મર્યાદામાં પૂર્ણ થાય તે જોવા અધિકારીઓને તાકિદ કરતા રાજયમંત્રીશ્રી
મોહનભાઇ કુંડારીયા મોરબી, ટંકારા અને પડઘરી તાલુકામાં માર્ગ મકાનના રૂ.
૧૪૩ કરોડના તથા પાણી પૂરવઠાના રૂ. ર૧.૧૯ કરોડના ચાલી રહેલા કામો મોરબી,
ટંકારા અને પડધરી તાલુકાના માર્ગ મકાન અને પાણી પૂરવઠાના કામોની યોજાયેલ
સમિક્ષા બેઠક સંપન્ન
રાજકોટ
પ્રાથમિક સુવિધા રસ્તાસઓ, પુલો, કોઝવેના તથા પીવાના પાણીની પાઇપલાઇનોના
કરોડોના ખર્ચે ચાલી રહેલા કામો ગુણવત્તા સભર અને સમયમર્યાદામાં પૂર્ણ થાય
તે જોવા ગ્રામ વિકાસ રાજયમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયાએ મોરબી, ટંકારા
અને પડઘરી તાલુકાની ચાલી રહેલા માર્ગ અને મકાન તથા પાણી પૂરવઠાના કામોની
યોજાયેલી સમિક્ષા બેઠકમાં તેમણે ઉપસ્થિ ત અધિકારીઓને જણાવ્યુ હતું.
મોરબીના સર્કિટ હાઉસ ખાતે માર્ગ મકાન સ્ટેસટ તથા પંચાયત તથા પાણી
પૂરવઠાના અધિકારીઓ સાથે યોજાયેલ બેઠકમાં રાજયમંત્રીશ્રી કુંડારીયાએ
પડઘરી, ટંકારા અને મોરબી તાલુકામાં ચાલુ વર્ષે ચાલી રહેલા માર્ગ અને મકાન
વિભાગ /(સ્ટેરટ) હસ્ત,કના રૂ. ૧૪૩ કરોડના ખર્ચે ૩૧ કામો માર્ગ મકાન
પંચાયતના રૂ. ૮૦.૨૫ કરોડના ચાલી રહેલા ૭૮ કામો તથા પાણી પૂરવઠા બોર્ડના
ચાલી રહેલ રૂ. ર૧.૧૯ કરોડના નર્મદાની પીવાના પાણીની પાઇપ લાઇન તથા જૂથ
પાણી પૂરવઠા યોજનાના કામો અંગે જાણકારી મેળવી હતી. રાજયમંત્રીશ્રીએ
વાસ્મોન દ્વારા ચાલી રહેલા કામો અંગે પણ બેઠકમાં જાણકારી મેળવી હતી.
બેઠકમાં માર્ગ મકાન વિભાગ રાજયના અધિક્ષક ઇજનેરશ્રી પી.જે.ભગદેવ,
કાર્યપાલક ઇજનેરશ્રી પી.આર.શાહ, માર્ગ મકાન પંચાયતના નાયબ કાર્યપાલક
ઇજનેર મોરબી શ્રી બી.એમ.પટેલ, પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેરશ્રી
સિંઘલ, કાર્યપાલક ઇજનેરશ્રી દેશમુખ, યાંત્રિક કાર્યપાલક ઇજનેરશ્રી
વાઘેલા, યાંત્રિક અધિક્ષક ઇજનેરશ્રી જે.જે.પટેલ અને વાસ્મો ના કાર્યપાલક
ઇજનેરશ્રી પી.એમ.ઠાકર તથા જેતે તાલુકાના ભાજપ અગ્રણીઓ ઉપસ્થિેત રહ્યા
હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો