LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શુક્રવાર, 20 ડિસેમ્બર, 2013
રાજકોટ ખાતે યોજાનાર ઔદ્યોગિક સેમિનાર
go
સહારા દ્વારા સેબી વિરુદ્ધ વધુ એક અરજી કરવામાં આવી
મુંબઈઃ સહારા ગ્રૂપ દ્વારા સેબી વિરુદ્ધ એક નવી અરજી દાખલ કરવામાં આવી છે. આ દ્વારા સહારા ઇન્ડિયા રિયલ એસ્ટેટ કોર્પોરેશન લિમિટેડ (એસઆઈઆરઇસીએલ) પર સેબી દ્વારા ફટકારાયેલો દંડને પડકારવા અંગેની રજૂઆત કરવામાં આવી છે. અગાઉ આ અરજી અંગેની સુનાવણી ૧૭ ડિસેમ્બરે નિયત કરવામાં આવી હતી અને આ અંગે વિચાર કરવા સમય માગતાં કોર્ટ દ્વારા આ અરજીની વધુ સુનાવણી કોર્ટ દ્વારા સોમવારે મુલતવી રાખવામાં આવી છે.
જોકે સેબી દ્વારા સહારાને તેના આદેશનું પાલન ન કરવા સંદર્ભે એક કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. ત્યારબાદ સહારા દ્વારા આ અંગે જવાબ રજૂ કરવા સમય માગવામાં આવ્યો હતો અને બાદમાં કોર્ટે આ અરજીની વધુ સુનાવણી સોમવારે નિયત કરી હતી. આ અંગેના અગાઉના હાઈકોર્ટના ચુકાદાના પેપરો કોર્ટ સમક્ષ રજૂ કરવા માટે સેબી દ્વારા સમય માગવામાં આવ્યો હતો. આ કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. આ અંગે કોર્ટના આદેશનું પાલન ન કરવા સંદર્ભે રોકાણકારો પર રિફંડ સંબંધો કન્ટેમ્પરની કાર્યવાહીની પણ માંગ અરજીમાં કરવામાં આવી હતી.
વર્ષ ૨૦૧૩ના જુલાઈ મહિનામાં આવવામાં આવેલા એક ચુકાદામાં હાઈકોર્ટે નોધ્યું હતું કે, અન્ય કોઇપણ કોર્ટ દ્વારા સેબી દ્વારા આપવામાં આવેલા આદેશો વિરુદ્ધના કોઇ આદેશ ન આપવામાં આવે. સેબી દ્વારા આદેશો વિરુદ્ધના કોઇ આદેશ ન આપવામાં આવે. સેબી દ્વારા આ અંગેની જાહેરાત હાઈકોર્ટ દ્વારા ૩૧ ઓગસ્ટના રોજ અપાયેલા ચુકાદા અંતર્ગત કરવામાં આવી હતી. હાઈકોર્ટ દ્વારા ગત વર્ષ ૩૧ ઓગસ્ટના રોજ એવો આદેશ આપવામાં આવ્યો હતો કે, સહારા ગ્રૂપની કંપની સહારા ઇન્ડિયા હાઉસિંગ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન લિમિટેડ રૃપિયા ૨૪,૦૦૦ કરોડની ચુકવણી નવેમ્બર ૨૦૧૨ સુધીમાં કરે. બાદમાં આ સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો હતો અને આ કંપનીઓ પાસેથી તાત્કાલિક ધરોણે રૃ.૫,૧૨૦ કરોડની વસૂલાત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને ૧૦,૦૦૦ કરોડ રૃપિયાની ચુકવણી જાન્યુઆરી પહેલા તથા બાકીની રકમની ચુકવણી ફેબ્રુઆરીના પહેલા સપ્તાહ દરમિયાન કરવામાં આવે તેવો આદેશ કરાયો હતો. સહારા ગ્રૂપના સમુહ દ્વારા સેબીએ રૃ.૫,૧૨૦ કરોડના ડ્રાફ્ટની ચુકવણી કરવામાં આવી હતી, પરંતુ સહારા દ્વારા આ અંગે દાવો કરવામાં આવ્યોહતો કે, અગાઉ કંપની દ્વારા રોકાણકારોને ૨૦,૦૦૦ કરોડ રૃપિયાથી વધુનું રિફંડ ચૂકવાયું હતું.
Fwd: METTER AND PHOTO BY KASHYAP JOSHI JETASLAR JETPUR
Fwd: સરકારી વાહનો
ગાંધીનગર : સરકારી વાહનોમાં બેસીને રોફ જમાવતા ઓફિસરો, કર્મચારીઓ પર લગામ રાખવા સામાન્ય વહીવટ વિભાગે એક પરિપત્ર કરીને કડક નિયંત્રણો ફરમાવ્યા છે. મોટાભાગની સરકારી કચેરીઓ હવે આઉટ સોર્સથી વાહન અને તેને હંકારનારની સેવા મેળવીને વર્ષે દાહડે સરકારી તિજોરીમાં રૂ.૨૭૦ કરોડથી વધારે ચૂનો ચોપડે છે. આવી અનેક ગોલમાલ બહાર આવતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હસ્તકના સામાન્ય વહીવટ વિભાગે હવેથી પ્રત્યેક અધિકારી, કર્મચારી, પ્રતિનિયુક્તિ કે પછી ખાસ પ્રોજેક્ટ માટે નિમણૂક પામેલા ઓફિસરને મળેલું વાહન મહિને ૩,૦૦૦ કિલોમીટરની મર્યાદામાં જ ચાલાવવાનું રહેશે. તેનાથી વધારે કિલોમીટર વાહન ફર્યું હશે તો જે તે વિભાગ કે સક્ષમ અધિકારી અને ગુજરાત સરકારના નાણાં વિભાગની મંજૂરી વગર ખર્ચ મળશે નહીં. સામાન્ય વહિવટ વિભાગના ઉપસચિવ ડી.બી.ઝાલાની સહીથી પ્રસિદ્ધ થયેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યુ છે કે, હવેથી સરકારના કોઈ પણ વિભાગમાં વાહન સુવિધા અને વાહન હંકારનાર ડ્રાઇવરની સેવાઓ મેળવવા નવી કોઈ જગ્યા ઊભી કરવાની રહેશે નહીં. તેનો ખર્ચ કચેરીના મંજૂર થયેલા બજેટ અથવા કન્ટીજન્સી ગ્રાંટમાંથી જ કરવો પડશે. બોર્ડ, નિગમ, સમિતિ, ફાઉન્ડેશન, પંચના બિનસરકારી સભ્યો કે અધ્યક્ષો દ્વારા વાહન સેવા કે ડ્રાઇવરની માગણીઓ સંદર્ભે સરકારી ધારાધોરણ અનુસાર કો-ર્ટિમનશ ગણવાની શરતે મંજૂરી આપવનો ઠરાવમાં ઉલ્લેખ છે. અત્રે નોંધનીય છે કે, સરકારી વાહનોનો અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા બેફામપણે ઉપયોગ થાય છે. અંગત વપરાશમાં લેવાયેલા વાહનનો ખર્ચ પણ સરકારી દફતરે ઉધારવામાં આવે છે. તેને અટકાવવા માટે નાણાં વિભાગની અનુમતિ બાદ ઉપરોક્ત ઠરાવ કરવામાં આવ્યો છે. સરકારી કચેરીઓ કે સંસ્થાનોનુ પ્રમાણ વધારે છે તેવા તમામ શહેરોને જોડતા હાઈવે પરની હોટલોમાં, મલ્ટીપ્લેક્સમાં સાંજથી લઈને મોડીરાત સુધી ગુજરાત સરકારના વાહનો તેમજ 'ગવર્નમેન્ટ ઓફ ગુજરાત' લખેલા આઉટ સોર્સિંગના વાહનો જોવા મળે છે. આ પ્રકારે થતા બેફામ ઉપયોગનો ખર્ચ સરકારી ચોપડે ઉધારાય છે.
Fwd: ટ્રેકીંગ સ્થળ ગીરનાર
એક અહેવાલ મુજબ ભારતમાં ટ્રેકીંગ કરતા લોકોમાં ગુજરાતીઓ મોખરે છે. આ વાતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ગુજરાતના યુવાનો માટે ટ્રેકીંગની વ્યવસ્થા ગુજરાતમાંજ કરી આપી છે. જેમાં ગુજરાતના ૩૬૬૬ ફુટના ઉંચામાં ઉંચા ડુંગર પર પર્વતારોહણ તાલીમ કેન્દ્રની શરુઆત ગીરનારની તળેટીમાં કરવામાં આવી હાલમાં નિયમિત રીતે ગુજરાત માંથી ટ્રેકીંગ માટે યુવક-યુવતીઓ જુનાગઢ જાય છે. અહીં ૮થી૧૪ વર્ષના બાળકો માટે એડવેન્ચર કોર્ષ ૭ દિવસનો કરાવાય છે. કેમ્પ સાઈડના તંબુમાં રહેવાનું હોય છે. અહીં ખડક ચડાણ- ખડક ઉતરાણ, જંગલ ભ્રમણ, રિવર ક્રોસીંગ, કે.વીંગ વગેરે પ્રવૃતિઓની સાથે પર્યાવરણની પણ પ્રાથમિક માહિતી અપાય છે. ૧૫થી ૪૫ વર્ષના યુવક-યુવતીઓને ૧૦ દિવસની તાલીમ દરમિયાન ખડક ચડાણની તાલીમ અપાય છે. જેમાં ખડકો ઉપર ચઢવાની તેમજ ઉતરવાની તાલીમ અપાય છે. પ્રી-કલાઈમ્બિંગ, ચીમની કલાઈમ્બિંગ, ક્રેક કલાઈમ્બિંગ, અને ટુકડીમાં મોટા પહાડો અને રિવર ક્રોસની તાલીમ અપાય છે. તેના સિવાય પણ ટીમ વર્ક, પ્રશ્નાલીટી ડેવલપ, લિડરશીપ શિખવાડાય છે. અહીં આવતા યુવક-યુવતીઓને જંગલની અને જુનાગઢની સફર પણ ટ્રેનિંગના ભાગરૃપે કરાવાય છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી યુવકે બહાર ન જવુ પડે અને તાલીમ લેવા માગતા યુવક-યુવતીઓને નિઃશુલ્ક તાલીમ મળી રહે તે ઉદેશ્યથી દર વર્ષે ૧૦૦૦થી પણ વધારે યુવક-યુવતીઓને તાલીમ આપવામાં આવી રહી છે.જુનાગઢ (ગીરનાર)માં પંડીત દિનદયાળ ઉપાધ્યાય પર્વતા રોહણ તાલીમ કન્દ્ર રાધાનગર સોસાયટી ગીરનાર દરવાજા જુનાગઢ નો સંપર્ક કરવાનો રહે છે. સંસ્થા, સ્કૂલ, કે વ્યક્તિ ગત પણ જઈ શકાય છે. ટ્રેકિંગમાં કોઈ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી