જેતપુરના દેરડી ગામે નાલ ઉઘરાવી રમાડાતા જુગારધામ પર
તાલુકા પોલીસ ત્રાટકી રોકડ રૂ.44700 સાથે 10 પંટરો પકડાયા
જેતપુર તા.30
જેતપુર તાલુકાના દેરડી ગામે એક મકાનમાં લાંબા સમય થયા જુગાર રમાડાતો હોવાની બાતમી પરથી ગત મોડી રાત્રીના તાલુકા ફોજદાર કરમટીયાએ સ્ટાફને સાથે રાખી જુગાર દરોડો પાડતા મકાન માલિક સહીત 10 શખ્શો રોકડ રૂપિયા 44700/- સાથે ઝડપાઈ ગયા હતા.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના દેરડી ગામે અશોક ઉકા ઉંધાડ નામનો શખ્શ પોતાના ઘરે બહારથી માણસો બોલાવી, નાલ ઉઘરાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળતા ગઈકાલે જેતપુર તાલુકા ફોજદાર આર.એન.કરમટીયાએ સ્ટાફના મજનુંભાઈ મનાત, દિવ્યેશ આહીર, બાબુભાઈ, વિરમભાઇ વિગેરેને સાથે રાખી મોડી રાત્રીના અશોકના ઘરે જુગાર દરોડો પાડતા, જુગાર રમતા મકાન માલિક અશોક ઉકા, ચંદુ બાબુ તારપરા, કિશોર નાનજી ઉંધાડ, જયસુખ ભીમજી ગોંડલીયા, રાજેશ લીંબા ગોંડલીયા, કિશોર ઘેલા ગોંડલીયા, ભરત વેલજી તારપરા, દિનેશ વલ્લભ બરવાળીયા, મુકેશ વિઠ્ઠલ હદાણી, તથા ગિરધર છગન કોરાટ એમ દસેય શખ્શો રોકડ રૂપિયા 44700 સાથે ઝડપાઈ ગયા હતા. દરોડા દરમિયાન પોલીસને ફોડવા અમુક શખ્શોએ ભારે ઉધામા મચાવ્યા હતા પણ પીએસઆઈ કરમટીયાએ કોઈ મચક નાં આપતા અંતે ગુનો નોંધાયો હતો.
કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812









