અનુયાયીઓ

ગુરુવાર, 30 જૂન, 2011

સ્થાતનિક સ્વ રાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને રાજ્ય ચૂંટણીપંચ દ્વારા કરાયેલા જરૂરી સુધારાઓ અને વિચારણા હેઠળના સુધારાઓની બાબતોથી વાકેફ કરતાં રાજ્ય ચૂંટણી પંચના કમિશ્નરશ્રી કે. સી. કપુર

સુરેન્દ્રટનગરની નગરપાલિકાઓની પેટા ચૂંટણી સંદર્ભે રાજ્ય ચૂંટણીપંચના કમિશ્નરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ સમીક્ષા બેઠક

સુરેન્દ્રરનગર,
સુરેન્દ્રાનગર જિલ્લામાં આગામી તા. ૧૦ મી જુલાઈના રોજ યોજાનારી સુરેન્દ્રરનગર અને થાનગઢ નગરપાલિકાની એક – એક બેઠક માટેની પેટા ચૂંટણી અન્વયે રાજ્ય ચૂંટણીપંચના કમિશ્નરશ્રી કે. સી. કપૂરે આજરોજ સબંધિત નગરપાલિકા વિસ્તાયરના ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીશ્રીઓ તથા વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો સાથે સમીક્ષા બેઠક યોજી જરૂરી માહિતી મેળવી, આગામી દિવસોમાં યોજાનાર સ્થાવનિક સ્વ્રાજ્યની ચૂંટણીઓ સંદર્ભે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલ સુધારાઓ તેમજ વિચારણા હેઠળના સુધારાઓ બાબતે વિસ્તૃાત માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતુ.
કમિશ્નરશ્રી કે. સી. કપૂરે જણાવ્યુંબ હતુ કે, ચૂંટણીઓ મુક્ત – ન્યાયી વાતાવરણમાં અને પારદર્શક રીતે યોજાય તે માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાેનિક સ્વંરાજ્યની ચૂંટણીઓને ધ્યાને લઈ કેટલાક સુધારાઓ કરવામાં આવ્યા છે. જે અન્વયે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના વોર્ડના નકશાઓના ડીઝીટલાઈઝેશન કરવાની કામગીરી થઈ રહી છે. જે પૂર્ણ થતાં લોકો ઘરે બેઠાં – બેઠાં ઈન્ટઓરનેટના માધ્યમથી ચૂંટણી સબંધી પોતાના વોર્ડની જાણકારી મેળવી શકશે. ઉપરાંત ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોની તમામ વિગતો તથા એફિડેવિટ સહિતની માહિતી પણ વેબસાઈટ ઉપર મુકવામાં આવશે. જેથી લોકો પોતાના ઉમેદવારને ઓળખી શકે. ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારની એફિડેવિટમાં દર્શાવેલી વિગતો જો ખોટી હશે તો તેવા કિસ્સામાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જરૂરી કાયદાકીય પગલાઓ પણ લેવામાં આવશે.
કમિશ્નરશ્રી કપૂરે વધુમાં જણાવ્યુંો હતુ કે, આગામી દિવસોમાં યોજાનાર સ્થાનનિક સ્વરરાજ્યની ચૂંટણીઓ અન્વયે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં જે મતદાર ઈ-વોટીંગ દ્વારા મતદાન કરવા માંગતા હોય તેવા ઈન્ટયરનેટનું જોડાણ અને પોતાના નામે મોબાઈલ ફોનનું જોડાણ ધરાવતા મતદારો ઈ – વોટીંગ કરી શકે તે તેમજ ગામમાં ઈ-બુથ ઉભુ કરવાની બાબત ઉપરાંત અત્યાર સુધી જિલ્લા – તાલુકા – ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં મતદાનના આગલા દિવસ સુધી મતદારોના નામ દાખલ કરવાની પ્રક્રિયા ચાલતી હતી તેની જેમ નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તાનરોની ચૂંટણીઓમાં પણ મતદાનના આગલા દિવસ સુધી મતદારોના નામ દાખલ કરવાની પ્રક્રિયા ચાલે તે બાબત પણ વિચારણા હેઠળ છે.
આગામી મહિનાઓમાં જિલ્લાઓમાં યોજાનારી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓનો ઉલ્લેખ કરતાં ચૂંટણી કમિશ્નરશ્રીએ જણાવ્યું હતુ કે, ગ્રામ પંચાયતોની ચૂંટણીની કામગીરી જે પહેલા જિલ્લા કક્ષાએથી થતી હતી તે હવે પછી પ્રાંત કક્ષાએથી કરવામાં આવશે. આ ઉપરાંત ૫૦ હજાર સુધીની વસતી ધરાવતી નગરપાલિકાની ચૂંટણીઓની કામગીરી પણ પ્રાંતને સોંપવાની બાબત પણ વિચારણા હેઠળ છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતુ કે, સ્થાંનિક સ્વતરાજ્યની ચૂંટણીઓમાં જે મતદારોને ચૂંટણી ઓળખપત્રો આપવામાં આવ્યા છે, તેમને ઓળખપત્ર સાથે જ મતદાન કરવા દેવામાં આવશે.
આ બેઠકમાં નાયબ ચૂંટણી કમિશ્નરશ્રી કે. એલ. પરમારે મતદાનના દિવસે જે મતદારોને ચૂંટણી ઓળખપત્રો આપવામાં આવ્યા છે તેમને ઓળખપત્ર સાથે જ મતદાન કરવા દેવા તથા ઓળખપત્ર જે લોકોને હજુ ઈસ્યુ નથી થયા તેવા કિસ્સા માં અન્ય વૈકલ્પિદક પુરાવાઓ ધ્યાને લઈ પૂરતી ચકાસણી બાદ તેમને મત આપવા દેવા જણાવ્યુંથ હતુ. તેમણે આ તકે ફોટા સાથેની મતદાર ઓળખ યાદીની કામગીરી બાબતે ચર્ચા કરી આ કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા અનુરોધ કરી મતદાન માટે ઉપયોગમાં લેવાનાર ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીનો તથા ચૂંટણી ફરજ પરના કર્મચારી – અધિકારીશ્રીઓ ઉપરાંત ચૂંટણી અન્વયે હાથ ધરવાની થતી અન્ય ફરજો સહિતની વિવિધ કામગીરી બાબતે વિસ્તૃગત માર્ગદર્શન આપ્યું હતુ.
સુરેન્દ્રનનગર જિલ્લા કલેકટરશ્રી અનુપમે જિલ્લામાં નગરપાલિકાઓની ખાલી પડેલી બેઠકોની યોજાનાર પેટા ચૂંટણી અંગેની માહિતી આપી, જિલ્લામાં ચૂંટણી વિભાગ દ્વારા ફોટા સાથેના ઓળખપત્ર તથા ફોટા સાથેની મતદાર યાદી અન્વયે થયેલ કામગીરીની વિગતો આપી હતી.
આ બેઠકમાં મદદનીશ ચૂંટણી કમિશ્નર શ્રીમતી કે. જે. દવે, અધિક કલેકટરશ્રી મુકેશ મેઘા, ચોટીલાના પ્રાંત અધિકારીશ્રી પટેલ, વઢવાણના મામલતદારશ્રી રાઠોડ અન્ય અધિકારીશ્રીઓ તથા શ્રી શાન જ્યપુરી, શ્રી છનાલાલ બજાવાણિયા, શ્રી રાજેન્દ્રભાઈ દવે, શ્રી લક્ષ્મરણભાઈ પરમાર, શ્રી દેવકરણ, શ્રી જ્યોતિબા સહિતના વિવિધ પક્ષોના આગેવાનો ઉપસ્થિ,ત રહયાં હતા.

સોખડા ગામની સરકારી ખેડવાલાયક જમીન મેળવવા ઈચ્છ્તા ઈસમો જોગ

સુરેન્દ્રનનગર,
નાયબ કલેકટરશ્રી, લીંબડીની એક યાદીમાં જણાવ્યાશ પ્રમાણે, સાયલા તાલુકાના સોખડા ગામે સરકારી ખેડવાલાયક જમીન સર્વે નં.૧૫૧ પૈકી ૩૭.૦૦ એકર ગુંઠા તથા સ.નં. ૧૭ પૈકી ૭-૨૦ એકર ગુંઠા જમીન આખરીપત્રકે દાખલ કરવામાં આવી છે. જે ઈસમો જમીન મેળવવા માંગતા હોય તેમણે આ અંગે તા. ૨૭-૭-૨૦૧૧ સુધીમાં કચેરી સમય દરમિયાન મામલતદારશ્રી, સાયલાને અરજીમાં સંપૂર્ણ વિગતો જેવી કે, કુટુંબની વાર્ષિક આવકનો દાખલો, ધંધાની વિગત, રેશનકાર્ડની પ્રમાણિત નકલ, અનુ. જાતિ/અનુસૂચિત જનજાતિ, બક્ષીપંચના હોય તો તે અંગેનો મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારીશ્રીનો દાખલો, સ્વસતંત્ર કે સંયુકત નામે જમીન આવેલ હોય તો તેની છેલ્લીત સ્થિરતિના દાખલા, ૮-અની નકલ, માજી સૈનિકે ડીસ્ચા ર્જ સર્ટીફીકેટ તથા ગુજરાતમાં અન્યલ જગ્યાકએ જમીન ફાળવેલ નથી અને ફાળવેલ હોય તો તેની વિગત સાથેનું સોગંદનામુ વિગેરે આધારો સાથે મામલતદારશ્રી, સાયલાને અથવા નાયબ કલેકટર કચેરી, લીંબડીને અરજીઓ મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. તા.૨૭/૭/૨૦૧૧ પછીથી રજુ થયેલ કોઇ અરજીઓ ધ્યાજને લેવામાં આવશે નહીં. જમીન ફાળવણી અંગેની તારીખ, અરજી મેળવ્યાી બાદ, અરજીની તારીખ પૂર્ણ થયા બાદ, અરજીની પ્રાથમિક ચકાસણી કર્યા બાદ, નકકી કરવામાં આવશે. જેની સર્વેએ નોંધ લેવા જણાવાયું છે.

સુરેન્દ્રકનગર ખાતે સી.ઇ.ડી દ્વારા ઉદ્યોગ સાહસિકતા તાલીમી કાર્યક્રમનું આયોજન

સુરેન્દ્રકનગર,
ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાદન સી.ઇ.ડી. દ્રારા સુરેન્દ્ર નગર ખાતે ટુંક સમયમાં ઇ.ડી.પી. કોમ્પો તાલીમી કાર્યક્રમ શરુ કરવા આયોજન થયેલ છે. આ તાલીમી કાર્યક્રમમાં ઉદ્યોગ શરૂ કરવા ઇચ્છગતા ભાઇ/બહેનોને કયો ઉદ્યોગ શરૂ કરવો ? કયાં શરુ કરવો ? કેવી રીતે સ્થાઉપવો ? તથા કઇ-કઇ મદદો અને સવલતો ઉપલબ્ધો છે ? તેની યોગ્યવ જાણકારી આપી ઉદ્યોગનું સફળ સંચાલન કઇ રીતે કરવુ તે અંગે જુદા-જુદા નિષ્ણાં તો દ્વારા જરૂરી જ્ઞાન, વ્યરવસ્થિંત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવનાર છે. આ તાલીમી કાર્યક્રમમાં અન્યૂ વિષયો જેવા કે પ્રોજેકટ રીપોર્ટ, માર્કેટીંગ, ઔદ્યૌગિક તકો તેમજ મેનેજમેન્ટ‍ના વિષયો પણ આવરી લેવાયા છે.
આ કાર્યક્રમમાં જોડાવા ઇચ્છ્તા ભાઇ/બહેનો ને વધુ માહિતી તથા વિના મુલ્યેા અરજી ફોર્મ મેળવવા માટે શ્રી એમ. એન. દવે, સી.ઇ.ડી., જિલ્લામ ઉદ્યોગ કેન્દ્રી, કલેકટર કચેરી પાછળ, સુરેન્દ્રતનગરનો સંપર્ક સાધવા રાજકોટ વિભાગીય અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.

પોરબંદર જિલ્લાિના છાયાના ઇંદીરાનગર અને બેરણ ગામે વ્ય જબી ભાવની દુકાન ખોલવા મંજુરી

ઘેડ વિસ્તાારના ગામોને ચોમાસાની ઋતુના સંદર્ભે અનાજ, કેરોસીનનો બે માસનો પુરવઠો ફાળવાયો જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની કલેકટરશ્રી શાહના અધ્યલક્ષસ્થાકને બેઠક સંપન્ન્

પોરબંદર તા. ૨૯ઃ- પોરબંદર જિલ્લાેના નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની મળેલ બેઠકમાં અધ્યકક્ષસ્થા-નેથી જિલ્લાા કલેકટરશ્રી ગિરીશ શાહએ જણાવ્યુંક હતું કે જિલ્લાિના ઘેડ વિસ્તા્રના ગામોમાં ચોમાસાની ઋતુમાં પાણી ભરાઇ રહેવાના કારણે આવન-જાવન થઇ શકતું નથી. આથી આ ગામોમાં ચોમાસાની ઋતુના સંદર્ભે લોકો માટે સરકારશ્રી દ્રારા મળવા પાત્ર અનાજ, કેરોસીન વિગેરેનો બે માસનો પુરવઠો ફાળવવામાં આવેલ છે.
આ બેઠકમાં પોરબંદર તાલુકાના છાયા શહેરી વિસ્તા રના ઇંદીરાનગર અને બેરણ ગામે બંધ પડેલ વ્યા જબી ભાવની દુકાન પુનઃશરૂ કરવા માટે મંજુરી આપવામાં આવેલી છે. અત્રે ઉલ્લેવખનીય છેકે જિલ્લાનમાં હાલ ૨૧૯ વ્યરજબી ભાવની દુકાનો અને કુલ ૧૫૯૩૩૦ કાર્ડ છે.
કલેકટરશ્રીએ સમિતિના સભ્યોુને જિલ્લામમાં જાહેર વિતરણ વ્ય વસ્થા૯ ને વધુ સુદ્રઢ બને તે માટે સભ્યટઓને સહયોગ આપવા જણાવ્યું હતું. તેમણે સમિતિના સભ્યોથશ્રીઓના વિવિધ રચનાત્મ ક સુચનો આવકારીને યોગ્યન કરવા જરુરી સુચના અને માર્ગદર્શન આપ્યુંે હતું. આ બેઠકમાં જિલ્લા‍માં જાહેર વિતરણ વ્યાવસ્થાય અંતર્ગત વિવિધ કાર્ડ ધારકોને સરકારશ્રી દ્રારા અપાતા ઘંઉ, ફોર્ટીઆઇડ આટો, ચોખા, ખાંડ, પામોલીન તેલ, આયોડાઇઝ મીઠુ, કેરોસીન વિગેરેના પ્રમાણ તથા ભાવની વિગતો આપવામાં આવી હતી. પુરવઠા કચેરી દ્રારા એપ્રિલ-૧૧ માસમાં ૧૨ દરોડા/ તપાસ કરીને રૂ. ૧૧૩૭૯૦ કિંમતના માલનો જથ્થોી કબજે કરવામાં આવ્યો૧ હતો. અને તેમાંથી રૂ. ૨૫૦૬૯નો જથ્થો રાજયસાત કરાયેલ હતો. મે-૧૧ માસમાં ૩૩ દરોડા/તપાસ દ્રારા રૂ. ૫૨૯૧૯નો જથ્થોન કબજે કરીને રૂ. ૧૫૧૭૨નો જથ્થો. રાજયસાત કરાયેલ છે. અને રૂ. ૪૧૨૫ ભરવાના ડીપોઝીટ રાજયસાત કરાયેલ છે. એક પરવાનો મોકુફ રાખવામાં આવેલ છે. તેમ માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું. તેમજ બારકોટેડ રેશનકાર્ડ ની વિગત આપવામાં આવી હતી. સમગ્ર બેઠકની કાર્યવાહી નું સંચાલન જિલ્લાા પુરવઠા અધિકારીશ્રી રાજેન શાહએ કર્યું હતું.
આ બેઠકમાં સમિતિના સભ્યોધમાં સર્વશ્રી નાથાલાલ ઠકરાર, શ્રી નાગાર્જુનભાઇ જેઠવા, શ્રી છગનભાઇ પુરોહિત, શ્રી હંસાબેન પાડલીયા, શ્રી રામસિંહભાઇ મોરી, શ્રી હેમેન્દ્રઆભાઇ કોટેચા, સહાયક માહિતી નિયામકશ્રી અરવિંદ જોશી, તોલમાપ અધિકારીશ્રી, નાયબ મામલતદારશ્રી કારીયા વિગેરે ઉપસ્થિરત રહયા હતા.

પોરબંદર જિલ્લા્માં ૬૨ માં વન મહોત્સરવ દરમિયાન ૧૪,૩૨ લાખ રોપાનું વિતરણ કરાશે. જિલ્લાકમાં વૃક્ષારોપણ મહા અભિયાન અન્વવયે લોકભાગીદારીથી ઘનિષ્ઠ૧ વૃક્ષારોપણ કાર્યક્રમ કરાશે.

જિલ્લાર કલેકટરશ્રી ગિરીશ શાહના અધ્ય્ક્ષસ્થાલને મળેલી બેઠક
પોરબંદર-વર્ષ ૨૦૧૧ ‘‘આંતર રાષ્ટ્રી ય વન વર્ષ‘‘ જાહેર થયેલ છે. ગુજરાત રાજયના સ્વબર્ણિમ વર્ષ અંતર્ગત ચાલુ વર્ષે ‘‘૬૨માં વન મહોત્સઠવ ‘‘ અન્વરયે વૃક્ષારોપણ મહા અભિયાન રૂપે રાજયથી ગ્રામ્ય્ સ્તંર સુધી લોકસહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમ અમલી બનાવવા તમામ વિભાગના અધિકારીઓ/કર્મચારીઓનો સહયોગ મેળવી અભિયાન હાથ ધરવાનું રાજય સકારશ્રીએ નકકી કરેલ છે.
જેના ભાગરૂપે પોરબંદર જિલ્લા માં વન મહોત્સહવ ઉજવણી અને વૃક્ષારોપણ કાર્યક્રમ અમલી બનાવવા જિલ્લાા કક્ષાની યોજાયેલ બેઠકમાં અધ્યોક્ષસ્થાજને થી જિલ્લાર કલેકટરશ્રી ગિરીશ શાહે જણાવ્યુંા હતું કે જિલ્લાામાં ૬૨મા વન મહોત્સતવ દરમિયાન કુલ ૧૪,૩૨ લાખ રોપાનું વિતરણ અને વાવેતરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.આ રોપાઓ વન વિભાગની નર્સરીઓ તથા ૨૫ કિસાન નર્સરીઓમાં ઉછેરવામાં આવેલ છે.
જિલ્લામ કલેકટરશ્રી શાહે જણાવ્યુંવ હતું કે જિલ્લા ના ૧૫૧ ગામોમાં મહત્તોમ વૃક્ષોનું વાવેતર કરવાનું છે. આ માટે ગામ પ્રમાણે લોકભાગીદારીથી ગ્રામ પંચાયત કચેરી, શાળા, દવાખાના ,સ્મવશાન ,ગૌશાળા, આંગણવાડી વિગેરેના પટાંગણમાં તેમજ પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરીને ઉછેરવાના છે. વૃક્ષારોપણથી પર્યાવરણ અને વરસાદના પ્રશ્નોન ઉકલી શકે છે. આ માટે ગામવાઈઝ બનાવેલ ટીમના અધિકારીઓ/કર્મચારીઓને વૃક્ષારોપણનાં પૂર્વ આયોજનમાં અંગત ધ્યાછન આપવા જણાવ્યુંા હતું. નાયબ વનસંરક્ષકશ્રી એમ.એમ.ભાલોડીએ જણાવ્યું હતું કે રાજય કક્ષાના વન મહોત્સવવની ઉજવણી બાદ જિલ્લાકમાં તા.૨૦ જુલાઇ પછી વનમહોત્સાવની ઉજવણી બે દિવસમાં થાય તે રીતે આયોજન કરવામાં આવશે. જિલ્લાકના ૧૫૦ ગામો માટે ૩૯ રૂટ નકકી કરવામાં આવેલ છે. જિલ્લાએ કક્ષાનો વનમહોત્સઆવનો કાર્યક્રમ જિલ્લાા શિક્ષણ અને તાલીમ ભવન અથવા આઇ.ટી.આઇ. સંસ્થાલના પટાંગણમાં યોજવાનું આયોજન વિચારાયેલ છે.
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટરશ્રી ચિરાગ ચાવડા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી કુરેશી, જિલ્લાલ પુરવઠા અધિકારીશ્રી રાજેન શાહ, કાર્યપાલક ઇજનેરશ્રીઓ શ્રી સાંભડા, શ્રી પરમાર, શ્રી સિંધલ, જિલ્લાહ શિક્ષણાધિકારીશ્રી હરિયાણી અને સંબંધકર્તા ખાતાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિરત રહયા હતા.

રાજકોટ તાલુકાની સણોસરા બેઠકની પેટા ચૂંટણીની કાર્યવાહીની સમીક્ષા કરતા રાજય ચૂંટણી પંચના કમિશ્નેરશ્રી કે.સી.કપુર

રાજકોટ તાલુકાની સણોસરા બેઠકની પેટા ચૂંટણીની કાર્યવાહીની સમીક્ષા કરતા રાજય ચૂંટણી પંચના કમિશ્નેરશ્રી કે.સી.કપુર
રાજકોટ-આગામી તા. ૧૦મી જુલાઇના રોજ યોજાનાર રાજકોટ તાલુકા પંચાયતની સણોસરા બેઠકની પેટા ચૂંટણીની કાર્યવાહીની સમીક્ષા રાજય ચૂંટણી પંચના કમિશ્નરરશ્રી કે.સી.કપુરે કરી હતી.
કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં શ્રી કપુરે ચૂંટણી આચારસંહિતા, ઇલેકટ્રોનીક વોટીંગ મશીન, મતદારયાદી, મતદાન મથકોની સુરક્ષા વ્યકવસ્થા , મતગણત્રીની વિગતોનું જીવંત પ્રસારણ વગેરે અંગે ઉપસ્થિ ત અધિકારીઓ સાથે વિચારવિમર્શ કર્યો હતો. બેઠકમાં ઉપસ્થિસત વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો સાથે તેમણે મતદારયાદીની પ્રસિધ્ધિા તથા અન્ય્ ચૂંટણીલક્ષી બાબતો અંગે ચર્ચા કરી હતી. રાજકોટ તાલુકા પંચાયતની સણોસરા બેઠકની પેટા ચૂંટણીની ૧૦મી જુલાઇએ મતદાન થશે, જયારે મતગણતરી ૧૨મી જુલાઇએ થશે. કાર્યકારી કલેકટર અને જિલ્લાા વિકાસ અધિકારીશ્રી નલિન ઉપાધ્યા ય, તાલુકા મામલતદારશ્રી ચેતન ગણાત્રા, કુવાડવા પોલિસ સ્ટે શનના પોલિસ ઇન્પેઉપ કટરશ્રી રાઠોડ, કલેકટર કચેરીની ચૂંટણી શાખાના અધિકારીઓ તથા વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિ‍ત રહયા હતા.
અત્રે ઉલ્લેાખનીય છે કે આ બેઠક માટે સણોસરા, જાળીયા, ખોરાણા, નાગલપ, રાજગઢ અને હડમતીયા(બેડી) ગામોના કૂલ પ૬૯૩ મતદારો છે જેમાં ર૯૬૨ પુરૂષ અને ર૮૩૧ સ્ત્રીત મતદારોનો સમાવેશ થાય છે.

રીંગરોડને વધુ બે માસ માટે એક માર્ગીય જાહેર કરતું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

રાજકોટ-રાજકોટ શહેરમાં રેસકોર્ષ ફરતે મોર્નીંગ વોક માટે નીકળતા નાગરિકો સલામતી અનુભવે અને પ્રદૂષણનો ભોગ ન બને, તે માટે રેસકોર્ષ ફરતેનો રીંગ રોડ તમામ પ્રકારનાં વાહનો માટે એકમાર્ગીય (વનવે) જાહેર કરવાની આવશ્યકતા જણાય છે.
આથી શ્રી ગીથા જોહરી, પોલીસ કમિશ્નરશ્રી, રાજકોટ શહેર, રાજકોટ દ્રારા એક જાહેરનામું પ્રસિધ્ધ કરી નીચે જણાવેલ રસ્તાઓને તેમાં જણાવેલ વિગતે તમામ પ્રકારના વાહનો માટે તા.૦૧-૦૭-૨૦૧૧ થી તા. ૩૧-૦૮-૧૧ સુધી એક માર્ગીય (વન વે) કરવા હુકમ કરેલ છે. આ હુકમ સવારના કલાક ૦૫-૩૦ થી કલાક ૦૭-૩૦ સુધી તમામ પ્રકારના વાહનો માટે લાગુ પડશે.

રેસકોર્ષ રીંગ રોડ
રેસકોર્ષ રીંગ રોડને એક માર્ગીય (વન વે) કરવામાં આવે છે. જે મુજબ રેસકોર્ષ રીંગ રોડનો ફકત બહારના ભાગે આવેલ રોડ એક તરફી ‘‘કલોક વાઇઝ’’ જાહેર કરવામાં આવે છે. એટલે કે જીલ્લા પંચાયત ચોકથી એ.જી. ઓફીસ, કીસાનપરા સર્કલ, મેયરશ્રીનો બંગલો, બીગ બાઇટ આઇસ્ક્રીમ, જુની એન.સી.સી. ઓફીસ, પોલીસ હેડ કવાર્ટર સર્કલ, બહુમાળી ભવન, ગેલેકસી સિનેમાથી પોલીસ કમિશ્નર કચેરી થઇ જીલ્લા પંચાયત ચોકમાં થઇ તે રીતે તમામ પ્રકારના વાહનો માટે એક તરફી રસ્તો ચાલુ રહેશે.
આ ફોરટ્રેક રીંગ રોડનો અંદરનો જે રસ્તો છે તે રોડ ઉપર સવારના કલાક ૦૫-૩૦ થી કલાક ૦૭-૩૦ વાગ્યા સુધી તમામ પ્રકારના વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ રહે છે અને ફકત પગે ચાલીને મોર્નીગ વોક કરવા માટે નીકળેલા નાગરિકો માટે જ રસ્તો ચાલુ રહેશે.
તા.૨૮-૦૪-૧૧ અન્વયે બે માસ માટે પ્રાયોગિક ધોરણે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ. જે અન્વયે જાહેરનામાને રાજકોટ શહેરના નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળેલ હોઇ, તે જાહેરનામું વધુ લંબાવવાની જરૂરીયાત જણાતાં પ્રાયોગિક ધોરણે બે માસ માટે લંબાવેલ છે.
આ જાહેરનામું ફરજ પરના પોલીસના વાહનો, એમ્બ્યુલન્સ તથા ફાયર બ્રીગ્રેડના વાહનોને આકસ્મિક સંજોગોમાં લાગુ પડશે નહી. આ હુકમના ભંગ બદલ શિક્ષાત્મક પગલા લેવામાં આવશે

રાજકોટ જીલ્લા સ્વા મિ વિવેકાનંદ હીલ શિલ્ડ૪ ક્રિકેટ ટુર્નામેન્ટી ૨૦૧૧-૧૨માં ભાગ લેવા અનુરોધ

રાજકોટ-સ્પોંર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ સિનીયર કોચશ્રી, જિલ્લાપ રમત પ્રશિક્ષણ કેન્દ્ર , રાજકોટની કચેરી દ્વારા આગામી માહે જુલાઇ/ઓગસ્ટો-૨૦૧૧ દરમ્યા ન ‘‘સ્વા‍મિ વિવેકાનંદ હિલ શિલ્ડન ક્રિકેટ ટુર્નામેન્ટલનું’’નું જિલ્લાે કક્ષાએ અનુક્રમે રાજકોટ જિલ્લાી કક્ષા તથા કોર્પોરેશન કક્ષાએ આયોજન હાથ ધરવામાં આવનાર છે. આ ટુર્નામેન્ટજમાં શાળામાં નીયમિત અભ્યાપસ કરતાં અને તા. ૩૧ ડીસે-૧૧ના રોજ ૧૯ વર્ષથી નીચેની વય ધરાવતા બાળકો ભાગ લઇ શકશે. ગુજરાત સરકારશ્રીની નિમોનુસાર માન્યાતા ધરાવતી(રજિસ્ટનર્ડ) શાળાઓએ આ કચેરી ખાતેથી નિયત પ્રવેશ ફોર્મ મેળવી સંપૂર્ણ વિગતો ભરીને શાળાનાં લેટર પેડ ઉપર એન્ટ્રીે તૈયાર કરી આ કચેરીને સત્વ રે પહોચાડવાની રહેશે. વધુમાં વધુ ૧૫ ટીમોને ભાગ લેવાનો હોઇ, વધારે એન્ટ્રી ઓ આવશે તો ૧૫ ટીમોની પસંદગી કરવામાં આવશે. રાજકોટ જિલ્લાીનાં તાલુકાઓની ટીમોની જિલ્લાૂ કક્ષાની અને રાજકોટ કોર્પોરેશનમાં સમાવીષ્ટવ શાળાઓની ટીમોની કોર્પોરેશનની જિલ્લાી કક્ષાની ટુર્નામેન્ટષમાં ભાગ લેવાનો રહેશે. વિશેષ માહિતી માટે કચેરીનો રૂબરૂ અથવા ફોન નં. (૦૨૮૧) ર૪૪૭૦૮૦ ઉપર સિનીયર કોચશ્રી રોશનબેન ચૌહાણનો સંપર્ક કરવાનો રહેશે.

મંત્રીશ્રી ફકીરભાઇ વાઘેલાની ઉપસ્થિરતિમાં અનુસૂચિત જાતિ પેટા યોજનાના અમલીકરણ માટે રાજકોટ ખાતે વિભાગીય બેઠક મળશે

રાજકોટ-રાજકોટ ખાતેની કલેકટર કચેરીના સભાખંડમાં તા. ૩૦-૬-૧૧ને ગુરુવારના રોજ બપોરે ર-૩૦ કલાકે રાજયના સામાજીક ન્યાનય અને અધિકારિતા વિભાગના મંત્રીશ્રી ફકીરભાઇ વાઘેલાના અધ્યરક્ષસ્થાેને અનુસૂચિત જાતિ પેટા યોજનાના સુયોગ્યિ અને અસરકારક અમલીકરણ માટે સૌરાષ્ટ્રઅ ઝોનની બેઠક મળશે. આ બેઠકમાં અનુસૂચિત જાતિ પેટા યોજનાના થયેલા અમલીકરણની સમીક્ષા થશે. આ બેઠકમાં રાજયકક્ષાએથી તેમજ સૌરાષ્ટ્રસ-કચ્છ ના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિ૧ત રહેશે.

રાજ્યમાં વરસાદ ખેંચાતા ખરીફ પાકોના વાવેતર માટે ચિન્તાતુર ખેડૂતોની મદદે રાજ્ય સરકારઃ નર્મદાનું સિંચાઇનું પાણી તાત્કાલિક આપવાનો સ્તુત્ય નિર્ણય

સરદાર સરોવર ડેમમાંથી નર્મદાનું ૬૩૦૦ કયુસેકસ પાણી ખરીફ સિંચાઇ માટે આજથી આપવાનો સમયોચિત આદેશ આપતા મુખ્યમંત્રીશ્રી
નર્મદા કેનાલ નેટવર્ક અને સુજલામ્ સુફલામ્ યોજનાના નેટવર્ક દ્વારા ઉત્તર ગુજરાતના જિલ્લાઓ મહેસાણા-પાટણ-સાબરકાંઠા અને અમદાવાદ જિલ્લાના ફતેવાડી-ખારીકટ કેનાલો-સાણંદ-વિરમગામના કમાન્ડ એરિયામાં આજથી નર્મદાનું સિંચાઇનું પાણી છોડાતાં કિસાનોને મોટી રાહત
રાજ્ય સરકારના પ્રવકતા મંત્રીશ્રીઓની મહત્વની જાહેરાત
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં આ વર્ષે વરસાદ ખેંચાતા, ખરીફ વાવેતર અને વાવણી થયેલા ખરીફ પાકોને બચાવી લેવા માટે કિસાનોની ચિન્તામાં સહભાગી બનીને તાકીદના પગલાંરૂપે, સરદાર સરોવર નર્મદા ડેમમાંથી તાત્કાલિક ૧૬પ૦ મીલીયન કયુબિક ફીટ (MCFT) એટલે ૬૩૦૦ કયુસેકસ નર્મદાના પાણીનો જથ્થો છોડવાનો નિર્ણય કર્યો છે. હાલના હયાત કેનાલ નેટવર્ક તથા નર્મદા યોજના અને સુજલામ્ સુફલામ્ ઉદ્દવહન પાઇપલાઇન યોજનાના નેટવર્ક દ્વારા નર્મદા ડેમનું આ પાણી આજથી આપવામાં આવી રહ્યું છે, એમ રાજ્ય સરકારના પ્રવકતા આરોગ્યમંત્રીશ્રી જયનારાયણ વ્યાસ અને ઊર્જા રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું.
પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં વિલંબ થવાના કારણે ખરીફ પાકના વાવેતર અંગે વિશેષ કરીને સિંચાઇના પાણીની તાકીદની જરૂરિયાત ઉભી થઇ છે. રાજ્ય સરકારે તાકીદના આદેશ કરી કૃષિવિષયક વીજ પુરવઠો દશ કલાક આપવાનો સ્તુત્ય નિર્ણય કરેલો છે અને હવે આજથી સરદાર સરોવર ડેમમાંથી ૧૬પ૦ એમસીએફટી નર્મદાનું પાણી ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, સાબરકાંઠા તેમજ અમદાવાદ જિલ્લાના સાણંદ અને વિરમગામ તાલુકાના વિવિધ સિંચાઇ તળાવો, ફતેવાડી અને ખારીકટ કમાન્ડ એરિયા તથા થોળ તળાવના સિંચાઇ વિસ્તારોમાં આપવાનો ખેડૂતોના વ્યાપક હિતમાં તાત્કાલિક નિર્ણય લીધો છે.
નર્મદાનું આ સિંચાઇના હેતુ માટેનું પાણી નર્મદાની મુખ્ય નહેર આધારિત સુજલામ્ સુફલામ્ ઉદ્દવહન પાઇપલાઇન યોજના અને જૂદા જૂદા વિસ્તારોમાં હયાત કેનાલ નેટવર્ક દ્વારા આજથી છોડવામાં આવી રહ્યું છે. આના પરિણામે સૂકી ખેતીના રપ હજાર હેકટર વિસ્તારમાં ખરીફ પાકોના વાવેતરને સિંચાઇનો લાભ મળશે અને વરસાદ ખેંચાતા ચિન્તાતુર ખેડૂતોને મોટી રાહત મળશે.
શ્રી જયનારાયણ વ્યાસ અને શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું કે આ વર્ષે વરસાદ ખેંચાતા નર્મદાની મુખ્ય કેનાલ અને સુજલામ્ સુફલામ્ યોજનાના નેટવર્કના કામોને પરિણામે, નર્મદાનું ૬૩૦૦ કયુસેકસ પાણી સિંચાઇ માટે આપીને રાજ્ય સરકાર સમયસર ખેડૂતોને સહાયભૂત થઇ રહી છે.

ગાંધીનગર સરકારી મધ્યસ્થ મુદ્રણાલયમાં એપ્રેન્ટિસની ભરતી

ગાંધીનગર,બુધવારઃ ગાંધીનગર સ્થિત સરકારી મધ્યસ્થ મુદ્રણાલય ખાતે એપ્રેન્ટિસની ભરતી કરવામાં આવશે. એપ્રેન્ટિસની એકટ હેઠળ આ મુદ્રણાલયમાં બુક બાઇન્ડીંગ એપ્રેન્ટીસ ટ્રેડની ૨૩ જગ્યા તેમજ મશીન માઇન્ડર એપ્રેન્ટીસ ટ્રેડની પાંચ જગ્યા ૧ લી ઓગષ્ટથી શરૂ થતા ભરતી સત્ર માટે ભરવામાં આવશે.
આ એપ્રેન્ટિસ ટ્રેડ અંતર્ગત ધો.૯પાસ અને ૧૪ થી૨૮ વર્ષની વય ધરાવતા ઉમેદવારો બુક બાઇન્ડીંગ એપ્રેન્ટીસમાં ઉમેદવારી નોંધાવી શકશે જેમને પ્રથમ વર્ષે રૂા.૧૪૯૦/- સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે. જયારે એસ.એસ.સી પાસ અને ૧૪ થી ૨૮ વર્ષની વય ધરાવતા ઉમેદવારો મશીન માઇન્ડર એપ્રેન્ટીસમાં ઉમેદવારી નોંધાવી શકશે. આ ટ્રેડ માટે પ્રથમ વર્ષે રૂા.૧૪૯૦/-, બીજા વર્ષે રૂા.૧૭૦૦/- અને ત્રીજા વર્ષે રૂા.૧૯૭૦/- સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૨-૭-૨૦૧૧ સુધીમાં જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે શ્રેયાન વ્યવસ્થાપકશ્રી સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ઘ-૭ સર્કલ પાસે, સેકટર-૨૯, ગાંધીનગરના સરનામે અરજી મોકલવાની રહેશે. આ તાલીમ ફકત એપ્રેન્ટીસ ધારાની જોગવાઇ હેઠળની હોઇ તાલીમના અંતે ઉમેદવારોને છૂટા કરવમાં આવશે તેમ મુદ્રણાલયના શ્રેયાન વ્યવસ્થાપકની યાદીમાં જણાવાયું છે.

ગ્રામ્ય વિસ્તારમાં પોતાને ઘરે શૌચાલય બનાવવા બી.પી.એલ. કુટુંબોને અપાતી પ્રોત્સાહક સહાયની રકમમાં વધારો

ગાંધીનગર,બુધવારઃ રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં લોકોના સ્વાસ્થ્ય, જીવનશૈલીમાં સુધારો કરવાના આશયથી તેમજ ખુલ્લામાં શૌચક્રિયા સદંતર બંધ થાય તે હેતુસર સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન યોજનાનો અમલ ગ્રામ પંચાયતોમાં થઇ રહેલ છે. આ યોજના અંતર્ગત દરેક ઘરમાં વ્યક્તિગત શૌચાલયની વ્યવસ્થા ઉપલબ્ધ કરવા અને લોકો તેનો ઉપયોગ કરતા થાય તે આશયથી ગરીબી રેખા હેઠળના કુટુંબોને પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે, તેમાં સરકારે રૂા. ૧,૦૦૦/-નો વધારો કરવામાં આવેલ છે.
તા. ૧-૬-૨૦૧૧થી અમલમાં આવે તે રીતે ગરીબી રેખા હેઠળના કુટુંબોને વ્યકિતગત શૌચાલય માટે આપવામાં આવતી પ્રોત્સાહક સહાયની રકમ રૂા. ૨,૨૦૦/-માં વધારો કરી રૂા. ૩,૨૦૦/- કરવામાં આવેલ છે. મુશ્કેલ અને ડુંગરાળ વિસ્તારોમાં આ પ્રોત્સાહક સહાય રૂા. ૨,૭૦૦/-થી વધારીને રૂા. ૩,૭૦૦/- કરવામાં આવેલ છે. આ રકમમાં ફાળો ઓછામાં ઓછો રૂા. ૩૦૦/- રહેશે. આ પ્રોત્સાહક સહાયની રકમ ગ્રામ્યકક્ષાએ ગ્રામ પંચાયત / ગ્રામ સુખાકારી સમિતિ મારફતે ચૂકવવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા ગ્રામ વિકાસ કમિશનરની કચેરી દ્વારા જણાવાયું છે.

ગ્રામ્ય વિસ્તારમાં પોતાને ઘરે શૌચાલય બનાવવા બી.પી.એલ. કુટુંબોને અપાતી પ્રોત્સાહક સહાયની રકમમાં વધારો

ગાંધીનગર,બુધવારઃ રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં લોકોના સ્વાસ્થ્ય, જીવનશૈલીમાં સુધારો કરવાના આશયથી તેમજ ખુલ્લામાં શૌચક્રિયા સદંતર બંધ થાય તે હેતુસર સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન યોજનાનો અમલ ગ્રામ પંચાયતોમાં થઇ રહેલ છે. આ યોજના અંતર્ગત દરેક ઘરમાં વ્યક્તિગત શૌચાલયની વ્યવસ્થા ઉપલબ્ધ કરવા અને લોકો તેનો ઉપયોગ કરતા થાય તે આશયથી ગરીબી રેખા હેઠળના કુટુંબોને પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે, તેમાં સરકારે રૂા. ૧,૦૦૦/-નો વધારો કરવામાં આવેલ છે.

ભાવનગર જિલ્લા વાહન વ્યવહાર સલાહકાર સમિતિની રચના

ગાંધીનગર,બુધવારઃ રાજય સરકારે ભાવનગર જિલ્લાની માર્ગ વાહન વ્યવહાર સલાહકાર સમિતિની રચના ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમના નિયમો અનુસાર કરી છે.રાજય માર્ગવાહન વ્યવહાર નિગમ ભાવનગરના વિભાગીય નિયામક અધ્યક્ષ તરીકે રહેશે અને ટ્રાફીક અધિકારી એસ.ટી. વિભાગ ભાવનગર સભ્ય સચિવ તરીકે રહેશે સમિતિમાં આ ઉપરાંત અન્ય ૧૭ સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે.

જામનગર જિલ્લા વાહન વ્યવહાર સલાહકાર સમિતિની રચના

ગાંધીનગર,બુધવારઃ રાજય સરકારે જામનગર જિલ્લાની માર્ગ વાહન વ્યવહાર સલાહકાર સમિતિની રચના ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમના નિયમો અનુસાર કરી છે.રાજય માર્ગવાહન વ્યવહાર નિગમ રાજકોટના વિભાગીય નિયામક અધ્યક્ષ તરીકે રહેશે અને ટ્રાફીક અધિકારી એસ.ટી. વિભાગ રાજકોટ સભ્ય સચિવ તરીકે રહેશે સમિતિમાં આ ઉપરાંત અન્ય ૧૭ સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે.

વર્ષ ૨૦૧૧ની આંતરરાષ્ટ્રીય વન વર્ષ તરીકે ઉજવણીઃ

તા ૪ થી જુલાઇએ ગાંધીનગરમાં યોજાશે પરિસંવાદ
ગાંધીનગર,બુધવારઃ વનોની વૃધ્ધિ, અગત્યતા વૃક્ષારોપણ અને તેની માવજત માટે લોકજાગૃતિ ઉભી કરવા યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્ષ ૨૦૧૧ને આંતર રાષ્ટ્રીય વન વર્ષ તરીકે જાહેર કરીને તેની ઉજવણી કરવામાં આવી રહી છે.આ ઉજવણીના ભાગરૂપે તા.૪-૦૭-૨૦૧૧ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે વન સંશોધન સંકુલ, જ રોડ, અક્ષરધામ સામે ગાંધીનગર ખાતે પરિસંવાદ યોજાશે.
પરિસંવાદમાં સામાજિક વનીકરણ, વૃક્ષારોપણનો અભિગમ, રોપાઓની ઉપલબ્ધતા, હરિયાળુ ગુજરાત કાર્યક્રમમાં જન સમુદાયની સહભાગીતા જેવા વિષયો ઉપર તજજ્ઞો માર્ગદર્શન આપશે તેમ મુખ્ય વન સંરક્ષક સામાજિક વનીકરણની યાદીમાં જણાવાયું છે.

ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ક્ષાર પ્રવેશ નિવારણ અને અટકાવ માટેના પગલાંઓ

ગાંધીનગર-ગુજરાતની ઉત્તરમાં લખપતથી માંડીને દક્ષિણમાં દમણ સુધી આશરે ૧૬૦૦ કિમી.ની લંબાઇનો દરિયાકાંઠો મળ્યો છે. જે દેશના સમુદ્રતટ રેખાનો ત્રીજો ભાગ છે. સૌરાષ્ટ્રની ત્રણ બાજુઓ દરિયાથી ઘેરાયેલી છે. તો દક્ષિણ ગુજરાતને પણ અરબી સમુદ્રનો દરિયાકાંઠો મળ્યો છે. ભૂગર્ભજળના વધારે પ્રમાણમાં ખેંચાણ તથા ઓછા-અનિયમિત વરસાદને કારણે દરિયાનું ખારૂ પાણી ભૂગર્ભજળ સાથે ભળવાથી દરિયાકાંઠાના ભૂગર્ભજળમાં ખારાશ પ્રવેશે છે. પરિણામે જમીનની ગુણવત્તા પણ બગડવા લાગી.
આ પ્રશ્નની ગંભીરતાને ધ્યાને લઇને રાજય સરકારે ક્ષાર પ્રવેશ નિવારણ યોજનાઓને અગત્યતા આપવાનુ ઠરાવ્યુ. દરિયાનું ખારૂ પાણી જમીનમાં આગળ વધતું અટકાવી અને દરિયાતરફ પાછુ વાળવા માટે ઉચ્ચકક્ષાની સમિતિઓની રચના કરી છે. સમિતિએ ક્ષાર પ્રવેશ અટકાવવા માટેની મેનેજમેન્ટ ટેકનીક અને જળ રિચાર્જ જેવા સૂચવેલા પગલાંઓનો અગ્રતાના ધોરણે અમલ કરવામાં આવ્યો છે.
નદીઓના દરિયાકાંઠાના મુખ પાસે ભરતી નિયંત્રક બંધારાઓ, જમીન તરફ અંદરના ભાગે પુનઃપ્રભરણ જળાશયો, તળાવો, કૂવાઓ, ચેકડેમો અને સ્પ્રેડીંગ ચેનલોના બાંધકામ કરવામાં આવ્યા છે. ક્ષાર પ્રદેશ નિવારણ કાર્યક્રમ હેઠળ સૌરાષ્ટ્રના જામનગર, ભાવનગર, અમરેલી, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટજિલ્લાના માળીયા તાલુકામાં ભરતી નિયંત્રક બંધારા, વિસ્તરણ નહેરોના કામો કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં દરિયાથી અંદાજીત ૧૮ કિ.મી. દૂર કુકરવાડા ગામે તથા મણાદ પાસે ઢાઢર નદી પરના બ્રીજ પાસે દરિયાના ખારા પાણીને રોકવામાં આવે છે. બીજી તરફ વરસાદી મીઠા પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. સુરત જિલ્લામાં ઉદવાડા ખાતે અને નવસારી જિલ્લામાં ક્ષાર પ્રવેશ નિયંત્રણની કામગીરી કરવામાં આવી છે. રાજય સરકાર અને કેન્દ્રીય સહાય અંતર્ગત ફલડ મેનેજમેન્ટ પોગ્રામ હેઠળની યોજના અને બારમા નાણાં પંચમાં સ્ટેટ સ્પેશ્યલ નીડસ હેઠળ ભરતી નિયંત્રકો, બંધારાઓ, પુનઃપ્રભરણ જળાશયો, વિસ્તરણ નહેરોના કામો થવાથી ક્ષાર પ્રવેશતો અટકશે. મીઠા પાણીનો સંગ્રહ થશે તથા જમીનને સિંચાઇ માટેના સીધા તથા આડકતરા ફાયદા થશે. રાજયમાં નાબાર્ડ દ્વારા પણ ક્ષાર નિયંત્રણ કાર્યક્રમો માટે આર્થિક સહાય મંજૂર કરવામાં આવે છે. વળી વનીકરણની યોજનાઓ અમલી બનાવીને દરિયાકાંઠાના અસરગ્રસ્ત વિસ્તારોમાં ક્ષાર પ્રવેશ અટકાવવા સઘન કામગીરી કરવામાં આવી રહી છે.

મંત્રીશ્રીઓ, રાજ્ય મંત્રીશ્રીઓ અને સંસદીય સચિવશ્રીઓને જિલ્લા પ્રભારી અને સહપ્રભારી તરીકે પૂનઃફાળવણી કરતા મુખ્યમંત્રીશ્રી

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ તથા સંસદીય સચિવશ્રીઓને જિલ્લા પ્રભારી અને સહપ્રભારી તરીકે નવેસરથી ફાળવણી કરી છે જે આ પ્રમાણે છેઃ-
તદ્દઅનુસાર, મંત્રીશ્રી વજૂભાઇ વાળા-સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લાઓના પ્રભારી મંત્રીશ્રી, નરોત્તમભાઇ પટેલ-વલસાડ અને તાપી જિલ્લાઓના જિલ્લા પ્રભારી, શ્રીમતી આનંદીબેન પટેલ-અમદાવાદ અને મહેસાણા જિલ્લા પ્રભારી, શ્રી નીતિનભાઇ પટેલ-બનાસકાંઠા અને વડોદરા જિલ્લા પ્રભારી, શ્રી દિલીપભાઇ સંઘાણી-રાજકોટ અને જૂનાગઢ જિલ્લા પ્રભારી, શ્રી ફકીરભાઇ વાઘેલા-દાહોદ અને પંચમહાલ જિલ્લા પ્રભારી, શ્રી જયનારાયણ વ્યાસ-સાબરકાંઠા અને આણંદ જિલ્લા પ્રભારી, શ્રી રમણભાઇ વોરા-ખેડા અને પાટણ જિલ્લા પ્રભારી, શ્રી મંગુભાઇ પટેલ-સુરત અને નવસારી જિલ્લા પ્રભારી તરીકેની જવાબદારી સંભાળશે.
તદ્ઉપરાંત રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલ-ભાવનગર અને જામનગર જિલ્લા પ્રભારી, રાજ્યમંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર-નર્મદા જિલ્લા પ્રભારી, રાજ્યમંત્રીશ્રી કિરીટસિંહજી રાણા-ભાવનગર, જિલ્લા સહપ્રભારી, રાજ્યમંત્રીશ્રી પરષોત્તમભાઇ સોલંકી-સુરેન્દ્રનગર જિલ્લા સહપ્રભારી, રાજ્યમંત્રીશ્રી પરબતભાઇ પટેલ-કચ્છ જિલ્લા પ્રભારી, રાજ્યમંત્રીશ્રી જયસિંહજી ચૌહાણ-ગાંધીનગર જિલ્લા પ્રભારી અને પાટણ જિલ્લા સહપ્રભારી, શ્રી વાસણભાઇ આહિર-જૂનાગઢ જિલ્લા સહપ્રભારી, રાજ્યમંત્રીશ્રી કનુભાઇ ભાલાલા-રાજકોટ, જિલ્લા સહપ્રભારી, રાજ્યમંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદી-અમરેલી જિલ્લા પ્રભારી, શ્રી પ્રદિપસિંહજી જાડેજા-વડોદરા જિલ્લા અને આણંદ જિલ્લા સહપ્રભારી, રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઇ પટેલ-ભરૂચ જિલ્લા પ્રભારી અને સુરત જિલ્લા સહપ્રભારી, રાજ્યમંત્રીશ્રી લીલાઘરભાઇ વાઘેલા-ખેડા જિલ્લા સહપ્રભારી, રાજ્યમંત્રીશ્રી મોહનભાઇ કુંડારિયા-પોરબંદર જિલ્લા અને જામનગર જિલ્લા સહપ્રભારી, રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર- દાહોદ જિલ્લા સહપ્રભારી, રાજ્યમંત્રીશ્રી જીતુભાઇ સુખડીયા-પંચમહાલ જિલ્લા સહપ્રભારી, રાજ્યમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ-વલસાડ જિલ્લા સહપ્રભારી, રાજ્યમંત્રીશ્રી રણજિત ગીલિટવાલા-ડાંગ જિલ્લા પ્રભારી તથા સંસદીય સચિવશ્રીઓ સર્વશ્રી સુંદરસિંહ ચૌહાણ-બનાસકાંઠા જિલ્લા સહપ્રભારી, શ્રી યોગેશભાઇ પટેલ-નર્મદા જિલ્લા સહપ્રભારી, શ્રી હર્ષદભાઇ વસાવા તાપી જિલ્લા સહપ્રભારી તથા શ્રી લવજીભાઇ રાજાણી અમરેલી જિલ્લા સહપ્રભારી તરીકેની જવાબદારી સંભાળશે.

રાજ્યમાં વરસાદ ખેંચાતા ખરીફ પાકોના વાવેતર માટે ચિન્તાતુર ખેડૂતોની મદદે રાજ્ય સરકારઃ નર્મદાનું સિંચાઇનું પાણી તાત્કાલિક આપવાનો સ્તુત્ય નિર્ણય સરદાર સરોવર ડેમમાંથી નર્મદાનું ૬૩૦૦ કયુસેકસ પાણી ખરીફ સિંચાઇ માટે આજથી આપવાનો સમયોચિત