LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
રવિવાર, 22 જુલાઈ, 2012
હિન્દી સિનેમાનાં પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાનું મુંબઈની એક હોટલમાં ચોથું (બેસણું)રાખવામાં આવ્યું હતું.
હિન્દી સિનેમાનાં પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાનું મુંબઈની એક હોટલમાં
ચોથું (બેસણું)રાખવામાં આવ્યું હતું.
રાજેશ ખન્નાનું તેમનાં આશિર્વાદ બંગલે 69 વર્ષની ઉંમરે નિધન થયું હતું.
તેઓ છેલ્લાં ઘણાં સમયથી કેન્સર અને લિવરની બીમારીથી પીડિત હતાં. તેઓને
લગભગ એપ્રિલ મહિનાથી વારંવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા હતાં. રાજેશ
ખન્નાનાં બેસણામાં બોલિવૂડનાં ઘણાં કલાકારોએ હાજરી આપી હતી.
રાજેશ ખન્નાનાં જમાઈ અક્ષય કુમાર અને તેનાં પુત્ર આરવે બેસણાની વિધી
સંપન્ન કરી હતી. બેસણામાં આમિર ખાન, શશી કપૂર, કિરણ રાવ, અનુપમ ખેર, કિરણ
ખેર, વિનોદ ખન્ના, અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, રિતીક રોશન-સુઝાન, સંજય ખાન,
સુરેશ ઓબેરોય, વિવેક ઓબેરોય, ધીરજ કુમાર, પ્રેમ ચોપરા, રમેશ સિપ્પી, યશ
ચોપરા, સુનિલ શેટ્ટી, દિપીકા પાદુકોણ, તબ્બુ, નેહા ધૂપિયા, સાજિદ ખાન,
પ્રકાશ ઝા, સંગીતકાર લલિત, અનૂપ જલોટા, પૂનમ ધિલ્લોન, રણબીર કપૂર, સોનૂ
સૂદ, મલાઈકા અરોરા ખાન-અરબાઝ ખાન, જેકી શ્રોફ, ગુલઝાર, રણધીર કપૂર,
અસરાણી તથા રાજકીય નેતા અમર સિંહ ચૌધરીએ હાજરી આપી હતી.














