અનુયાયીઓ

મંગળવાર, 27 માર્ચ, 2012

જામનગરમાં તા.૩૧ માર્ચના રોજ મહિલા સંમેલન યોજાશે .


જિલ્‍લા પંચાયત, જામનગર દ્વારા તા.૩૧ માર્ચના રોજ ઓશવાળ સેન્‍ટરમાં વિશાળ મહિલા સંમેલન યોજાશે
કલેકટર કચેરી, જામનગર ખાતે આજે કલેકટરશ્રી સંદિપકુમારના અધ્‍યક્ષ સ્‍થાને અને જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી અજયકુમારની ઉપસ્‍થિતીમાં યોજાએલ બેઠકમાં આ સંમેલન યોજવા જિલ્‍લાના વરિષ્‍ઠ અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી.
આ મહિલા સંમેલનમાં જિલ્‍લાની  ૯૨ મહિલાઓને માતા યશોદા એવોર્ડથી સન્‍માનીત કરાશે. ૧૧૩ કન્‍યાઓને કન્‍યા કેળવણીનિધિ અંતર્ગત અને ૩૧ વિવધ રમતોમાં શ્રેષ્‍ડ દેખાવ કરનાર મહિલા ખેલાડીઓને પુરસ્‍કૃત કરાશે.

ગોડાઉનની જાહેર વિતરણ વ્‍યવસ્‍થાની કામગીરી બંધ રહેશે
ગુજરાત રાજય નાગરિક પૂરવઠા નિગમનું નાણાંકીય વર્ષ ૩૧ માર્ચ ૨૦૧૨ ના રોજ પૂર્ણ થતું હોવાથી જામનગર જિલ્‍લાના તમામ ગોડાઉનોમાં હાજર રેહલા જથ્‍થાની ભૌતિક તપાસણી કરવાની હોવાથી ગોડાઉનની જાહેર વિતરણ વ્‍યવસ્‍થાની કામગીરી તા.૨૮/૩/૧૨ થી તા.૩૧/૩/૧૨ સુધી બંધ રહેશે. તો તમામ દુકાનદારોએ તેમનો જથ્‍થો તા.૨૭/૩/૧૨ સુધીમાં લાગુ પડતા ગોડાઉનો પરથી મેળવી લેવા એક યાદીમાં જણાવાયુ છે.

કૃષિ મહોત્‍સવ અમલીકરણ સમિતિની બેઠક મળશે
કૃષિ મહોત્‍સવ-૨૦૧૨ ની જિલ્‍લા કક્ષાની અમલીકરણ સમિતિની બેઠક કલેકટરશ્રીના અધ્‍યક્ષસ્‍થાને તા.૨૮/૩/૧૨ના રોજ સાંજે ૪ કલાકે કલેકટર કચેરી, કોન્‍ફરન્‍સ હોલ, જામનગર ખાતે યોજાશે. તેમ જિલ્‍લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયુ છે.

ટિપ્પણીઓ નથી: