રાજકોટ ખાતે યોજાનાર ઔદ્યોગિક સેમિનાર
રાજકોટ તા. ૨૦ ડીસેમ્બર – રાજકોટ ખાતે તા.૨૪ ડીસેમ્બરે ઓદ્યોગિક સેમિનાર યોજાશે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, રાજકોટ (DIC) અને રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિગમ, રાજકોટ (NSIC) દ્વારા સંયુકતપણે NSIC ઓડિટોરિયમ, ભાવનગર રોડ, આજી ઇન્ડસ્ટ્રીયલ એરીયા, NSIC ટેકનિકલ સર્વિસ સેન્ટર, રાજકોટ ખાતે સવારે ૯.૦૦ વાગ્યે આ સેમિનાર યોજાશે, જેમાં રાજય સરકાર અને ભારત સરકારના ઉદ્યોગો સાથે સંકળાયેલા વિભાગોના નિષ્ણાતો ઓદ્યોગિક નીતિ અંગે માર્ગદર્શન આપશે. આ સેમિનારમાં ભાગ લેવા માટે DIC અને NSIC ની કચેરી ખાતે રૂબરૂ અથવા ફોન નં-૨૨૪૦૪૧૩, ૨૪૭૬૦૭૬ અને ૨૩૮૪૩૯૭ તથા ફેકસ નંબર ૨૪૭૬૨૯૩ પર પ્રતિનિધિનું નામ, એકમનું નામ અને મોબાઇલ નંબરની નોંધણી કરાવવી આવશ્યક છે. ઉદ્યોગ સાહસિકોને આ સેમિનારનો લાભ લેવા રાજકોટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરની યાદીમાં જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો