જીવનસંગીની સાથે છુટાછેડા થતા
પાંચપીપળાના યુવાનનો આપઘાત
જેતપુર તા.4
જેતપુરના પાંચપીપળા ગામે પત્ની સાથેના છુટાછેડાથી દુઃખી પટેલ યુવાને ઝેરી દવા પીને જીવન ટૂંકાવી નાખ્યાની ઘટનાથી ગામના પટેલ સમાજમાં શોક ફેલાયો છે.
મળતી વિગતો મુજબ તાલુકા પાંચપીપળા ગામના પોલરા મહેશ બાબુભાઈ(ઉ.વ.27) એ આજથી ચારેક દિવસ પહેલા તેમની વાડીયે ઝેરી દવાના ઘૂંટડા પોતાના ગળા નીચે ઉતારી દિતા મહેશને ગંભીર હાલતમાં ખાનગી દવાખાને ખસેડેલ. જ્યાં આજે સારવાર દરમિયાન તેમનું મોત થયાનું જેતપુર તાલુકા પોલીસમાં જાહેર કરાયું હતું. બનાવના તપાસનીસ જમાદાર મજનુંભાઈ મનાતે જણાવેલ કે થોડા માસ પહેલાજ મહેશના પત્ની સાથે છૂટાછેડા થયા ત્યારથી મનોમન દુખી રહેતો હોવાની તેમના પરિવારજનોની કેફિયત પરથી મહેશની આત્મહત્યાનું કારણ આ હોય શકે તેવું પોલીસે પ્રાથમિક માની આગળની તપાસ હાથ ધરી છે.
ચારણસમઢીયાળાની સગીરાને ભગાડી જનાર યુવાન પકડાયો
જોકે પોલીસ કહે છે કે સગીરાને બે વર્ષની પુત્રી હોય હવે તેની પુખ્ત છે !!
જેતપુર તા.5
જેતપુરના ચારણસમઢીયાળા ગામની બાવાજી સગીરાને ભગાડી જનાર વડિયાના યુવાનને જેતપુર તાલુકા પોલીસે ઝડપી લીધો હતો.
બનાવની મળતી હકીકતો મુજબ ગઈ તા.17.1.2011 ના રોજ જેતપુરના ચારણસમઢીયાળા ગામેથી એક બાવાજી સગીરાનું લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે કોઈ અપહરણ કરી ગયાની જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી.
પોલીસ આ સમયથી અપહરણ કરનાર યુવાનની શોધમાં હતી. પણ યુવાન નહિ પણ તેની ઓળખ મળી હતી કે બાવાજી સગીરાને ભગાડી જનાર અમરેલી જીલ્લાના વડીયા ગામનો દલસુખ પ્રેમજી મકવાણા હતો.
દરમિયાન જેતપુર તાલુકા ફોજદાર આર.એન.કરમટીયાને દલસુખ વડિયા ચાર વર્ષ પછી આવ્યો હોવાની બાતમી મળતા સ્ટાફને સાથે રાખી ગઈકાલે સગીરા સાથે દલાને પકડી પાડ્યો હતો. પણ પોલીસ જેવા ઉત્સાહ સાથે વડિયા દોડી હતી તેવો ઉત્સાહ નાં રહ્યોની વાત સાંભળવા મળી હતી.
બોક્સ: હું પુખ્ત છું, પતિ સાથેજ જવા માંગુ છું : યુવતી
જેતપુર : વડીયાના યુવાનને જયારે જેતપુર તાલુકા પોલીસે પકડ્યો ત્યારે તેમની સાથે 2 વર્ષની પુત્રીને લઈને ચારણસમઢીયાળાની યુવતી પણ હતી. પોલીસ મથકે આવીને આ બાવાજી યુવતીએ જણાવેલ કે હું બે વર્ષની દીકરીની માતા અને પુખ્ત થઇ ગઈ છું. હવે હું મારા જીવનના નિર્ણય લેવા પરિપક્વ હોઉં, હું પતિ(દલસુખ મકવાણા) સાથે જ રહેવા માંગુ છું. ત્યારે પોલીસે આ બંનેના નિવેદનો નોંધી ધોરણસરની વિધિ આટોપી હતી.
KASHYAP JOSHI JETPUR - JETALSAR - 9974262812








