અનુયાયીઓ

શનિવાર, 8 નવેમ્બર, 2014

જેતપુરના મોટા ચોકમાંથી હોન્ડાની ઉઠાંતરી

જેતપુરના મોટા ચોકમાંથી 

હોન્ડાની ઉઠાંતરી

જેતલસર (જેતપુર) તા.8

જેતપુરના મોટા ચોક વિસ્તારમાં રહેતા વિનોદરાય માધવજીભાઈ પડીયાનું રૂ.35 હજારની કિમતનું જીજે 3 ડી એસ 9054 નંબરનું હેરો હોન્ડા કોઈ હરામખોર વાહનચોર ગઈ તા.19.10.2014 ના રોજ ચોરી કરી   લઇ ગયાની શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ  હાથ ધરી છે.

કશ્યપ જોશી 

જેતલસર - જેતપુર 

વધુ બે લુંટ કબુલતો વીકી

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પાસેથી કબજો લઈને 
અમરનગર લુંટ કેઇશના  આરોપી વીકી સામે જેતપુર તાલુકા 
પોલીસે લાલ આંખ કરતા વધુ બે લુંટ કબુલતો વીકી...
જેતલસર(જેતપુર) તા.8
જેતપુરના અમાર્નાગ પાસેની એક લુંટની  સડોવાયેલ અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પકડી પાડેલ સીન્ધાવદરના શખ્શનો કબજો લઇ જેતપુર તાલુકા પોલીસે પૂછપરછનો દુર ચાલુ કર્યો તે દરમિયાન વિકીએ વધુ બે ગોંડલ અને રાજકોટની લુંટ કાબુલી હોવાનું તાલુકા પોલીસ જણાવે છે.
આ બાબતે મળતી વિગતો મુજબ ગત વર્ષે  જેતપુરના અમરનગર નાઝીક એક બાઈક સવારને રોકી સોનાની ચેઈન અને સોનાની લક્કી (કી.રૂ.90000) ની લુંટ ચલાવવા બદલ ગોંડલ તાલુકાના સિંધાવદરના કોળી વિવેક ઉર્ફે વીકી ધીરુ ચાવડાનું નામ ખુલતા તાલુકા પોલીસ વિકીને શોધતી હતી. 
પણ વિવેક અમદાવાદના બાવળા નઝીકથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હાથમાં પકડાઈ ગયો હતો.
દરમિયાન જેતપુર તાલુકા પોલીસે વિકીનો અમદાવાદ થી કબજો મેળવી આકરી પૂછપરછ કરતા વિવેક પોપટ બની વધુ બે લુંટ એક ગોંડલ નઝીકના  ભાદર ડેમ રોડ પર સોનાના ચેઈન ની અને રાજકોટમાં ભક્તિનગર સ્ટશન નાઝીક પણ સોનાના ચેઈન નું લુંટ કર્યાનું કબુલ્યું હતું
બીજી બાજુ વિકીને રિમાન્ડ પર લેવાશે કે કેમ ? તે અંગેના સવાલનો જવાબ આપતા જેતપુર તાલુકા પોલીસના જમાદાર ભુરાભાઈ માલીવાડે જણાવેલ કે અમરનગર નજીકની ઘટનાનો મુદામાલ મળી જવાની સંભાવનાઓ દેખાતી હોય કદાચ રીમાંડનો પ્રશ્ન રહેશે નહિ. આમછતાં વીકી મોઢું ખોલવામાં અખાડા કરશે તો પાંચ દિવસના રીમાન્ડની માંગ સાથે અત્રેની કોર્ટમાં રજુ કરાશે

કશ્યપ જોશી જેતલસર (જેતપુર)

Mot..mot..Kashyap Joshi jetalsar

> Kashyap joshi jetalsar