જેતપુર સજ્જડ બંધ
જેતપુર તા.26
પાટીદાર અનામત આંદોલન સમિતિએ આજે ગુજરાત બંધના આપેલા એલાનના દિવસે આજે જેતપુરના વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો હતો. પાટીદાર યુવાન આગેવાનો શાંતિપૂર્ણ રીતે શહેરમાં ફરી કોઈની દુકાનો ખુલી હોય તો બંધ કરી આંદોલનમાં જોડાવા સહકાર માંગ્યો હતો. જેને વેપારી આલમે સજ્જડ પ્રતિસાદ આપ્યો હતો. શહેરમાં કોઈ જગ્યાએ કોઈ છમકલા નાં થાય તે માટે શહેર પોલીસના પીઆઈ ગોહિલ, ફોજદાર સંઘાણી, ચૌહાણ, સહિતના સ્ટાફે ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખ્યો હતો.
જ્યારે જેતપુરના જેતલસર અને સાંકળી ગામે આજે અમુક પાટીદાર આગેવાનોએ રોડ રસ્તા જામ કરવાના પ્રયાસો કર્યા હતા, પણ જેતપુર તાલુકા પોલીસે શાંતિથી અપીલ કરી આંદોલનકારીઓને સમજાવી મામલો થાળે પાડ્યો હતો. આ લખાય છે ત્યારે મળતી વિગતો મુજબ ગઈકાલે રાત્રે
સાંકળીમાં પોલીસ દમનનો નવતર વિરોધ, ડેરીમાં કોઈ દૂધ નહિ આપે
જેતલસર પંથકના સાંકળી ગામોના માણસોએ જુનાગઢ રોડ ચક્કાજામ કર્યાની ઘટના દરમિયાન પોલીસે બે ત્રણ ખેડૂતોને કડક કામગીરીનો પરચો દેખાડ્યાના વિરોધમાં બંને સાંકળીના ગ્રામ જનોમાં ભારે રોષ અસંતોષ જોવા મળતો હતો. સાંકળી ગામના લોકો પાસેથી એક એવી પણ વિગત મળી છે કે અમદાવાદમાં મહિલાઓ પર પોલીસે કરેલા દમનના વિરોધમાં નવી અને જૂની સાંકળીની ખેડૂત મહિલાઓએ આ વાતને પોત પોતાનું દૂધ ઢોળી, વિરોધ વ્યક્ત કરી ગામની ડેરીઓમાં અચોક્કસ મુદત સુધી દૂધ નહિ આપવા ચીમકી ઉચ્ચારી છે. આજે મહિલાઓ ડેરી સામેજ દૂધ ઢોળી આકરા મિજાજ દર્શાવતા ડેરી સંચાલકો ડેરી બંધ કરીને ચાલ્યા ગયા હોવાની વિગતો મળવા પામી છે. આવતી કાલે પણ બંને ગામોની ખેડૂત મહિલાઓ એક પણ ડેરી પર દૂધ આપવા નહિ જાય તેવી પણ જાહેરાત કરાઈ હતી.
જેતલસર : જેતલસરમાં આજે પાટીદાર યુવાનોએ ગુજરાત બંધના એલાનને સફળ બનાવવા ગામના તમામ દુકાનદારોને વિનંતી કરતા આખા ગામના વેપારીઓએ આખો દિવસ પોત પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. બીજી બાજુ બપોરના સમયે જેતલસરમાંથી પસાર થતા જુનાગઢ હાઈવે પર અમુક યુવાનોએ પથ્થરા અને વીજ પોલ આડા મૂકી રસ્તાના વાહન વ્યવહારને અટકાવવા પ્રયાશ કર્યો હતો પણ જેતપુર તાલુકા ફોજદાર કરમટિયાએ સ્ટાફના મજનુભાઈ, દિવ્યેશ આહીર, રાણા, સહિતના સ્ટાફને જેતલસર મોકલી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેતા શાંતિમાં પલીતો ચાંપવા માંગતા આંદોલનકારીઓ છું થઇ ગયા હતા.
ફોટો અને સમાચાર કશ્યપ જે.જોશી જેતપુર 9974262812
અવસાન નોંધ : તા.26-8-2015
જેતપુર : સ્વ. નરભેરામ ગોરધનદાસ નિર્મળના મોટાબેન શારદાબેન દુર્લભજીભાઈ વાધેર (ઉ.વ.80) તા.25 ના રોજ સાંવરકુંડલા ખાતે અવસાન પામેલ છે. સાદડીતા.27 ને ગુરુવારે સાંજે 4 થી 6, સ્વ.નરભેરામભાઈના નિવાસ સ્થાને, બવાવાળા પરા, ધરતી પાન વાળો રોડ, જેતપુર ખાતે રાખેલ છે.
કશ્યપ જે.જોશી જેતપુર 9974262812









