જાણો કોણ છે બાળકોના પ્રિય સાંતાક્લોઝ..?
સાંતાનું આજનું પ્રચલિત નામ નિકોલસના ડચ નામ સંિટર ક્લાસથી
આવ્યું છે જે પછીથી સાંતાક્લોઝ બનીને પ્રચલિત થયું છે.
હો...હો...હો... કરતા સફેદ અને લાલ કપડાંમાં લાંબી સફેદ દાઢી સાથે શોભતા, ખભા પર ગિફ્ટ્સથી ભરેલો થેલો અને હાથમાં ક્રિસમસ બેલ લઈને ઊભા રહેતા સાંતાક્લોઝની છબી હવે તાજી થઈ ગઈ છે ત્યારે શું તમે એ જાણો છો કે આ સાંતાક્લોઝ કોણ છે? સાંતાક્લોઝને તમે અનેક વખત મળ્યા છો, તેમને ક્રિસમસ ફાધર પણ કહેવામાં આવે છે. તે દરેક બાળકોને ગિફ્ટ્સ આપીને બાળકોના ચહેરા પર સ્માઈલ લાવે છે. તેના કારમે બાળકો પણ તેમને મળવા આતુર હોય છે. એવું માનવામાં આવે છે કે સાંતાક્લોઝનું ઘર ઉત્તરી પૂર્વમાં છે અને તેઓ ઉડવાવાળી રેનડિયર્સ ગાડી પર સવારી કરીને આવે છે. હાલના સાંતાક્લોઝનું રૂપ પહેલાં કરતાં ઘણું અલગ છે છતાં પણ તેનું મહત્ત્વ તો તે જ છે. બાળકો સાંતા અડધી રાતે આવે છે અને ગિફ્ટ્સ આપે છે તેમ કહે છે કારણ કે પહેલાંના સમયમાં સંત નિકોલસ દ્વારા તેની શરૂઆત કરાઈ હતી. તે ખૂબ અમીર હતા અને માતા પિતાના દેહાંત બાદ તેઓએ અન્ય બાળકોને મદદરૂપ થવા ગિફ્ટ આપવાનું શરૂ કર્યુ. તેમની દરિયાદિલી ઘણી પ્રચલિત હતી. દાન કરતી સમયે કોઈ તેમને જુએ તે તેમને પસંદ ન હતું માટે તેઓએે રાતના અંધારામાં આ ગિફ્ટ્સ આપવાનું શરૂ કર્યું. ત્યારથી સાંતા રાતે જ આવીને ગિફ્ટ આપે છે. આજે એવું પણ માનવામાં આવે છે કે સાંતા પોતાની વાઈફ સાથે અને ઘણા બોનોં સાથે ઉત્તરી કક્ષમાં રહે છે. ત્યાં એક રમકડાંની ફેક્ટરી છે અને રમકડાં તૈયાર કરવામાં આવે છે. સાંતાના આ બોના વર્ષ દરમિયાન અહીં કામ કરે છે. વિશ્વભરમાં તેમના અનેક સરનામાં છે જ્યાં બાળકો ઘણા વિશ્વાસ સાથે પોતાના પત્રો મોકલે છે. તેમાંથી કેટલાક પત્રોનો સાંતાના પોસેટલ વોલેન્ટીયર દ્વારા જવાબ પણ આપવામાં આવે છે અને બાળકો ખુશ થાય છે. તે જવાબ જ તેમની ક્રિસમસની વિશને પૂરી કરે છે. આપણે ઈચ્છીએ કે દરેકમાં બાળકોને પ્રિય સાંતાનો સમાવેશ થાય . દરેક વ્યક્તિ સાંતાની જેમ ભારતના બાળકોનો ભાર ઓછો કરે. આ દેશમાં અનેક બાળકો ભણતરના જજ નીચે, ગરીબીના ભાર નીચે, શોષણના ભાર નીચે દબાયેલો છે. બાળકોના મોજામાં ક્યાંક સાંતા સ્વતંત્રતા આપીને જાય તો કેવું..?

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો