અનુયાયીઓ

સોમવાર, 21 સપ્ટેમ્બર, 2015

જેતપુરમાંથી વિલાયતી શરાબની 6 બોટલ પકડતી પોલીસ

જેતપુરમાંથી વિલાયતી શરાબની 6 બોટલ પકડતી પોલીસ 
જેતલસર તા.21
જેતપુર શહેર પોલીસના પોલીસમેન મનીષભાઈ વરુએ આજે સાંજે ફૂલવાડી એ/6 માં રહેતા રાજુ ઇન્દુલાલ નામના યુવાનના ઘરમાં દારુ દરોડો પાડી રૂપિયા 1800 ની કિમતની વિલાયતી શરાબની 6 બોટલ જપ્ત કરી હતી. જયારે રાજુ નાશી છૂટ્યો હોય તેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

જેતપુરમાં માત્ર 2 મીમી 
ભાદર ડેમની સપાટી 32 ફૂટે પહોંચી 

જેતલસર તા.21
આજે આખો દિવસ ઝરફરાટ પડેલા વરસાદથી માત્ર 2 મીમી પાણી પડ્યું હતું.
જ્યારે ભાદર ડેમની સપાટી અત્યારે ફીટ 32 ફૂટે પહોંચી છે. ડેમ વિસ્તારમાં રાત્રીના અનરાધાર વરસાદ પડી જાય તો ભાદર ડેમ છલકાવાની શક્યતાઓ નકારી ના શકાય તેવું જેતપુર સ્થિત ભાદર ઈરીગેશન સુત્રો જણાવે છે.'
                                                                                                                                                        કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 

જૈન મંદિરમાં ઘુસતા હોવાની રાવ પાલિકા તંત્ર છેલ્લા 1 વર્ષ થયા ધ્યાને લેતું ના હોવાનો આક્ષેપ !

જેતપુરના મહાત્મા ગાંધી રોડ પર ગટરના ગંધાતા પાણી 
જૈન મંદિરમાં ઘુસતા હોવાની રાવ પાલિકા તંત્ર 
છેલ્લા 1 વર્ષ થયા ધ્યાને લેતું ના હોવાનો આક્ષેપ !
પાલિકાના દંડક અશોક મંગલાણી કહે છે કે જેતપુરમાં શહેર ભાજપ પ્રમુખ પણ જૈન છે ! 
પણ તેઓ કોઈ દિવસ આ સમસ્યા હલ નાં કરાવી શક્યા !? જૈન મુનીઓમાં પણ રોષ !
જેતલસર તા.20
જેતપુરના એમ જી રોડ પરની ગટરો સાફ કરવામાં તંત્રની ભારોભાર આળસથી ગંધાતા ગટરના પાણી આ રોડ પરના એક જૈન મંદિરમાં ઘુસતા હોય, દિન પ્રતિદિન દુભાતી જતી જૈન ધર્મીઓની લાગણીને રાજીપામાં ફેરવવા જેતપુર પાલિકાના દંડક અશોક મંગલાણીએ માંગ કરી છે.

મળતી વિગતો મુજબ જેતપુરના મહાત્મા ગાંધી રોડ પર જતા જમણી બાજુએ જૈન સમાજનું દિગંબર જૈન મંદિર આવેલું છે. આ મંદિરના દરવાજાને અડકીને જ નીકળતી ગટર નિયમિત સાફ થતી ના હોય, ગંધાતા પાણી જૈન મંદિરમાં ઘુસી જતા હોય, દર્શનાર્થે આવતા જતા જૈન ભાવિકોમાં રોષ ફેલાયો છે. આ બાબતે જૈન સમાજના અમુક આગેવાનોએ છેલ્લા એક વરસ થયા સ્થાનિક પાલિકા તંત્ર, રાજકોટ જીલ્લા કલેકટર વિગેરેને રજુઆતો કરી આ કાયમી સમસ્યા હલ કરવા અવારનવાર માંગો કરી છે પણ, આ અંગે જેઓની જવાબદારી થાય છે તેવા જેતપુર પાલિકા સુત્રો આ બાબતે કઈ ઘટતું કરાવતા ના હોય હવે આ પ્રશ્ન જેતપુર પાલિકાના દંડક-સદસ્ય અને સિંધી સમાજના આગેવાન અશોકભાઈ મંગલાણીએ હાથમાં લઇ પોતાની મહેનત કામે લગાડી છે, ત્યારે તંત્ર શું કરશે ? તે તરફ જૈન સમાજના લોકોની મીટ મંડાઈ છે.

બોક્સ: દિગંબર મુનીઓ ગંદકી જોઇને ચાલ્યા જાય છે !
જેતલસર : જેતપુરમાં રહેતા અને જૈન સમાજના અમુક આગેવાનો અને કાર્યકરોએ જણાવેલ કે, દિગંબર જૈન મુનીઓ વરસ દરમિયાન સમયાંતરે આ જૈન મંદિરની મુલાકાતે વિહાર કરતા કરતા આવી પહોંચતા હોય છે. પણ ખરાબ અને ગટરના ગંધાતા પાણી જૈન મંદિરના પ્રવેશ દ્વારમાંજ ભરાયેલા જોઇને, દિગંબર મુનીઓ જૈન મંદિરમાં પ્રવેશવાને બદલે પાછા ચાલ્યા જાય છે. અને તે એટલા માટે કે તેઓને હિંસા ગમતી નથી. પાણીમાં અસંખ્ય જીવાણુઓ હોય છે, જેને ઠેકીને કે કચરીને મંદિરમાં પ્રવેશવાનું મુનીઓ મુનાશીબ માનતા નથી.
બોક્સ: શહેર ભાજપ પ્રમુખ જૈન ! તેઓને આ સમસ્યા નથી દેખાતી ?
જેતલસર: જેતપુર પાલિકાના સદસ્ય અશોક મંગલાણીએ એક દુખની વાત વ્યક્ત કરતા જણાવેલ કે ભાઈ જેતપુર શહેર ભાજપના પ્રમુખ કિશોરભાઈ શાહ જૈન સમાજના જ અગ્રણી છે. તેઓને પોતાના ધર્મના મંદિરની આવી દુર્દશા કેમ દેખાતી નથી ? કે હલ કરવા કેમ જાગતા નથી ? તે એક ચર્ચાસ્પદ વિષય કહેવાય !!

ફોટો અને સમાચાર કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર 

ગંદકી વોંકળાની !


ગંદકી વોંકળાની !
જેતપુરના કોટડીયાવાડીમાં જતા પ્રોફેસર સાવલીયાના રહેણાંક મકાન પાસે આવેલ વોંકળીમાં તંત્ર ક્યારેય સાફ સફાઈ હાથ ધરતું નથી. આ વોંકળીમાં ગંદકીયુક્ત કચરો એટલો જમા થયો છે કે આજબાજુના લત્તાવાસીઓ ત્રાસી ગયા છે. પાલિકા તંત્ર તાત્કાલિક તસ્વીરમાં દ્રશ્યમાન વોંકળીના કચરાને દુર કરે તે જરૂરી છે.                                                                                       ફોટો લાઈન : કશ્યપ જે. જોશી જેતલસર 

ગણેશ વંદના :

ગણેશ વંદના :
જેતપુરના જૂની દેસાઈ વાડી વિસ્તારમાં રહેતા કાનભાઈ મિસ્ત્રી પોતાના ઘરે છેલ્લા 5 વર્ષથી પોતાના મકાનમાં 
ભાવભેર ગણેશજીનું સ્થાપન કરી 10 દિવસ સુધી ગણેશ મહોત્સવ ઉજવે છે. અહી ભાવિકોની દર્શનાર્થે ભીડ જામે છે. 
                    ફોટો લાઈન : કશ્યપ જે. જોશી - જેતલસર (જેતપુર)

જેતલસરના ગાયત્રીનગરમાં ભાવભેર ઉજવાઈ રહેલ ગણેશ મહોત્સવ


​જેતલસરના ગાયત્રી નગરમાં તુલસીભાઈ તેજાણીના નિવાસસ્થાને શિવ પુત્ર ગજાનંદની ભવ્ય મૂર્તિનું  સ્થાપન  ભાવભેર ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. અહી રોજ રાત્રે યુવાનો અને મહિલાઓ દ્વારા ધૂન, કીર્તન અને દાંડિયા રાસની રમઝટ બોલાવાઈ રહી છે. 
                                                                                                                                          ફોટો : કશ્યપ જે. જોશી જેતલસર 9974262812