LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
ગુરુવાર, 29 ડિસેમ્બર, 2011
જેતપુરના અમરનગર રોંદ પર આવેલી
જેતપુરના અમરનગર રોંદ પર આવેલી સ્વામીનારાયણ ગુરુકુળ સ્કુલ નો વિદ્યાર્થી અયુબ સંધી ગઈકાલે શાળા એ થી ભેદી સંજોગોમો ગુમ થયાની શહેર પોલીસ માં ફરિયાદ લખાવાઈ છે. પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે અયુબ રાજા લઈને શાળામાંથી નીકળ્યો હશે કે શાળા સંચાલકોની બેદરકારી હશે ? તે વાતની પોલીસે ઊંડી તપાસ કરવી જોઈએ.
ગ્રાહક તકરાર નિવારણ પંચ, અમદાવાદ ખાતે શિયાળુ વેકેશન ગાંધીનગરઃ ગ્રાહક તકરાર નિવારણ પંચ, ગુજરાત રાજ્ય, અમદાવાદ ખાતે આગામી તા. ૩૦-૧ર-ર૦૧૧થી તા. ૮-૧-ર૦૧ર (બન્ને દિવસો સહિત) શિયાળુ વેકેશન રહેશે. રાજ્ય સરકારે જાહેર કરેલી જાહેર રજાઓ સિવાયના દિવસો દરમિયાન કચેરી ચાલુ રહેશે. સમયમર્યાદામાં રજૂ કરવામાં આવેલાં વકાલતપત્ર અને ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ૧૯૮૬ અનુસાર રજૂ કરેલાં જવાબો સ્વીકારવામાં આવશે. કોઇ પક્ષકાર શિયાળુ વેકેશન દરમિયાન પોતાનો કેસ ચલાવવા માંગતો હોય તો તેણે અગાઉથી કચેરીને જાણ કરવાની રહેશે તેમ રજીસ્ટ્રાર,સી.ડી.આર.સી.,ગુજરાત રાજ્ય, અમદાવાદની યાદીમાં જણાવાયું છે.
x
ગાંધીનગરઃ
ગ્રાહક
તકરાર નિવારણ પંચ, ગુજરાત રાજ્ય, અમદાવાદ ખાતે આગામી તા. ૩૦-૧ર-ર૦૧૧થી તા.
૮-૧-ર૦૧ર (બન્ને દિવસો સહિત) શિયાળુ વેકેશન રહેશે. રાજ્ય સરકારે
જાહેર કરેલી જાહેર રજાઓ સિવાયના દિવસો દરમિયાન કચેરી ચાલુ રહેશે. સમયમર્યાદામાં રજૂ
કરવામાં આવેલાં વકાલતપત્ર અને ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ૧૯૮૬ અનુસાર
રજૂ કરેલાં જવાબો સ્વીકારવામાં આવશે. કોઇ પક્ષકાર શિયાળુ વેકેશન દરમિયાન પોતાનો કેસ
ચલાવવા માંગતો હોય તો તેણે અગાઉથી કચેરીને જાણ કરવાની રહેશે તેમ રજીસ્ટ્રાર,સી.ડી.આર.સી.,ગુજરાત રાજ્ય, અમદાવાદની
યાદીમાં જણાવાયું છે.
મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક ગુજરાત સ્ટેટ લિટીગેશન પોલીસી મંજૂરઃ રાજ્ય સરકાર સંબંધિત પડતર દાવાઓના ઝડપી નિરાકરણ માટે નીતિવિષયક સીમાચિન્હરૂપ પગલું દાવા સંબંધી નીતિના સુચારૂ અમલ માટે ત્રિસ્તરીય ઉચ્ચ સત્તાધિકાર સમિતિઓની રચના કરી અદાલતોમાં પડતર કેસોનું ભારણ ધટશે
મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની
બેઠક
ગુજરાત સ્ટેટ લિટીગેશન પોલીસી મંજૂરઃ રાજ્ય સરકાર સંબંધિત
પડતર દાવાઓના ઝડપી નિરાકરણ માટે નીતિવિષયક સીમાચિન્હરૂપ પગલું
દાવા સંબંધી નીતિના સુચારૂ અમલ માટે ત્રિસ્તરીય ઉચ્ચ
સત્તાધિકાર સમિતિઓની રચના કરી
અદાલતોમાં પડતર કેસોનું ભારણ ધટશે
જાહેરહિતના દાવાઓ, જમીન સંપાદન વિવાદો, સરકાર પક્ષકાર હોય તેવા દાવાઓના
ઝડપી, સરળ ન્યાયની પ્રક્રિયા માટે નીતિમાં માર્ગદર્શિકા
પ્રવકતા મંત્રીશ્રીઓ સર્વશ્રી જયનારાયણ વ્યાસ અને
સૌરભભાઇ પટેલે રાજ્ય મંત્રીમંડળના નિર્ણયની આપી ભૂમિકા
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષસ્થાને આજે મળેલી રાજય
મંત્રીમંડળની બેઠકમાં ગુજરાત સ્ટેટ લિટીગેશન પોલીસી (ગુજરાત
રાજ્ય દાવા સંબંધી નીતિ) ને મંજૂર કરવામાં આવી હતી અને તેના સુચારૂ અમલીકરણ
માટે ત્રિસ્તરીય માળખાની ઉચ્ચ સત્તાધિકાર સમિતિઓની રચના કરવામાં આવી હતી.
રાજ્ય સરકારના પ્રવકતા આરોગ્ય મંત્રીશ્રી જયનારાયણ વ્યાસ અને નાણાં
રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે ગુજરાત સ્ટેટ લિટિગેશન પોલીસીના અમલ માટેની
રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા વ્યકત કરતાં જણાવ્યું કે રાજ્ય સરકાર સંબંધી પડતર કેસોના
ઝડપી નિરાકરણ લાવવા તથા સામાન્ય નાગરિકને સરળતાથી ઝડપી ન્યાય મળી રહે અને ન્યાયતંત્ર
ઉપર કેસોનું ભારણ ધટાડી શકાય એવા બહુલક્ષી ઉદેશો સાથે ગુજરાત સ્ટેટ લિટીગેશન પોલીસી
તૈયાર કરવામાં આવી છે.
પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ
મોદીએ છેલ્લા એક દશકમાં રાજ્યના ન્યાયતંત્રના પ્રેરક સહયોગથી ન્યાયની પ્રક્રિયા ઝડપી
અને સરળ બનાવવા ગુણાત્મક સુધારા કર્યા છે. ગુજરાત સ્ટેટ લિટીગેશન પોલીસીનો
સુચારૂ અમલ કરવા માટે ત્રિસ્તરીય ઉચ્ચ સત્તાધિકાર સમિતિઓ પણ રચવામાં આવી છે જેમાં રાજ્યકક્ષાની
ગુજરાત સ્ટેટ લિટીગેશન પોલીસી એમ્પાવર્ડ કમિટી મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષસ્થાને
કાર્યરત થશે. બીજી ઉચ્ચસ્તરીય સમિતિ GSL ડીપાર્ટમેન્ટલ
એમ્પાવર્ડ કમિટી, રાજ્ય સરકારના દરેક વિભાગોના
વરિષ્ઠ સચિવના અધ્યક્ષસ્થાને અને ત્રીજી જિલ્લા કક્ષાની સમિતિ કલેકટરના અધ્યક્ષસ્થાને
GSL ડિસ્ટ્રીકટ લેવલ એમ્પાવર્ડ કમિટી તરીકે કાર્ય
કરશે.
ગુજરાત સ્ટેટ લિટીગેશન પોલિસીના બહુહેતુક ઉદેશો અનુસાર, સરકાર
સંબંધી ન્યાયાધિન પડતર કેસોનું ઝડપી નિરાકરણ લાવવું, બિનજરૂરી
દાવાઓ ટાળવા માટે વિધેયાત્મક અભિગમ રાખીને દરેક સરકારી વિભાગ સમય અને ખર્ચમાં બચાવ
કરે તેવા પ્રયાસો કરવા, ન્યાયાધિન કેસોનું અને નવા કેસોનું ભારણ
ન્યાયતંત્ર ઉપરથી ધટાડવાની નેમ રાખવી તેમજ વૈકલ્પિક દાવા-તકરાર નિવારણ પધ્ધતિઓ,
વિવાદી કેસોની સમાધાનકારી ન્યાયિક પ્રક્રિયા, લોકઅદાલતો,
લીગલ એઇડ કિલીનીક વગેરે ઝડપી ન્યાયિક અને સરળ પધ્ધતિને પ્રોત્સાહન આપવામાં
આવશે, તેમ પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું હતું.
શ્રી જયનારાયણ વ્યાસ અને શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું કે ગુજરાત
સ્ટેટ લિટીગેશન પોલીસી દ્વારા જમીન સંપાદન સંબંધી વિવાદો, જાહેર
હિતની વિવાદ અરજીઓ, સરકાર સામે તથા સરકારે દાખલ કરેલા કાયદાકીય
દાવાઓ સંદર્ભમાં સરકારીતંત્રએ અનુસરવાની વ્યૂહરચના અંગે વિસ્તૃત માર્ગદર્શિકા
આપવામાં આવી છે. રાજ્ય સરકારની આ ગુજરાત રાજ્ય દાવા સંબંધી નીતિ પ્રવર્તમાન
કાયદાઓ સંદર્ભમાં, દિવાની અને ફોજદારી કાર્યરીતિ સંહિતા, ક્રિમીનલ મેન્યુઅલ સિવિલ મેન્યુઅલની બધી જ જોગવાઇઓ સામે સુસંગત રહીને તૈયાર
કરવામાં આવી છે.
પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે ગુજરાત સ્ટેટ લિટીગેશન પોલીસી
ધડીને તેના સુઆયોજિત અમલીકરણની રાજ્ય સરકારની આ પ્રતિબધ્ધતા ઝડપી અને સરળ ન્યાયપ્રણાલી
માટેની પ્રક્રિયામાં નવું સીમાચિન્હ બની રહેશે. સ્વર્ણિમ જ્યંતીની ઉજવણીના વર્ષમાં
ગુજરાતમાં ન્યાયતંત્રના પ્રેરક સહયોગમાં રહીને રાજ્ય સરકારે ૭૦૦ જેટલી વિવિધ સંવર્ગની
કોર્ટ-અદાલતો નવી સ્થાપવાની કાર્યવાહી હાથ ધરી હતી અને રાજ્યના ન્યાયતંત્રની પ્રેરણાદાયી
દેખરેખ અને માર્ગદર્શન નીચે અદાલતોના ભવનો, ભૌતિક માળખાકીય સુવિધાઓ,
ન્યાયની અદાલતોમાં પારદર્શી નિમણુંકોની પ્રક્રિયાની બાબતે ખૂબ જ ઉત્તમ
કાર્યસિધ્ધિઓ થઇ છે.
આ રાજ્ય સરકાર કલ્યાણ રાજ્યના ઉદેશ અનુરૂપ માને છે કે ""સમયસર ન્યાય મળે નહીં તો ન્યાયનો વિલંબ એ અન્યાય સમાન છે'' આથી ન્યાયાધિન કેસોનું અદાલતોમાં ભારણ ધટાડવાની દિશામાં પણ ગૂણાત્મક બદલાવ આવ્યો છે. ન્યાયની પ્રક્રિયામાં કાર્યરત અદાલતોની માનવ સંશાધન શકિતને પ્રશિક્ષિત કરવાના સુઆયોજિત પ્રયાસો કર્યા છે અને તાજેતરમાં જ મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની વડી અદાલત સાથેના માર્ગદર્શનમાં અદાલતોના વકીલો માટે, આધુનિક ટેકનોલોજીના યુગમાં ન્યાયિક અભ્યાસ-અધ્યયનથી ક્ષમતા વર્ધન માટે, ઇ-લાયબ્રેરી તૈયાર કરવાની પણ પહેલ કરી છે. એક દશક પહેલાં ગુજરાત સરકારનું કાયદા અને ન્યાયતંત્રનું બજેટ રૂા. ૧૦૮.રપ કરોડ હતું તે દશ જ વર્ષમાં વધીને રૂા. ૯૧૪.૧૯ કરોડ થયું છે. ન્યાય-પધ્ધતિમાં સર્વગ્રાહી સુધારા માટે અગ્રેસર રહેલું ગુજરાત, છેવાડાના માનવીને પણ સરળ ન્યાયની અનુભૂતિ કરાવવા અને ગામને કોર્ટ કચેરીના દાવા-વિવાદોથી મૂકત રાખવાની પ્રોત્સાહક યોજના માટે પણ પ્રેરક બન્યું છે, એમ પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું હતું.
ન્યાયતંત્રમાં માળખાગત સવલતો પૂરી પાડવા રાજ્ય સરકાર પ્રતિબધ્ધઃ કાયદામંત્રી શ્રી
દિલીપ સંધાણી
રાજ્યના ૧૧ જિલ્લાઓમાં કોર્ટ બિલ્ડીંગ નિર્માણ-સુધારણા-રહેણાંકના મકાનો અને વિવિધ
માળખાકીય સુવિધા પેટે રૂ. ૪પ.૯પ કરોડની ફાળવણી
ગાંધીનગરઃ
બુધવારઃ રાજ્યના
પ્રજાજનોને ઝડપી ન્યાય મળે તે માટે ન્યાયતંત્રમાં માળખાકીય સવલતો વધારવાની નેમ રાજ્ય
સરકારની છે. સમગ્ર દેશમાં ગુજરાતે ન્યાયમંદિરોના નિર્માણ અને સુધારણા માટે નોંધપાત્ર
કાર્ય કર્યું છે તેમ કાયદા મંત્રી શ્રી દિલીપ સંધાણીએ જણાવ્યું છે.
મંત્રીશ્રી
સંધાણીએ ઉમેર્યું છે કે,
રાજ્યમાં ન્યાય તંત્રને જરૂરી તમામ આંતરમાળખાકીય સવલતો આપવાના હેતુસર
રાજ્યના ૧૧ જેટલા જિલ્લાઓમાં વિવિધ સુવિધાઓ માટે કુલ રૂ. ૪પ.૯પ કરોડથી પણ વધુ રકમની
મંજૂરી આપવામાં આવી છે. આ અંગેની વિગતવાર માહિતી આપતાં મંત્રીશ્રીએ કહ્યું કે,
આણંદ જિલ્લાના હયાત ડીસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગના એ બ્લોકના ઉપર 1
માળ અને બી બ્લોક ઉપર બે માળના બાંધકામ માટે રૂ. ૧૪.૩ર કરોડ,
તે જ રીતે સુરત જિલ્લાની સોનગઢ ખાતે કોર્ટ બિલ્ડીંગનું બાંધકામ તેમજ
ન્યાયિક અધિકારીઓ તથા સ્ટાફના ૧૯ જેટલાં રહેણાંકના મકાનોના નિર્માણ માટે રૂ. ૪.૬૮ કરોડના
કામો મંજૂર કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત
મહેસણા, પાલનપુર
અને નવસારી ખાતે લેબરકોર્ટના નિર્માણ માટે રૂ. ૮.૪૪ કરોડ તથા નડિયાદ અને ભાવનગર ખાતે
ઔઘોગિક કોર્ટના નિર્માણ માટે રૂ. ૯.૬ર કરોડની મંજૂરી આપવામાં આવી છે.
મંત્રીશ્રીએ
ઉમેર્યુ છે કે, સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે સિવીલ જજ અને જેએમએફસી કોર્ટના મકાનના બાંધકામ
માટે રૂ. ૪.૧૪ કરોડની ફાળવણી તેમજ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે ન્યાયિક અધિકારીઓ તથા
કર્મચારીગણના રહેણાંક માટેના બી કક્ષાના ૧ર તથા સી કક્ષાના ૬ યુનિટ બાંધવા માટે રૂ.
ર.૯૯ કરોડની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે હયાત કોર્ટના
બિલ્ડીંગમાં વધારાના માળનું બાંધકામ કરવા માટે રૂ. ૧.૩ કરોડ, તે જ રીતે દાહોદ જિલ્લાના દેવગઢબારીયા અને ઝાલોદ ખાતે ફરજ બજાવતાં ન્યાયિક
અધિકારીઓ માટે હયાત રહેણાંકના મકાન .પર બાંધકામ માટે રૂ. ૩૪ લાખની
મંજૂરી આપવામાં આવી હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું. આ માળખાકીય સુવિધાથી ન્યાય
પ્રક્રિયા સાથે સંકળાયેલા ન્યાયિક અધિકારીઓ-કર્મચારીઓ બાદ કાઉન્સીલ અને અરજદારોને લાભ મળશે.
રાજય સરકારના ઘનિષ્ઠ ૫ગલાંને કારણે રાજયમાં બાળ મૃત્યુદરમાં બમણો ઘટાડો થયો છે
-આરોગ્ય મંત્રીશ્રી જય નારાયણ વ્યાસ
ભારત સરકારના રજીસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયાના સેમ્પલ રજીસ્ટે્રશનનું તારણઃ રાજયમાં
બાળ મૃત્યુદર પ્રતિ હજાર જીવીત જન્મે ૪૮ માંથી ૪૪ થયો
ચિરંજીવી યોજના, બાળસખા યોજના, નિરોગી બાળવર્ષ તેમજ કુષણ સામેના રાજય સરકારના જંગને ૫રિણામે રાજયમાં બાળમૃત્યુદર
ઘટાડી શકાયો
ઈન્ફોર્મેશન ટેકનોલોજીની મદદથી ધાત્રી માતા અને બાળકોને આરોગ્ય સુરક્ષા આ૫વાના
ઈ-મમતા મોડલનો ભારત સરકારે તમામ રાજયોમાં અમલ કર્યો છે
રાજયના આરોગ્ય મંત્રીશ્રી જય
નારાયણ વ્યાસે આજે જણાવ્યુ હતું કે, રાજયના આરોગ્ય વિભાગના વિવિધ કક્ષાએ ઘનિષ્ઠ ૫ગલાંને
કારણે રાજયમાં બાળ મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું
કે, અગાઉની સરખામણીમાં બાળમૃત્યુદરમાં સરેરાશ બે અંકનો ઘટાડો
થતો હતો તેના બદલે આ વર્ષે બાળ મૃત્યુદરમાં ૪ અંકનો એટલે કે બમણો ઘટાડો નોંધાયો છે.
આરોગ્ય મંત્રીશ્રીએ આ અંગે વઘુ
વિગતો આ૫તાં જણાવ્યું હતું કે, ભારત સરકારના રજીસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા ઘ્વારા બહાર ૫ડતાં
સેમ્પલ રજીસ્ટ્રેશન સર્વે રી૫ોર્ટ ર૦૧૦ પ્રમાણે ગુજરાતનો બાળ મૃત્યુદર પ્રતિ હજાર જીવીત
જન્મે ૪૪ નોંધાયેલ છે. જે ગત વર્ષે ૪૮ હતો. ર૦૦૫ ૫છી બાળ મૃત્યુદરના ઘટાડામાં નોંધાયેલ
આ સૌથી તીવ્ર ઘટાડો છે. આ સિઘ્ધિ સમગ્ર રાજયના વહીવટી તંત્ર તથા પ્રજાજનોના સહકારથી
શકય બની છે. ખાસ કરીને માન.મુખ્યમંત્રીશ્રી ઘ્વારા પ્રેરિત કરવામાં આવેલ ચિરંજીવી યોજના,
બાળસખા યોજના તથા નિરોગી બાળ વર્ષ , મમતા કીટ વિગેરે
તેમજ અન્ય વિશીષ્ટ કાર્યક્રમો જેવા કે, ૧૦૮ એમ્બ્યુલન્સ ઘ્વારા
ત્વરીત સારવાર માટે લઈ જવાની વ્યવસ્થા, સલામત માતૃત્વ માટે લીધેલ
વિશિષ્ટ ૫ગલાં જેવા કે, મમતા દિવસ, સંસ્થાકીય
પ્રસુતિમાં વૃઘ્ધિ કરવા પ્રસુતિ કેન્દ્રોને સુદ્રઢ કરવા માટેના ઘનિષ્ઠ ૫ગલાં,
અનુપ્રસુતિ ગૃહ મુલાકાત, બાળ રસીકરણ, કુ૫ોષણ નાથવા માટે લીધેલ વિવિધ ૫ગલાં જેવા પ્રયાસો થકી શકય બનેલ છે.
આરોગ્ય મંત્રીશ્રીએ આ અંગે વઘુમાં
જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ૩૧ નવજાત શિશુ ઘનિષ્ઠ સારવાર એકમ,
૧૪૭ નવજાત શિશુ સ્ટેબીલાઈઝેશન યુનિટ તથા ર૯૬ નવજાત શિશુ સુરક્ષા કેન્દ્રોને
કાર્યાન્વિત કરવામાં આવેલ છે. ઉ૫રાંતમાં આંગણવાડી કાર્યકર્તાઓ સાથે રહીને આરોગ્ય વિભાગના
કાર્યકરો ઘ્વારા અનુપ્રસુતિ આરોગ્ય અને પોષણ સેવાઓ, પાંડુરોગ
અંગેની સેવાઓ, આયોડિન યુકત મીઠાનું વિતરણ, બાળવૃઘ્ધિનું મોનીટરીંગ, આરોગ્ય સેવાઓનું સુદ્રઢ્રીકરણ
તથા પાયાના આરોગ્ય કાર્યકરો અને આંગણવાડી કાર્યકરોની સઘન તાલીમ થકી આ શકય બનેલ છે.
ઈન્ફોમેશન ટેકનોલોજી ના ઉ૫યોગથી
ઈ-મમતા થકી તમામ સગર્ભા તથા ધાત્રી માતા અને બાળકોનું મોનીટરીંગ તથા સેવાઓ સુનિશ્ચિત
કરી સંપૂર્ણ આરોગ્ય સુરક્ષા કવચ પુરૂ પાડેલ છે. ગુજરાતે વિકસાવેલ આ મોડલને રાષ્ટ્રીય
કક્ષાએ બિરદાવવામાં આવેલ છે અને ગુજરાત સરકારના આ મોડલને
નમુનારૂ૫ ગણી ભારત સરકારે તમામ રાજયોમાં લાગુ કરેલ છે.
મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, આરોગ્ય વિભાગ ઉ૫રાંત
મહિલા અને બાળ વિકાસ વિભાગના આંગણવાડીઓ ઘ્વારા સગર્ભા તથા ધાત્રી માતા તથા પાંચ વર્ષની
નીચેના બાળકોની આરોગ્ય તથા પોષણની સંપૂર્ણ જરૂરીયાતોને ઘ્યાને રાખીને માતૃ બાળ કલ્યાણ
સેવાઓ સુદ્રઢ અને સુનિશ્ચિત કરવામાં આવી છે. બાળ કુપોષણ ઘટાડવા માટે રાજયમાં પ્રથમ
વાર અતિ કુપોષિત બાળકો માટે ૭૦ જેટલા બાળ વિકાસ અને ૫ોષણ કેન્દ્રો કાર્યન્વિત કરાયા
છે. જયાં ૧૦ દિવસ સુધી પોષણને લગતી સઘન સેવાઓ તથા સં૫રામર્શ કરવામાં આવે છે. તદુ૫રાંત
શિક્ષણ વિભાગ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગને સાથે રાખીને ૫હેલી વખત કિશોરીઓ માટે
મમતા તરૂણી અભિયાન ઘ્વારા આરોગ્ય અને પોષણ અંગે જાણકારી તથા વ્યવસ્થા શરૂ કરવામાં આવી
છે. જેની નોંધ ભારત સરકારે ૫ણ લીધી છે.
બાળ આરોગ્યની જાળવણી અંગે રાજય
સરકાર ઘ્વારા લેવાયેલા ૫ગલાં અંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગને સાથે
રાખી આરોગ્ય વિભાગે જન્મથી
૧૮ વર્ષ સુધીના તમામ શાળા જતાં તથા શાળાએ ન જતાં દોઢ કરોડથી વધારે બાળકોને શાળા આરોગ્ય
કાર્યક્રમ હેઠળ આવરી લેવાયા છે. તેમની સંપૂર્ણ નિઃશુલ્ક નિદાન અને સારવાર કરવામાં આવે
છે. કેટલાક ગંભીર રોગો જેવા કે, હૃદય, કિડની
તથા કેન્સરની બિમારીના નિદાન તથા સંપૂર્ણ મોંઘી પ્રકારની સં૫ૂર્ણ સારવાર રાજય સરકાર
ઘ્વારા વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે.
ગુણવત્તા સુધારણા કાર્યક્રમ મારફત
રાજયના પ્રા.આ.કેન્દ્રોથી માંડીને તબીબી શિ૧ાણ સુધી દર્દીઓની સુરક્ષીત અને ગુણવત્તા
સભર સારવાર માટે નેશનલ એક્રેડીટેશન બોર્ડના ધારાધોરણોનો અમલ કરી એક્રેડીટેશન મેળવેલ
છે અને તે માટે સેવાઓની ગુણવત્તા વધારવા માળખાકીય સુવિધાઓના સુધાર
ઉ૫રાંત માનવબળની ૧ામતા ૫ણ વધારવામાં આવેલ છે. તે માટે સઘન તાલીમોનું
૫ણ કરવામાં આવેલ છે.
આ સંસ્થાઓમાં પુરતું માનવબળ મળી રહે તે માટે છેલ્લા કેટલાક વર્ષોમાં મેડીકલ કોલેજોની
સંખ્યામાં વધારો કરેલ છે અને આવનારા વર્ષોમાં આ વધારો ચાલુ રાખી તાલીમબઘ્ધ માનવબળમાં
ઘટ પૂર્ણ કરવા આયોજન કરેલ છે. પ્રસુતિ દરમ્યાન અને પ્રસુતિ બાદની સંપૂર્ણ સુરક્ષિત સેવાઓ સુનિશ્ચિત કરવા
માટે માતા અને બાળકને પ્રસુતિ બાદ નિરીક્ષણ હેઠળ આરોગ્ય સંસ્થા ખાતે ૪૮ કલાક રાખી
તેમને ખોરાક સહિતની સુવિધાઓ આ૫વામાં આવે છે.
મંજુલાબેન કહે આજના મોંધવારીના જમાનામાં પતિ-પત્ની બન્નેએ કમાવું જરૂરી છે
મંજુલાબેન કહે આજના
મોંધવારીના જમાનામાં પતિ-પત્ની બન્નેએ કમાવું જરૂરી છે
વડોદરા,
આજે કુદકે ને ભૂસકે વધતી જતી
મોંધવારીના જમાનામાં પતિ-પત્ની બન્નેએ કમાવું જરૂરી અને આવશ્યક છે. તો જ જીવન
નિર્વાહના બે છેડા મેળવી શકાય. એમ વડોદરા રાવપુરા મતવિસ્તારના યોજાયેલ શહેરી ગરીબ
કલ્યાણ મેળામાં સુવર્ણજયંતિ શહેરી રોજગાર યોજનાના લાભાર્થી પરમાર મંજુલાબેન મણીલાલ
કહે છે જેઓ ગૃહિણી સાથે ધર બેઠા સાડી-કાપડ વેચાણ અને સિલાઈનો ધંધો કરી પોતાના
પતિને રોજગારીમાં મદદરૂપ થાય છે.
મંજુલાબેન કહે છે મોંધવારીએ તો માંઝા મૂકી છે. પતિ જી.આઈ.ડી.સી.માં નોકરી
કરે છે. પણ તેમના પગારમાંથી તો માત્ર ધર ખર્ચી ચાલે કંઈ નવિન કામ કરવાનું હોય તો ન
થાય. પ્રસંગોપાત થતા ખર્ચને પહોંચી વળવા ઉછીના પૈસા લેવા પડે. પોતાની જરૂરીયાત
માટે વારંવાર પતિ પાસે હાથ લંબાવવો પડે એ પણ મુશ્કેલી એટલે મણીબેન ધર બેઠા કાપડ-
સાડીનું વેચાણ તથા સિલાઈ કામ કરી પત્નિ આવકમાં મદદરૂપ થાય છે.
બાળકોના ભવિષ્ય માટે પણ બચત કરી શકે છે. આજે પુરુષ સમોવડી મહિલા થતી જાય
છે. ત્યારે ગૃહ કાર્યમાંથી પરવાર્યા પછી બેસી રહેવાનું આજની મહિલાને આ જમાનામાં ન
ચાલે, અને પોષાય પણ નહીં
તેમ દ્દઢતાપૂર્વક મંજુલાબેન કહે છે.
મંજુલાબેન કહે છે રાજય સરકાર દ્વારા યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં શહેરી
વિકાસ વિભાગની સુવર્ણ જયંતી શહેરી રોજગાર યોજના હેઠળ વડોદરા મહાનગર સેવા સદનના
યુ.સી.ડી. દ્વારા રૂા. ૫૦,૦૦૦/-
ની લોન સહાય મળી છે. જેના થકી પોતે પોતાનો ધંધો વધારી શકશે. પહેલાં ૫ થી ૬ હજારની
માસિક આવક થતી હતી. હવે ૮ થી ૧૦ હજાર રૂપિયની માસિક આવક થશે.
ખરેખર ગરીબ કલ્યાણ મેળો મારા જેવી મહેનતુ અને ગરીબ મહિલા માટે આર્શીવાદ
રૂપ બની રહેશે પોતે પોતાના ત્રણ બાળકોને વધુ સારુ શિક્ષણ અપાવી શકશે. મંજુલાબેન
રાજયના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યકત કરતા કહે છે તેઓશ્રીએ
ગરીબો પ્રત્યે લાગણી દર્શાવી આ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કર્યું છે જે ગરીબો માટે
આવકારદાયક છે.
જિલ્લામાં આરોગ્ય વિષયક
તકલીફો ધરાવતા ૩૩૯૬૧ બાળકોને સારવાર
વડોદરા,
જિલ્લામાં શાળા આરોગ્ય
તપાસણી કાર્યક્રમ અંતર્ગત પાંચ અઠવાડિયા અંતિત થયેલ કામગીરી જોતાં જિલ્લા
પ્રા.શાળામાં આંગણવાડી તથા સ્કૂલે ન જતા કુલ બાળકો ૫,૮૮,૧૬૮ પૈકી ૩,૧૧,૧૬૮ બાળકો કર્મચારી દ્વારા તપાસણી કરવામાં આવી
છે. જેમાં ૩૩૯૬૧ ખામીવાળા બાળકો શોધી કાઢવામાં આવ્યા છે. જેમાં ૨૭૨૭૦ ખામીવાળા
બાળકોની તપાસ મેડિકલ ઓફિસરે કરી હતી. જેમાં ૨૫૩૩૬ને સ્થળ ઉપર સારવાર મેડિકલ
ઓફીસરશ્રી દ્વારા આપવામાં આવી હતી. જેના સંદર્ભ સેવા પાત્ર ૧૯૩૪ બાળકોને શોધી
કાઢવામાં આવ્યા છે. જે પૈકી ૭૬૭ બાળકોને સંદર્ભ સેવાથી આવરી લઈ સેવા આપવામાં આવી
છે. જે સંદર્ભ સેવા પૈકી ૯૨ બાળરોગના ૫૭૮ આંખના, ૧૫ દાંતના,
૪૧ ચામીના, ૩૧ કાનનાક ગળાના તેમજ અન્ય રોગોના
૧૦ બાળકોને સારવાર આપવામાં આવી છે. જેમાં અતિગંભીર રોગ જેવાકે હ્દય, કીડની, કેન્સરના બાળકોને ઉચ્ચ સારવાર
અર્થેયુ.એન.મહેતા યુ.એન.એમ.જી.આઈ.કે.આર.ડી.જી.સી.આર.આઈ. (કેન્સર)
અમદાવાદ રિફર કરવામાં આવ્યા છે. ચાલુ વર્ષે યુ.એન.મહેતા અમદાવાદ ખાતે અર્બનમાંથી
હ્દયના દર્દીઓ ૯ બાળકો માંથી ૪ બાળકોને 1 કીડનીના અને રૂરલ
માંથી ૯ હ્દયના, 1 કેન્સરના બાળકોને સારવાર અર્થે મોકલવામાં
આવે છે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સોલંકી દ્વારા જણાવાયું છે.
એ સંસ્થાઓએ કર્મચારીઓને આજે મતદાન માટે રજા આપવી
વડોદરા,
વડોદરા જિલ્લાની ૫૨૯-ગ્રામ
પચંાયતની ચૂંટણીઓ માટે આવતીકાલ તા.૨૯/૧૨/૨૦૧૧ના રોજ સવારના ૮.૦૦ કલાકથી સાંજના
૫.૦૦ કલાક સુધી મતદાન રાખવામાં આવ્યું છે. તેને અનુલક્ષીને મતદાનના
દિવસે પણ કામગીરી ચાલુ રાખવી ગ્રામ વિસ્તારની ગ્રામીણ બેંકો, રાષ્ટ્રિયકૃત અને ખાનગી બેંકો,
રાજય અને કેન્દ્ર સરકારની આવશ્યક સેવાઓની કચેરીઓ, દુકાનો, વાણિજય સંસ્થાઓ, હોટલ્સ,
ઔઘોગિક એકમો, કારખાનાઓ, ફેકટરીઓ,
રેલવે, ટેલીફોન, તાર-ટપાલ,
સ્પીડપોસ્ટ, સરકારી દવાખાનાઓ, પોલીસ મથકો, ફાયરબિગ્રેડ સ્ટેશન્સ અને આવશ્યક સેવાની
સંસ્થાઓને, તેમના કર્મચારીઓને વારાફરથી મતદાન કરવા જવા માટે
ખાસ રજા આપવા અથવા અઠવાડિક રજાના દિવસે કામ ચાલુ રાખીને મતદાનના દિવસે બદલી રજા
આપવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર, વડોદરાએ હુકમ કર્યો
છે.
આઈ.ટી.આઈ.ની હાઈટેક તાલીમ
યોજનાઓમાં પ્રવેશ
વડોદરા,
આચાર્યશ્રી એ.વી.ટી.એસ.
આઈ.ટી.આઈ. તરસાલી કેમ્પસ વડોદરા-૯ની યાદીમાં જણાવ્યા મુજબ એડવાન્સડ વોકેશનલ
ટ્રેનિંગ સ્કીમ (આઈ.એલ.ઓ.યુ.એન.ડી.પી.
અને ભારત સરકરનાી યોજના) હેઠળના વિવિધ ટૂંકાગાળાના એડવાન્સ કોર્સીસ જેવા કે,
એડવાન્સ વેલ્ડીંગ, મીકેનીકલ મેન્ટેનન્સ,
મેટ્રોલોજી એન્ડ એન્જિનીયરીંગ ઇન્સ્પેકસન, ઈલેકટ્રિકલ
મેન્ટેનન્સ, હાઈટેક ટ્રેનિંગ સ્કીમ જીટીઝેડ (જર્મની) અને ભારત સરકારની યોજના હેઠળ વિવિધ ટૂંકાગાળાના હાઈટેક કોર્સીસ
જેવા કે પર્સનલ કોમ્પ્યુટર મેઈન્ટેનન્સ, ઈન્ડસ્ટ્રીયલ
ઓટોમેશન, ઓટોકેડ(રડી) (૩ડી) એમડીટી,
એનાલોગ ડીઝીટલ ઈલેકટ્રોનિકસ અને સી.એન.સી.પ્રોગ્રામીંગ તથા
એપ્લીકેશન તેમજ ડી.સી.એમ.સ્કાડા જેવા વ્યવસાયો ચાલુ છે. જેમાં પ્રવેશ માટે નાયબ
નિયામકશ્રી એવીટીએસ તથા હાઈટેક તાલીમ યોજનાનો, લાભ લેવા
રૂબરૂ અથવા ફોન નં. ૦૨૬૫-૨૬૩૦૬૩૪ અને ૨૬૪૬૬૭૮ પર સંપર્ક કરવા જણાવાયું છે.
એ સર્વિસ રોડ પર વાહનો
માટે પ્રવેશબંધી
વડોદરા,
હાલમાં ચાલતી બાંધકામની
કામગીરીને અનુલક્ષીને વાહન વ્યવહારની સરળતા અને અકસ્માત નિવારણ માટે શહેર પોલીસ કમિશનરે
એક જાહેરનામુ બહાર પાડયું છે. તેના દ્વારા સયાજીગંજ વિસ્તારના ભીમનાથ બ્રીજની નીચે
આવેલી ચુનાની ચક્કીથી ભીમનાથના નાકા તરફ જતા બ્રીજની ઉત્તર દિશા તરફના સર્વિસ રોડ
ઉપર અવર-જવર કરતા ફકત ટુ વ્હીલર વાહનો સિવાયના તમામ પ્રકારના વહનો માટે પ્રવેશબંધી
(નો-એન્ટ્રી) જાહેર કરી છે. તેના વિકલ્પે પરશુરામ ભઠૃા
તેમજ બ્રીજની નીચેથી અવર-જવર કરતાં વાહન ચાલકોએ ઉતતર તરફના સર્વિસ રોડને બદલે
ચુનાની ચક્કીથી કલ્યાણ હોટલથી સરદાર પ્રતિમા તરફ વાહનોની અવર-જવર કરવાની રહેશે.
જિલ્લા શિક્ષણધિકારી
ગોધરા કચેરીને આઇ.એસ.ઓ. ૯૦૦૧ – ૨૦૦૮ પ્રમાણપત્ર એનાયત થયુ
ગોધરાઃ જિલ્લા શિક્ષણાધિકારી ગોધરા કચેરીને કામગીરીનો ઝડપી નિકાલ,
કચેરી સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝેશન, ઓનલાઇન પત્ર વ્યવહાર, વાર્ષિક નિરીક્ષણ આગોતરૂ આયોજન તથા જિલ્લાની
તેમજ રાજયની કચેરીઓ સાથે જીવંત સંપર્ક અને સંકલનને કારણે આઇ.એસ.ઓ પ્રમાણપત્ર થી
પ્રમાણિત કરવામાં આવી છે.
તાજેતરમાં ગાંધીનગરમાં યોજાયેલ ડી.ઇ.ઓ. મિટીગમાં કચેરીના જિલ્લા
શિક્ષણાધિકારી જી.બી પટેલે શિક્ષણમંત્રીશ્રી રમણલાલ વોરા તથા અગ્રસચિવશ્રી હસમુખ
અઢિયાના હસ્તે આ પ્રમાણપત્ર સ્વીકાર્યું હતું
શિક્ષણાધિકારીશ્રી જી.બી. પટેલ જણાવ્યું હતું કે છેલ્લા બે
વર્ષથી તનતોડ મહેનત, કચેરીના તમામ
કર્મચારીઓના હકારાત્મક અભિગમ અને સંકલનના કારણે કચેરીને આ બહુમાન મળ્યું છે.
કચેરીનું ક્ષેત્રિય મુલાકાતીઓ માટેનું પૂર્વ આયોજન,કચેરીના તેમજ કચેરીની સંલગ્ન સરકારી હાઇસ્કુલોના કર્મચારીઓ
માટે નક્કી કરવામાં આવેલ ડ્રેસ કોડ,
ઓળખકાર્ડ વગેરેની રાજય કક્ષાએ સારી નોંધ લેવાઇ હતી અને જિલ્લાઓ માટે આ બાબત
પ્રેરણારૂપ બની હોવાનું તેમણે ઉમેર્યું હતું
૫ર મા રાજય કલા પ્રદર્શન
માટે કલાકૃતિઓ સ્વીકારાશે.
ગોધરાઃ ગુજરાત રાજય લલિતકલા અકાદમી દ્વારા ૫ર મું રાજય કલા પ્રદર્શન
યોજાનાર છે. આ પ્રદર્શનમાં જુદી જુદી કલાઓ જેવીકે પેઇન્ટીંગ, શિલ્પ, ગ્રાફિક, વ્યવહારિક
કલા,ફોટોગ્રાફી, તેમજ બાળ ચિત્રકલાનાં ક્ષેત્રના કલાકારોને પોત્સાહન મળે તથા
તેમનો ઉત્સાહ વધે તેમજ આમજનતાની કલા પ્રત્યે રૂચિ કેળવાય તેવા આશયથી ૫ર મા રાજય
કલા પ્રદર્શનમાં કલાકારો/ કલાના ચાહકો/ કલા સંસ્થાના વિધાર્થીઓ /શાળાઓમાં ધોરણ ૧
થી ૧૦ માં ભણતા બાળકો પાસેથી સ્પર્ધા માટે
કલાકૃતિઓ મંગાવવામાં આવે છે.
કલાકૃતિઓ તા. ૧૯/૧/૨૦૧૨ થી તા. ૨૩/૧/૨૦૧૨ દરમ્યાન નિયત અરજી પત્રકો સાથે ગુજરાત
રાજય લલિત કલા અકાદમી,રવિશંકર રાવળ કલા ભવન,
લો ગાર્ડન,ભાઇકાકા ભવન સામે,એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૬ ખાતે બપોરના ૧૨ થી
સાંજના ૫-૦૦ વાગ્યા સુધી જ રવિવાર સહિત સ્વીકારવામાં આવશે. એમ અકાદમીના
સચિવની યાદીમાં જણાવાયું છે.
વડોદરામાં યોજાયેલ ટપાલ ટીકીટ પ્રદર્શનમાં ગોધરાના
ટપાલ ટીકીટ સંગ્રાહક અનેતલાટી તરીકે ફરજ બજાવતા શ્રી શાંતિલાલ પરમારનું સિલ્વર
મેડલથી બહુમાન
ગોધરાઃવડોદરામાં તાજેતરમાં યોજાયેલ ૧૨ મા રાજય કક્ષાના, ટપાલ ટીકીટ સંગ્રહ (ફીલાટેલીક) અને ડાક
સાહિત્ય પ્રદર્શનમાં ગોધરા શહેરમાં રહેતા અને ગોધરા તાલુકાના મીરપમાં તલાટી કમ
મંત્રી તરીકે ફરજ બજાવતા શાંતિલાલ પરમારને તેમના અનોખા ટપાલ ટીકીટ સંગ્રહ બદલ સિલ્વર
મેડલ પાપ્ત થયો છે
શ્રી શાંતિલાલ પરમાર ૧૫ વર્ષની ઉંમરથી જ ટપાલ ટીકીટના સંગ્રહનો
શોધ ધરાયે છે શ્રી પરમારે વડોદરામાં યોજાયેલ પ્રદર્શનમાં જુદી જુદી જાતની જેવી કે
૨૨ કેરેટ ગોલ્ડ,ગોલ્ડ ટીકીટવાળું
કવર,વિશ્વની સૈાથી મોટી ટીકીટ,નાની ટીકીટ, થ્રીડી ટીકીટ,મોતી
ભરેલી ટીકીટ,સુગધવાળી ટીકીટોને
પ્રદર્શનમાં મુકી હતી. જેમા ટપાલ વિભાગ દ્વારા તેમને સિલ્વર મેડલથી નવાજવામાં આવ્યા
છે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી શાંતિલાલ
પરમાર પાસે ૨૫ હજાર જેટલી ટપાલ ટીકીટો, દિવાસળીની
છાપો તથા ચલણી સિક્કાઓ નોટોનો સંગ્રહ છે
વર્ષ ૨૦૦૦ માં ગાંધીનગરમાં યોજાયેલ તેમના પ્રદર્શનને પૂર્વ રાષ્ટૃપતિ શ્રી અબ્દુલ
કલામે નિહાળી અભિનંદન પાઠવ્યા હતા.
પાવાગઢ શક્તિપીઠ ખાતે ઉડન ખટોલા શરદ મહોત્સવ ઉજવે છે
૮મી ડીસેમ્બર થી ૩૧ મી જાન્યુઆરી ૨૦૧૨ સુધી
ટિકીટમાં કંન્સેશન આપશે
ગોધરાઃમહાકાળી શકિતપીઠ પાવાગઢ માંચી ખાતે વર્ષ ૧૯૮૬ થી ઉષા બ્રેકો
કંપની ધ્વારા સંચાલિત ઉડન ખટોલા રોપ-વે દુર્ગભ શિખર ઉપર બિરાજમાન પાવન શકિતપીઠ
સુધીની કઠિન તથા લાંબી યાત્રા સરળતા-સુગમતા અને આરામદાયક રીતે ફકત છ મીનીટમાં
છાશીયા તળાવ સુધીની યાત્રા પૂર્ણ કરે છે.
આ શરદ મહોત્સવ દરમ્યાન પર્યટન અને
શૈક્ષણિક પ્રવાસ ગોઠવનાર શાળાઓ,મહાશાળાઓ,
કંપનીઓ તેમજ વ્યકિતદીઠ ૩૪ ટકા વળતર(
કંન્સેશન) આપવામાં આવે છે. તેમજ ૧૧૦ સે.મી થી નાના બાળકો ને ઉડન ખટોલાની યાત્રા
વિના મૂલ્યે આપવામાં આવે છે. તથા વિકલાંગ-અપંગ સૈનિકોની વિધવાઓને કન્સેશન
આપવામાં આવશે તેનો લાભ લેવા ઉડન ખટોલાના સંચાલકો ધ્વારા અપીલ કરવામાં આવી છે.
જાણો કોણ છે બાળકોના પ્રિય સાંતાક્લોઝ..?
જાણો કોણ છે બાળકોના પ્રિય સાંતાક્લોઝ..?
સાંતાનું આજનું પ્રચલિત નામ નિકોલસના ડચ નામ સંિટર ક્લાસથી
આવ્યું છે જે પછીથી સાંતાક્લોઝ બનીને પ્રચલિત થયું છે.
હો...હો...હો... કરતા સફેદ અને લાલ કપડાંમાં લાંબી સફેદ દાઢી સાથે શોભતા, ખભા પર ગિફ્ટ્સથી ભરેલો થેલો અને હાથમાં ક્રિસમસ બેલ લઈને ઊભા રહેતા સાંતાક્લોઝની છબી હવે તાજી થઈ ગઈ છે ત્યારે શું તમે એ જાણો છો કે આ સાંતાક્લોઝ કોણ છે? સાંતાક્લોઝને તમે અનેક વખત મળ્યા છો, તેમને ક્રિસમસ ફાધર પણ કહેવામાં આવે છે. તે દરેક બાળકોને ગિફ્ટ્સ આપીને બાળકોના ચહેરા પર સ્માઈલ લાવે છે. તેના કારમે બાળકો પણ તેમને મળવા આતુર હોય છે. એવું માનવામાં આવે છે કે સાંતાક્લોઝનું ઘર ઉત્તરી પૂર્વમાં છે અને તેઓ ઉડવાવાળી રેનડિયર્સ ગાડી પર સવારી કરીને આવે છે. હાલના સાંતાક્લોઝનું રૂપ પહેલાં કરતાં ઘણું અલગ છે છતાં પણ તેનું મહત્ત્વ તો તે જ છે. બાળકો સાંતા અડધી રાતે આવે છે અને ગિફ્ટ્સ આપે છે તેમ કહે છે કારણ કે પહેલાંના સમયમાં સંત નિકોલસ દ્વારા તેની શરૂઆત કરાઈ હતી. તે ખૂબ અમીર હતા અને માતા પિતાના દેહાંત બાદ તેઓએ અન્ય બાળકોને મદદરૂપ થવા ગિફ્ટ આપવાનું શરૂ કર્યુ. તેમની દરિયાદિલી ઘણી પ્રચલિત હતી. દાન કરતી સમયે કોઈ તેમને જુએ તે તેમને પસંદ ન હતું માટે તેઓએે રાતના અંધારામાં આ ગિફ્ટ્સ આપવાનું શરૂ કર્યું. ત્યારથી સાંતા રાતે જ આવીને ગિફ્ટ આપે છે. આજે એવું પણ માનવામાં આવે છે કે સાંતા પોતાની વાઈફ સાથે અને ઘણા બોનોં સાથે ઉત્તરી કક્ષમાં રહે છે. ત્યાં એક રમકડાંની ફેક્ટરી છે અને રમકડાં તૈયાર કરવામાં આવે છે. સાંતાના આ બોના વર્ષ દરમિયાન અહીં કામ કરે છે. વિશ્વભરમાં તેમના અનેક સરનામાં છે જ્યાં બાળકો ઘણા વિશ્વાસ સાથે પોતાના પત્રો મોકલે છે. તેમાંથી કેટલાક પત્રોનો સાંતાના પોસેટલ વોલેન્ટીયર દ્વારા જવાબ પણ આપવામાં આવે છે અને બાળકો ખુશ થાય છે. તે જવાબ જ તેમની ક્રિસમસની વિશને પૂરી કરે છે. આપણે ઈચ્છીએ કે દરેકમાં બાળકોને પ્રિય સાંતાનો સમાવેશ થાય . દરેક વ્યક્તિ સાંતાની જેમ ભારતના બાળકોનો ભાર ઓછો કરે. આ દેશમાં અનેક બાળકો ભણતરના જજ નીચે, ગરીબીના ભાર નીચે, શોષણના ભાર નીચે દબાયેલો છે. બાળકોના મોજામાં ક્યાંક સાંતા સ્વતંત્રતા આપીને જાય તો કેવું..?

આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)