જેતપુરના એસટી ડેપો મેનેજર ઉપર હુમલો કરનાર
૧ ડ્રાઈવર સહીત ૨ ડ્રાઈવરને સસ્પેન્ડ કરતા ડીસી
જેતપુર તા.૧૨ (કશ્યપ જોશી દ્વારા)
આજથી ત્રણેક દિવસ પહેલા જેતપુરના એસટી ડેપો મેનેજર ઉપર હુમલો થયાની ઘટનામાં આજે એસટીના ડિવીજનલ કંટ્રોલરે ૨ ડ્રાઈવરોને સસ્પેન્ડ કર્યાની વિગતો મળી છે.
મળતી વિગતો મુજબ જેતપુરના એસટી વર્કસશોપમાં ત્રણેક દિવસ દિવસ પહેલા ખુરશીમાં બેસવા બાબતે ડેપો મેનેજર સંજય પરમાર ઉપર ડ્રાઈવર મેરામણભાઈ ગોવાળિયાએ હુમલો કર્યો હતો, તો સામા પક્ષે ડેપો મેનેજરે પણ મેરામણભાઈભાઈ ઉપર હુમલો કરતા આ બનાવ પોલીસ દફતરે પહોચતા પોલીસે બંને પક્ષોની ફરિયાદો નોંધી હતી.
દરમિયાન આજે જુનાગઢ એસટી તંત્રના વિભાગીય નિયામક પી.એમ.પટેલે કડક કાર્યવાહીના ભાગ રૂપે મેરામણભાઈ અને ગુણવંતસિંહ રાઠોડ એમ બંને ડ્રાઈવરોને સસ્પેન્ડ કરી દેતા જેતપુરના એસટી બેડામાં ચકચાર જાગી છે. આ બાબતે એસટીના આધારભૂત સુત્રોએ જણાવેલ કે હાલ જ્યાં સુધી આ બનાવની તપાસ પૂર્ણ નાં થાય અને જ્યાં સુધી બીજો હુકમ ના થાય ત્યાં સુધી બંને ડ્રાઈવરોને સ્પેરલાઈન કરી દેવાયા છે. હાલ બંનેને ડ્રાઈવિંગ નહિ કરવાનું પણ રોજ જુનાગઢ ખાતે ડીસીની કચેરીમાં હાજરી પુરાવવા જવાનું રહેશે.
જેતપુરની એસટી આલમમાં એક એવી પણ ચર્ચાઓ ચાલતી હતી કે પોલીસ ફરિયાદમાં માત્ર મેરામણભાઈનું તહોમતદાર તરીકે નામ હતું. પણ ગુણવંતસિંહ રાઠોડને મેડીકલની સારવાર દરમિયાન ગેરહાજર ગણી તેઓની સામે આવું શિક્ષાત્મક પગલું ભરાયું હતું. જે પગલું વાજબી ગણાય કે કેમ ? તે હવે એસટીના ઉપરી સત્તાધીસોએ વિચારવું રહ્યું !!
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર
જેતપુરમાં ૪ ઔદ્યોગિક
એકમોમાં આઈટીના સર્વેથી ફફડાટ
આખો દિવસ ઉદ્યોગપતિઓમાં ચર્ચાઓ : હે..કોણ હડફેટે ચડ્યું ? કાઈ પકડાયું ?
જેતપુર તા.૧૨ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર શહેરમાં આજે સવારથી ત્રાટકેલી આઈટીની ટીમે શહેરના જુદા જુદા ચાર ઔદ્યોગિક એકમોમાં સર્વે હાથ ધરતા અન્ય કારખાનેદારોમાં ફફડાટ મચી ગયાની વિગતો મળી રહી છે.
શહેરભરમાં ટોક ઓફ ધી ટાઉન બનેલી વિગતો મુજબ આજે સવારથીજ રાજકોટ ઇન્કમ ટેક્ષ વિભાગની એક ટીમ જેતપુરમાં ખાબકી હતી. અને અગાઉથી જ નિયત સ્થળોએ સર્વે હાથ ધરતા નાના કારખાનેદારોમાં કહેવાય છે કે ફફડાટ વ્યાપી ગયો હતો.
સાંજ સુધી ચાલેલા આઈટીના સર્વે દરમિયાન બિનસત્તાવાર રીતે એવું જાણવા મળ્યું છે કે શહેરના દીપા એક્સપોર્ટ, મારુતિ પ્રોસેસર્સ, મનીષા ફેલ્ટ અને એક સિમેન્ટ ઉદ્યોગના માન્ધાતાને ત્યાં તપાસ હાથ ધરાઈ હતી. આઈટીની ટીમે જેતપુરમાં સર્વે ચાલુ કર્યો ત્યાજ એવી અફવાઓ ઉડી હતી કે શહેરમાં આઈટીના દરોડાનો દૌર ચાલુ પણ જાણકાર સુત્રો પાસેથી એવી વિગતો મળી હતી કે આઈટીના દરોડા નહિ પણ સર્વે હાથ ધરાયો હતો. આ બાબતે જે હોય તે પણ આઈટીના જેતપુરમાં આજે પગરણથી શહેરબહારના ઉદ્યોગપતિઓમાં અનેકવિધ ચર્ચાઓ સાથે ભયની લાગણીઓ ઉત્પન્ન થયાનું જોવા અને સાંભળવા મળ્યું હતું.
ખાસ નોંધ :મેટરમાં લખેલા નામો આપણને કોઈ આધારભૂત રીતે મળ્યા નથી..તપાસ થતી હોય તો કરાવીને લેવા વિનંતી છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર