LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શનિવાર, 15 નવેમ્બર, 2014
જેતલસર પંથકના 10 ગામોના ખેડૂતો કાલે સંબંધિતોને આવેદન આપશે
જેતપુરની માર્કેટ યાર્ડમાં 100-100 ગુણી લસણ-માંડવી અને 4 ગાડી કપાસ પલળી ગયાની ખેડૂતોને નુકશાની
જેતપુરની માર્કેટ યાર્ડમાં 100-100 ગુણી લસણ-માંડવી અને 4 ગાડી કપાસ પલળી ગયાની ખેડૂતોને નુકશાની
જેતપુર તા.15
જેતપુરમાં આજે ધોધમાર 31 મીમી પડેલા વરસાદ થી અત્રેની માર્કેટ યાર્ડમાં 100 ગુની લસણ, 100 ગુની માંડવી અને કપાસની 4 ગાડી પલાળી જતા જેઓનો આ માલ હતો તેવા ખેડૂતોને સારી એવી નુકશાની ભોગવવી પડી હોવાનું ચેરમેન દિનેશ ભુવાએ જણાવેલ
JETPURMA 31 MM VARSAD
જેતપુરમાં ગાજવીજ સાથે
31મીમી વરસાદ
જેતપુર તા.15
જેતપુરમાં આજે સવાચાર વાગ્યાની આસપાસ શરુ થયેલ વરસાદે
સાંજના સાડા છ વાગ્યા સુધીમાં બે રાઉન્ડ દરમિયાન 31 મીમી પાણી વરસાવ્યું હોવાનું ભાદર ઈરીગેશન સુત્રોએ જણાવ્યું હતું, ગાજ વીજ સાથે પડેલા વરસાદથી રોડ ઉપર પાંચી ચાલ્યા ગયા હતા. તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાની ફરિયાદો મળી હતી.તાલુકાના ડેડરવા સહીત ના ગામોમાં પણ દોઢ થે બે ઇંચ વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળ્યા હતા.
JETALSARMA 2 INCH
જેતલસર તા.15
જેતલસરમાં સાંજે 4 વાગ્યાથી વીજળીના કડાકા ભડાકા વચ્ચે શરુ થયેલ ધોધમાર વરસાદથી ખેડૂતોના ખેતરમાં પડેલ માંડવીના પાથરા પાઈમાં તણાઈ ગયા હતા. પરિણામે અબોલ પશુઓની નીરણ સમાન ઘાંસચારો પણ પશુઓના મુખેથી છીનવાઈ ગયાનો વસવસો ખેડૂતોએ વ્યક્ત કર્યો હતો. આશરે દોઢથી બે ઇંચ વરસાદ પડી જતા ખેતરમાં ઉભેલા કપાસનો પાક પણ ભારે પવન અને વરસાદથી ઢાળીયો થઇ ગયો હોય ખેડૂતોને નુકશાની સહવી પડી હોવાનું દુખ જેતલસર તેમજ જૂની નવી સાંકળીના ખેડૂત આગેવાન મુકેશ લશ્કરી સહિતના ખેડૂતોએ જણાવેલ
કશ્યપ જોશી જેતલસર 9974262812
kashyap joshi jetalsar samacharo
શ્રી પરશુરામ શેના જેતપુર દ્વારા
બ્રહ્મસમાજના સમૂહલગ્નોત્સવ-યજ્ઞોપવિત આયોજન
જેતપુર તા.15
શ્રી પરશુરામ શેના જેતપુર દ્વારા આગામી તા.18.1.2015 ના રોજ બ્રહ્મસમાજના સમૂહ લગ્નોત્સવ અને સમુહ યજ્ઞોપવિતનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટેના ફોર્મ ભરવાની છેલ્લી તા.14.12.14 હોય, રસ ધરાવતા વાલીઓએ અશોકભાઈ ઠાકર(9998194790) નો સંપર્ક સાધવા શ્રી પરશુરામ શેનાના પ્રમુખ હિતેશભાઈ જોશી-કશ્યપ જોશી નો અનુરોધ છે.
કશ્યપ જોશી - જેતલસર (જેતપુર)
વિરપુરમાંથી બાઈકની ઉઠાંતરી
જેતપુર તા.15
જેતપુરના વીરપુર જલારામમાં ગાયત્રી નગરમાં રહેતા છગન મોહનભાઈ વઘાસીયાએ પોતાના મકાનના ફળિયામાં પાર્ક કરેલ જીજે 03 એફઈ 4027 નંબરનું સ્પ્લેન્ડર કોઈ જતા વીરપુર પોલીસમાં ફરિયાદ નોંધાતા પીએસાઈ જાડેજા એ તપાસ હાથ ધરી છે.
કશ્યપ જોશી - જેતલસર (જેતપુર)




