LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
મંગળવાર, 20 ડિસેમ્બર, 2011
ABOL PASHUO BACHAVATA SHIV SHAINIKO
JETPURNA AMARANAGAR GAAM PAASETHI JETPUR, DHOARJI, UPLETA, GONDAL VIGERE GAAMONA SHIVSHENANA AAGEVANOE 75 ABOL PASHUO KATAL KHANE PAHOCHE TE PAHELA BACHAVI JETPUR PAANJARA POLMA MOKALYA HOVANU JANAVTA TUSHAR GONDALIYA.
મુખ્યમંત્રીશ્રી આજે જામનગરમાં સદ્દભાવના મિશન અંતર્ગત જિલ્લા ઉપવાસ અભિયાન રૂપે એક દિવસની ઉપવાસ તપસ્યા કરશે મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સદ્દભાવના મિશન અંતર્ગત જિલ્લા ઉપવાસના અભિયાન રૂપે તા. ર૦મી ડિસેમ્બરે જામનગરમાં ઉપવાસની એક દિવસની તપસ્યા કરશે.
મુખ્યમંત્રીશ્રીના આ સદ્દભાવના મિશન જિલ્લા અભિયાનમાં જામનગર શહેર ઉપરાંત જામનગર ગ્રામ્ય, ધ્રોળ-જોડિયા, અને કાલાવાડ તાલુકામાંથી જનતા જર્નાદનનો ઉમળકાભર્યો પ્રતિસાદ મળ્યો છે.
મુખ્યમંત્રીશ્રીના સદ્દભાવના મિશનના આ અભિયાનમાં આવતીકાલે જામનગરમાં ૧૧ હજાર ઉપરાંત નાગરિકો સ્વયંભૂ ઉપવાસ તપ કરશે.
એસ્સાર વાડિનાર રિફાઇનરી આસપાસનો નિર્દિષ્ટ વિસ્તાર પ્રતિબંધિત જાહેર
ગાંધીનગરઃ
રાજ્ય સરકારે સંભવિત ભાંગફોડ અને અડચણની પ્રવૃત્ત્િાને ધ્યાને લઇને જામનગર જિલ્લાના જામખંભાળીયા તાલુકામાં આવેલી એસ્સાર વાડિનાર રિફાઇનરી અને મરીન ફેસિલિટીમાં આસપાસના વિસ્તારને એક જાહેરનામા દ્વારા પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કર્યો છે.
આ જાહેરનામા અનુસાર લાલપુર તાલુકાના મીઠોઇ, મોડપર, રસંગપર અને ઝાંખર તેમજ ખંભાળિયા તાલુકાના કાઠી દેવળિયા, કજુરડા, સોઢા તરધડી, ટીંબડી, વાડિનાર, ભરાણા અને વડાલિયા સિંહણ ગામની કુલ ૭૮૧ સરવે નંબરોની ૧,૯૯,૬૮,૦૪૭ ચો.મી. જમીન વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરાયો છે. જાહેરનામા અનુસાર ભરાણા, ટીંબડી અને ઝાખર ગામના લોકોને તેમની જમીન સુધી આવવા-જવા માટે ક્રુડ ઓઇલ, ફાર્મા અને રિફાઇનરીને જોડતા ત્રણ દરવાજા ખુલ્લા રાખવામાં આવશે તેમ પણ જણાવાયું છે.
જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે પોલીસદળના જવાનો, લશ્કરના જવાનો, આ કંપનીઓમાં રોજગારી મેળવતા લોકો અને ન્યાયાધિશોને જાહેરનામાંથી છુટછાટ આપવામાં આવી છે.
માહે ઓકટોબર-ર૦૧૧ના માસનો ગ્રાહક ભાવાંક
ગાંધીનગરઃ
રઃ ઔઘોગિક કામદાર વર્ગ માટે અમદાવાદ કેન્દ્રનો માહે ઓકટોબર-ર૦૧૧નો ગ્રાહક ભાવાંક ભારત સરકારના સિમલા ખાતેના શ્રમ બ્યુરોએ અમદાવાદ કેન્દ્રના ઔઘોગિક કામદારો માટે માહે ઓકટોબર-ર૦૧૧ માટેના પાયાના વર્ષ (ર૦૦૧)ને ૧૦૦ પર આધારિત ગણત્રી કરેલ ગ્રાહક ભાવાંક ૧૯પ છે. આંકને રાજ્ય સરકારે સ્વીકારેલ ૩.૧૭ના સાંકળતાં આંકથી ગુણતાં રાજ્ય શ્રેણીના ઔઘોગિક કામદાર વર્ગ માટેનો માહે ઓકટોબર-ર૦૧૧ મહિનાનો અમદાવાદ કેન્દ્રનો પાયાના વર્ષ (૧૯ર૬-ર૭-૧૦૦) પ્રમાણે ગ્રાહક ભાવાંક ૧૩૬પ૩ થાય છે તેમ શ્રમ આયુક્ત, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
વિધાનસભા ખાતે દરબાર સાહેબ દેસાઇની ૧૨૪મી જન્મતિથિ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા પુષ્પાંજલિ અપાઇ
ગાંધીનગરઃ
ગુજરાત વિધાનસભાના પ્રથમ માળે આવેલ પોડિયમમાં દરબાર સાહેબ દેસાઇના તૈલચિત્રને તેમની ૧૨૪મી જન્મતિથિ નિમિત્તે આજે વિધાનસભાના અધ્યક્ષ શ્રી ગણપતભાઇ વસાવા દ્વારા ભાવસભરપુષ્પાંજલી આપવામાં આવી હતી.
મહાત્મા ગાંધી દ્વારા દરબાર સાહેબના હુલામણા નામને પ્રાપ્ત કરનાર ગોપાળભાઇનો જન્મ ૧૯ડિસેમ્બર, ૧૮૮૭ના રોજ રાજવી પરિવારમાં તેમના મોસાળ ઢસામાં થયો હતો. તેમની માતા સમજુબાના પિતા અંબાઇદાસ દેસાઇ વસો, ઢસા અને રાયસાંકળીયાના જાગીરદાર હતા. તેમણે વઢવાણ ખાતે આવેલ રાજવીઓ માટેની શિક્ષણ સંસ્થા ગરાસિયા કોલેજમાંથી શિક્ષણ લીધું હતું. ત્યારબાદ ૧૯૦૭માં વડોદરા ખાતે આવેલ એક કોલેજમાં ઉચ્ચ અભ્યાસાર્થે દાખલ થયા, જયાં તેઓ શ્રી અરવિંદ ધોષ સાથે સંપર્કમાં આવતા બંગ-ભંગ ચળવળમાં સક્રિયપણે જોડાયા. આ ચળવળે તેમને દેશપ્રેમમાં સંપૂર્ણ ઓતપ્રોત કર્યા
૧૯૧૫ બાદ ગાંધીજીના સંપર્કમાં આવતા અસ્પૃશ્યતા નિવારણની ઝુંબેશમાં સક્રિય ભાગ ભજવ્યો. મિત્રની નાની ટકોરથી મલમલ રેશમી જરિયાન વસ્ત્રો અને રાજવી શણગારને ત્યજીને જીવનમાં સાદગી અને ખાદી અપનાવી. ૧૯૩૮માં હરિપુરા ખાતે ભરાયેલા ઐતિહાસિક કોંગ્રેસ અધિવેશનની સ્વાગત સમિતિના તેઓને અધ્યક્ષ બનાવામાંઆવ્યા હતા. સૌરાષ્ટ્રના અમરેલીમાં આવેલ ઢસા રાયસાંકળીયાનું પોતાનું નાનું રાજય ભારતના સ્વાતંત્ર્ય યજ્ઞમાં સામે ચાલીને સોંપી દીધું. સન ૧૯૪૭માં સ્વરાજ આવતાં જાગીર પાછી મળી પણ તે ન સ્વીકારી અને જાહેર સેવાને પોતાનું કાર્યક્ષેત્ર માનનાર આ દરબાર સાહેબની જીવનલીલા ૫ મી ડિસેમ્બર ૧૯૫૧ના રોજ સંકેલાઇ ગઇ.
આ પુષ્પાંજલી પ્રસંગે ગુજરાત વિધાનસભાના સચિવશ્રી ડી.એમ.પટેલ, ઉપ સચિવશ્રી બી.ડી.વસાવા, અંગત સચિવશ્રી દિનેશ વ્યાસ તેમજ કર્મચારીઓએ ઉપસ્થિત રહી પુષ્પાંજલી અર્પી હતી.
દવાખાનાઓના ફાયર સેફટી ઓડીટની શરૂઆત મહાનગરોથી થશે - ૦૬ મહિનામાં રીપોર્ટ મેળવાશે - આરોગ્યમંત્રી મેડીકો લીગલ અને એફએસએલની સગવડોના સમન્વય સાથે પોસ્ટ મોર્ટમ ખંડોના અઘતનીકરણનું આયોજન
રૂા. ૫.૮૧ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા બરોડા મેડિકલ કોલેજના સભાખંડનું વિધિવત લોકાર્પણ
વડોદરા,
રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રી જયનારાયણ વ્યાસે બરોડા મેડિકલ કોલેજના રૂા. ૫.૮૧ કરોડના ખર્ચે બાંધવામાં આવેલા અને ૭૦૦ જેટલી બેઠકો તેમજ કાર્યક્રમ આયોજનની અઘતન સગવડો ધરાવતા ઓડિટોરિયમનું વિધિવત લોકાર્પણ કર્યું હતું. અત્યંત ઉંચા ગજાના સારસ્વત અને મેધાવી પ્રતિભા ડૉ. એ.પી.જે.કલામના આ ઓડીટોરિયમમાં પગલાં થયાં અને તેના અનૌપચારીક ઉપયોગ શરૂ કરાવ્યો તે મારે માટે આનંદની વાત છે તેવી લાગણી વ્યકત કરતા આરોગ્ય પ્રધાને આ ઓડિટોરિયમમાં મલ્ટીમિડીયા સુવિધાઓ પ્રસ્થાપિત કરવા અને ઇન્ટરનેશનલ તબીબી અને વ્યાવસાયિક કોન્ફરન્સીઝ અને સીએમઈ યોજી શકાય અને અન્યત્ર યોજાતા આવા કાર્યક્રમોનો આ સભાખંડમાં બેસીને લાભ લઈ શકાય તેવી સુવિધાઓ કરવા માટે જરૂરી રકમ ફાળવવાની આરોગ્ય વિભાગની તત્પરતા વ્યકત કરી હતી.
આ કાર્યક્રમ પ્રવાસન રાજય મંત્રી શ્રી જીતુભાઈ સુખડિયા, સંસદિય સચિવશ્રી યોગેશ પટેલ, મેયર ડૉ. જયોતિબેન પંડયા, ધારાસભ્યશ્રી ભૂપેન્દ્રભાઈ લાખાવાળા, આરોગ્ય વિભાગના નાયબ સચિવશ્રી ગોહિલ, અધિક નિયામક ડૉ. પી.ડી.વિઠૃલાણી, મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાથી સમિતિ અધ્યક્ષ ડૉ. વિજય શાહ, પૂર્વ ધારાસભ્યશ્રી હરદત્તસિંહ જાડેજા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. અમેરિકાવાસી ભૂતપૂર્વ તબીબી વિઘાર્થીઓના સંગઠનના પદાધિકારીઓ પણ કાર્યક્રમમાં જોડાયાં હતા.
વસતી વધારો અને આરોગ્યાલાયોના મકાનોના વિસ્તરણની સાથે રાજય સરકાર ફાયરસેફટીની અઘતન સગવડો આપવા સજાગ છે. તેવી લાગણી વ્યકત કરતા તેમણે જણાવ્યું હતું કે કલકત્તાની હોનારતના પગલે ગુજરાતે આ બાબત અગ્રતાક્રમે હાથ ધરવાની પહેલ કરી છે. દવાખાનાઓમાં પ્રોફેશનલ સેફટી ઓડિટ ફરજીયાત બનાવવાના ભાગરૂપે પ્રથમ મહાનગરોની હોસ્પિટલ્સનું ફાયર સેફટી ઓડીટ યોજીને, ૦૬ મહિનામાં તેનો રીપોર્ટ મેળવવામાં આવશે.
રાજય સરકારે એસએસજી હોસ્પિટલ્સ જેવા દવાખાનાઓના પોસ્ટમોર્ટમ ખંડોના મેડીકોલીગલ તેમજ એફએસએલની જરૂરી સગવડોના સમન્વય સાથે અઘતનીકરણ કરવા રૂા. ૮ કરોડની રકમ ફાળવી છે. આ કામમાં ડૉ. જે.એલ.મીનાના વડપણ હેઠળની તજજ્ઞ કમિટિના સૂચનોને પણ ધ્યાનમાં લેવામાં આવશે. સૂરત અને અમદાવાદની મેડિકલ કોલેજીસ માટે પણ અઘતન ઓડિટોરીયમ્સ બનાવવામાં આવી રહયાં છે. એમ તેમણે જણાવ્યું હતું.
પ્રારંભમાં, ડીન ડૉ. એ.ટી.લેઉઆએ સહુને આવકાર્ય હતા. એસએસજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાજીવ દેવશ્વરે આભાર વ્યકત કર્યો હતો.
ખણકતા બોલ અને સ્ટમ્પસથી પ્રજ્ઞાચક્ષુઓ રમ્યા ક્રિકેટ ઃ ખેલ મહાકુંભ હેઠળ નેત્રહિન ક્રિકેટની સેમી ફાઇનલ્સનો પ્રારંભ
વડોદરા,
ખેલ મહાકુંભ-૨૦૧૧માં ૧૮ વર્ષથી વધુ અને ૧૮ વર્ષથી નીચે બે શ્રેણીઓમાં નેત્રહિન ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. અને તેની સેમી ફાઈનલ સ્પર્ધાઓનો પોલો મેદાન ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ, વડોદરા જિલ્લાના શાખાના યજમાનપદે પ્રારંભ થયો છે. આજે ભાવનગર, ઈડર, સુરત અને અમદાવાદની પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ ટીમો વચ્ચે મેચીસ રમાઈ હતી જેમાં ચોગ્ગાઓની રમઝટ પણ જોવા મળી હતી.
પદાધિકારી ભાવેશ પટેલે જણાવ્યું હતું કે અંદર છરા ભરવાને કારણે ખણકતા ધુધરીવાળા સફેદ દડાની મદદથી અંધજનો ક્રિકેટ રમવાનો તંદુરસ્ત લોકો જેટલો જ આનંદ માણી શકે છે. અંધજન ક્રિકેટ માટેના સ્ટમ્પસ પણ લોખંડની પાઈપોના બનાવવામાં આવે છે જેની સાથે દડો અથઠાતા, રણકાર સંભળાય છે. જેને આધારે આઉટ-નોટઆઉટનો સચોટ નિર્ણય લેવાય છે. આ સ્ટમ્પસને બેઈલ્સ (ગિલ્લીઓ) નથી હોતી. આમ, શબ્દવેધી તિરંદાજીની માફક નેત્રહિનો દડાના અવાજને પારખીને ફટકાબાજી કરે છે અને વિકેટને બચાવે છે.
મંગળવારના રોજ બીજી ચાર ટીમો વચ્ચે સ્પર્ધાઓ થશે. સેમીફાઈનલ્સના વિજેતાઓ વચ્ચે તા.૨૨/૧૨ના રોજ ગાંધીનગરમાં ફાઈનલ રમાશે તે ઉલ્લેખનીય છે.
સયાજીરાવ ગાયકવાડની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષમાં અભિલેખાગાર સપ્તાહ ઉજવણીનો પ્રારંભ
શ્રીમંત સયાજીરાવ ગાયકવાડનો અમરવારસો પ્રદર્શની ખુલ્લી મૂકાઈ
વડોદરા,
સર સયાજીરાવ ગાયકવાડની સાર્ધ શતાબ્દીની ઉજવણી દરમિયાન અભિલેખાગાર સપ્તાહ નિમિત્તે શ્રીમંત સયાજીરાવ ગાયકવાડનો અમર વારસો પ્રદર્શનનું જિલ્લા કલેકટર શ્રી વિનોદ રાવે ગુજરાત રાજય, અભિલેખાગાર અધિક્ષક દક્ષિણ વર્તુળની કચેરી ખાતે ઉદ્ધાટન કરી ખુલ્લું કર્યું હતું.
શ્રીમંત સયાજીરાવ ગાયકવાડનો અમર વારસો પ્રદર્શન ખુલ્લું મૂકતા કલેકટરશ્રી વિનોદ રાવે જણાવ્યું હતું કે વડોદરા રાજયનો અદ્ભૂત વારસો પ્રદર્શનમાં સુંદર રીતે પ્રદર્શિત કરાયો છે. પ્રસ્તુત પ્રદર્શનમાં સદીઓ પહેલા જે પ્રકારે વડોદરા રાજય અને તેના વિસ્તારમાં સુશાસન પ્રણાલિ પ્રસ્થાપિત થઈ હતી તેના પ્રત્યક્ષ દર્શન થાય છે તે દરેક નાગરિકોને નિહાળવાનો લ્હાવો લેવો અનુરોધ કર્યો હતો. તેમણે સયાજીરાવ ગાયકવાડની ૧૫૦મી જન્મજયંતીના અવસરે રાજયના અભિલેખાગાર દ્વારા વડોદરા રાજયનું પ્રદર્શન યોજાયું છે. તે માટે વડોદરાના નાગરિક તરીકે ગૌરવની લાગણી થવી જોઈએે. આગામી દિવસોમાં સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતીની ઉજવણી કરાશે તેમાં વડોદરાના નાગરિકોને જોડાવા અનુરોધ કર્યો હતો.
અભિલેખાગાર સપ્તાહની ઉજવણી નિમિત્ત્િા યોજાયેલા શ્રીમતં સયાજીરાવ ગાયકવાડનો અમરવારસો પ્રદર્શનમાં વડોદરા રાજયના શાસનકાળ દરમિયાનના રાજકર્તાઓ, રાજયના ધ્વજ અને રાજયચિહનો, અગ્રણી કારભારીઓ, વડોદરા રાજય સાથે જોડાયેલા મહાનુભાવોની તસવીરો વિભાગવાર પ્રદર્શિત કરાઈ છે. આ સાથે કચેરીમાં સંગ્રહાયેલા દસ્તાવેજો, વડોદરા સ્ટેટના રેલવેતંત્રની સમયસારણી, વડોદરા રાજયના દફતરના પ્રકાશનો, વડોદરા રાજયની હકૂમતનો વિસ્તાર દર્શાવતો એટલાસ (નકશાઓ) ગાયકવાડી રાજવી પરિવારની વંશાવલી, સુવર્ણ અને ચાંદીની ચીજવસ્તુઓ, સોનાચાંદીના વેલડાંની તસવીરો, તેમજ માનપત્રો અને તે માટેની માનપત્ર મંજૂષાઓ, રાજવી સવારી વડોદરા રાજયની ભવ્ય ઇમરતોની તસવીરો પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. શ્રીમંત સયાજીરાવ ગાયકવાડનો અમરવારસો પ્રદર્શન તા. ૨૩/૧૨/૨૦૧૧ સુધી સવારના ૧૧.૦૦થી સંજના ૫.૩૦ કલાક દરમિયાન જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.
આ પ્રદર્શન પ્રસંગે અભિલેખાગાર અધિક્ષકની એમ.જી.રાઠવા સંગ્રાહક શ્રી દીપક શાહ તથા ઈતિહાસ રસિકો ઉપસ્થિત રહયા હતા.
મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સૂરત શહેરને ખૂબસૂરતી સાથે સુખાકારીને પ્રાધાન્ય આપવા શિખઃ સરકારી તરાહમાંથી બહાર આવીને દિલ- આત્મા રેડીને કામ કરવા અમલદારોને અનુરોધઃ સૂરતઃ
- મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સૂરત મહાનગરપાલિકાના તંત્રને શહેરમાં સૌંદર્ય- મનોરંજન વૃધ્ધિના સ્ત્રોતો ઊભા કરવાની સાથે જન સુખાકારીને પ્રાધાન્ય આપવા જણાવ્યું હતું. વિકાસ માટેની પહેલ માત્ર રાજય સ્તરેથી જ ન થાય પણ સૂરત મહાનગરપાલિકા જેવા તંત્રો પણ પહેલરૂપ ભૂમિકા ભજવે, તેમ તેમણે જણાવ્યું હતું.
સદ્ભાવના મિશન કાર્યક્રમ અંતર્ગત સૂરત આવેલા મુખ્યમંત્રીએ મોડી સાંજે પાલિકા- રાજયના અમલદારોની સાથેની બેઠકમાં શહેરના વિકાસની સાથે આરોગ્ય, શિક્ષણના સ્તર તથા સ્લમ વિસ્તારના નાગરિકોની સુખાકારી બાબતે ચિંતા સેવવા જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે, શાળાઓ-હોસ્પિટલોમાં ફાયરસેફટી અંગેની તાલીમ- મોકડ્રીલ નિયમિત સમયાંતરે યોજીને કલકતાની હોસ્પિટલમાં બનેલી આગની ધટના જેવી કરૂણાંતિકા નિવારી શકાય. માસમાં આવા ત્રણથી ચાર કાર્યક્રમો યોજીને લોકોમાં આ બાબતે જાગૃતિ લાવવા પર તેમણે ભાર મૂકયો હતો.
મુખ્યમંત્રીશ્રીએ સૂરતના ભાવિ વિકાસના આયોજનમાં પર્યાવરણનું માહાત્મય સ્વીકારવા પર ભાર મૂકતા નવા આવાસોના બાંધકામની મંજૂરી વેળાએ વરસાદી પાણી નિકાલ- સૌર ઊર્જાના ઉપયોગ જેવી બાબતોનું પ્લાનિંગ કરી, ગ્રીનરી તરફ લોકોનો ઝોક વધે તે માટેના પ્રયાસો કરવા જણાવ્યું હતું.
સૂરત- નવસારી ટ્વીન સિટી બનવાની દિશામાં જઇ રહયા છે, ત્યારે ટ્રાન્સપોર્ટેશન, કોમ્યુનિકેશન મિકેનિઝમ, સહિતના પાસાંઓ મદ્ેનજર રાખીને સૂરતે જ મોટાભાગનું દાયિત્વ અદા કરવુ પડશે, તેમ તેમણે ઉર્મેર્યું હતું. મહાનગરપાલિકાના વિકાસ પ્રકલ્પો સમયમર્યાદામાં સંપન્ન થાય તે બાબતે મોનિટરિંગ તંત્ર ગોઠવવાની તેમણે તાકીદ કરી હતી
મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ.કે. દાસે મહાપાલિકા અંગે તથા પોલીસ કમિશનર શ્રી રાકેશ અસ્થાનાએ કાયદો- વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે પ્રેઝન્ટેશન રજુ કર્યુ હતું. મહાનગરપાલિકા તેમજ સરકારના વરિષ્ઠ અમલદારો ઉપસ્થિત રહયા હતા.
અછારણે ત્રીજીવાર સમરસગામબની અનુકરણીય ઉદાહરણ પાડયુંઃ
ત્રણ- ત્રણ વખત સમરસ ગ્રામ પંચાયત બન્યુ અછારણઃ
સૂરતઃ
૧૨૦૦ આજુબાજુની વસતિ,૭૫૦ જેટલા કુલ મતદારો ગ્રામ પંચાયતના કુલ સાત વોર્ડ અને તમામ વોર્ડમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી-૨૦૧૧માં મહિલાઓ સર્વાનુમતે બીન હરિફ વિજેતા બને અને મહિલા સમરસ ગામ બનવાના દિને જ સરપંચ સહિત ચૂંટાયેલા સભ્યોનો સન્માન કાર્યક્રમ ગ્રામજનો યોજે આવું કયાંય જોવા મળ્યું છે.
હા- આ વાત છે સૂરત જિલ્લાના ઓલપાડ તાલુકાના મહિલા સમસ ગામ બનેલ અછારણની અછારણ અગાઉ બે વખત અને આ સાથે મળી કુલ ત્રણ વખત સમરસ ગામ બન્યું છે. જેમાં મહિલા સરપંચ પદે બીનહરિફ સર્વાનુમતે શ્રીમતિ રમીલાબેન ધીરજભાઇ પટેલની વરણી થઇ છે.
પ્રથમ વખત મહિલા સમરસ ગામ અછારણ બનતા તેને રૂા. ત્રણ લાખ અનુદાન પેટે મળશે વધારામાં તાલુકા પંચાયત દ્વારા આયોજન મંડળના રૂા. એક લાખના કામો પ્રતિવર્ષ મુજબ મળશે એટલે કે કુલ પાંચ લાખના વિકાસ કાર્યો થશે. ધોરણ- 1 થી ૭ ની સુવિધામાં વધારો કરતા ધોરણ-૮ માટે પ્રાયોરીટી મળશે.
પટેલો અને હિન્દુ હળપતિની મુખ્ય વસિત વાળા અછારણના નવા વરાયેલા સરપંચ શ્રીમતી રમીલાબેન ગામને વરીયાવ પાણી પુરવઠા યોજનામાંથી પાણી મળે તે કાર્યને અગ્રીમતા આપવા માંગ છે.
સન્માન કાર્યક્રમમાં અછારણ મહિલા સમરસના સરપંચ સહિતના મહિલા સભ્યોને સન્માનતા મામલતદારશ્રી આર.ડી. જાદવ અને તાલુકા વિકાસ અધિકારીશ્રી જે.વી દવેએ શુભેચ્છાઓ પાઠવતા તાલુકા વહીવટીતંત્ર તરફથી પૂર્ણ સહયોગની ખાત્રી આપી હતી.
ઉલ્લેખનીય છે કે પંચાયત રાજય અમલમાં આવેલ ત્યારથી લઇ મૃત્યુપર્યત ૨૫(પચ્ચીસ) વર્ષ સુધી બીનહરિફ સરપંચપદે ભગુભાઇ મધુભાઇ પટેલ રહયાં હતા. જેની સ્મૃતિરૂપે તેમના પરિવારે ગામને સુંદર(પ્રવેશદ્વાર) મંગલદ્વાર બનાવી આપ્યું છે.
ઓલપાડ તાલુકાના કુલ-૧૦૮ ગામો પૈકી ૯૪ ગામોમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચુંટણી યોજાઇ છે. જેમાં ૩૩ ગ્રામ પંચાયત સમરસ જાહેર થઇ છે. અને તેમાં શાદલા, કારેલી, ભારૂંડી, મોરથાણ અને અછારણ ગ્રામ પંચાયતો મહિલા સમરસ થઇ છે તેવી માહિતી તાલુકા વિકાસ અધિકારીશ્રી જે.વી. દવેએ આપી હતી.
હવે ડ્રાઈવિંગ લાયસન્સ માટે અરજદારોની અરજીઓ ઓનલાઈન સ્વીકારવામાં આવશેઃ
સૂરતઃ
સુરત આર.ટી.ઓ ખાતેથી લાયસન્સ મેળવવા માંગતા અરજદારો હવે તા.૦૧/૦૧/૨૦૧૨થી લર્નિગ લાયસન્સની અરજી ઓનલાઈન પણ સ્વીકારવામાં આવશે. તેમજ અરજદારોને બેવડી પ્રક્રિયાથી પસાર ન થવું પડે અને સમયનો બચાવ થાય તે હેતુસર કાચા અને પાકા ડ્રાઈવિંગ લાયસન્સની ફી એક જ વખતે એક જ સાથે સિંગલ વિડો સિસ્ટમ થી સ્વીકારવામાં આવશે તેમજ ઈસ્યુ કરવામાં આવશે. આ ઉપરાત ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ પરમીટ મેળવનાર અરજદારે કોમ્ય્યુટર ઉપર ફોટો પડાવવાનો રહેશે. કોઇ અરજદાર કાચા લાયસન્સ બાદ પાકું લાયસન્સ ન કઢાવે તો ભરેલી ફી પરત કરવામાં આવશે નહિ. તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.
બિહાર વિધાન પરિષદની ડિઝાસ્ટર મેનેજમેન્ટ રિહેબીલીટેશન સમિતિનો સૂરતના પ્રવાસેઃ
સૂરતઃ
બિહાર વિધાન પરિષદની ડિઝાસ્ટર મેનેજમેન્ટ રિહેબીલીટેશન સમિતિના ૧૨ સભ્યો તા.૨૪/૧૨/૧૧ના રોજ બપોરે ૧૨.૩૦ વાગ્યા થી સાંજના ૬.૦૦ વાગ્યા દરમિયાન સુરતના જોવાલાયક સ્થળોની મુલાકાત લેશે. તા.૨૫/૧૨/૧૧ના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યે સુરતથી ટ્રેન મારફતે અમદાવાદ જવા રવાના થશે.
વિધાનસભા સચિવાલયની સભાગૃહના મેજ ઉપર મૂકાયેલા કાગળો માટેની સમિતિ સુરતના પ્રવાસેઃ
સૂરતઃસોમવારઃ- વિધાનસભા સચિવાલયની સભાગૃહના મેજ ઉપર મૂકાયેલા કાગળો માટેની સમિતિના ૧૧ સભ્યો આગામી તા.૨૨/૧૨/૧૧ના રોજ સુરત ખાતે ગુજરાત મેરીટાઈમ બોર્ડ હસ્તકના હજીરા ખાતેના બંદરની મુલાકાત લેશે. જે અંતર્ગત સવારે ૧૦.૩૦ વાગે રીલાયન્સની, બપોરે ૧૨.૩૦ વાગે એલ.એન.ટી.ની મુલાકાત તેમજ બપોરે ૩.૦૦ વાગે એસ્સાર સ્ટીલની મુલાકાત લેશે. સાંજના ૫.૦૦ વાગે ગાંધીનગર જવા રવાના થશે.
ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન વાહનોના ઉપયોગ પર લદાયેલ પ્રતિબંધ
આગામી તા.૨૯/૧૨/૨૦૧૧ના રોજ વલસાડ જિલ્લામાં નગરપાલિકા વિસ્તાર સિવાય જે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે તે ગ્રામ પંચાયત વિસ્તારમાં મતદાનના દિવસે તા.૨૯/૧૨/૨૦૧૧ના રોજ તથા જો પુનઃ મતદાન યોજવાનું થાય તો તા.૩૦/૧૨/૨૦૧૧ના રોજ ઉમેદવારે પોતાના ઉપયોગ માટે એક વાહન તથા મતદાર વિભાગમાં મતદાનની તારીખે ચૂંટણી એજન્ટ અથવા તેના કાર્યકરો અથવા પક્ષીય કાર્યકરો માટે એક જ વાહન ચૂંટણી અધિકારી દ્વારા આપેલ પરમીટ ધારણ કરેલું વાપરી શકાશે. વાહન ઉપર પરમીટ નંબર પ્રદર્શિત કરવાનું રહેશે. ઉમેદવાર/મતદાન/પક્ષીય કાર્યકરો આવા પરમીટ ધારણ કરેલ વાહનોનો ઉપયોગ ચૂંટણી કાર્યના સમય દરમિયાન મતદારોને લાવવા લઇ જવા માટે, અસામાજિક તત્વોની હેરફેર માટે, ગેરકાયદેસર હથિયારોની હેરફેર માટે કરી શકાશે નહિં.કોઇપણ વ્યક્તિ પોતાના કોઇપણ પ્રકારના વાહનોમાં મતદારોની હેર ફેર કે તેવા હેતુસર વાહનનો ઉપયોગ કરી શકશે નહિં, વાહનનો પોતાના અને ફકત કુંટુંબની વ્યક્તિઓ પુરતો મર્યાદિત કરવાનો રહેશે. આ પ્રતિબંધ સરકારી અધિકારીઓ કે જે ચૂંટણી પ્રક્રિયામાં સંકળાયેલ છે તેઓને લાગુ પડશે નહિં.
ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન મતદાન મથકથી ૨૦૦ મીટરના વિસ્તારમાં ટેબલ, ખુરશી મુકવી નહિં
આગામી તા.૨૯/૧૨/૨૦૧૧ના રોજ વલસાડ જિલ્લામાં નગરપાલિકા વિસ્તાર સિવાય જે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે તે ગ્રામ પંચાયત વ્સિતારમાં મતદાનના દિવસે તા.૨૯/૧૨/૨૦૧૧ના તથા પુનઃ મતદાન યોજવાનું થાય તો તા.૩૦/૧૧/૨૦૧૧ના રોજ મતદાન મથકની ૨૦૦ મીટરની અંદર કોઇ ટેબલ, ખુરશીઓ કે કોઇ મંડપ કે તાડપત્રીના ટુકડાની છત્રીની વ્યવસ્થા કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ હુકમ ફરજ પરના ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી, નોડલ અધિકારી, પોલીસ અધિકારી, ચૂંટણી પંચે અધિકૃત કરેલ અધિકારીશ્રીઓ, સરકારી ફરજના ભાગરૂપે કાર્યવાહી કરતા અધિકારીશ્રીઓ અથવા તેઓને મદદ કરતી એજન્સીઓને લાગુ પડશે નહિં. આ હુકમનો ભંગ કરનાર કસુરવાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ફાયરીંગ બટ્ટ વિસ્તારમાં પ્રવેશ નિષેધ
ભરૂચઃ પોલીસ અધિક્ષકશ્રી ભરૂચના જણાવ્યાનુસાર તેઓની કચેરી હસ્તકનાં તમામ પોલીસ સ્ટેશનો તેમજ હેડ.કર્વાટરનાં તેમજ શાખાઓનાં અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓનાં વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ લેવાનાં હોવાથી ડી.એસ.પી. બંગલોની બાજુમાં આવેલ સ્થાનિક ફાયરીંગ બટ્ટ વિસ્તારમાં તા.૧૨/૧૨/૨૦૧૧ થી તા.૩૧/૧૨/૨૦૧૧, સુધી દિન-૨૦ માટે પ્રતિબંધિત જાહેરનામુ બહાર પાડવા માંગણી કરી છે.
ભરૂચ જિલ્લાના અધિકારી/કર્મચારીઓ વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ માટે ફાયરીંગ બટ્ટ ઉપયોગમાં લેવાના હોઇ જાહેર શાંતિ અને સલામતી જાળવવા માટે તેમજ જાનહાની થતી રટકાવવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.એસ.નિનામાએ એક હુકમ ધ્વારા તા.૧૨/૧૨/૨૦૧૧ થી તા.૩૧/૧૨/૨૦૧૧ સુધી દિન-૨૦ માટે સિવિલ લાઇન્સ રોડ પર નર્મદા નદી કિનારે ધોબીધાટ આગળ રાયફલ રેન્જની આસપાસનો એટલે કે પૂર્વ દિશા તરફ કાર્યપાલક ઇજનેરશ્રીનો બંગલો સુધી તેમજ પશ્રિમે બાવા દરગાહ સુધી અને દક્ષિણે નદીના સામાકાંઠા સુધીના એક માઇલનો વિસ્તારમાં કોઇપણ આવ-જાવ કરવી નહી, હરવુ-ફરવુ નહી, તેમજ હાજર રહેવું નહી તથા ઢોર વિગેરે ચરાવવા નહી કે હરવા-ફરવા દેવા નહી. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિઓ-ઢોરના માલિકો સામે કાયદેસર પગલા ભરવામાં આવશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચની એક યાદીમાં જણાવ્યું છે.
ટ્રાફિક સેવકોની માનદ સેવા માટે અરજીઓ મંગાવાઇ
ભરૂચઃ
ભરૂચ શહેર ખાતે ટ્રાફિકના સંચાલન માટે લાયકાત ધરાવતા પુરૂષ સેવકોની માનદ સેવા લેવા માટે અરજી મંગાવવામાં આવે છે. જુમાં ઉંમર ૧૮ થી ૩૫ વર્ષ, શૈક્ષણિક લાયકાત ધોરણ ૧૦ પાસ /નાપાસ. માનદ સેવકોની ઉંચાઇ પ ફુટ પ ઇંચ હોવી જોઇએ. રસ ધરાવનાર અરજદારે અરજી સાથે બે પાસપોર્ટ સાઇઝના ફોટા રહેઠાણ અને શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવ અંગેના પુરાવા સાથે લાવવાના રહેશે. અરજદારોએ સિવિલ લાઇન્સ ભરૂચ તા.૨/૧/૨૦૧૨ નાં રોજ સવારે આઠ વાગે રૂબરૂ હાજર રહી પોતાનું નામ નોંધાવવાનું રહેશે. અરજદારના ઇન્ટરવ્યુની પ્રક્રિયા તા.૨/૧/૨૦૧૨ નાં રોજ સવારે ૧૦ઃ૦૦ કલાકથી થરૂ થશે. આખરી ઇન્ટરવ્યુ માટે પસંદગી પામેલ ઉમેદવારોએ સામાન્ય જ્ઞાન તથા ટ્રાફિકને લગતી માહિતી અંગેના લેખિત કસોટી પાસ કરવાની રહેશે. તમામ કસોટીમાંથી પસાર થનાર ઉમેદવારોની તા.૫/૧/૨૦૧૨ થી તા.૧૫/૧/૨૦૧૨ સુધી ભરૂચ હેડ ક્વાટર્સ ખાતે તાલીમ માટે ઉપસ્થિત થવાનું રહેશે. તાલીમનો સમય સવારના ૯ઃ૦૦ કલાક થી ૧૨ઃ૦૦ કલાક સુધી રહેશે. તાલીમ દરમ્યાન કોઇ માનદ વેતન ચુકવવામાં આવશે નહી. માનદ સેવા અંગેની નિમણૂંક હંગામી અને ખાનગી ધોરણે દિન ૨૬ માટે રહેશે અને દિવસના રૂા.૧૫૦/- ચુકવવામાં આવશે.
જંતુનાશક દવાઓની ખરીદી માટે ખેડૂતો જોગ
ભરૂચઃ ભરૂચ જિલ્લાના ખેડૂતોને જણાવવામાં આવે છે કે, જંતુનાશક દવાઓની ખરીદી જંતુનાશક દવા વેચવાનો કાયદેસરનો પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ કે ખાનગી વેપારીઓ પાસેથી જ ખરીદી કરવી. વધુમાં જંતુનાશક દવાની ખરીદી વખતે જે તે પરવાનેદાર પાસેથી તેના લાયસન્સ/પરવાના નંબરવાળું પાકુ બીલ મેળવવું તથા જંતુનાશક દવાનું પેકિંગ સીલબંધ છે કે કેમ? તેની ખાતરી કરવાની સાથે સાથે જંતુનાશક દવાની મુદ્દત વીતી ગયેલ જંતુનાશક દવાની ખરીદી કરવી નહી. વધુમાં લોભામણી જાહેરાત કરી બીલ વગર કોઇપણ લેભાગુ તત્વો ધ્વારા જંતુનાશક દવાનું વેચાણ થતું હોય તો તેવી જંતુનાશક દવાની ખરીદી કોઇપણ સંજોગોમાં કરવી નહી તથા આ બાબતની જાણ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)-ભરૂચ, મદદનીશ ખેતી નિયામક(ગુ.ની.)-ભરૂચ, મદદનીશ ખેતી નિયામક(વિસ્તરણ), અંકલેશ્વર તથા જેતે તાલુકાના ખેતીવાડી અધિકારીશ્રી વિસ્તરણ અધિકારી(ખેતી) અથવા ગ્રામસેવકને તાત્કાલીક જાણ કરવા નાયબ ખેતી નિયામક(વિસ્તરણ), ભરૂચની એક યાદીમાં જણાવ્યું છે.
અમદાવાદ શહેર આચાર્ય સંઘ અધિવેશન યોજાયું ‘‘સ્વર્ણિમ સંપર્ક સૂત્ર'' ડિરેકટરીનું વિમોચન કરતા શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરા
રાજ્યના વિકાસ ક્ષેત્રે ગુજરાત ગ્લોબલ એજ્યુકેશન એન્ડ એમ્પ્લોયમેન્ટ બોર્ડ, જ્ઞાનરથ પ્રોજેકટ, વાંચે ગુજરાત, વિદ્યાલક્ષ્મી યોજના, શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી રથયાત્રા, ટેકનીકલ એજ્યુકેશન ક્ષેત્રે નવા અભ્યાસક્રમો અને સીટોની સંખ્યામાં વધારો ઉપરાંત ગુણોત્સવ, વિદ્યા સહાયકોની ભરતી, વિદ્યા દીપ યોજના, સ્કોપ લેંગ્વેજ, નોલેજ સોસાયટીની વૈકલ્પિક સિધ્ધિ પ્રાપ્ત કરી છે, તેમ શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરાએ આજે અમદાવાદ શહેર આચાર્ય સંઘ દ્વારા આયોજિત શૈક્ષણિક અધિવેશન તથા ‘‘સ્વર્ણિમ સંપર્ક સૂત્ર'' ડિરેકટરીના વિમોચન સમારોહમાં જણાવ્યું હતું.
શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે, છેલ્લા નવ વર્ષથી મુખ્યમંત્રીશ્રીની રાહબરી હેઠળ કન્યા કેળવણી અભિયાનના પગલે છેલ્લા એક દશકામાં સો ટકા નામાંકન, ડ્રોપ આઉટ રેશિયો ઘટીને બે ટકા તેમજસ્ત્રી સાક્ષરતામાં અભૂતપૂર્વ વધારો નોંધાયો છે. શિક્ષણના ક્ષેત્રે ગુજરાતે 21મા ક્રમેથી છઠ્ઠા ક્રમે આવીને નોંધનીય પ્રગતિ કરી છે. રાજ્યમાં ગુણવત્તા સાથે સંસ્કારસભર શિક્ષણ આપવાનું કાર્ય સરકારે ઉપાડયું છે. પારદર્શક વહીવટ થકી ઓનલાઇન વિદ્યા સહાયકોની ભરતી પ્રક્રિયા માત્ર ગુજરાતમાં જ શક્ય બની શકે તેમ જણાવી 21મી સદીમાં ગુજરાતના વિકાસ નિર્માણમાં શિક્ષકોનું વિશેષ યોગદાન બની રહેશે તેમ કહ્યું હતું.
સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ રાજય છે કે, જ્યાં પ્રાથમિક શાળાના શિક્ષકોને ગ્રેડેશન પધ્ધતિમાં સમાવાયા છે એમ જણાવી શિક્ષણ મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ ગ્રેડેશન પધ્ધતિમાં ગુણાત્મક બદલાવ લાવવા તથા ધોરણ ઉંચુ લાવવાના ઉદ્દેશ સાથે ગુણોત્સવ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે અને તેના સારા પરિણામો જોવા મળ્યાં છે.
શહેર આચાર્ય સંઘ અધિવેશનમાં નિવૃત શિક્ષક ભાઇ-બહેનોને શાલ ઓઢાડી સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા તથા શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ઠ સેવા પ્રદાન કરનારા સંનિષ્ઠ આચાર્યોનું શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
અધિવેશનમાં શહેર આચાર્ય સંઘ દ્વારા પ્રકાશિત ‘‘સ્વર્ણિમ સંપર્ક સૂત્ર'' ડિરેકટરી પુસ્તિકાનું વિમોચન મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
અધિવેશનમાં રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ શ્રી દિનેશભાઇ ચૌધરી, અમદાવાદ શહેર આચાર્ય સંઘના અધ્યક્ષ શ્રી રમેશભાઇ અમીન, આચાર્ય સંઘના પ્રમુખ ડૉ.સી.કે.પટેલ, મહામંત્રી શ્રી રાકેશભાઇ પંડયા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આર.આઇ.પટેલ સહિત સંઘના હોદ્દેદારો, કારોબારી સભ્યો તથા આચાર્ય ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
મફત કાનૂની સલાહ કેન્દ્રમાં માહિતી અપાશે
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા તાલુકાના 10 ગામો જેવા કે બામોસણા,પાલોદર,રામોસણ,પાંચોટ,લાંઘણજ,ગોરાદ,આંબલીયાસણ,દેલોલી,ગોઝારીયા અને દેવીનાપુરામાં લીગલ એઇડ ક્લીનીકની સ્થપાયેલ છે.આ ગામોમાં દરમાસના બીજા અને ચોથા ગુરૂવારે બપોરે 1-00 થી 5-00 કલાક દરમિયાન મફત કાનુની સલાહ મળી રહેશે
રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મિશનની બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી
મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.એન.ઠકકરના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મિશનની અગિયારમી બેઠક યોજવામાં આવી હતી.જેમાં ઘઉં અને કઠોળ પાકના લક્ષ્યાંકો સિધ્ધ કરવાની ચર્ચાઓ,વિવિધ યોજનાઓની લોકો સુધી પહોંચાડવા માટેની ચર્ચાઓ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરાઇ હતી.
કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિક નિયંત્રણ અંગેની સમિક્ષા બેઠક યોજાઇ
મહેસાણા જિલ્લા કલેકટરશ્રી રાજકુમાર બેનીવાલની અધ્યક્ષતામાં કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિક નિયંત્રણ અંગેની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં દારૂ સંબધિત કેસો,પ્રોહીબેશનના કેસો,તડીપાર તેમજ હદપારના કેસો, સહિત વિવિધ કલમો ને લગતા કેસોની સમીક્ષા કરાઇ હતી.કલેકટરશ્રીએ કાયદો અને વ્યવસ્થા નિયંત્રણ માટે વિવિધ ટીમો બનાવવાનું સુચન કર્યું હતું.આ ઉપરાંત ટ્રાફિક બાબતે જાગૃતતા લાવવા માટે પણ સુચનો થયા હતા.શહેરમાં સાઇન બોર્ડ તેમજ ટ્રાફિક સિગન્લ ટુંક સમયમાં પુર્ણ કરવાના સુચનો કલેકટરશ્રીએ કર્યા હતા..આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી આર.જે.સવાણી, અધિક કલેકટરશ્રી આર.કે.પટેલ, જિલ્લાના પ્રાન્ત અધિકારીશ્રીઓ, નગરપાલિકાના અધિકારીશ્રીઓ તેમજ કમીટીના સભ્યો હાજર રહી વિવિધ સુચનો કર્યા હતા.
હથીયાર પરવાનેદારોએ ધારણ કરેલ હથિયારના સંદર્ભમાં પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું
આગામી ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૧૧ અન્વયે બનાસકાંઠા જિલ્લાની ૬૬૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. જે અન્વયે તા.૨૯/૧૨/૨૦૧૧ ના રોજ મતદાન અને તા.૩૧/૧૨/૨૦૧૧ ના રોજ મતગણતરી હાથ ધરાનાર છે. આ ચૂંટણી સંદર્ભે ચૂંટણી પંચ દ્વારા હથીયારો અંગે જરૂરી સુચનાઓ બહાર પાડેલ છે. ચૂંટણી દરમિયાન જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે જરૂરી પ્રબંધ કરવો આવશ્યક જણાય છે. મુકત, ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણી યોજાય તેમજ ચુંટણી પ્રક્રિયા દરમિયાન લોકોની સલામતિ રહે, સુલેહ શાંતિનો ભંગ થતો અટકાવી શકાય તે હેતુસર રાજયના ચૂંટણી પંચે બહાર પાડેલ સુચનાઓ ધ્યાને લેતા સમગ્ર જિલ્લામાં આવેલ હથીયાર પરવાનેદારોએ ધારણ કરેલ હથિયારના સંદર્ભમાં કેટલાંક પ્રતિબંધ મુકવાનું આવશ્યક જણાય છે.
શ્રી જે.બી.વોરા, (આઇ.એ.એસ.), જિલ્લા મેજીસ્ટ્રેટ બનાસકાંઠા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ થી મળેલ સત્તાની રૂએ હુકમ ફરમાવે છે કે, સમગ્ર જિલ્લાના વિસ્તારમાં કોઇ વ્યકિતએ શસ્ત્ર અધિનિયમ-૧૯૫૯ થી કલમ-૨ ની વ્યાખ્યામાં આવતુ કોઇપણ હથિયાર ધારણ કરી ફરવું નહિ. તેમજ હથીયાર પોતાના રહેઠાણના સ્થળે શેફ કસ્ટડીમાં રાખવા, નીચે દર્શાવ્યા મુજબના વ્યકિતઓએ ધારણ કરેલ હથીયાર પરવાના હેઠળના પરવાનેદારોના સંદર્ભમાં વ્યક્તિગત અને વિગતવાર સમીક્ષા કરીને તેમના હથીયાર પોલીસ સ્ટેશનમાં જમા લેવા માટે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, બનાસકાંઠાને અધિકૃત કરવામાં આવે છે, જામીન ઉપર છોડેલી વ્યકિતઓ, ફોજદારી ગુનાઓ કર્યાની ભુમિકાવાળી વ્યકિતઓ, હુલ્લડના ગુનામાં ખાસ કરીને ચૂંટણી સમય દરમિયાન સંડોવાયેલ વ્યકિતઓ, ગંભીર ગુનામાં સંડોવાયેલા વ્યકિતઓ, ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં બાધકરૂપ થાય તેમ હોય તેવા ઇસમોને ચૂંટણી પ્રક્રિયા શરૂ થયેલ હોઇ યોગ્ય સમયમાં નોટીસ બજાવી શકાય તેમ ન હોય અને સુનાવણી આપવાનું શકય ન હોઇ ઉપર પેરામાં જણાવેલ હુકમ ફોજદારી કાર્યરિતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ જાહેર કરવામાં આવે છે. આ બાબત કાયદો અને વ્યવસ્થાનો ચાર્જ સંભાળતા અધિકારીશ્રીઓ, સુરક્ષા કર્મચારીઓ, ચૂંટણી આયોગે નિમેલા નિરીક્ષકોને લાગુ પડશે નહિ.
આ આદેશનો ભંગ કરનાર ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ તા. ૩૧/૧૨/૨૦૧૧ સુધી અમલમાં રહેશે.
ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૧૧ ને અનુલક્ષી ચોપાનીયા, ભીતપત્રો, પોસ્ટર્સ વિગેરે પ્રદર્શન પર નિયંત્રણો
આગામી ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૧૧ અન્વયે બનાસકાંઠા જિલ્લાની ૬૬૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. જેથી ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો, પોસ્ટર્સ, કટઆઉટ, જાહેરાત, બેનર્સ વિગેર દ્વારા પૈસાની તાકાતના આડંબરયુક્ત પ્રદર્શન ના કરે તે હેતુથી રાજય ચૂંટણી આયોગ દ્વારા નક્કી કરેલ આચારસંહિતા મુજબ નિયમન કરવુ જરૂરી છે. શ્રી સુધીર બી.પટેલ,(જી.એ.એસ) અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બનાસકાંઠા–પાલનપુર દ્વારા મુંબઇ પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧) (ડી.એ.)થી (ડી.બી.) થી મળેલ સત્તની રૂએ ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૧૧ અન્વયે ચુંટણીલક્ષી જાહેરાત, બેનર્સ, કટઆઉટ, મુકવા નીચે મુજબ નિયમો કરવા હુકમ કરવામાં આવે છે.
કોઇપણ ઉમેદવાર/સંસ્થા અથવા વ્યકિત દ્વારા ચૂંટણી પંચની સુચનાની વિગતે સહેલાઇથી દૂર કરી શકાય તેવા પ્રકારે કટઆઉટ, હોર્ડીંગ્સ, બેનર્સ, કમાન, તોરણ, ધ્વજ પતાકા વિ. કોઇપણ ખાનગી મિલ્કતો મકાનો ઉપર મિલ્કતના માલિકની સ્વેચ્છા પરવાનગીથી પ્રદર્શિત કરી શકશે અને આ પ્રકારની મંજુરીની લેખિતમાં સબંધિત ચુંટણી અધિકારીશ્રી/મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીને દિન-૩ માં જાણ કરી શકાશે
કોઇપણ ઉમેદવાર/સંસ્થા અથવા વ્યકિત દ્વારા ચૂંટણી પ્રચાર માટે જાહેર સ્થળોએ હોર્ડિંગ્સ પ્રદર્શિત કરી શકાશે પરંતુ તે માટે સ્થાનિક સત્તાધિકારીની મંજૂરી પ્રમાણે ચુકવણી કરી પૂર્વ મંજૂરી મેળવી લેવાની રહેશે પરંતુ ચુંટણીની જાહેરાત પછી આવી જગા કે હોર્ડીગ્સની સાઇઝ વિસ્તારી શકાશે નહીં કે ઘટાડી શકાશે નહીં.
આ જાહેનામું તા.૧૦/૧૨/૨૦૧૧ થી તા.૩૧/૧૨/૨૦૧૧ સુધી સમગ્ર જિલ્લા(ન.પા.વિસ્તાર) પૂરતું અમલમાં રહેશે. કોઇપણ ઉમેદવાર/અથવા કોઇપણ વ્યકિત દ્વારા ઉક્ત નિયમોનો ભંગ કરી ચૂંટણી લક્ષી કટ આઉટ, જાહેરાત, પાટીયા, અથવા બેનરો પ્રદર્શિ કરાશે તો ભારતીય ફોજદારી ધારાની કલમ-૧૮૮ તથા ૧૭૧ મુજબ શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે.
ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૧૧ને અનુલક્ષી ચાર કે તેથી વધુ વ્યકિતઓ ભેગા થવા પર અને સરઘસ કાઢવા પર પ્રતિબંધ.
આગામી ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી- ૨૦૧૧ અન્વયે બનાસકાંઠા જિલ્લાની ૬૬૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર હોઇ ઉમેદવારો દ્વારા પ્રચાર ઝુંબેશ, સભા, સરઘસ વિગરે નીકળવાની શક્યતા હોવાથી સમગ્ર જિલ્લામાં (ન.પા. વિસ્તાર સિવાય) ચાર કે તેથી વધુ વ્યક્તિઓની કોઇ મંડળી- સરઘસની મનાઇ ફરમાવવામાં આવે છે. તેથી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ (સને ૧૯૫૧ ના મુંબઇના ૨૨ મા)ની કલમ-૩૭ ની પેટા કલમ-૩ થી મળેલ સત્તાની રૂએ શ્રી જે.બી.વોરા,(આઇ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રેટ બનાસકાંઠા પાલનપુર દ્વારા જિલ્લામાં (ન.પા.વિસ્તારો સિવાય) તા. ૧૦/૧૨/૨૦૧૧ થી તા. ૩૧/૧૨/૨૦૧૧ સુધી બંને દિવસો સહિતની મુદત માટે ચાર કે ચાર કરતાં વધુ વ્યકિતઓની કોઇ મંડળીને સભા ભરવા કે બોલાવવા તેમજ સરઘસ માટે મનાઇ ફરમાવવામાં આવે છે. આ હુકમ નીચેનાને લાગુ પડશે નહીં. સરકારની નોકરીમાં તથા રોજગારમાં હોય તે વ્યકિતઓને, ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યકિતઓને, કોઇ લગ્નના વરઘોડાને, કોઇપણ સ્મશાન યાત્રા વગેરે બાબતોને આ લાગુ પડશે નહિ.
આ હુકમનો કોઇ ભંગ અથવા ઉબ્લંધન કરવા બદલ અધિનિયમની કલમ-૧૩૫ ની પેટા કલમ-૩ અને ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ (સને ૧૮૬૦ ના ૪૫ માની) કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
મતદાન મથકથી ૧૦૦ મીટર વિસ્તારમાં મોબાઇલ ફોન અને આધુનિક સંદેશા વ્યવહારના સાધનો પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું."
આગામી ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૧૧ અન્વયે બનાસકાંઠા જિલ્લાની ૬૬૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી અન્વયે તા.૨૯/૧૨/૨૦૧૧ના રોજ મતદાન યોજાનાર છે. મતદાનનો સમય સવારે ૮-૦૦ થી ૧૭-૦૦ કલાક સુધીનો છે. ચૂંટણી મુકત અને ન્યાયી વાતાવરણમાં થઇ શકે તે હેતુથી મતદાન મથક ઉપર મતદાન શાંતિપૂર્ણ, મુકત અને નિષ્પક્ષ થાય અને મતદારો શાંતિપુર્વક કોઇપણ ત્રાસ કે અવરોધ વિના પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી મતદાન મથક અંદર અને તેના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં શાંતિ જળવાઇ રહે તે હેતુથી મતદાન મથકની અંદર મતદાન કરવા આવતા મતદારો પોતાની પાસે મોબાઇલ ફોન, કોર્ડલેસફોન, પેજર, વોકીટોકી, વાયરલેસ સેટ, વિ. જેવા આધુનિક સંદેશા વ્યવહારના સાધનો ન લઇ જઇ શકે અને તેનો ઉપયોગ ન કરી શકે તે હેતુ થી નિયંત્રણ મુકવુ જરૂરી અને આવશ્યક જણાય છે.
શ્રી સુધીર બી.પટેલ,(જી.એ.એસ.) અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, બનાસકાંઠા પાલનપુર દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ થી મળેલ સત્તાની રૂએ ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૧૧ના જિલ્લાના તમામ મતદાન મથકોની અંદર કે તેના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારની અંદર કોઇપણ વ્યકિત તા. ૨૯/૧૨/૨૦૧૧ ના રોજ મતદાનના સમય દરમ્યાન આધુનિક સંદેશા વ્યવહારના સાધનો લઇ જઇ શકશે નહી અને તેનો ઉપયોગ કરી શકશે નહી. આ આદેશ ચૂંટણી અંગે ફરજ પરના સરકારી કર્મચારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને સુરક્ષા કર્મચારીશ્રીઓને લાગુ પડશે નહી. આ આદેશનો ભંગ કરનારને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.
ટ્રેકટર અને રોટાવેટર ખરીદવા ઇચ્છતા ખેડુતો જોગ.
જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત બનાસકાંઠા પાલનપુરની ખેડુતો જોગ અખબારી યાદીમાં જણાવાયું છે કે, ખેતીવાડી શાખામાં સરકારશ્રીની વિવિધ યોજના હેઠળ રાજયમાં ટ્રેકટર/રોટાવેટર સહાયથી વિતરણ કરવામાં આવે છે. આ અરજીઓની ઓનલાઇન એન્ટ્રી હવેથી ખેડુત વતી જે તે ઉત્પાદક/ડીલર પણ કરી શકશે. આ બાબતે ઉત્પાદકે બેંક ગેરન્ટી તરીકે રૂ.૨.૦૦ લાખ સંયુક્ત નિયામકશ્રી(હિસાબ), ખેતી નિયામકશ્રીની કચેરી ગાંધીનગરના નામે જમા કરવવાના રહેશે. તેમજ જે તે ઉત્પાદક/ડીલરએ ખેડુત તરફથી પ્રત્યેક અરજી દીઠ ટ્રેકટર અને રોટાવેટર માટે અનુક્રમે રૂ.૩૦૦૦/- અને રૂ.૨૦૦૦/- ડીપોઝીટ પેટે લઇ ઓનલાઇન ડેટા એન્ટ્રી કરી હાર્ડ કોપી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને મોકલવાની રહેશે. ખેડુત જે તે સાધનની મંજુરીની સમયમર્યાદામાં ખરીદી ન કરે તેવા સંજોગોમાં તે ડીપોઝીટના નાણાં સરકારશ્રીમાં જમા કરાવવાના રહેશે.
આ અંગે વધુ માહિતી મેળવવા માટે સેજાના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી (ખેતી), મદદનીશ ખેતી નિયામકશ્રી(વિ) પેટા વિભાગ ડીસા/ થરાદ અને જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જિલ્લા પંચાયત બનાસકાંઠા, પાલનપુરનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)



