અનુયાયીઓ

ગુરુવાર, 29 ડિસેમ્બર, 2011

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક ગુજરાત સ્ટેટ લિટીગેશન પોલીસી મંજૂરઃ રાજ્ય સરકાર સંબંધિત પડતર દાવાઓના ઝડપી નિરાકરણ માટે નીતિવિષયક સીમાચિન્હરૂપ પગલું દાવા સંબંધી નીતિના સુચારૂ અમલ માટે ત્રિસ્તરીય ઉચ્ચ સત્તાધિકાર સમિતિઓની રચના કરી અદાલતોમાં પડતર કેસોનું ભારણ ધટશે


મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
ગુજરાત સ્ટેટ લિટીગેશન પોલીસી મંજૂરઃ રાજ્ય સરકાર સંબંધિત પડતર દાવાઓના ઝડપી નિરાકરણ માટે નીતિવિષયક સીમાચિન્હરૂપ પગલું
દાવા સંબંધી નીતિના સુચારૂ અમલ માટે ત્રિસ્તરીય ઉચ્ચ સત્તાધિકાર સમિતિઓની રચના કરી
અદાલતોમાં પડતર કેસોનું ભારણ ધટશે
જાહેરહિતના દાવાઓ, જમીન સંપાદન વિવાદો, સરકાર પક્ષકાર હોય તેવા દાવાઓના ઝડપી, સરળ ન્યાયની પ્રક્રિયા માટે નીતિમાં માર્ગદર્શિકા
પ્રવકતા મંત્રીશ્રીઓ સર્વશ્રી જયનારાયણ વ્યાસ અને સૌરભભાઇ પટેલે રાજ્ય મંત્રીમંડળના નિર્ણયની આપી ભૂમિકા
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષસ્થાને આજે મળેલી રાજય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાત સ્ટેટ લિટીગેશન પોલીસી (ગુજરાત રાજ્ય દાવા સંબંધી નીતિ) ને મંજૂર કરવામાં આવી હતી અને તેના સુચારૂ અમલીકરણ માટે ત્રિસ્તરીય માળખાની ઉચ્ચ સત્તાધિકાર સમિતિઓની રચના કરવામાં આવી હતી.
રાજ્ય સરકારના પ્રવકતા આરોગ્ય મંત્રીશ્રી જયનારાયણ વ્યાસ અને નાણાં રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે ગુજરાત સ્ટેટ લિટિગેશન પોલીસીના અમલ માટેની રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા વ્યકત કરતાં જણાવ્યું કે રાજ્ય સરકાર સંબંધી પડતર કેસોના ઝડપી નિરાકરણ લાવવા તથા સામાન્ય નાગરિકને સરળતાથી ઝડપી ન્યાય મળી રહે અને ન્યાયતંત્ર ઉપર કેસોનું ભારણ ધટાડી શકાય એવા બહુલક્ષી ઉદેશો સાથે ગુજરાત સ્ટેટ લિટીગેશન પોલીસી તૈયાર કરવામાં આવી છે.
પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ છેલ્લા એક દશકમાં રાજ્યના ન્યાયતંત્રના પ્રેરક સહયોગથી ન્યાયની પ્રક્રિયા ઝડપી અને સરળ બનાવવા ગુણાત્મક સુધારા કર્યા છે. ગુજરાત સ્ટેટ લિટીગેશન પોલીસીનો સુચારૂ અમલ કરવા માટે ત્રિસ્તરીય ઉચ્ચ સત્તાધિકાર સમિતિઓ પણ રચવામાં આવી છે જેમાં રાજ્યકક્ષાની ગુજરાત સ્ટેટ લિટીગેશન પોલીસી એમ્પાવર્ડ કમિટી મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષસ્થાને કાર્યરત થશે. બીજી ઉચ્ચસ્તરીય સમિતિ GSL ડીપાર્ટમેન્ટલ એમ્પાવર્ડ કમિટી, રાજ્ય સરકારના દરેક વિભાગોના વરિષ્ઠ સચિવના અધ્યક્ષસ્થાને અને ત્રીજી જિલ્લા કક્ષાની સમિતિ કલેકટરના અધ્યક્ષસ્થાને GSL ડિસ્ટ્રીકટ લેવલ એમ્પાવર્ડ કમિટી તરીકે કાર્ય કરશે.
ગુજરાત સ્ટેટ લિટીગેશન પોલિસીના બહુહેતુક ઉદેશો અનુસાર, સરકાર સંબંધી ન્યાયાધિન પડતર કેસોનું ઝડપી નિરાકરણ લાવવું, બિનજરૂરી દાવાઓ ટાળવા માટે વિધેયાત્મક અભિગમ રાખીને દરેક સરકારી વિભાગ સમય અને ખર્ચમાં બચાવ કરે તેવા પ્રયાસો કરવા, ન્યાયાધિન કેસોનું અને નવા કેસોનું ભારણ ન્યાયતંત્ર ઉપરથી ધટાડવાની નેમ રાખવી તેમજ વૈકલ્પિક દાવા-તકરાર નિવારણ પધ્ધતિઓ, વિવાદી કેસોની સમાધાનકારી ન્યાયિક પ્રક્રિયા, લોકઅદાલતો, લીગલ એઇડ કિલીનીક વગેરે ઝડપી ન્યાયિક અને સરળ પધ્ધતિને પ્રોત્સાહન આપવામાં આવશે, તેમ પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું હતું.
શ્રી જયનારાયણ વ્યાસ અને શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું કે ગુજરાત સ્ટેટ લિટીગેશન પોલીસી દ્વારા જમીન સંપાદન સંબંધી વિવાદો, જાહેર હિતની વિવાદ અરજીઓ, સરકાર સામે તથા સરકારે દાખલ કરેલા કાયદાકીય દાવાઓ સંદર્ભમાં સરકારીતંત્રએ અનુસરવાની વ્યૂહરચના અંગે વિસ્તૃત માર્ગદર્શિકા આપવામાં આવી છે. રાજ્ય સરકારની આ ગુજરાત રાજ્ય દાવા સંબંધી નીતિ પ્રવર્તમાન કાયદાઓ સંદર્ભમાં, દિવાની અને ફોજદારી કાર્યરીતિ સંહિતા, ક્રિમીનલ મેન્યુઅલ સિવિલ મેન્યુઅલની બધી જ જોગવાઇઓ સામે સુસંગત રહીને તૈયાર કરવામાં આવી છે.
પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે ગુજરાત સ્ટેટ લિટીગેશન પોલીસી ધડીને તેના સુઆયોજિત અમલીકરણની રાજ્ય સરકારની આ પ્રતિબધ્ધતા ઝડપી અને સરળ ન્યાયપ્રણાલી માટેની પ્રક્રિયામાં નવું સીમાચિન્હ બની રહેશે. સ્વર્ણિમ જ્યંતીની ઉજવણીના વર્ષમાં ગુજરાતમાં ન્યાયતંત્રના પ્રેરક સહયોગમાં રહીને રાજ્ય સરકારે ૭૦૦ જેટલી વિવિધ સંવર્ગની કોર્ટ-અદાલતો નવી સ્થાપવાની કાર્યવાહી હાથ ધરી હતી અને રાજ્યના ન્યાયતંત્રની પ્રેરણાદાયી દેખરેખ અને માર્ગદર્શન નીચે અદાલતોના ભવનો, ભૌતિક માળખાકીય સુવિધાઓ, ન્યાયની અદાલતોમાં પારદર્શી નિમણુંકોની પ્રક્રિયાની બાબતે ખૂબ જ ઉત્તમ કાર્યસિધ્ધિઓ થઇ છે.
આ રાજ્ય સરકાર કલ્યાણ રાજ્યના ઉદેશ અનુરૂપ માને છે કે ""સમયસર ન્યાય મળે નહીં તો ન્યાયનો વિલંબ અન્યાય સમાન છે'' આથી ન્યાયાધિન કેસોનું અદાલતોમાં ભારણ ધટાડવાની દિશામાં પણ ગૂણાત્મક બદલાવ આવ્યો છે. ન્યાયની પ્રક્રિયામાં કાર્યરત અદાલતોની માનવ સંશાધન શકિતને પ્રશિક્ષિત કરવાના સુઆયોજિત પ્રયાસો કર્યા છે અને તાજેતરમાં મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની વડી અદાલત સાથેના માર્ગદર્શનમાં અદાલતોના વકીલો માટે, આધુનિક ટેકનોલોજીના યુગમાં ન્યાયિક અભ્યાસ-અધ્યયનથી ક્ષમતા વર્ધન માટે, ઇ-લાયબ્રેરી તૈયાર કરવાની પણ પહેલ કરી છે. એક દશક પહેલાં ગુજરાત સરકારનું કાયદા અને ન્યાયતંત્રનું બજેટ રૂા. ૧૦૮.રપ કરોડ હતું તે દશ વર્ષમાં વધીને રૂા. ૯૧૪.૧૯ કરોડ થયું છે. ન્યાય-પધ્ધતિમાં સર્વગ્રાહી સુધારા માટે અગ્રેસર રહેલું ગુજરાત, છેવાડાના માનવીને પણ સરળ ન્યાયની અનુભૂતિ કરાવવા અને ગામને કોર્ટ કચેરીના દાવા-વિવાદોથી મૂકત રાખવાની પ્રોત્સાહક યોજના માટે પણ પ્રેરક બન્યું છે, એમ પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું હતું.


ન્યાયતંત્રમાં માળખાગત સવલતો પૂરી પાડવા રાજ્ય સરકાર પ્રતિબધ્ધઃ કાયદામંત્રી શ્રી દિલીપ સંધાણી
રાજ્યના ૧૧ જિલ્લાઓમાં કોર્ટ બિલ્ડીંગ નિર્માણ-સુધારણા-રહેણાંકના મકાનો અને વિવિધ માળખાકીય સુવિધા પેટે રૂ. ૪પ.૯પ કરોડની ફાળવણી
ગાંધીનગરઃ બુધવારઃ રાજ્યના પ્રજાજનોને ઝડપી ન્યાય મળે તે માટે ન્યાયતંત્રમાં માળખાકીય સવલતો વધારવાની નેમ રાજ્ય સરકારની છે. સમગ્ર દેશમાં ગુજરાતે ન્યાયમંદિરોના નિર્માણ અને સુધારણા માટે નોંધપાત્ર કાર્ય કર્યું છે તેમ કાયદા મંત્રી શ્રી દિલીપ સંધાણીએ જણાવ્યું છે.
મંત્રીશ્રી સંધાણીએ ઉમેર્યું છે કે, રાજ્યમાં ન્યાય તંત્રને જરૂરી તમામ આંતરમાળખાકીય સવલતો આપવાના હેતુસર રાજ્યના ૧૧ જેટલા જિલ્લાઓમાં વિવિધ સુવિધાઓ માટે કુલ રૂ. ૪પ.૯પ કરોડથી પણ વધુ રકમની મંજૂરી આપવામાં આવી છે. આ અંગેની વિગતવાર માહિતી આપતાં મંત્રીશ્રીએ કહ્યું કે, આણંદ જિલ્લાના હયાત ડીસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગના એ બ્લોકના ઉપર 1 માળ અને બી બ્લોક ઉપર બે માળના બાંધકામ માટે રૂ. ૧૪.૩ર કરોડ, તે જ રીતે સુરત જિલ્લાની સોનગઢ ખાતે કોર્ટ બિલ્ડીંગનું બાંધકામ તેમજ ન્યાયિક અધિકારીઓ તથા સ્ટાફના ૧૯ જેટલાં રહેણાંકના મકાનોના નિર્માણ માટે રૂ. ૪.૬૮ કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત મહેસણા, પાલનપુર અને નવસારી ખાતે લેબરકોર્ટના નિર્માણ માટે રૂ. ૮.૪૪ કરોડ તથા નડિયાદ અને ભાવનગર ખાતે ઔઘોગિક કોર્ટના નિર્માણ માટે રૂ. ૯.૬ર કરોડની મંજૂરી આપવામાં આવી છે.
મંત્રીશ્રીએ ઉમેર્યુ છે કે, સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે સિવીલ જજ અને જેએમએફસી કોર્ટના મકાનના બાંધકામ માટે રૂ. ૪.૧૪ કરોડની ફાળવણી તેમજ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે ન્યાયિક અધિકારીઓ તથા કર્મચારીગણના રહેણાંક માટેના બી કક્ષાના ૧ર તથા સી કક્ષાના ૬ યુનિટ બાંધવા માટે રૂ. ર.૯૯ કરોડની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે હયાત કોર્ટના બિલ્ડીંગમાં વધારાના માળનું બાંધકામ કરવા માટે રૂ. ૧.૩ કરોડ, તે જ રીતે દાહોદ જિલ્લાના દેવગઢબારીયા અને ઝાલોદ ખાતે ફરજ બજાવતાં ન્યાયિક અધિકારીઓ માટે હયાત રહેણાંકના મકાન .પર બાંધકામ માટે રૂ. ૩૪ લાખની મંજૂરી આપવામાં આવી હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું. આ માળખાકીય સુવિધાથી ન્યાય પ્રક્રિયા સાથે સંકળાયેલા ન્યાયિક અધિકારીઓ-કર્મચારીઓ બાદ કાઉન્સીલ અને અરજદારોને  લાભ મળશે.
રાજય સરકારના ઘનિષ્ઠ ૫ગલાંને કારણે રાજયમાં  બાળ મૃત્યુદરમાં બમણો ઘટાડો થયો છે -આરોગ્ય મંત્રીશ્રી જય નારાયણ વ્યાસ
ભારત સરકારના રજીસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયાના સેમ્પલ રજીસ્ટે્રશનનું તારણઃ રાજયમાં બાળ મૃત્યુદર પ્રતિ હજાર જીવીત જન્મે ૪૮ માંથી ૪૪ થયો
ચિરંજીવી યોજના, બાળસખા યોજના, નિરોગી બાળવર્ષ તેમજ કુષણ સામેના રાજય સરકારના જંગને ૫રિણામે રાજયમાં બાળમૃત્યુદર ઘટાડી શકાયો
ઈન્ફોર્મેશન ટેકનોલોજીની મદદથી ધાત્રી માતા અને બાળકોને આરોગ્ય સુરક્ષા આ૫વાના ઈ-મમતા મોડલનો ભારત સરકારે તમામ રાજયોમાં અમલ કર્યો છે
રાજયના આરોગ્ય મંત્રીશ્રી જય નારાયણ વ્યાસે આજે જણાવ્યુ હતું કે, રાજયના આરોગ્ય  વિભાગના વિવિધ કક્ષાએ ઘનિષ્ઠ ૫ગલાંને કારણે રાજયમાં બાળ મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અગાઉની સરખામણીમાં બાળમૃત્યુદરમાં સરેરાશ બે અંકનો ઘટાડો થતો હતો તેના બદલે આ વર્ષે બાળ મૃત્યુદરમાં ૪ અંકનો એટલે કે બમણો ઘટાડો નોંધાયો છે.
આરોગ્ય મંત્રીશ્રીએ આ અંગે વઘુ વિગતો આ૫તાં જણાવ્યું હતું કે, ભારત સરકારના રજીસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા ઘ્વારા બહાર ૫ડતાં સેમ્પલ રજીસ્ટ્રેશન સર્વે રી૫ોર્ટ ર૦૧૦ પ્રમાણે ગુજરાતનો બાળ મૃત્યુદર પ્રતિ હજાર જીવીત જન્મે ૪૪ નોંધાયેલ છે. જે ગત વર્ષે ૪૮ હતો. ર૦૦૫ ૫છી બાળ મૃત્યુદરના ઘટાડામાં નોંધાયેલ આ સૌથી તીવ્ર ઘટાડો છે. આ સિઘ્ધિ સમગ્ર રાજયના વહીવટી તંત્ર તથા પ્રજાજનોના સહકારથી શકય બની છે. ખાસ કરીને માન.મુખ્યમંત્રીશ્રી ઘ્વારા પ્રેરિત કરવામાં આવેલ ચિરંજીવી યોજના, બાળસખા યોજના તથા નિરોગી બાળ વર્ષ , મમતા કીટ વિગેરે તેમજ અન્ય વિશીષ્ટ કાર્યક્રમો જેવા કે, ૧૦૮ એમ્બ્યુલન્સ ઘ્વારા ત્વરીત સારવાર માટે લઈ જવાની વ્યવસ્થા, સલામત માતૃત્વ માટે લીધેલ વિશિષ્ટ ૫ગલાં જેવા કે, મમતા દિવસ, સંસ્થાકીય પ્રસુતિમાં વૃઘ્ધિ કરવા પ્રસુતિ કેન્દ્રોને સુદ્રઢ કરવા માટેના ઘનિષ્ઠ ૫ગલાં, અનુપ્રસુતિ ગૃહ મુલાકાત, બાળ રસીકરણ, કુ૫ોષણ નાથવા માટે લીધેલ વિવિધ ૫ગલાં જેવા પ્રયાસો થકી શકય બનેલ છે.
આરોગ્ય મંત્રીશ્રીએ આ અંગે વઘુમાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ૩૧ નવજાત શિશુ ઘનિષ્ઠ સારવાર એકમ, ૧૪૭ નવજાત શિશુ સ્ટેબીલાઈઝેશન યુનિટ તથા ર૯૬ નવજાત શિશુ સુરક્ષા કેન્દ્રોને કાર્યાન્વિત કરવામાં આવેલ છે. ઉ૫રાંતમાં આંગણવાડી કાર્યકર્તાઓ સાથે રહીને આરોગ્ય વિભાગના કાર્યકરો ઘ્વારા અનુપ્રસુતિ આરોગ્ય અને પોષણ સેવાઓ, પાંડુરોગ અંગેની સેવાઓ, આયોડિન યુકત મીઠાનું વિતરણ, બાળવૃઘ્ધિનું મોનીટરીંગ, આરોગ્ય સેવાઓનું સુદ્રઢ્રીકરણ તથા પાયાના આરોગ્ય કાર્યકરો અને આંગણવાડી કાર્યકરોની સઘન તાલીમ થકી આ શકય બનેલ છે.
ઈન્ફોમેશન ટેકનોલોજી ના ઉ૫યોગથી ઈ-મમતા થકી તમામ સગર્ભા તથા ધાત્રી માતા અને બાળકોનું મોનીટરીંગ તથા સેવાઓ સુનિશ્ચિત કરી સંપૂર્ણ આરોગ્ય સુરક્ષા કવચ પુરૂ પાડેલ છે. ગુજરાતે વિકસાવેલ આ મોડલને રાષ્ટ્રીય કક્ષાએ બિરદાવવામાં આવેલ છે અને  ગુજરાત સરકારના આ મોડલને નમુનારૂ૫ ગણી ભારત સરકારે તમામ રાજયોમાં લાગુ કરેલ છે.
મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, આરોગ્ય વિભાગ ઉ૫રાંત મહિલા અને બાળ વિકાસ વિભાગના આંગણવાડીઓ ઘ્વારા સગર્ભા તથા ધાત્રી માતા તથા પાંચ વર્ષની નીચેના બાળકોની આરોગ્ય તથા પોષણની સંપૂર્ણ જરૂરીયાતોને ઘ્યાને રાખીને માતૃ બાળ કલ્યાણ સેવાઓ સુદ્રઢ અને સુનિશ્ચિત કરવામાં આવી છે. બાળ કુપોષણ ઘટાડવા માટે રાજયમાં પ્રથમ વાર અતિ કુપોષિત બાળકો માટે ૭૦ જેટલા બાળ વિકાસ અને ૫ોષણ કેન્દ્રો કાર્યન્વિત કરાયા છે. જયાં ૧૦ દિવસ સુધી પોષણને લગતી સઘન સેવાઓ તથા સં૫રામર્શ કરવામાં આવે છે. તદુ૫રાંત શિક્ષણ વિભાગ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગને સાથે રાખીને ૫હેલી વખત કિશોરીઓ માટે મમતા તરૂણી અભિયાન ઘ્વારા આરોગ્ય અને પોષણ અંગે જાણકારી તથા વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. જેની નોંધ ભારત સરકારે ૫ણ લીધી છે.
બાળ આરોગ્યની જાળવણી અંગે રાજય સરકાર ઘ્વારા લેવાયેલા ૫ગલાં અંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગને સાથે રાખી આરોગ્ય વિભાગે  જન્મથી ૧૮ વર્ષ સુધીના તમામ શાળા જતાં તથા શાળાએ ન જતાં દોઢ કરોડથી વધારે બાળકોને શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ આવરી લેવાયા છે. તેમની સંપૂર્ણ નિઃશુલ્ક નિદાન અને સારવાર કરવામાં આવે છે. કેટલાક ગંભીર રોગો જેવા કે, હૃદય, કિડની તથા કેન્સરની બિમારીના નિદાન તથા સંપૂર્ણ મોંઘી પ્રકારની સં૫ૂર્ણ સારવાર રાજય સરકાર ઘ્વારા વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે. 
ગુણવત્તા સુધારણા કાર્યક્રમ મારફત રાજયના પ્રા.આ.કેન્દ્રોથી માંડીને તબીબી શિ૧ાણ સુધી દર્દીઓની સુરક્ષીત અને ગુણવત્તા સભર સારવાર માટે નેશનલ એક્રેડીટેશન બોર્ડના ધારાધોરણોનો અમલ કરી એક્રેડીટેશન મેળવેલ છે અને તે માટે સેવાઓની ગુણવત્તા વધારવા માળખાકીય સુવિધાઓના સુધાર  ઉ૫રાંત માનવબળની ૧ામતા ૫ણ વધારવામાં આવેલ છે. તે માટે સઘન તાલીમોનું ૫ણ  કરવામાં આવેલ છે. આ સંસ્થાઓમાં પુરતું માનવબળ મળી રહે તે માટે છેલ્લા કેટલાક વર્ષોમાં મેડીકલ કોલેજોની સંખ્યામાં વધારો કરેલ છે અને આવનારા વર્ષોમાં આ વધારો ચાલુ રાખી તાલીમબઘ્ધ માનવબળમાં ઘટ પૂર્ણ કરવા આયોજન કરેલ છે.  પ્રસુતિ દરમ્યાન અને પ્રસુતિ બાદની સંપૂર્ણ સુરક્ષિત સેવાઓ સુનિશ્ચિત કરવા માટે માતા અને બાળકને પ્રસુતિ બાદ નિરીક્ષણ હેઠળ  આરોગ્ય સંસ્થા ખાતે ૪૮ કલાક રાખી તેમને ખોરાક સહિતની સુવિધાઓ આ૫વામાં આવે છે.


2 ટિપ્પણીઓ:

kc waljee કહ્યું...

Despite all these a quasi judicial judgment pronounced in the moth of march 2012 by Dist. Registrar CO-OPS, Vadodara has not been implemented so far. The judgment was issued after determination and thorough scrutiny of every related issue/points and carefully listening to both the parties. What is the necessity of issuing a judgment when its sanctity cannot be preserved by the officer issuing it.Who would come to my rescue. K.C. WALJEE NANDA, VADODARA (kiranwaljee@gmail.com)

kc waljee કહ્યું...

Despite all these a quasi judicial judgment pronounced in the moth of march 2012 by Dist. Registrar CO-OPS, Vadodara has not been implemented so far. The judgment was issued after determination and thorough scrutiny of every related issue/points and carefully listening to both the parties. What is the necessity of issuing a judgment when its sanctity cannot be preserved by the officer issuing it.Who would come to my rescue. K.C. WALJEE NANDA, VADODARA (kiranwaljee@gmail.com)