
અવસાન નોંધ : જેતપુર: સોરઠ વિશા શ્રીમાળી જૈન હેમંતલાલ ધારશીભાઇ દોશી(ઉ.વ.80) તે મુકેશભાઈ(વીમા એજન્ટ), હિતેશભાઈ, સંદીપભાઈ(હાલોલ), સ્વ.હીનાબેન(જામનગર), દિપ્તીબેન(જુનાગઢ) ના પિતાશ્રી તેમજ સ્વ.દલીચંદ ભગવાનજીભાઈ પટેલ(ધોરાજીવાળા ) ના જમાઈ તા.11-8-15 ના રોજ અરીહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા 15-8 ને શનિવારે, સવારે 10-30 કલાકે, વણિક જ્ઞાતિની વાડી, કણકિયા પ્લોટ, જેતપુર ખાતે રાખેલ છે.
જેતપુરની પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત
જેતપુર તા.11
જેતપુરની એક પટેલ પરિણીતાએ કોઈ અગમ્યો કારણોસર ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધાની ઘટના જેતપુર શહેર પોલીસ દફતરે નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ જેતપુરના જુનાગઢ રોડ પર ચંદ્રેશભાઈ જયસ્વાલના પત્ની સોનલબેન(ઉ.વ.32) એ કોઈ અગમ્યો કારણોસર પોતાના ઘરે ઘઉંમાં ભેળવવાની ઝેરી દવા ખાઈ લેતા સારવાર માટે અહીની ખાનગી હોસ્પીટલે ખસેડેલ, જ્યાં સોનલબેનનું સારવાર દરમિયાન મોત થતા પોલીસે આ બનાવની તપાસ હાથ ધરી છે.
જેતપુરના યુવાને ફીનાઈલ પી લેતા દવાખાને
જેતપુર તા.11
જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં અંબર સિનેમા પાછળના વાલ્મીકી વાસમાં રહેતા જીતેન્દ્ર ગોરધન વાઘેલા નામના યુવાને કોઈ અકળ કારણોસર પોતાના ઘરે ફિનાઈલ પી લેતા વધુ સારવાર માટે તેમને જુનાગઢ રીફર કરાયો હોવાનું પોલીસ જણાવે છે.
જેતપુર-ખીરસરાના બે યુવાનો વિલાયતી શરાબની 10 બોટલ સાથે ઝડપાયા
જેતપુર તા.11
જેતપુર શહેરના સરદાર ચોક પાસે રહેતા ગઢવી યુવાન પુંજા વેજાનંદ કાથડના રહેણાક મકાનમાં બાતમીના આધારે પોલીસે તપાસ કરતા પોલીસને વિલાયતી શરાબની રૂ.1800 ની કિમતની 6 બોટલ મળી આવતા પોલીસે પુંજાની અટક કરી હતી.
જયારે જેતપુર તાલુકા ફોજદાર ગોહિલ અને સ્ટાફના દિવ્યેશ આહિરે તાલુકાના ખીરસરા ગામ નજીકથી પસાર થયેલ ડબલ સવારી બાઈકને રોકી તલાશી લેતા કપિલ દયારામ નિમાવત(જેતપુર) પાસેથી કી.રૂ.1200 ની 7 બોટલ વિદેશી શરાબની મળી આવી હતી.પોલીસે કપિલની મોટરસાઈકલ સાથે અટક કરી નાશી છુટેલા શૈલેશ રવજી કોળી(જેતપુર)ની શોધખોળ આદરી છે.
શાપર વેરાવળના કારખાનામાં આરઆર સેલ ત્રાટકી
6 શખ્શો જુગાર રમતા રોકડ 57800 સાથે ઝડપાયા
જેતપુર તા.11
જેતપુરમાં જુગાર દરોડો પાડી 7 જણાને સવાલાખના મુદ્દામાલ સાથે ઝડપી લેનાર રાજકોટની આરઆર સેલ આજે શાપર વેરાવળના એક કારખાના પર ત્રાટકી કારખાનેદાર સહીત 6 શખ્શોને જુગાર રમતા રોકડ રૂપિયા 57800 સાથે પકડી પાડી વધુ કાર્યવાહી માટે કોટડા સાંગાણી પોલીસને સોપ્યા હોવાનું ફરિયાદી ગીરીરાજસિંહ જાડેજા જણાવે છે.
મળતી વિગતો મુજબ શાપર વેરાવળ મેઈન રોડ પર, પાંચ પીપળી જવાના રસ્તા પર આવેલ એક સ્ટમ્પીંગના કારખાનામાં જુગાર ચાલતો હોવાની આરઆર સેલના ગીરીરાજસિંહ જાડેજાને બાતમી બળતા આજે સાંજે તેઓએ આરઆર સેલના પીએસઆઈ એમ.બી.જાની અને સ્ટાફના માંડણભાઈ આહીર, મહેન્દ્રભાઈ પટેલ, મહેશભાઈ સવાની, મહાવીરસિંહ ઝાલા, જયસુખભાઈ પટેલ વિગેરે બાતમીવાળા કારખાના પર જુગાર દરોડો પાડતા કારખાનેદાર નીતિન કાન્તિલાલ કાથરોટિયા(મોવિયા), મુકેશ ઉર્ફે વિજય પોપટ વાછાણી(શાપર), હનીફ વળી ટાંક(મૂળ જેતપુર, હાલ શાપર), જયેશ દામજી નકુમ(વેરાવળ શાપર), દિનેશ છગન વણપરીયા(રાજકોટ મવડી) કિશન જેન્તી સોરઠીયા(મોવિયા) એમ 6 શખ્શો જુગાર રમતા રોકડ રકમ અને 5 મોબાઈલ સહીત કુલ રૂપિયા 57800 ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા.
આ તકે આરઆર સેલના પીએસઆઈ જાનીએ દરોડાની વધુ કાર્યવાહી માટે કોટડાસાંગાણી પોલીસને કાગળો સુપ્રત કર્યા હોવાનું માંડણભાઈ આહીરે જણાવ્યું હતું..
કશ્યપ જે. જોશી જેતપુર - જેતલસર 9974262812