અનુયાયીઓ

ગુરુવાર, 31 ડિસેમ્બર, 2020

કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન દ્રારા ગૌશાળા–પાંજરાપોળોનાં સંચાલકોની એક મીટીંગ તા.૧ જાન્યુઆરીને, શુકવારના રોજ યોજાશે.

કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન દ્રારા ગૌશાળા–પાંજરાપોળોનાં સંચાલકોની એક મીટીંગ તા.૧ જાન્યુઆરીને, શુકવારના રોજ યોજાશે.


કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન દ્રારા ગૌશાળા–પાંજરાપોળોનાં સંચાલકોની એક મીટીંગ તા.૧ જાન્યુઆરીને, શુકવારના રોજ યોજાશે. કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન દ્રારા ગૌશાળા–પાંજરાપોળોનાં સંચાલકોની મીટીંગ તા.૧ જાન્યુઆરીને, શુકવારના રોજ સાંજે પ–૩૦ કલાકે શ્રી ગૌસેવા સમાજ, બટુક બાપાની ગૌશાળા, જીવંતીકાનગર ૧/૪ નો ખૂણો, ગાંધીગ્રામ, રૈયા રોડ, રાજકોટ ખાતે યોજાશે. આ મીટીંગમાં ગૌશાળા, પાંજરાપોળની આંતર માળખાકીય સુવિધાઓનાં વિકાસ, ડીજીટલ મીડીયા અંગે તેમજ અન્ય વિષયો ઉપર વિશેષ માર્ગદર્શન આપવામાં  આવશે. આ મીટીંગમાં ગૌશાળા, પાંજરાપોળના સંચાલકોને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ એનીમલ હેલ્પલાઈન પરીવારનાં મિતલ ખેતાણી, પ્રતીક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, વિષ્ણુભાઈ ભરાડ, રજનીભાઈ પટેલ દ્રારા આપવામાં આવ્યું છે. આ અંગેની વિશેષ માહિતી માટે મો.નં. ૯૮રપ૦ ૭૭૩૦૬ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

*જન અધિકાર મંચ અને ગૌ સેવા સમિતિના ગુજરાત અધ્યક્ષ પ્રવીણભાઇ રામનો આજે જન્મદિવસ*


        (દિપક જોશી, સોમનાથ ગીર, પ્રાચી તીર્થ દારા)






 ગુજરાતમાં સફળ આંદોલનની જ્યાારે   વાત આવે ત્યારે પ્રવીણભાઇ રામનું નામ લોકમુખે આવ્યા વિના રહે નહીં કારણકે પ્રવીણભાઇ રામ દ્વારા જેટલા પણ આંદોલનો થયા એમાં મોટા ભાગના આંદોલનમાં સફળતા હાથ લાગતાં લાખો લોકોને ફાયદો થયો છે,પ્રવીણભાઇ રામ દ્વારા લોકોના આરોગ્ય માટે આંદોલન ચલાવી 6000 જેટલા બિનકાયદેસર મેડિકલ બંધ કરાવ્યા હતા,રોજગારી માટે આંદોલન ચલાવી 4000 જેટલા ફાર્માસિસ્ટો ને રોજગારી અપાવવાનું ભગીરથ કાર્ય કર્યું હતુ, ફિક્સ પગારનુ આંદોલન સફળ કરી 5 લાખ પરિવારોને ફાયદો કરાવ્યો હતો, આશા વર્કર બહેનોના પગારમાં વધારો કરાવ્યો હતો, બીજા અન્ય નાના કર્મચારીઓ જેવા કે આંગળવા ડી કર્મચારી, મધ્યાહન ભોજન કર્મચારી, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સ કર્મચારી અને રિલાયન્સ નેવલના કર્મચારી માટે ચાલતી લડતોમાં સંપૂર્ણ સહયોગ આપ્યો હતો,તેમજ ગીર વિસ્તારમાં ખેડૂતો માટે અનેક લડતો પ્રવિણ રામ દ્વારા આપવામાં આવી હતી , આંદોલનો અને આંદોલનકારીઓ અનેક હોઇ છે પરંતુ તમામથી પ્રવિણ રામ એટલા માટે અલગ પડે છે કારણકે પ્રવિણ રામના એક પણ આંદોલન માં સરકારી સંપતિને ક્યારેય નુકશાન થયું નથી અને તેમના દરેક આંદોલન સર્વ સમાજ માટે હોઇ છે જે જનતાને ખૂબ સારો સંદેશ આપે છે.


            ત્યારે આવા ગુજરાતના સપૂત, યુવા નેતા અને સફળ આંદોલનકારી પ્રવીણભાઇ રામનો આજે જન્મદિવસ છે ત્યારે સર્વ સમાજના તમામ લોકો દ્વારા આજે સોશીયલ મીડિયામાં શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે, પ્રવીણભાઇ રામ જન અધિકાર મંચ અને અખિલ ભારતીય સર્વદળીય ગૌ સેવા સમિતિના ગુજરાત અધ્યક્ષ છે એટલે દર જન્મદિવસના દિવસે સમગ્ર ગુજરાતની જન અધિકાર મંચની ટીમ અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી જન્મદિવસ ઉજવે છે પરંતુ આ વખતે કોરોના ની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ કોઈ પ્રોગ્રામોનું આયોજન કરવાનું જન અધિકાર મંચની ટીમ દ્વારા મોકૂફ રાખવામાં આવ્યું છે


પાયલ બાંભણિયા

ઉના

પ્રખર જીવદયા પ્રેમી, ગૌરક્ષક રાજપુર ડીસા પાંજરાપોળનાં સ્વ. શ્રી ભરતભાઈ કોઠારી ઓનલાઈન ગુણાનુવાદ સભા તા.૩૧ ના રોજ યોજાશે.

આણંદજી કલ્યાણજી પેઢી અને જૈન સમાજ, જીવદયા સંસ્થાઓનું સહીયારું અયોજન




મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી.


અહિંસાના દિવંગત યોધ્ધા શ્રી ભરતભાઈ ડીસાવાળાની ગુણાવાનુવાદ સભાનું આયોજન કરાયું છે. ''દેખો દેખો કોન આયા હૈ, જીવદયા કા શેર આયા હૈ'' તેવા નારાઓ જેમની અંતિમયાત્રામાં હજારો માણસોના મુખમાં સહજ ભાવે ગુંજયા હતા તેવા જીવદયાપ્રેમી શ્રી ભરતભાઈ ડીસાવાળાની ઓનલાઈન ગુણાનુવાદ સભા  ઝુમ મીટીંગમાં જોડાવા માટે ભાવભર્યું નિમંત્રણ શેઠ આણંદજી કલ્યાણજી પેઢી, જૈન સમાજ, જીવદયા સંસ્થાઓએ પાઠવ્યું છે.જીવદયાના ક્ષેત્રમાં હિમ્મત અને ઝીંદાદીલથી સમગ્ર જીવનભર એક સાચા સૈનિક તરીકે કાર્ય કરનાર, લાખો પશુઓના તારણહાર એવા શ્રી ભરતભાઈ ડીસાવાળા અને તેમના ડાબા અને જમણા હાથ સમા બે કલ્યાણમિત્રો શ્રી વિમલભાઈ કેવલચંદ બોથરા અને શ્રી રાકેશભાઈ ધારીવાલ એક અબોલ પ્રાણીને બચાવવા જતા એકિસડેન્ટમાં આકસ્મિક અવસાન પામીને અરિહંત શરણ પામેલ છે.  તેઓની ગુણાનુવાદ સભા  માગસર વદ ૧, ગુરૂવાર, તા. ૩૧/૧ર/ર૦ર૦ ના રાત્રે ૯–૦૦ થી ૧૦–૩૦  કલાકે, મીટીંગમાં જોડાવા માટેની લીક Join Zoom Meeting, https://zoom.us/j/3324467526?pwd=amM5QUgxbGFaTJ4QTJZM25OZGNCUT09


આ સભાના આયોજક શેઠ આણંદજી કલ્યાણજી પેઢી, રાષ્ટ્રીય કામધેનુ આયોગ (ભારત સરકાર), શ્રી મુંબઈ જૈન સંઘ સગઠન, સમસ્ત જૈન મૂર્તિપૂજક તપાગચ્છ મહાસંઘ (અમદાવાદ), શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક યુગક મહાસંઘ (વડોદરા), શ્રી સમસ્ત સુરત જૈન સંઘ, શ્રી વર્ધમાન સેવા કેન્દ્ર, શ્રી વર્ધમાન સંસ્કાર ધામ, શ્રી વર્ધમાન પરીવાર, શ્રી સમસ્ત મહાજન, શ્રી અહિંસા સંઘ, શ્રી પુષ્પ મંગલ પરીવાર, શ્રી આઈએપીએફ, શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન (રાજકોટ), શ્રી ડીસા પાંજરાપોળ સહિતની સંસ્થાઓએ સંયુકત રીતે કર્યું છે. 



અહિંસાના દિવગંત યોધ્ધા શ્રી ભરતભાઈ ડીસાવાળાની ગુણાનુવાદ સભામાં પ.પૂ. ગુરૂદેવોના આશીર્વચન અને સ્મરણંજલિ, પ.પૂ. આ.ભ.શ્રી રાજહંસસૂરીશ્વરજી મહારાજ, પ.પૂ. પંન્યાસપ્રવર શ્રી નયપહ્મસાગરજી મહારાજ સાહેબ, પ.પૂ.શ્રી વિનમ્રસાગરજી મહારાજ સાહેબ વકતવ્ય આપશે. આ ઉપરાંત શેઠશ્રી સંવેગભાઈ લાલભાઈ ( શેઠ આણંદજી કલ્યાણજી પેઢી), કુમારપાળભાઈ વીમલભાઈ શાહ (વર્ધમાન સેવા કેન્દ્ર), મંગલ પ્રભાતજી લોઢા (લોકલાડીલા વિધાનસભ્ય), વલ્લભભાઈ કથીરિયા (શ્રી રાષ્ટ્રીય કામધેનુ આયોગ, ભારત સરકાર), વિરેન્દ્રભાઈ પોપટલાલ શાહ (શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન),ગઠન), શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ મહાસંઘ (અમદાવાદ), ડો. સંજયભાઈ (શ્રી સમસ્ત સુરત જૈન સંઘ), હિતેશભાઈ (વડોદરા, શ્રી જૈન શ્વે.મૂ.પૂ.યુવક મહાસંઘ), યોગેશભાઈ મ. શાહ (શ્રી વર્ધમાન પરીવાર), અતુલભાઈ વ્રજલાલ શાહ (શ્રી વર્ધમાન પરીવાર),  ગીરીશભાઈ જયંતીલાલ શાહ (સમસ્ત મહાજન), કમલેશભાઈ (આઈએપીએફ), રાકેશભાઈ (ધ્યાન ફાઉન્ડેશન), પ્રકાશભાઈ (શ્રીવડોદરા સમસ્ત જૈન સંઘ), મિતલભાઈ ખેતાણી (કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન, રાજકોટ), તરૂણભાઈ શેઠ (શ્રી ડીસા પાંજરાપોળ, તંત્રીશ્રી રખેવાળ) સહિતનાઓ પોતાનો અંતરનો ભાવ વ્યકત કરશે.

સૌરાષ્ટ્રનાં યુવા અગ્રણી ડેનીસ આડેસરા ની દેશની પ્રતિષ્ઠિત રામભાઉ મ્હાલગી સંસ્થા (મહારાષ્ટ્ર) માં પસંદગી.

 


રાજનીતિ અંગે 1 વર્ષ વિશેષ પ્રશિક્ષણ અપાશે.

સમગ્ર ગુજરાતમાંથી માત્ર 1 યુવાનની પસંદગી.


સૌરાષ્ટ્રનાં જાહેરજીવનનાં યુવા અગ્રણી અને જાણીતા લેન્ડ ડેવલોપર્સ, અનેકવિધ સંસ્થાઓ સાથે જોડાયેલાં અને અનેક આંતરરાષ્ટ્રીય પ્રવાસો કરી ચુકેલાં ડેનીસ આડેસરા ની પસંદગી વિશ્વની અતિ પ્રતિષ્ઠિત રામભાઉ મ્હાલગી સંસ્થાની ઈન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ડેમોક્રેટિક લીડરશીપનાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમાં કોર્સ ઇન લીડરશીપ, પોલીટીક્સ અને ગર્વનન્સ અભ્યાસક્રમમાં ગૌરવવંતો પ્રવેશ મેળવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે વૈશ્વિક સ્તરે હરીફાઈ હોય છે અને માત્ર ૩૦ વિદ્યાર્થીઓની પસંદગી થતી હોય છે. પસંદગીનાં અનેક રાઉન્ડ પર, અનેક ઈન્ટરવ્યુનો સામનો કર્યા બાદ રાજકોટનાં તેજસ્વી યુવાન ડેનીસ આડેસરાની પસંદગી થઇ છે તે સમગ્ર રાજકોટ અને ગુજરાત માટે ગૌરવની વાત છે.



મહારાષ્ટ્રનાં થાણે માં 1982 માં 15 એકરમાં સ્થપાયેલ હેલીપેડ, હોસ્ટેલ, જીમ, સ્વીમીંગ પુલ, કોન્ફરન્સ રૂમ જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ આ સંસ્થા દેશમાં પ્રથમ વખત યુવાઓને સુવ્યવસ્થિત રીતે રાજનીતિ વિષે તલસ્પર્શી, મૂલ્યનિષ્ઠ પ્રશિક્ષણ આપશે. આ સંસ્થામાં પ્રવેશ મેળવેલા તેજસ્વી વ્યક્તિવિશેષને પ્રશિક્ષણ આપવા ભારતના મહામહિમ રાષ્ટ્રપતિજી, ગૃહમંત્રી અમિત શાહ જી, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીજી, સાંસદ વિનય સહસ્ત્રબુદ્ધેજી, ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુજી, વી. સતીશજી પ્રત્યક્ષ પ્રશિક્ષણ આપવા પધારતાં હોય છે. આવી સંસ્થા ગુજરાતમાં રાજકોટમાં સ્થપાય તે માટે ડેનીસ આડેસરા એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા ને અરજી આપેલ છે.


અહીનાં અભ્યાસક્રમમાં લીડરશીપ મેનેજમેન્ટ, ડેવેલપમેન્ટલ પોલીટીક્સ, ફોરેન પોલીસી, આર્થિક નીતિ, લોકશાહી અને પબ્લિક પોલીસી, દેશની વિવિધ નીતિઓ, યોજનાઓ, રાજકીય પક્ષો નો ઈતિહાસ, પક્ષોની વિચારધારા, કોર્પોરેટ ગવર્નન્સ વગેરે સહિતના ઘણા વિષયો વિવિધ સાંસદ, ધારાસભ્ય, નિષ્ણાંતો અને અધ્યાપકો દ્વારા શીખવવામાં આવશે.  ઇન્ટર્નશીપ અને અભ્યાસ પ્રવાસની પણ વ્યવસ્થા છે જેમાં વડાપ્રધાન કાર્યાલય, રાષ્ટ્રપતિ ભવન, સંસદ ભવન, મુખ્યમંત્રી કાર્યાલય અને વિદેશ પ્રવાસ પણ સામેલ છે.


આ અભ્યાસક્રમનો મુખ્ય ઉદ્દેશ “ લોકહિતમ મમ કરણીયમ “ નાં સુત્રે ભાવિ પેઢીને રાજનીતિનાં વિવિધ પાસાઓ શીખવી અને તેમને સારા સેવક - શાસક બનાવવાનો છે. આ અભ્યાસક્રમ એવા પોલીટીકલ લીડર્સ માટે છે કે જે સમાજમાં રાષ્ટ્ર્કારણ દ્વારા પોતાની ઓળખ સ્થાપિત કરવા માગે છે. राजविद्या राजगुह्यं पवित्रमिदमुत्तमम् । प्रत्यक्षावगमं धर्म्यं सुसुखं कर्तुमाव्ययम् ।। આ જ્ઞાન સર્વ વિદ્યાઓનો રાજા છે, જે સર્વ રહસ્યોમાં સર્વાધિક ગુહ્ય છે. તે વિશુદ્ધતમ જ્ઞાન છે અને સાક્ષાત્કાર દ્વારા આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરાવે છે, તેથી તે ધર્મની પૂર્ણતા છે. તે અવિનાશી છે અને આચરણમાં સુખદ છે.


ડેનીસ આડેસરા : 7600 50 50 50.   www.denisadesara.in

FB : Denis Adesara.