અમરેલી
ભારતીય સૈન્યમાં સોલ્જર જનરલ ડ્યુટી, સોલ્જર
ટેકનીકલ, સોલ્જર ટેકનીકલ (એન.એ.), સોલ્જર
ક્લાર્ક/સ્ટોર કીપર ટેકનીકલ, સોલ્જર
ટેકનીકલ નર્સીંગ આસિસ્ટન્ટ, સોલ્જર ટ્રેડ્સમેન કેટેગરીની જગ્યાઓની ભરતી ટૂંક સમયમાં થનાર છે.
ઉમેદવારોએ પસંદગી માટે
શારીરિક ક્ષમતા, દાકતરી તપાસ તથા સામાન્ય પ્રવેશના માપદંડો માંથી પાસ
થવાનું રહેશે. તમામ કેટેગરી માટેની શારીરિક કસોટીની પરીક્ષાઓમાં ૧૮મી એપ્રિલે
સુરેન્દ્રનગર, ૧૯મી એપ્રિલના રોજ રાજકોટ જિલ્લાના ઉમેદવારોએ શારિરીક કસોટી
માટે ઉપસ્થિત રહેવાનું રહેશે. તા. ૨૦મી એપ્રિલના રોજ જુનાગઢ
જિલ્લાના ઉમેદવારો, જામનગર તથા પોરબંદર અને કચ્છ જિલ્લાના ઉમેદવારોએ તા.૨૧લી
એપ્રિલના રોજ હાજર રહેવાનું રહેશે. ભાવનગર તથા દીવ (યુટી)ના
ઉમેદવારોએ તા.૨૩મીના રોજ ઉપસ્થિત રહેવા અને ૨૪મી એપ્રિલના રોજ અમરેલી જિલ્લાના
ઉમેદવારોએ સ્ક્રીનીંગ અને શારીરિક કસોટી માટે ઉપસ્થિત રહેવાનું રહેશે.
આ તમામ કેટેગરી માટે એન.સી.સી. સર્ટીફિકેટ ધારક,
સર્વિસમેનના પુત્રો, માજી
સૈનિકોના પુત્રો અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના સ્ટેટ અને નેશનલ લેવલના સ્પોર્ટમેન
માટે તા.૨૫મી એપ્રિલના રોજ શારીરિક
કસોટી યોજાશે.
શારીરિક કસોટી માટે તમામ જિલ્લાના ઉમેદવારોએ નિયત તારીખે સવારે ૪.૩૦ કલાકે હાજર રહેવાનું રહેશે.
સોલ્જર ટેકનીકલ કેટેગરી માટેની અરજી કરનારે જો પરિક્ષાના પરિણામ બાકી હોય તો પ્રિન્સીપાલ કે
હેડમાસ્તર દ્વારા
આપવામાં આવેલું પ્રોવિઝનલ સર્ટીફિકેટ લાવવાનું રહેશે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ
એડમિટ કાર્ડ
આપવામાં આવેલ હોય તેવા તમામ ઉમેદવારો (સો. ટેક્નિ (એન.એ) સિવાય) માટે,
આર્મી રિક્રુટીંગ ઓફિસ જામનગર દ્વારા
તા.૨૯મી જુલાઇના રોજ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ યોજાનાર છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો