x
ગાંધીનગરઃ
ગ્રાહક
તકરાર નિવારણ પંચ, ગુજરાત રાજ્ય, અમદાવાદ ખાતે આગામી તા. ૩૦-૧ર-ર૦૧૧થી તા.
૮-૧-ર૦૧ર (બન્ને દિવસો સહિત) શિયાળુ વેકેશન રહેશે. રાજ્ય સરકારે
જાહેર કરેલી જાહેર રજાઓ સિવાયના દિવસો દરમિયાન કચેરી ચાલુ રહેશે. સમયમર્યાદામાં રજૂ
કરવામાં આવેલાં વકાલતપત્ર અને ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ૧૯૮૬ અનુસાર
રજૂ કરેલાં જવાબો સ્વીકારવામાં આવશે. કોઇ પક્ષકાર શિયાળુ વેકેશન દરમિયાન પોતાનો કેસ
ચલાવવા માંગતો હોય તો તેણે અગાઉથી કચેરીને જાણ કરવાની રહેશે તેમ રજીસ્ટ્રાર,સી.ડી.આર.સી.,ગુજરાત રાજ્ય, અમદાવાદની
યાદીમાં જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો