પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલની
જેતપુરના વીરપુર, પીઠડીયા, કાગવડની ગામોની
ગુપચાપ મુલાકાતથી સર્વત્ર અચરજ
જેતપુર તા.9
પાટીદાર અનામત માંગણી માટે ગુજરાત ભરમાં જેહાદ જગાવનાર યુવા આગેવાન હાર્દિક પટેલે આજે જેતપુરના વીરપુર, પીઠડીયા, અને ખોડલધામની ગુપચાપ લીધેલી મુલાકાતથી જાણકારોમાં અચરજ સાથે અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે.
વિગતો એવી મળી હતી કે રાજકોટ થી નીકળીને જસદણ ગયેલા પાટીદાર નેતા હાર્દિક પટેલે જેતપુરના વીરપુર(જલારામ), પીઠડીયા, અને કાગવડ ગામે આવેલ માં ખોડલ ધામની ગુપચાપ મુલાકાત લઈને ધોરાજી તરફ રવાના થયા હતા.
આ નેતાના કાર્યક્રમોની વિગતો માટે આજે જેતપુરના અખબારનવેશો સહીત અનેક સેવાભાવી, સંસ્થાના આગેવાનો, રાજકીય આગેવાનો રીતસરના ધંધે લાગ્યા હતા. જેતપુરમાં અમુક ખોડલધામ સાથે સંકળાયેલ ખમતીધર આગેવાનોએ પોતાના મોબાઈલ કોલ રીસીવ ના કરીને હાર્દિક પટેલથી સૌને દુર રાખ્યા હતા.
એક એવી પણ ચર્ચા ચાલી હતી કે કોઈ ફિલ્મી અભિનેતા કોઈ પણ શહેરની મુલાકાત હમેંશા ગુપચાપજ લેતા હોય છે, કારણ આવા અભિનેતાઓના આગમનની જાણ પ્રજાને થાય તો માણસોની ભીડ અને લોકોના ટોળાઓને કાબુમાં રાખવા આકરું પડે. આવીજ વાતો આજે પાટીદાર નેતા હાર્દિક પટેલે સાબિત કરી ચુપકીદી સેવી જેતપુરના ઉપરોક્ત ત્રણ ગામોની મુલાકાત લઈને આંટાફેરા માર્યા હોવાની વાત ટોક ઓફ ધી જેતપુર તાલુકા વિસ્તાર બની છે.
આ લખાય છે ત્યારે એવી લોકચર્ચા પણ સંભાળવા મળી હતી કે હાર્દિક પટેલે જેતપુરના પીઠડીયા ગામે એક પાનની દુકાને સોડા પીધી , કોઈ કહેતું હતું કે નાસ્તો પણ કર્યો હતો, પણ સાચી વાત મળવી મુશ્કેલ બની હતી.
પત્રકારોમાં એક એવી પણ ચર્ચા ચાલી હતી કે કોઈ અણગમતા પર્શ્નોનો જવાબ નાં આપવા પડે એટલે હાર્દિક પટેલે પોતાની જેતપુરના ઉપરોક્ત ગામોની કે ખોડલધામની મુલાકાત ભેદી રીતે ગુપ્ત રાખી હતી.
દરમિયાન આધારભૂત સુત્રોએ ત્યાં સુધી જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર પાટીદાર સમાજના આગેવાન અને ધોરાજીના લલિત વસોયા અને હાર્દિક પટેલે સાથે ખોડલધામ ખાતે માથું ટેકવી, દર્શન કરી ખોડલ માં સામે આશીર્વાદ મેળવ્યા હતા કે લાજ રાખજે માં અમારી. પ્રસ્તુત તસ્વીરમાં લલિત વસોયા અને હાર્દિક પટેલ વીરપુરની બજારમાં ઉભેલા દેખાય છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર







