને
અધર્મ, શ્રધ્ધાય અને અંધશ્રધ્ધા વિશેના ઉદાહરણો આપીને ધર્મ અને યાત્રા
બાબતે વિસ્તૃ ત માહિતી આપી હતી. બીજા ધર્મ પ્રત્યે નકારાત્માક વિચારો
ત્યિજીને સર્વધર્મ પ્રત્યે સમભાવ રાખી, આત્માના અવાજને અનુસરી કરવામાં
આવતા કાર્યોને મંત્રીશ્રીએ સાચો ધર્મ ગણાવ્યો્ હતો.
કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણી અને રાજયસભાના સાંસદશ્રી
રૂપાલાને અમરેલી જિલ્લાાના શ્વેતક્રાંતિના પ્રણેતા ગણાવી અમર ડેરીના
ડીરેકટર ભાવનાબેન ગોંડલિયાએ અમર ડેરી મારફત પશુપાલન પ્રવૃત્તિને વેગ આપવા
કરવામાં આવતી કામગીરીની વિસ્તૃરત માહિતી આપી હતી. કૃષિ અને પશુપાલન
ક્ષેત્રે અમરેલી જિલ્લાેનો વિકાસ કરવા રાજય સરકારે અનેકવિધ સુવિધા પુરી
પાડયાનું જણાવી ભાવનાબેન ગોંડલીયાએ જિલ્લા માં અગાઉ ૧૦ કે ૧૨ રૂપિયે લીટર
દૂધ વેંચતા પશુપાલકોને આજે અમર ડેરી દ્વારા ૪૪ રૂપિયા મળતાં થયાનું
ઉમેર્યુ હતું.
આ પ્રસંગે પૂર્વ જિલ્લા પંચાયત સદસ્યકશ્રી કાંતિભાઈ સોરઠીયાએ કોલડા
ગામના ગૌચર વિકાસ માટે કૃષિ અને પશુપાલન વિભાગ દ્વારા રૂ.૧૪.૫૦ લાખની
ફાળવણી કર્યાની જાહેરાત કરતાં ગામલોકોએ તાલીઓના ગડાગડાટથી વધાવી લીધી
હતી.
કાર્યક્રમમાં કૃષિ અને સહકાર મંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણીએ ઉપસ્થિણત
સરપંચશ્રીઓ પૈકી ૩૦ વર્ષ બિનહરીફ ચૂંટાયેલ કોલડાના પૂર્વ સરપંચશ્રી
વલ્લીભભાઈ સોરઠીયા, નારણભાઈ વસાણી (જંગર), ભરતભાઈ વેગડ (લુણીધાર),
મનસુખભાઈ સોરઠીયા (નાની કુંકાવાવ), કનુભાઈ ગજેરા (લાખાપાદર), કિશોરભાઈ
લુણાગરીયા (ભાયાવદર), જગદીશભાઈ ડાભી(માલવણ), ભદ્રેશભાઈ ગજેરા(સનાળી)ને
શાલ ઓઢાડી સન્માડનિત કર્યા હતાં.
રાત્રીના લોકડાયરામાં હાસ્યં કલાકાર ધીરૂભાઈ સરવૈયા અને પૂનમબેન
ગોંડલીયાએ ગ્રામજનોને હાસ્યારસ અને લોક સંસ્કૃોત્તિના ભાતીગળ લોકગીતોની
રસલ્હા ણ કરાવી હતી.
આ પ્રસંગે સરપંચ કૈલાશબેન સોરઠીયા, જિલ્લાર અને તાલુકાના અગ્રણીઓ
સર્વશ્રી બાવાલાલ મોવલીયા, ભરતભાઈ સોરઠીયા, શૈલેષભાઈ પરમાર, વશરામભાઈ
વઘાસીયા, બાબુભાઈ ચોવટીયા, રમેશભાઈ સોરઠીયા, ભીખાભાઈ સોરઠીયા,
મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તલાટી-મંત્રીશ્રી સહિત બહોળી
સંખ્યા,માં ગ્રામજનો ઉપસ્થિ ત રહ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો