અનુયાયીઓ

ગુરુવાર, 29 ડિસેમ્બર, 2011


મંજુલાબેન કહે આજના મોંધવારીના જમાનામાં પતિ-પત્ની બન્નેએ કમાવું જરૂરી છે
વડોદરા, આજે કુદકે ને ભૂસકે વધતી જતી મોંધવારીના જમાનામાં પતિ-પત્ની બન્નેએ કમાવું જરૂરી અને આવશ્યક છે. તો જ જીવન નિર્વાહના બે છેડા મેળવી શકાય. એમ વડોદરા રાવપુરા મતવિસ્તારના યોજાયેલ શહેરી ગરીબ કલ્યાણ મેળામાં સુવર્ણજયંતિ શહેરી રોજગાર યોજનાના લાભાર્થી પરમાર મંજુલાબેન મણીલાલ કહે છે જેઓ ગૃહિણી સાથે ધર બેઠા સાડી-કાપડ વેચાણ અને સિલાઈનો ધંધો કરી પોતાના પતિને રોજગારીમાં મદદરૂપ થાય છે.
મંજુલાબેન કહે છે મોંધવારીએ તો માંઝા મૂકી છે. પતિ જી.આઈ.ડી.સી.માં નોકરી કરે છે. પણ તેમના પગારમાંથી તો માત્ર ધર ખર્ચી ચાલે કંઈ નવિન કામ કરવાનું હોય તો ન થાય. પ્રસંગોપાત થતા ખર્ચને પહોંચી વળવા ઉછીના પૈસા લેવા પડે. પોતાની જરૂરીયાત માટે વારંવાર પતિ પાસે હાથ લંબાવવો પડે એ પણ મુશ્કેલી એટલે મણીબેન ધર બેઠા કાપડ- સાડીનું વેચાણ તથા સિલાઈ કામ કરી પત્નિ આવકમાં મદદરૂપ થાય છે.
બાળકોના ભવિષ્ય માટે પણ બચત કરી શકે છે. આજે પુરુષ સમોવડી મહિલા થતી જાય છે. ત્યારે ગૃહ કાર્યમાંથી પરવાર્યા પછી બેસી રહેવાનું આજની મહિલાને આ જમાનામાં ન ચાલે, અને પોષાય પણ નહીં તેમ દ્દઢતાપૂર્વક મંજુલાબેન કહે છે.
મંજુલાબેન કહે છે રાજય સરકાર દ્વારા યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં શહેરી વિકાસ વિભાગની સુવર્ણ જયંતી શહેરી રોજગાર યોજના હેઠળ વડોદરા મહાનગર સેવા સદનના યુ.સી.ડી. દ્વારા રૂા. ૫૦,૦૦૦/- ની લોન સહાય મળી છે. જેના થકી પોતે પોતાનો ધંધો વધારી શકશે. પહેલાં ૫ થી ૬ હજારની માસિક આવક થતી હતી. હવે ૮ થી ૧૦ હજાર રૂપિયની માસિક આવક થશે.
ખરેખર ગરીબ કલ્યાણ મેળો મારા જેવી મહેનતુ અને ગરીબ મહિલા માટે આર્શીવાદ રૂપ બની રહેશે પોતે પોતાના ત્રણ બાળકોને વધુ સારુ શિક્ષણ અપાવી શકશે. મંજુલાબેન રાજયના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યકત કરતા કહે છે તેઓશ્રીએ ગરીબો પ્રત્યે લાગણી દર્શાવી આ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કર્યું છે જે ગરીબો માટે આવકારદાયક છે.
જિલ્લામાં આરોગ્ય વિષયક તકલીફો ધરાવતા ૩૩૯૬૧ બાળકોને સારવાર
વડોદરા, જિલ્લામાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત પાંચ અઠવાડિયા અંતિત થયેલ કામગીરી જોતાં જિલ્લા પ્રા.શાળામાં આંગણવાડી તથા સ્કૂલે ન જતા કુલ બાળકો ૫,૮૮,૧૬૮ પૈકી ૩,૧૧,૧૬૮ બાળકો કર્મચારી દ્વારા તપાસણી કરવામાં આવી છે. જેમાં ૩૩૯૬૧ ખામીવાળા બાળકો શોધી કાઢવામાં આવ્યા છે. જેમાં ૨૭૨૭૦ ખામીવાળા બાળકોની તપાસ મેડિકલ ઓફિસરે કરી હતી. જેમાં ૨૫૩૩૬ને સ્થળ ઉપર સારવાર મેડિકલ ઓફીસરશ્રી દ્વારા આપવામાં આવી હતી. જેના સંદર્ભ સેવા પાત્ર ૧૯૩૪ બાળકોને શોધી કાઢવામાં આવ્યા છે. જે પૈકી ૭૬૭ બાળકોને સંદર્ભ સેવાથી આવરી લઈ સેવા આપવામાં આવી છે. જે સંદર્ભ સેવા પૈકી ૯૨ બાળરોગના ૫૭૮ આંખના, ૧૫ દાંતના, ૪૧ ચામીના, ૩૧ કાનનાક ગળાના તેમજ અન્ય રોગોના ૧૦ બાળકોને સારવાર આપવામાં આવી છે. જેમાં અતિગંભીર રોગ જેવાકે હ્દય, કીડની, કેન્સરના બાળકોને ઉચ્ચ સારવાર અર્થેયુ.એન.મહેતા યુ.એન.એમ.જી.આઈ.કે.આર.ડી.જી.સી.આર.આઈ. (કેન્સર) અમદાવાદ રિફર કરવામાં આવ્યા છે. ચાલુ વર્ષે યુ.એન.મહેતા અમદાવાદ ખાતે અર્બનમાંથી હ્દયના દર્દીઓ ૯ બાળકો માંથી ૪ બાળકોને 1 કીડનીના અને રૂરલ માંથી ૯ હ્દયના, 1 કેન્સરના બાળકોને સારવાર અર્થે મોકલવામાં આવે છે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સોલંકી દ્વારા જણાવાયું છે.
એ સંસ્થાઓએ કર્મચારીઓને આજે મતદાન માટે રજા આપવી
વડોદરા, વડોદરા જિલ્લાની ૫૨૯-ગ્રામ પચંાયતની ચૂંટણીઓ માટે આવતીકાલ તા.૨૯/૧૨/૨૦૧૧ના રોજ સવારના ૮.૦૦ કલાકથી સાંજના ૫.૦૦ કલાક સુધી મતદાન રાખવામાં આવ્યું છે. તેને અનુલક્ષીને મતદાનના દિવસે પણ કામગીરી ચાલુ રાખવી ગ્રામ વિસ્તારની ગ્રામીણ બેંકો, રાષ્ટ્રિયકૃત અને ખાનગી બેંકો, રાજય અને કેન્દ્ર સરકારની આવશ્યક સેવાઓની કચેરીઓ, દુકાનો, વાણિજય સંસ્થાઓ, હોટલ્સ, ઔઘોગિક એકમો, કારખાનાઓ, ફેકટરીઓ, રેલવે, ટેલીફોન, તાર-ટપાલ, સ્પીડપોસ્ટ, સરકારી દવાખાનાઓ, પોલીસ મથકો, ફાયરબિગ્રેડ સ્ટેશન્સ અને આવશ્યક સેવાની સંસ્થાઓને, તેમના કર્મચારીઓને વારાફરથી મતદાન કરવા જવા માટે ખાસ રજા આપવા અથવા અઠવાડિક રજાના દિવસે કામ ચાલુ રાખીને મતદાનના દિવસે બદલી રજા આપવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર, વડોદરાએ હુકમ કર્યો છે.
આઈ.ટી.આઈ.ની હાઈટેક તાલીમ યોજનાઓમાં પ્રવેશ
વડોદરા, આચાર્યશ્રી એ.વી.ટી.એસ. આઈ.ટી.આઈ. તરસાલી કેમ્પસ વડોદરા-૯ની યાદીમાં જણાવ્યા મુજબ એડવાન્સડ વોકેશનલ ટ્રેનિંગ સ્કીમ (આઈ.એલ.ઓ.યુ.એન.ડી.પી. અને ભારત સરકરનાી યોજના) હેઠળના વિવિધ ટૂંકાગાળાના એડવાન્સ કોર્સીસ જેવા કે, એડવાન્સ વેલ્ડીંગ, મીકેનીકલ મેન્ટેનન્સ, મેટ્રોલોજી એન્ડ એન્જિનીયરીંગ ઇન્સ્પેકસન, ઈલેકટ્રિકલ મેન્ટેનન્સ, હાઈટેક ટ્રેનિંગ સ્કીમ જીટીઝેડ (જર્મની) અને ભારત સરકારની યોજના હેઠળ વિવિધ ટૂંકાગાળાના હાઈટેક કોર્સીસ જેવા કે પર્સનલ કોમ્પ્યુટર મેઈન્ટેનન્સ, ઈન્ડસ્ટ્રીયલ ઓટોમેશન, ઓટોકેડ(રડી) (૩ડી) એમડીટી, એનાલોગ ડીઝીટલ ઈલેકટ્રોનિકસ અને સી.એન.સી.પ્રોગ્રામીંગ તથા એપ્લીકેશન તેમજ ડી.સી.એમ.સ્કાડા જેવા વ્યવસાયો ચાલુ છે. જેમાં પ્રવેશ માટે નાયબ નિયામકશ્રી એવીટીએસ તથા હાઈટેક તાલીમ યોજનાનો, લાભ લેવા રૂબરૂ અથવા ફોન નં. ૦૨૬૫-૨૬૩૦૬૩૪ અને ૨૬૪૬૬૭૮ પર સંપર્ક કરવા જણાવાયું છે.
એ સર્વિસ રોડ પર વાહનો માટે પ્રવેશબંધી
વડોદરા, હાલમાં ચાલતી બાંધકામની કામગીરીને અનુલક્ષીને વાહન વ્યવહારની સરળતા અને અકસ્માત નિવારણ માટે શહેર પોલીસ કમિશનરે એક જાહેરનામુ બહાર પાડયું છે. તેના દ્વારા સયાજીગંજ વિસ્તારના ભીમનાથ બ્રીજની નીચે આવેલી ચુનાની ચક્કીથી ભીમનાથના નાકા તરફ જતા બ્રીજની ઉત્તર દિશા તરફના સર્વિસ રોડ ઉપર અવર-જવર કરતા ફકત ટુ વ્હીલર વાહનો સિવાયના તમામ પ્રકારના વહનો માટે પ્રવેશબંધી (નો-એન્ટ્રી) જાહેર કરી છે. તેના વિકલ્પે પરશુરામ ભઠૃા તેમજ બ્રીજની નીચેથી અવર-જવર કરતાં વાહન ચાલકોએ ઉતતર તરફના સર્વિસ રોડને બદલે ચુનાની ચક્કીથી કલ્યાણ હોટલથી સરદાર પ્રતિમા તરફ વાહનોની અવર-જવર કરવાની રહેશે.

જિલ્‍લા શિક્ષણધિકારી ગોધરા  કચેરીને આઇ.એસ.ઓ. ૯૦૦૧ ૨૦૦૮ પ્રમાણપત્ર એનાયત થયુ
ગોધરાઃ જિલ્‍લા શિક્ષણાધિકારી ગોધરા કચેરીને કામગીરીનો ઝડપી નિકાલ, કચેરી સંપૂર્ણ કોમ્‍પ્યુટરાઇઝેશન, ઓનલાઇન પત્ર વ્‍યવહાર, વાર્ષિક નિરીક્ષણ આગોતરૂ આયોજન તથા જિલ્‍લાની તેમજ રાજયની કચેરીઓ સાથે જીવંત સંપર્ક અને સંકલનને કારણે આઇ.એસ.ઓ પ્રમાણપત્ર થી પ્રમાણિત કરવામાં આવી છે.
તાજેતરમાં ગાંધીનગરમાં યોજાયેલ ડી.ઇ.ઓ. મિટીગમાં કચેરીના જિલ્‍લા શિક્ષણાધિકારી જી.બી પટેલે શિક્ષણમંત્રીશ્રી રમણલાલ વોરા તથા અગ્રસચિવશ્રી હસમુખ અઢિયાના હસ્‍તે આ પ્રમાણપત્ર સ્‍વીકાર્યું હતું         
શિક્ષણાધિકારીશ્રી જી.બી. પટેલ જણાવ્‍યું હતું કે છેલ્‍લા બે વર્ષથી તનતોડ મહેનત, કચેરીના તમામ કર્મચારીઓના હકારાત્‍મક અભિગમ અને સંકલનના કારણે કચેરીને આ બહુમાન મળ્યું છે. કચેરીનું ક્ષેત્રિય મુલાકાતીઓ માટેનું પૂર્વ આયોજન,કચેરીના તેમજ કચેરીની સંલગ્ન સરકારી હાઇસ્‍કુલોના કર્મચારીઓ માટે નક્કી કરવામાં આવેલ ડ્રેસ કોડ, ઓળખકાર્ડ વગેરેની રાજય કક્ષાએ સારી નોંધ લેવાઇ હતી અને જિલ્‍લાઓ માટે આ બાબત પ્રેરણારૂપ બની હોવાનું તેમણે ઉમેર્યું હતું 
૫ર મા રાજય કલા પ્રદર્શન માટે કલાકૃતિઓ સ્‍વીકારાશે.
ગોધરાઃ ગુજરાત રાજય લલિતકલા અકાદમી દ્વારા ૫ર મું રાજય કલા પ્રદર્શન યોજાનાર છે. આ પ્રદર્શનમાં જુદી જુદી કલાઓ જેવીકે પેઇન્‍ટીંગ, શિલ્‍પ, ગ્રાફિક, વ્‍યવહારિક કલા,ફોટોગ્રાફી, તેમજ બાળ ચિત્રકલાનાં ક્ષેત્રના કલાકારોને પોત્‍સાહન મળે તથા તેમનો ઉત્‍સાહ વધે તેમજ આમજનતાની કલા પ્રત્‍યે રૂચિ કેળવાય તેવા આશયથી ૫ર મા રાજય કલા પ્રદર્શનમાં કલાકારો/ કલાના ચાહકો/ કલા સંસ્‍થાના વિધાર્થીઓ /શાળાઓમાં ધોરણ ૧ થી ૧૦ માં ભણતા બાળકો પાસેથી સ્‍પર્ધા માટે  કલાકૃતિઓ  મંગાવવામાં આવે છે. કલાકૃતિઓ તા. ૧૯/૧/૨૦૧૨ થી તા. ૨૩/૧/૨૦૧૨ દરમ્‍યાન નિયત અરજી પત્રકો સાથે ગુજરાત રાજય લલિત કલા અકાદમી,રવિશંકર રાવળ કલા ભવન, લો ગાર્ડન,ભાઇકાકા ભવન સામે,એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૬ ખાતે બપોરના ૧૨ થી સાંજના ૫-૦૦ વાગ્યા સુધી જ રવિવાર સહિત સ્‍વીકારવામાં આવશે. એમ અકાદમીના સચિવની યાદીમાં જણાવાયું  છે.   

વડોદરામાં યોજાયેલ ટપાલ ટીકીટ પ્રદર્શનમાં ગોધરાના ટપાલ ટીકીટ સંગ્રાહક અનેતલાટી તરીકે ફરજ બજાવતા શ્રી શાંતિલાલ પરમારનું સિલ્‍વર મેડલથી બહુમાન
ગોધરાઃવડોદરામાં તાજેતરમાં યોજાયેલ ૧૨ મા રાજય કક્ષાના, ટપાલ ટીકીટ સંગ્રહ (ફીલાટેલીક) અને ડાક સાહિત્‍ય પ્રદર્શનમાં ગોધરા શહેરમાં રહેતા અને ગોધરા તાલુકાના મીરપમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા શાંતિલાલ પરમારને તેમના અનોખા ટપાલ ટીકીટ સંગ્રહ બદલ સિલ્‍વર મેડલ પાપ્‍ત થયો છે
શ્રી શાંતિલાલ પરમાર ૧૫ વર્ષની ઉંમરથી જ ટપાલ ટીકીટના સંગ્રહનો શોધ ધરાયે છે શ્રી પરમારે વડોદરામાં યોજાયેલ પ્રદર્શનમાં જુદી જુદી જાતની જેવી કે ૨૨ કેરેટ ગોલ્‍ડ,ગોલ્‍ડ ટીકીટવાળું કવર,વિશ્વની સૈાથી મોટી ટીકીટ,નાની ટીકીટ, થ્રીડી ટીકીટ,મોતી ભરેલી ટીકીટ,સુગધવાળી ટીકીટોને પ્રદર્શનમાં મુકી હતી. જેમા ટપાલ વિભાગ દ્વારા તેમને સિલ્‍વર મેડલથી નવાજવામાં આવ્‍યા છે.  અત્રે ઉલ્‍લેખનીય છે કે શ્રી શાંતિલાલ પરમાર પાસે ૨૫ હજાર જેટલી ટપાલ ટીકીટો, દિવાસળીની છાપો તથા ચલણી સિક્કાઓ નોટોનો સંગ્રહ  છે વર્ષ ૨૦૦૦ માં ગાંધીનગરમાં યોજાયેલ તેમના પ્રદર્શનને પૂર્વ રાષ્‍ટૃપતિ શ્રી અબ્‍દુલ કલામે નિહાળી અભિનંદન પાઠવ્‍યા હતા.

પાવાગઢ શક્તિપીઠ ખાતે ઉડન ખટોલા શરદ મહોત્‍સવ ઉજવે છે
૮મી ડીસેમ્‍બર થી ૩૧ મી જાન્‍યુઆરી ૨૦૧૨ સુધી ટિકીટમાં કંન્‍સેશન આપશે
ગોધરાઃમહાકાળી શકિતપીઠ પાવાગઢ માંચી ખાતે વર્ષ ૧૯૮૬ થી ઉષા બ્રેકો કંપની ધ્‍વારા સંચાલિત ઉડન ખટોલા રોપ-વે દુર્ગભ શિખર ઉપર બિરાજમાન પાવન શકિતપીઠ સુધીની કઠિન તથા લાંબી યાત્રા સરળતા-સુગમતા અને આરામદાયક રીતે ફકત છ મીનીટમાં છાશીયા તળાવ સુધીની યાત્રા પૂર્ણ કરે છે.
આ શરદ મહોત્‍સવ દરમ્‍યાન પર્યટન અને શૈક્ષણિક પ્રવાસ ગોઠવનાર શાળાઓ,મહાશાળાઓ, કંપનીઓ તેમજ વ્‍યકિતદીઠ ૩૪ ટકા વળતર( કંન્‍સેશન) આપવામાં આવે છે. તેમજ ૧૧૦ સે.મી થી નાના બાળકો ને ઉડન ખટોલાની યાત્રા વિના મૂલ્‍યે આપવામાં આવે છે. તથા વિકલાંગ-અપંગ સૈનિકોની વિધવાઓને કન્‍સેશન આપવામાં આવશે તેનો લાભ લેવા ઉડન ખટોલાના સંચાલકો ધ્‍વારા  અપીલ કરવામાં આવી છે.  

ટિપ્પણીઓ નથી: