આગામી 04
એપ્રિલથી 06 એપ્રિલ દરમિયાન બેચારજીમાં ચૈત્રી પૂનમનો મેળો યોજાનાર હોઇ ટ્રાફિકની
વ્યવસ્થા જળવાઇ રહે તે માટે યાત્રાળુઓના
ઉપયોગમાં લેવાતા સિવાયના વાહનો માટે રૂટ બદલવાનો આદેશ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી
એમ.એન.ગઢવીએ કર્યો છે.જેમાં મહેસાણા તરફથી વાયા બેચરાજી થઇ વિરમગામ જતા ભારે વાહનો
વાયા કડી તરફ જશે.તેમજ વિરમગામથી મહેસાણા તરફ આવતા વાહનો મેળા સિવાયના વિઠ્ઠલાપુર
ચોકડીથી કડી થઇ અથવા દસાડા થઇ હારીજ સમી તરફથી જશે.ચાણસ્મા,પાટણ
તરફથી બેચરાજી આવતા વાહનો મહેસાણા તથા હારીજ સમી થઇ લઇ જવાના રહેશે. આ ઉપરાંત
એસ.ટી બસો મહેસાણા તરફથી વિરમગામ તરફ વાયા બેચરાજી ટાઉનમાં પસાર થતી,પાટણ
ચાણસ્મા તરફથી વિરમગામ વાયા બેચરાજી ટાઉનમાં પસાર થતી બસ,વિરમગામ
તરફથી મહેસાણા પાટણ ચાણસ્મા તરફ જતી બેચરાજી ટાઉમાં પસાર થતી બસ અને હારીજ શંખલપુર
રોડ તરફથી બેચરાજી ટાઉનમાં પસાર થતી બસોની વ્યવસ્થા અન્ય વૈકલ્પિક રૂટ બદલવાનો
આદેશ એસ.ટી મેનેજરશ્રીને કરાયો છે.
મહેસાણા પોલીસ
અધિક્ષકે મોઢેરા ચાર રસ્તા,નાગલપુર ચાર
રસ્તા અને પાલાવાસણા ચોકડી ઉપર ટ્રાફિક પોલીસની વ્યવસ્થા કરવાની રહેશે તેમ અધિક
જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એમ.એન.ગઢવીની અખબારી યાદીમાં જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો