અનુયાયીઓ

મંગળવાર, 27 માર્ચ, 2012

ઉપવાસ કરી રહેલ અધિકારીને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા

ઉપવાસ કરી રહેલ અધિકારીને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા: સામાજિક કલ્યાણ વિભાગમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અચોક્કસ મુદ્દત માટે ઉપવાસ કરી રહેલા સનદી સેવાનાં પ્રાંતીય અધિકારીને પોલીસે બળજબરીપૂર્વક હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં...

અધ્યક્ષપદે શ્રી કેશુભાઇ પટેલની પૂનઃ એક વર્ષ માટે સર્વસંમતિથી વરણી સોમનાથ યાત્રાતીર્થનો સાંસ્કૃતિક મહિમા સંવર્ધિત કરાશે પ્રવાસન કેન્દ્ર તરીકે સુવિચારિત વિકાસ સોમનાથમાં યાત્રિકોની વૃધ્ધિ સાથે સુખ-સુવિધામાં


વધારો
ગુજરાતના સુપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથની સાંસ્કૃતિક વિરાસતનો મહિમા સંવર્ધિત કરવાની સાથે સમગ્ર સોમનાથ પરિસરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની નેમ સોમનાથ ટ્રસ્ટની ગાંધીનગરમાં મળેલી બેઠકમાં વ્યકત કરવામાં આવી હતી.
સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષશ્રી કેશુભાઇ પટેલના પ્રમુખસ્થાને મળેલી બેઠકમાં પૂર્વ નાયબ વડાપ્રધાન અને વરિષ્ઠ સાંસદશ્રી એલ. કે. અડવાણી, મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી, પૂર્વ મુખ્ય સચિવશ્રી પ્રવીણભાઇ લહેરી, શ્રી પ્રસન્ન વદન મહેતા અને નવનિયુકત ટ્રસ્ટીશ્રી હર્ષ નેઓટીયા તથા અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે શ્રી કેશુભાઇ પટેલની વધુ એક વર્ષ માટે સર્વસંમતિથી નિમણુંક કરવામાં આવી હતી. શ્રી હર્ષ નેઓટીયાની નવનિયુકિત અને શ્રી કેશુભાઇ પટેલને સમસ્ત ટ્રસ્ટીમંડળે અભિનંદન અને શુભેચ્છા આપ્યા હતા.
સોમનાથ તીર્થમાં યાત્રિકોની સંખ્યામાં ઉત્તરોત્તર ઝડપથી વધારો થઇ રહ્યો છે અને સોમનાથ પરિસરમાં યાત્રિકોની આધુનિક સુખ-સુવિધા વધારવા માટે સુવિચારિત વિકાસ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે તેની પ્રગતિની સમીક્ષા ટ્રસ્ટીમંડળે કરી હતી.
સોમનાથ પરિસરમાં આવતા પ્રવાસીઓ અને યાત્રિકો માટે સમૂદ્ર વિહારનો મહિમા અનન્ય હોવાથી દરિયાઇ સુરક્ષિત સંરક્ષણ દિવાલનો પ્રોજેકટ પણ પૂર્ણતાને આરે છે તેની પણ બેઠકમાં માહિતી આપવામાં આવી હતી.
ટ્રસ્ટીમંડળે સોમનાથ ટ્રસ્ટના ર૦૧રના બજેટને મંજૂર કર્યું હતું.

"જિંદગી "

"જિંદગી "

ઓસરીના દીવા પર આપને ખુમારી છે,

મેં ય વાવાઝોડાની આરતી ઉતારી છે.
સાવ ખાલી હાથે પણ આલીશાન જીવ્યો છું

મેં સતત ગઝલ માફક, જિંદગી મઠારી છે.

શાણપણ કહે છે કે દિલ તો સાવ પાગલ છે

દિલ કહે છે, બુધ્ધિ તો બેશરમ ભિખારી છે

જંગલોના સન્નાટા ક્યાં મને ગણાવે તું?

મેં નગરના કરફ્યુમાં જિંદગી ગુજારી છે

એ ગુંલાટો ખવડાવે, નાચ પણ નચાવી દે

જિંદગી ઓછી નથી, જિંદગી મદારી છે.

એફઆઈઆર ન નોંધાઈ હોય તો પણ


એફઆઈઆર ન નોંધાઈ હોય તો પણ વીમાધારક વળતર મેળવવા હકદાર છે

સુરત, તા. ૨ :  વાહનને અકસ્માત થવાની ઘટનામાં એફ.આઈ.આર ન નોંધાઈ હોય તો પણ વીમાધારક વળતર મેળવવા હકદાર છે એવો મહત્ત્વનો ચુકાદો આપી સુરત જિલ્લા ગ્રાહક અદાલતે ફરિયાદીને રૂ. ૯૧ હજારનું વળતર ચૂકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યો હતો. આ કેસની વિગત એવી છે કે સુરતમાં રહેતા રંજનબેન નરોત્તમભાઈ પટેલે મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર કંપનીની સ્કોર્પિયો કાર ખરીદી હતી અને તે માટે આઈસીઆઇસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યુરન્સ કંપની પાસે રૂ. ૭.૭૦ લાખનો વીમો લીધો હતો. ગત તા.૨૯-૧૧-૦૬ના રોજ તેમના પુત્ર મિહિર તેમના સાળા રવિનું રેગિંગ થતું હોવાનું જાણવા મળતાં સહારા દરવાજા પાસે સ્મીમેર કોલેજમાં ગયા હતા. તેઓ કાર પાર્ક કરી ફરિયાદ નોંધાવવા ગયા હતા તે દરમિયાન રવિને હેરાન કરતા વિદ્યાર્થીઓનં ટોળું કાર પાસે ધસી આવ્યું હતુ અને કારની તોડફોડ કરી કાર ઊંધી પાડી દીધી હતી. કોલેજના ડીને ફોન કરતાં પોલીસ ત્યાં ધસી આવી હતી અને બન્ને જૂથોને પોલીસ સ્ટેશન પર બોલાવ્યા હતા. વિદ્યાર્થીઓની કરિયર ન બગડે એવા હેતુથી પોલીસે સમાધાન કરાવતાં ફરિયાદ નોંધાઈ નહોતી. દરમિયાન મિહિર પટેલ કારને ટો કરાવી કંપનીના ર્સિવસ સ્ટેશન પર લઈ ગયા હતા. કંપનીના સર્વેયરે નુકસાનીની રકમ રૂ.૪૯,૯૪૭ જ આકારી હતી પરંતુ કંપનીએ બનાવ અંગે એફ.આઈ.આર ન નોંધાઈ હોવાનું કારણ આગળ ધરી કોઈપણ રકમ ચૂકવવાનો ઈનકાર કરતાં કારમાલિક રંજનબેન પટેલે તેમના એડવોકેટ શ્રેયસ દેસાઈ મારફત સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરી હતી. તેમણે બનાવમાં કોઈ જાન-મિલકતને નુકસાન ન થયું હોઈ અને સમાધાન થવાને કારણે એફઆઈઆર ન નોંધાવી હોવાની દલીલો કરી રિપેરિંગનો ખર્ચ રૂ. ૯૧૨૩૦ થયાના કંપનીના ઓથોરાઈઝડ ર્સિવસ સ્ટેશનના પાકા બિલ-રસીદ રજૂ કર્યા હતા. કંપનીએ નુકસાનની ઓછી રકમ દર્શાવવા સામે પણ તેમણે વિરોધ કર્યો હતો. ગ્રાહક કોર્ટ (એડિશનલ)ના પ્રમુખ ન્યાયાધીશ ડી.સી.શાહ અને સભ્ય પદ્મનાભ શાહે શ્રેયસ દેસાઈની દલીલો સાથે સંમત થઈ ફરિયાદીને ક્લેઈમના રૂ.૯૧૨૩૦ ર્વાિષક ૯ ટકા વ્યાજ સાથે તેમજ ફરિયાદ ખર્ચ અને માનસિક ત્રાસ પેટે અલગથી રૂ.૧૦૦૦૦ ચુકવવા આઈસીઆઇસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યુરન્સ કંપનીને હુકમ કર્યો હતો.

ભ્રૂણહત્યા કરતા સમાજનાં સંસ્કારી લોકોને સોનલ જેવી લક્ષ્મી ની જરૂર નહિ હોય ??

હરખ ભેર હરીશભાઈ એ ઘરમાં પ્રવેશ કર્યો.... ‘સાંભળ્યું ?'

અવાજ સાંભળી હરીશભાઈ નાં પત્ની નયનાબેન હાથમાં પાણીનો ગ્લાસ લઈને બહાર આવ્યા. "આપણી સોનલ નું માંગું આવ્યું છે ખાધેપીધે સુખી ઘર છે છોકરા નું નામ દિપક છે અને બેંકમાં નોકરી કરે છે. સોનલ હા કહે એટલે સગાઇ કરી દઈએ." સોનલ એમની એકની એક દીકરી હતી.. ઘરમાં કાયમ આનંદ નું વાતાવરણ રહેતું .હા ક્યારેક હરીશભાઈનાં સિગારેટ અને પાન-મસાલાનાં વ્યસન ને લઈને નયનાબેન અને સોનલ બોલતા પણ હરીશભાઈ ક્યારેક ગુસ્સામાં અને ક્યારેક મજાકમાં આ વાત ને ટાળી દેતા. સોનલ ખુબ સમજદાર અને સંસ્કારી હતી. એસ.એસ.સી પાસ કરીને ટ્યુશન, ભરતકામ કરીને પપ્પાને મદદ રૂપ થવાની કોશિશ કરતી, હવે તો સોનલ ગ્રેજ્યુએટ થઇ ગઈ હતી અને નોકરી કરતી હતી પણ હરીશભાઈ એની આવક નો એક રૂપિયો લેતા નહિ... અને કાયમ કહેતા ‘બેટા આ તારી પાસે રાખ તારે ભવિષ્યમાં કામ લાગશે.’ બંને ઘરની સહમતી થી સોનલ અને દિપકની સગાઇ કરી દેવાઈ અને લગ્નનું મુહર્ત પણ જોવડાવી દીધું. લગ્નને આડે હવે પંદર દિવસ બાકી હતા. હરીશભાઈ એ સોનલને પાસે બેસાડીને કહ્યું 'બેટા તારા સસરા સાથે મારી વાત થઇ...એમણે કરિયાવરમાં કઈ જ લેવાની નાં કહી છે , ના રોકડ, ના દાગીના અને ના તો કોઈ ઘરવખરી . તો બેટા તારા લગ્ન માટે મેં થોડી બચત કરી ને રાખી છે એ આ બે લાખ રૂપિયાનો ચેક હું તને આપું છું...તારે ભવિષ્યમાં કામ લાગશે, તું તારા એકાઉન્ટ માં જમા કરાવી દેજે.'‘ભલે પપ્પા’ - સોનલ ટુંકો જવાબ આપીને પોતાના રૂમમાં જતી રહી. સમય ને જતા ક્યાં વાર લાગે છે ? શુભ દિવસે આંગણે જાન આવી, સર્વે નાં હરખનો પાર નથી. ગોરબાપા એ ચોરીમાં લગ્નની વિધિ શરુ કરી ફેરા ફરવાની ઘડી આવી.... કોયલનો જેમ ટહુકો થાય એમ સોનલનાં હૈયે થી બે શબ્દો નીકળ્યા ‘ઉભા રહો ગોરબાપા મારે તમારા બધાની હાજરીમાં મારા પપ્પાની સાથે થોડી વાત કરવી છે,’ “પપ્પા તમે મને લાડકોડ થી મોટી કરી, ભણાવી,ગણાવી ખુબ પ્રેમ આપ્યો એનું ઋણ તો હું ચૂકવી નહિ શકુ... પરંતુ દિપક અને મારા સસરાની સહમતીથી તમે આપેલો બે લાખ રૂપિયા નો ચેક તમને હું પાછો આપું છું... એનાથી મારા લગ્ન માટે કરેલું ભારણ ઉતારી દેજો અને આ ત્રણ લાખ નો બીજો ચેક જે મેં મારા પગારમાંથી કરેલી બચત છે... જે તમે નિવૃત થશો ત્યારે કામ લાગશે, હું નથી ઈચ્છતી કે ઘડપણમાં તમારે કોઈની પાસે હાથ લંબાવવો પડે ! જો હું તમારો દીકરો હોત તો આટલું તો કરેત જ ને !!! " હાજર રહેલા બધાની નજર સોનલ ઉપર હતી ... “પપ્પા હવે હું તમારી પાસે કરિયાવર માં જે માંગું એ આપશો ?" હરીશભાઈ ભારે આવાજમાં -"હા બેટા", એટલું જ બોલી શક્યા. "તો પપ્પા મને વચન આપો કે આજ પછી તમે સિગારેટ ને હાથ નહિ લગાવો.... તમાકુ, પાન-મસાલાનું વ્યસન આજ થી છોડી દેશો. બધાની હાજરી માં હું કરિયાવર માં બસ આટલું જ માંગુ છું." દીકરીનો બાપ ના કેવી રીતે કહી શકે? લગ્નમાં દીકરી ની વિદાય વખતે કન્યા પક્ષનાં સગાઓને તો રડતાં જોયા હશે પણ આજે તો જાનૈયાની આંખો પણ ભીંજાઈ ગઈ દુરથી હું સોનલનાં આ લક્ષ્મી સ્વરૂપ ને જોતો જ રહ્યો.... ૨૦૧ રૂપિયાનું કવર મારા ખિસ્સામાંથી બહાર કાઢી શક્યો નહિ.... સાક્ષાત લક્ષ્મી ને હું શું લક્ષ્મી આપું ??  પણ એક સવાલ મારા મનમાં જરૂર થયો,

=== શીખ : ===
ભ્રૂણહત્યા કરતા સમાજનાં સંસ્કારી લોકોને સોનલ જેવી લક્ષ્મી ની જરૂર નહિ હોય ??

MOTAPAYE KHANIJ CHORI PAKDAI KHAMBHALIDANI SIMMATHI.

JETALSAR JN NA MUKTABEN GHANSHYAMBHAI JOSHI AVSAN PAMYA.



અમારા નુઝ પેપર એ ટુ ઝેડ ગુજરાત નો લેટેસ્ટ એટલે કે ૨૦ - માર્ચ - ૨૦૧૨ નો અંક પ્રસિદ્ધ થઇ ગયો છે.

સ્નેહી શ્રી,

મજામાં હશો..?
 

અમારા નુઝ પેપર એ ટુ ઝેડ ગુજરાત નો લેટેસ્ટ 
એટલે કે૨૦ - માર્ચ ૨૦૧૨ નો અંક પ્રસિદ્ધ થઇ ગયો છે. જેની
પી. ડી.એફ ફાઈલ આ સાથે એટેચ  કરેલ છે. 
જે ડાઉન લોડ કરીજોઈ લેવા વિનતી છે. વધુ માહિતી અમારી વેબ સાઈટ
www.atozgujarat.com ઉપર થી મળી  શકશે

આપ અમારું 
એ ટુ ઝેડ ગુજરાત વાચો અને દરેક ને વંચાવો આ માટે
આપે અમારી 
આ સાથે એટેચ કરેલ પી. ડી.એફ ફાઈલ ને ડાઉન લોડ
કરી આપ ના મિત્રો - સ્વજનો અને સ્નેહીઓ ને મોકલશો

આપ ના સૂચનો અને પ્રતિભાવો અમને જરૂર થી જણાવશો 

આભાર 

આપનો સહ્દયી
અતુલ ચોટાઈ
 
તંત્રી - એ ટુ ઝેડ ગુજરાત (પાક્ષિક) રાજકોટ
 

A TO Z VAANCHO ANE VANCHAVO

પાટણ જિલ્‍લાની ૨૫૦ ગ્રામ પંચાયતોની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર તા. ૧૫મી એપ્રિલ-૨૦૧૨ના રોજ મતદાન


પાટણ જિલ્‍લાની ૨૫૦ ગ્રામ પંચાયતોની સામાન્‍ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી તા. ૧૫/૦૪/૨૦૧૨ના રોજ યોજવા રાજય ચૂંટણી આયોગે તા. ૨૧/૦૩/૨૦૧૨ના રોજ જાહેર કરેલ છે. આથી આ ચૂંટણીમાં ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે આદર્શ આચાર સંહિતાનો અમલ તા. ૨૧/૦૩/૨૦૧૨ના રોજ સાંજના ૧૬-૦૦ કલાકથી તા. ૧૭/૦૪/૨૦૧૨ (પરિણામની જાહેરાત) સુધી કરવાનો રહેશે. ગ્રામ પંચાયતોની સામાન્‍ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી હેઠળના વોર્ડના વિસ્‍તારમાં આદર્શ આચાર સંહિતાનો અમલ કરવાનો રહેશે.     ગ્રામ પંચાયતોની સામાન્‍ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે, તેમ પાટણના જિલ્‍લા ચૂંટણી અધિકારીશ્રી જે.જી.હિંગરાજીયાની એક અખબારી યાદીમાં જણાવ્‍યું છે.
અ.નં. વિગત      તારીખ
૦૧   ચૂંટણીની નોટીસ/જાહેરનામું પ્રસિધ્ધ કરવાની તારીખ      ૨૬/૦૩/૨૦૧૨
૦૨   ચૂંટણી અધિકારીઓએ ચૂંટણી નોટીસ પ્રસિધ્ધ કરવાની તારીખ    ૨૬/૦૩/૨૦૧૨
૦૩   ઉમેદવારીપત્રો સ્‍વીકારવાની છેલ્‍લી તારીખ     ૩૧/૦૩/૨૦૧૨
૦૪   ઉમેદવારીપત્રોની ચકાસણીની તારીખ     ૦૨/૦૪/૨૦૧૨
૦૫   ઉમેદવારી પરત ખેંચવાની તારીખ  ૦૩/૦૪/૨૦૧૨
૦૬   મતદાનની તારીખ તથા સમય     ૧૫/૦૪/૨૦૧૨, (રવિવાર)
       સવારના ૮-૦૦ થી સાંજના ૫-૦ 
૦૭   જો પુનઃ મતદાન યોજવાનું થાય તો તેની તારીખ     ૧૬/૦૪/૨૦૧૨
૦૮   મતગણતરીની તારીખ  ૧૭/૦૪/૨૦૧૨

બેચરાજીમાં ચૈત્રી પુનમના મેળા દરમિયાન વાહનોના રૂટ બદલાશે


આગામી 04 એપ્રિલથી 06 એપ્રિલ દરમિયાન બેચારજીમાં ચૈત્રી પૂનમનો મેળો યોજાનાર હોઇ ટ્રાફિકની વ્યવસ્થા જળવાઇ રહે તે માટે  યાત્રાળુઓના ઉપયોગમાં લેવાતા સિવાયના વાહનો માટે રૂટ બદલવાનો આદેશ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એમ.એન.ગઢવીએ કર્યો છે.જેમાં મહેસાણા તરફથી વાયા બેચરાજી થઇ વિરમગામ જતા ભારે વાહનો વાયા કડી તરફ જશે.તેમજ વિરમગામથી મહેસાણા તરફ આવતા વાહનો મેળા સિવાયના વિઠ્ઠલાપુર ચોકડીથી કડી થઇ અથવા દસાડા થઇ હારીજ સમી તરફથી જશે.ચાણસ્મા,પાટણ તરફથી બેચરાજી આવતા વાહનો મહેસાણા તથા હારીજ સમી થઇ લઇ જવાના રહેશે. આ ઉપરાંત એસ.ટી બસો મહેસાણા તરફથી વિરમગામ તરફ વાયા બેચરાજી ટાઉનમાં પસાર થતી,પાટણ ચાણસ્મા તરફથી વિરમગામ વાયા બેચરાજી ટાઉનમાં પસાર થતી બસ,વિરમગામ તરફથી મહેસાણા પાટણ ચાણસ્મા તરફ જતી બેચરાજી ટાઉમાં પસાર થતી બસ અને હારીજ શંખલપુર રોડ તરફથી બેચરાજી ટાઉનમાં પસાર થતી બસોની વ્યવસ્થા અન્ય વૈકલ્પિક રૂટ બદલવાનો આદેશ એસ.ટી મેનેજરશ્રીને કરાયો છે.
મહેસાણા પોલીસ અધિક્ષકે મોઢેરા ચાર રસ્તા,નાગલપુર ચાર રસ્તા અને પાલાવાસણા ચોકડી ઉપર ટ્રાફિક પોલીસની વ્યવસ્થા કરવાની રહેશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એમ.એન.ગઢવીની અખબારી યાદીમાં જણાવાયું છે.

બનાસકાંઠા જીલ્‍લાની સરકારી કચેરીઓમાંથી રદ્દી પસ્‍તી ઉપાડવાનો ઇજારો આપવા અંગે.


બનાસકાંઠા જીલ્‍લાની સરકારી કચેરીઓમાંથી રદ્દી પસ્‍તી ઉપાડવાનો ઇજારો આપવા અંગે.
બનાસકાંઠા જિલ્‍લાની રાજ્ય સરકારની કચેરીઓમાંથી તા. ૧/૪/૨૦૧૨ થી   તા. ૩૧/૩/૨૦૧૩ ના રોજ પુરા થતાં સમય સુધીનો વર્ગ- અ, , ક ની રદ્દી પસ્‍તી ઉપાડવાનો ઇજારો આપવાનો હોઇ કલેકટરશ્રીની કચેરી, પાલનપુર દ્વારા જણાવ્‍યા પ્રમાણે રસ ધરાવતા વ્‍યકિત/સંસ્‍થાઓને ટેન્‍ડર ફોર્મ મેળવવા માટે રૂ. ૧૦૦/- ૦૦૭૫ પરચૂરણ સામાન્‍ય સેવાઓ સદરે ચલણથી જમા કરાવી અસલ ચલણ રજુ કરી ટેન્‍ડર નોટીસ બહાર પાડવાની            તા. ૨૯/૩/૨૦૧૨ ના રોજ ૧૬.૦૦ કલાક સુધીમાં કલેકટર કચેરીના રેકર્ડ શાખામાંથી કોરા ટેન્‍ડર ફોર્મ મેળવી લેવાના રહેશે.
ટેન્‍ડર ફોર્મ સાથે દરેક વર્ગ માટે અનામતની રકમ રૂ. ૩૦૦૦/-(અંકે રૂપિયા ત્રણ હજાર પુરા) વર્ગવાર ૮૪૪૩ સીવીલ ડીપોઝીટના સદરે જમા કરાવી અસલ ચલણ સાથેનું ટેન્‍ડર ફોર્મ તા. ૧૨/૪/૨૦૧૨ ના રોજ ૧૫.૦૦ કલાક સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાના રહેશે. તથા ટેન્‍ડર ફોર્મ તા. ૧૨/૪/૨૦૧૨ ના રોજ ૧૬.૦૦ કલાકે નિવાસી અધિક કલેકટરશ્રી- પાલનપુરની હાજરીમાં તેમની ચેમ્‍બરમાં ખોલવામાં આવશે.
ટેન્‍ડર ફોર્મ ખોલતી વખતે ભાવપત્રક બાબતે કોઇપણ જાતની કોઇપણ પ્રકારની લેખિત કે મૌખિક દરમ્‍યાનગીરી સ્‍વીકારવામાં આવશે નહિ. ટેન્‍ડર ફોર્મ મંજુર કરે કે ના મંજુર કરવાનો અબાધિત હક્ક કલેકટરશ્રી બનાસકાંઠાનો રહેશે. ટેન્‍ડર નોટીસની શરતો ટેન્‍ડર ફોર્મ સાથે આપવામાં આવશે.

કુપોષણ નાબૂદી માટે પાલનપુર તાલુકાના ગઢ મુકામે દાતાઓ દ્વારા દાનની


કુપોષણ નાબૂદી માટે પાલનપુર તાલુકાના ગઢ મુકામે દાતાઓ દ્વારા દાનની જાહેરાત કરવામાં આવી.
કિશાન આગેવાન શ્રી ગિરિશભાઇ જગાણીયાના નેતૃત્વમાં પાલનપુર તાલુકાના ગઢ મુકામેથી ધારાસભ્યશ્રી ગોંવિદભાઇ પ્રજાપતિ અને ગઢના યુવાન અને ઉત્સાહી સરપંચશ્રી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ, આંગણવાડીના અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં કુપોષણ નાબૂદી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માતૃશ્રી મંગુબેન જેઠાભાઇ જગાણીયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૪ જેટલી આંગણવાડીઓમાં ૪ માસ માટે મગ, અને સરપંચશ્રી ખોડાભાઇ પટેલ દ્વારા  ૪ માસ માટે કઠોળ, મડાણા મેડીકલ ઓફીસર દ્વારા ૬ માસ માટે ચણા તેમજ અન્ય દાતાશ્રીઓ તરફથી દાનની જાહેરાત કરવામાં આવી હતી. તેવું પ્રમુખશ્રી શ્રીમતી એમ.જે.જગાણીયા ચેરીટેબલ ટ્રસ્ટ પાલનપુરની અખબારી યાદીમાં જણવાયું છે.
 આ પ્રસંગે અગ્રણીઓ સર્વશ્રી ખુશાલભાઇ પટેલ, શ્રી અમૃતભાઇ દેસાઇ, શ્રી વાલજીભાઇ પટેલ, શ્રી હરીભાઇ ભુટકા, શ્રી હીરાભાઇ પટેલ વગેરે મહાનુભવો હાજર રહ્યાં હતાં.

રેલવે સ્ટેશનના પાર્સલ સાઈડીંગ પ્લેટફોર્મ પાસે અજાણ્યા પુરુષનું મરણ


વડોદરા
વડોદરા રેલવે સ્ટેશનના પાર્સલ સાઈડીંગ પ્લેટફોર્મ પાસે તા. ૨૬/૩/૧૨ના રોજ અંદાજે ૫૫ વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષનું કુદરતી મરણ થયું છે. મૃતકે શરીર પર સફેદ ચોકડીવાળુ આખી બાયનું શર્ટ અને કાળા રંગનો પેન્ટ પહેર્યો છે. તેના વાલીવારસોને વડોદરા રેલવે પોલીસ સ્ટેશનનો તાત્કાલીક સંપર્ક કરવા જણાવાયું છે.

રાજ્ય સરકાર શિક્ષણની ગુણવત્તા માટે પણ સતત ચિંતિત અને જાગૃત છે-શિક્ષણ રાજ્યમંત્રી શ્રી જયસિંહ ચૌહાણે કનીજ ખાતે રૂા.૭૯ લાખના ખર્ચે તૈયાર થયેલ નવીન પે-સેન્ટર શાળાના સંકુલનું લોકાર્પણ


નડિયાદ
શિક્ષણ ક્ષેત્રમાં પ્રવેશોત્સવના માધ્યમ થકી ઐતિહાસિક કામગીરી કરનાર વર્તમાન રાજ્ય સરકાર શિક્ષણની ગુણવત્તા માટે પણ સતત ચિંતિત અને જાગૃત છે, શાળાની માળખાકીય સુવિધાઓની સાથે શિક્ષણની ગુણવત્તાની પણ ચકાસણી કરવામાં આવતી હોવાથી શિક્ષણના સ્તરમાં સુધારો લાવનારા રાજ્યોમાં ગુજરાતનું સ્થાન નોંધપાત્ર બન્યું  છે.
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના કનીજ ગામે રૂા.૭૯ લાખના ખર્ચે તૈયાર થયેલ સર્વશિક્ષા અભિયાન મિશન અંતર્ગત કનીજ પે.સેન્ટર શાળાના નવીન શાળા સંકુલના ઉદ્દધાટન સમારોહમાં રાજયકક્ષાના પ્રાથમિક, માધ્યમિક, પ્રોઢ અને પ્રોટોકોલ મંત્રીશ્રી શ્રી જયસિંહ ચૌહાણે કર્યું હતું તે પ્રસંગે ઉપર મુજબ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું.

સ્કોપની તાલીમમાં સ્વામી વિવેકાનંદના આદર્શ વિચારોને પ્રચલિત કરાશે સ્વામી વિવકોનંદજીના ૧૦૦ જેટલા આદર્શ વિચાર સૂત્રો તાલીમાર્થીઓને આદર્શજીવન પ્રેરિત કરશે


વડોદરા
સ્વામી વિવેકાનંદજીની સાર્ધ જન્મ શતાબ્દી વર્ષ રાજયમાં યુવા વર્ષ તરીકે ઉજવાઈ રહયું છે.તેના ઉપલક્મા ગુજરાત સરકાર પ્રેરિત અંગ્રેજી તાલીમના સ્કોપ કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદજીના આદર્શ અને સશકત વિચારોને આવરીને સ્કોપની તાલીમ આપવાનું ગુજરાતમાં સૌ પ્રથમ વડોદરા ખાતેના સ્કોપ સેન્ટર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
સ્વામી વિવકોનંદના ૧૦૦ જેટલા ચુનંદા સુવિચારોને સ્કોપની તાલીમ દરમિયાન ૧૦૦૦ જેટલા તાલીમાર્થીઓને તબક્કાવાર આવરી લેવાનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
અંગ્રેજી ભાષા પર ગુજરાતના યુવાનો પ્રભુત્વ મેળવે તે માટે રાજય સરકારે શરૂ કરેલા સ્કોપ કાર્યક્રમને બિરદાવતા સ્વામી નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું કે, વિશ્વમાં અંગ્રેજી ભાષા આવશ્યક બની ગઈ છે. અનેક ક્ષેત્ર સાથે કોમ્પ્યુટર શીખવામાં પણ અંગ્રેજી ભાષા જરૂરી છે.ગુજરાતના લોકો અંગ્રેજી શીખી વિશ્વ સાથે કદમ મિલાવે તેવા પ્રયાસોમાં સરકારે સ્વામી વિવકોનંદ સાર્ધ જન્મ શતાબ્દીના વર્ષમાં સ્વામી વિવેકાનંદજીના આદર્શ વિચારોને સ્કોપની તાલીમમાં સ્થાન આપ્યું છે તે અભિનંદનને પાત્ર છે.
સ્વામી નિખિલેશ્વરાનંદજીએ સ્વામી વિવેકાનંદજીના બેઝીક અંગ્રેજીથી ટોલ્સરોય પણ પ્રભાવિત થયા તો ઉલ્લેખ કરતા સ્વામી વિવેકાનંદના પુસ્તકમાં તેમના રજૂ થયેલાં વિચારોથી ગાંધીજી,સુભાષચંદ્ર બોઝ તથા ડૉ. રાધાકૃષ્ણ વગેરે અભિભૂત થયા હતા. સ્વામી વિવકાનંદે દેશ માટે કંઈ કરી છૂટવા સાથે ગરીબોના ઉત્થાન માટે કાર્ય કરવા પ્રેરણા આપી છે. તેમ ઉમેર્યું હતું તેમણે સ્વામી વિવકોનંદ અગિયાર સ્થળોએ રોકાણ કર્યું હતું. જેમાં વિદેશમાં ત્રણ સ્થળે ભારતમાં આઠ સ્થળો પૈકી ગુજરાતમાં લીમડી,પોરબંદર અને વડોદરાના રોકાણની વિગતો આપી હતી.
આ પ્રસંગે સ્કોપના જોઈન્ટ સીઈઓ શ્રી શૈલેષ ઠક્કરે સ્કોપમાં સ્વામી વિવકોનંદના આદર્શ વિચારોને અપાયેલા સ્થાનને આવકારતા જણાવ્યું કે, અંગ્રેજી વિશ્વમાં પ્રચલિત ભાષા છે. સ્કોપ દ્વારા અંગ્રેજી ભાષાની જાણકારી જ નહિ પરંતુ વ્યકિતત્વ વિકાસ અને સશકિતકરણ થઈ શકે છે. જયારે સ્કોપના જોઈન્ટ સી.ઈ.ઓ. શ્રી સંદીપ શર્માએ અંગ્રેજી ભાષાની આવશ્યકતા ઉપર ભાર મૂકયો હતો.
પ્રારંભમાં સ્કોપના ડિસ્ટ્રિકટ હેડ શ્રી રાજેશ નામ્બીયારે સ્કોપ કાર્યક્રમ સાથે સ્વામી વિવકાનંદજીના આદર્શ વિચારોને સાંકળવા અંગેનો ઉદ્દેશ જણાવ્યો હતો. તેમણે વડોદરાના સ્કોપ સેન્ટર દ્વારા અનેક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, જેલના કેદીઓ વિઘાર્થીઓએ સ્કોપની તાલીમ લીધી હોવાનું જણાવ્યું હતું. 

અમદાવાદના શ્રેષ્ઠી મહાજનો દ્વારા સંચાલિત ટ્રસ્ટની આગવી પહેલ વરિષ્ઠ વડીલો માટેના શાંતિ નિકેતન સિનીયર લીવીંગનું ઉદ્દધાટન દાતાશ્રીઓનું ઉષ્માભર્યું


મુખ્ય મંત્રીશ્રી
વરિષ્ઠ નાગરિકો માટેની સાર સંભાળનું આદર્શ ઊર્જા કેન્દ્ર ગુજરાત પુરું પાડશે
અડવાણીજી
શાંતિ નિકેતન જેવી વડીલો માટેની વ્યવસ્થા દેશમાં પ્રેરીત થવી જોઇએ
અમદાવાદના શ્રેષ્ઠી મહાજનો દ્વારા સંચાલિત ટ્રસ્ટની આગવી પહેલ
વરિષ્ઠ વડીલો માટેના શાંતિ નિકેતન સિનીયર લીવીંગનું ઉદ્દધાટન
દાતાશ્રીઓનું ઉષ્માભર્યું અભિવાદન
પૂર્વ નાયબ વડાપ્રધાન અને વરિષ્ઠ સંસદસભ્ય શ્રી એલ. કે. અડવાણીની અધ્યક્ષતામાં મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અડાલજમાં શાંતિ નિકેતન સિનીયર લીવીંગ સંકુલમાં વરિષ્ઠ વડીલો માટેના આધુનિક સારસંભાળ આવાસ નવદીપ સંકુલનું ઉદ્દધાટન કર્યું હતું.
અમદાવાદના પ્રતિષ્ઠિત મહાજન શ્રેષ્ઠીઓના બનેલા ગર્વનીંગ બોર્ડ અન્વયે આધુનિકતમ્‍ વરિષ્ઠ નાગરિકો માટેના નવદીપ સંકુલનું બે લાખ ચોરસ ફુટ વિસ્તારમાં નિર્માણ થયું છે. સરસપુર સેવા સમિતિના સહયોગમાં અમદાવાદના અખિલ ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેનું સંચાલન કરાશે. ટ્રસ્ટ વતી શ્રી અડવાણીજી અને મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દાતાશ્રીઓનું અભિવાદન કર્યું હતું.
શ્રી એલ. કે. અડવાણીજીએ શાંતિ નિકેતનને વરિષ્ઠ નાગરિકો માટે સમાજશક્તિનો એક નવો પ્રયોગ ગણાવ્યો હતો. એવો અભિગમ છે જેનું સફળ પરિણામ દશ વર્ષ પછી જોવા મળશે તેવો વિશ્વાસ શ્રી અડવાણીજીએ વ્યકત કર્યો હતો.
જૂની અને નવી યુવા પેઢી વચ્ચેના અંતરથી સર્જાતા સામાજિક અને પારિવારિક પડકારોનો ઉલ્લેખ કરતાં શ્રી અડવાણીજીએ જણાવ્યું કે, પરિવાર પ્રથા હિન્દુસ્તાનની એવી વ્યવસ્થા છે જેની દુનિયામાં પ્રસંશા થાય છે. આજના યુગમાં ન્યુકલીયર ફેમીલીના સમાજમાં શાંતિ નિકેતન જેવી વ્યવસ્થા દેશમાં અન્ય પ્રદેશોમાં પણ સમાજશક્તિ દ્વારા વિકસીત થાય તેવું પ્રેરક સૂચન તેમણે કર્યું હતું અને નવદીપ સંકુલમાંથી પ્રેરણા લઇને પરિવાર વ્યવસ્થા નવા સ્વરૂપે સંક્રમિત થાય તેવી અભ્યર્થના તેમણે વ્યકત કરી હતી.
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ બદલાતા સમાજજીવનના પ્રવાહોનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, પ૦૦૦ વર્ષથી સમાજજીવનમાં પરિવાર પ્રથાની વ્યવસ્થામાં આંતર ઊર્જા અને સ્વયંભૂ પ્રાણતત્ત્વ રહેલું છે તે ભારતની બૃહદ પરિવાર વ્યવસ્થા રહી છે પરંતુ કાળક્રમે સમયની થપાટો સાથે ગુલામીકાળની મુક્તિના આંદોલનમાં સમાજ શક્તિ લપેટાઇ ગઇ હતી અને પરિવાર વ્યવસ્થામાં દિપણ થવાનો પ્રારંભ આજે માઇક્રોફેમિલી રૂપે વિસ્તર્યો છે ત્યારે પરિવારપ્રથામાં વરિષ્ઠ વડીલો દેશ કે સમાજ ઉપર બોજ બની રહેતાં નથી. ભારતમાં હજુ પરિવાર અને સમાજ વૃદ્ધો-વરિષ્ઠોને સાચવે છે. કરોડ જનસંખ્યામાં માંડ ૧૭૦ વૃદ્ધાશ્રમો ચાલે છે તેની પ્રતીતિ કરાવે છે, એમ તેમણે જણાવ્યું હતું.
પેઢીઓ વચ્ચેના અસંતુલનમાં જનરેશન ગેપથી સૌથી વધુ વરિષ્ઠ વડીલો અને બાળકો ભોગ બને છે ત્યારે વરિષ્ઠ વડીલોની જેમ બાળકના સારસંભાળની નવતર સમયાનુકુળ વ્યવસ્થા ઉભી થવી જોઇએ એવી હિમાયત કરતાં મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, સંયુકત કુટુંબમાંથી વાત્સલ્ય સ્નેહ, હૂંફ મળતા હોય તો સ્થિતિ બાળ પેઢીને કયાં લઇ જશે? માઇક્રો ફેમિલી જોતા બાળક કે વડીલને કોઇના ભરોસે છોડી દેવાય નહીં. દિશામાં બાળઉછેર અને બાળવિકાસ માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી નવી પહેલ છે.
મુખ્ય મંત્રીશ્રીએ સમાજમાં તરછોડાયેલા, બાળકો અને મહિલાઓના સ્વમાનભેર પુનઃસ્થાપન માટે બાલગોકુલમ્‍નો અભિગમ સાકાર કરવાની નેમ વ્યકત કરી હતી. 
સમાજજીવનની શક્તિમાં મહાજન પરંપરા સેવા પ્રવૃત્ત્િાના અનેક નવા સંસ્કાર સ્વરૂપો વિકસાવ્યા છે એને પ્રેરણારૂપ ગણાવતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શાંતિ નિકેતન સમાજમાં વરિષ્ઠ નાગરિકો માટે નવી ઊર્જા ચેતનાનું કેન્દ્ર બનશે અને નવું નજરાણું દેશને મળશે, તેમ જણાવ્યું હતું.
પ્રારંભમાં મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઉત્કર્ષ શાહે સૌને આવકારી શાંતિ નિકેતન સિનીયર લીવીંગની અભિભાવના પ્રસ્તુત કરી હતી.
પ્રસંગે સમાજ શ્રેષ્ઠીઓ તથા વેપાર-ઉઘોગ જગતના અગ્રણીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.