રાજકોટ તાલુકાની સણોસરા બેઠકની પેટા ચૂંટણીની કાર્યવાહીની સમીક્ષા કરતા રાજય ચૂંટણી પંચના કમિશ્નેરશ્રી કે.સી.કપુર
રાજકોટ-આગામી તા. ૧૦મી જુલાઇના રોજ યોજાનાર રાજકોટ તાલુકા પંચાયતની સણોસરા બેઠકની પેટા ચૂંટણીની કાર્યવાહીની સમીક્ષા રાજય ચૂંટણી પંચના કમિશ્નરરશ્રી કે.સી.કપુરે કરી હતી.
કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં શ્રી કપુરે ચૂંટણી આચારસંહિતા, ઇલેકટ્રોનીક વોટીંગ મશીન, મતદારયાદી, મતદાન મથકોની સુરક્ષા વ્યકવસ્થા , મતગણત્રીની વિગતોનું જીવંત પ્રસારણ વગેરે અંગે ઉપસ્થિ ત અધિકારીઓ સાથે વિચારવિમર્શ કર્યો હતો. બેઠકમાં ઉપસ્થિસત વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો સાથે તેમણે મતદારયાદીની પ્રસિધ્ધિા તથા અન્ય્ ચૂંટણીલક્ષી બાબતો અંગે ચર્ચા કરી હતી. રાજકોટ તાલુકા પંચાયતની સણોસરા બેઠકની પેટા ચૂંટણીની ૧૦મી જુલાઇએ મતદાન થશે, જયારે મતગણતરી ૧૨મી જુલાઇએ થશે. કાર્યકારી કલેકટર અને જિલ્લાા વિકાસ અધિકારીશ્રી નલિન ઉપાધ્યા ય, તાલુકા મામલતદારશ્રી ચેતન ગણાત્રા, કુવાડવા પોલિસ સ્ટે શનના પોલિસ ઇન્પેઉપ કટરશ્રી રાઠોડ, કલેકટર કચેરીની ચૂંટણી શાખાના અધિકારીઓ તથા વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહયા હતા.
અત્રે ઉલ્લેાખનીય છે કે આ બેઠક માટે સણોસરા, જાળીયા, ખોરાણા, નાગલપ, રાજગઢ અને હડમતીયા(બેડી) ગામોના કૂલ પ૬૯૩ મતદારો છે જેમાં ર૯૬૨ પુરૂષ અને ર૮૩૧ સ્ત્રીત મતદારોનો સમાવેશ થાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો