બનાસકાંઠા
જીલ્લાની સરકારી કચેરીઓમાંથી રદ્દી પસ્તી ઉપાડવાનો ઇજારો આપવા અંગે.
બનાસકાંઠા જિલ્લાની
રાજ્ય સરકારની કચેરીઓમાંથી તા. ૧/૪/૨૦૧૨ થી
તા. ૩૧/૩/૨૦૧૩ ના રોજ પુરા થતાં સમય સુધીનો વર્ગ- અ, બ, ક ની
રદ્દી પસ્તી ઉપાડવાનો ઇજારો આપવાનો હોઇ કલેકટરશ્રીની કચેરી, પાલનપુર
દ્વારા જણાવ્યા પ્રમાણે રસ ધરાવતા વ્યકિત/સંસ્થાઓને ટેન્ડર ફોર્મ મેળવવા માટે
રૂ. ૧૦૦/- ૦૦૭૫ પરચૂરણ સામાન્ય સેવાઓ સદરે ચલણથી જમા કરાવી અસલ ચલણ રજુ કરી ટેન્ડર
નોટીસ બહાર પાડવાની તા.
૨૯/૩/૨૦૧૨ ના રોજ ૧૬.૦૦ કલાક સુધીમાં કલેકટર કચેરીના રેકર્ડ શાખામાંથી કોરા ટેન્ડર
ફોર્મ મેળવી લેવાના રહેશે.
ટેન્ડર ફોર્મ
સાથે દરેક વર્ગ માટે અનામતની રકમ રૂ. ૩૦૦૦/-(અંકે રૂપિયા ત્રણ હજાર પુરા) વર્ગવાર
૮૪૪૩ સીવીલ ડીપોઝીટના સદરે જમા કરાવી અસલ ચલણ સાથેનું ટેન્ડર ફોર્મ તા. ૧૨/૪/૨૦૧૨
ના રોજ ૧૫.૦૦ કલાક સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવાના રહેશે. તથા ટેન્ડર ફોર્મ
તા. ૧૨/૪/૨૦૧૨ ના રોજ ૧૬.૦૦ કલાકે નિવાસી અધિક કલેકટરશ્રી- પાલનપુરની હાજરીમાં
તેમની ચેમ્બરમાં ખોલવામાં આવશે.
ટેન્ડર ફોર્મ
ખોલતી વખતે ભાવપત્રક બાબતે કોઇપણ જાતની કોઇપણ પ્રકારની લેખિત કે મૌખિક દરમ્યાનગીરી
સ્વીકારવામાં આવશે નહિ. ટેન્ડર ફોર્મ મંજુર કરે કે ના મંજુર કરવાનો અબાધિત હક્ક
કલેકટરશ્રી બનાસકાંઠાનો રહેશે. ટેન્ડર નોટીસની શરતો ટેન્ડર ફોર્મ સાથે આપવામાં
આવશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો