વધારો
ગુજરાતના સુપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથની સાંસ્કૃતિક વિરાસતનો મહિમા સંવર્ધિત કરવાની સાથે સમગ્ર સોમનાથ પરિસરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની નેમ સોમનાથ ટ્રસ્ટની ગાંધીનગરમાં મળેલી બેઠકમાં વ્યકત કરવામાં આવી હતી.
સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષશ્રી કેશુભાઇ પટેલના પ્રમુખસ્થાને મળેલી આ બેઠકમાં પૂર્વ નાયબ વડાપ્રધાન અને વરિષ્ઠ સાંસદશ્રી એલ. કે. અડવાણી, મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી, પૂર્વ મુખ્ય સચિવશ્રી પ્રવીણભાઇ લહેરી, શ્રી પ્રસન્ન વદન મહેતા અને નવનિયુકત ટ્રસ્ટીશ્રી હર્ષ નેઓટીયા તથા અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે શ્રી કેશુભાઇ પટેલની વધુ એક વર્ષ માટે સર્વસંમતિથી નિમણુંક કરવામાં આવી હતી. શ્રી હર્ષ નેઓટીયાની નવનિયુકિત અને શ્રી કેશુભાઇ પટેલને સમસ્ત ટ્રસ્ટીમંડળે અભિનંદન અને શુભેચ્છા આપ્યા હતા.
સોમનાથ તીર્થમાં યાત્રિકોની સંખ્યામાં ઉત્તરોત્તર ઝડપથી વધારો થઇ રહ્યો છે અને સોમનાથ પરિસરમાં યાત્રિકોની આધુનિક સુખ-સુવિધા વધારવા માટે સુવિચારિત વિકાસ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે તેની પ્રગતિની સમીક્ષા ટ્રસ્ટીમંડળે કરી હતી.
સોમનાથ પરિસરમાં આવતા પ્રવાસીઓ અને યાત્રિકો માટે સમૂદ્ર વિહારનો મહિમા અનન્ય હોવાથી દરિયાઇ સુરક્ષિત સંરક્ષણ દિવાલનો પ્રોજેકટ પણ પૂર્ણતાને આરે છે તેની પણ બેઠકમાં માહિતી આપવામાં આવી હતી.
ટ્રસ્ટીમંડળે સોમનાથ ટ્રસ્ટના ર૦૧રના બજેટને મંજૂર કર્યું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો