અનુયાયીઓ

શનિવાર, 16 જાન્યુઆરી, 2021

ઉતરપ્રદેશના ગૌવ્રતી મુખ્યમંત્રી શ્રી યોગી આદીત્યનાથજી સાથે ઉતરપ્રદેશના ગોરખપુર ખાતે મુલાકાત કરતા રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરિયા



સમગ્ર રાષ્ટ્રમાં નિઃસહાય ગાયો , ગૌવંશ માટે તાલુકા કક્ષાએ જનભાગીદારીથી ગૌધામનું નિર્માણ થાય તે દિશામાં રાષ્ટ્રીય કામધેનુ આયોગ પ્રયત્નશીલ – ડો. કથીરિયા



રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન અને  પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરીયાએ ઉતરપ્રદેશના ગૌવ્રતી મુખ્યમંત્રી શ્રી યોગી આદીત્યનાથજી સાથે ઉતરપ્રદેશના ગોરખપુરમાં સતાવાર મુલાકાત કરી હતી. આ મીટીંગમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગની વિવિધ પ્રવૃતિઓ અને આગામી કાર્યક્રમોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્રારા હાલમાં ચલાવવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી 'ગોમય ગણેશ અભિયાન'  તથા 'ગૌમય દિપાવલી'ની પ્રચંડ સફળતા તેમજ અન્ય આનુષાંગીક ગતિવિધીઓ તથા આ અભિયાન થકી ગૌસેવા–ગૌઆધારીત ઉદ્યોગોના ક્ષેત્રમાં કાર્ય કરી રહેલી દેશના વિવિધ વિભાગોની સંસ્થાઓ સાથેના જોડાણ સંદર્ભમાં વિસ્તૃત ચર્ચાઓ કરાઈ હતી.

 'ગોમય ગણેશ અભિયાન' ની પ્રચંડ, ગરીમામય સફળતાથી પ્રેરાઈને આગામી દિવસોમાં દેશીકુળના ગાયોના ગોબરમાંથી નિર્મિત ગોમય મૂર્તિઓ (દેવી–દેવતાઓ જેમ કે લક્ષ્મી , શારદા, દુર્ગા, શ્રી કૃષ્ણ, શ્રીરામ, મહાવીર, બુધ્ધ વિગેરે), કિચેન, ટેબલપીસ, કેલેન્ડર, ઘડીયાળ, ફ્રેમ, ચંપલ, લાભ–શુભ, પ્લેટસ, જેવી અનેક વસ્તુઓનું નિર્માણ કરનારાઓને પ્રોત્સાહીત કરી તેમજ માર્ગદર્શન આપી ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ગ્રામ વિકાસ, ખેડૂતોની આવક બમણી કરવાનું અભિયાન, મહિલા–યુવાનોને રોજગાર, આત્મ નિર્ભર ભારત, વોકલ ફોર લોકલ, પર્યાવરણ રક્ષાના આહવાનમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગ સહભાગી બનશે. આ નિરંતર રાષ્ટ્રવ્યાપી અભિયાન થકી ગૌશાળા–પાંજરાપોળો અને ખેડૂતોને છાણ સહીતની પંચગવ્ય પ્રોડકટસનું પુરતું મુલ્ય પણ મળતુ થશે.

આખા ભારતમાં નિઃસહાય (રખડતી) ગાયો, પશુઓનો પ્રશ્ન વિકટ બન્યો છે આ સમસ્યાના સમાધાન માટે દેશના દરેક તાલુકામાં પશુ અભ્યારણ્ય, ગૌઆશ્રય ધામ, ગૌશાળા જેવા નામોથી અને સરકારના વિવિધ વિભાગો અને યોજનાઓનું સમન્વય કરી તેમજ સામાજીક, સેવાભાવી, ધાર્મિક સંસ્થાઓને સાથે લઈને પી.પી.પી. મોડલ, જનભાગીદારીનાં માધ્યમથી ગૌધામનું નિર્માણ સ્થાનીક સ્તરે જ કરવામાં આવે. 

જયાં સ્થાનીક મહિલાઓ, યુવાનો જોડાય અને રોજગારી પ્રાપ્ત કરે તેમજ ગૌમૂત્ર, ગોબરના વેંચાણ થકી આવક પણ મેળવે અને સાથોસાથ આ ગૌશાળા પણ લાંબા ગાળે સ્વાવલંબી બને વધુમાં આ ગૌધામમાં ભેગી કરાયેલી રખડતી ગાયોને પુરતા પ્રમાણમાં આરોગ્યવર્ધક ખોરાક, સારવાર આપીને ફરીથી તેમને તંદુરસ્ત બનાવવામાં આવે અને જયારે અને જે ગાયો તંદુરસ્ત બને તેમને ફરીથી કૃષિ, પશુપાલન વિગેરે કાર્ય માટે સમાજને ફરીથી ભેટ આપવામાં આવે. આ કેન્દ્રમાં સારી નસલના ધણખુંટ પણ પ્રાપ્ત થાય તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવે. યોગીજી સાથે આ મીટીંગમાં ''રાષ્ટ્રીય ગૌવિજ્ઞાન'' ઓનલાઈન પરીક્ષા સમગ્ર ભારતવર્ષમાં વર્ષમાં અગામી તા. રપ ફેબુઆરી–ર૦ર૧ના યોજવામાં આવી છે 
તથા ભારતની દરેક યુનિવર્સિટીઓમાં 'કામધેનુ ચેર' નું નિર્માણ ભવિષ્યમાં કરવામાં આવશે. તે અંગે એકંદરે અત્યંત ઉત્સાહપૂર્ણ, હકારાત્મક વાતાવરણમાં  પૂર્ણ થયેલા આ વાર્તાલાપમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગના ગૌવ્રતી અધ્યક્ષ ડો. વલ્ભભભાઈ કથીરિયાના માર્ગદર્શનમાં સમગ્ર ભારતવર્ષમાં એક 'એપેક્ષ બોડી' તરીકે થઈ રહેલી રાષ્ટ્રીય કામધેનુ આયોગની પ્રવૃતિઓની અનુમોદના મુખ્યમંત્રીશ્રી યોગી આદીત્યનાથજીએ કરી હતી.