જેતપુરમાં આજે અનામતની માંગ સાથે પાટીદાર
સમાજ અને બ્રહ્મસમાજ આપશે આવેદનો
જેતપુર તા.11
જેતપુર શહેરમાં આજે પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ સહિતના 5000 લોકો અને બ્રહ્મ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં રેલી યોજી અહીના મામલતદારને આવેદનો આપશે..
મળતી વિગતો મુજબ જેતપુર શહેરમાં આજે તા.12 ના રોજ લેઉવા પટેલ સમાજ ગ્રુપ દ્વારા અનામત માટે અનામત ક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી સરદાર ચોકથી તીનબત્તી ચોક, સ્ટેન્ડ ચોક, કણકિયા પ્લોટ બસસ્ટેન્ડ રોડ વિગેરે રાજમાર્ગો પર ફરીને મામલતદાર કચરીએ પહોચી મામલતદારને આવેદન આપશે.
તેવીજ રીતે અહીના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પણ બે દિવસ પહેલા અહીની બ્રહ્મ સમાજની વાડી ખાતે તાકીદની એક બેઠક બોલાવી બ્રહ્મ સમાજને પણ અનામતનો લાભ મળે તે બાબતની ચર્ચા વિચારણા કરી આજે તા.12 ના રોજ મામલતદારને આવેદન પત્ર પાઠવવાનું નક્કી કરાયું હોય, શહેર તેમજ તાલુકાના 52 ગામના ભૂદેવોએ બને તેટલી મોટી સંખ્યામાં આ અનામત માંગ રેલી અને આવેદન પત્રના કાર્યક્રમમાં હાજર રહેવા બ્રહ્મસમાજના મોભી વી.આઈ.પંડયા, એસબીએસ પ્રમુખ કાળુભાઈ, હિતેશ રાવલ, પ્રવીણભાઈ વ્યાસ, કમલેશભાઈ પંડયા, કશ્યપ જોશી, ઉપેન્દ્ર વ્યાસ, અલ્પેશ વ્યાસ, અશોકભાઈ જોશી, આશિષ પંડયા વિગેરે એ અનુરોધ કર્યો છે.
કશ્યપ જે. જોશી જેતપુર 9974262812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો