જેતપુર તાલુકા પોલીસના ફોજદારો કરમટીયા-ચાવડાએખીરસરા નજીકથી 1 ચોરાઉ બાઈક સાથે 2 પકડ્યા
જેતપુર તા.7
જેતપુર તાલુકના ખીરસરા ગામ નજીકથી ગત રાતીના 2 રીઢા તસ્કરોને 1 ચોરાઉ બાઈક સાથે લઇ તાલુકા પોલીસના ફોજદારો કરમટીયા અને ચાવડાએ તપાસનો દૌર ચાલુ કર્યો છે.
બનાવની મળતી વિગતો મુજબ ગઈ કાલે રાત્રીના જેતપુર તાલુકા પોલીસના ફોજદારો કરમટીયા અને ચાવડા સ્ટાફના દિવ્યેશ આહીર, વી. પેટ્રોલીંગમાં હતા ત્યારે તાલુકાના ખીરસરા ગામ પાસેથી પુરપાટ ઝડપે નીકળેલા 2 શખ્શોને રોકી પૂછપરછ કરતા બંને ગલ્લાતલ્લા કરવા લાગ્યા હતા.
દરમીયાન પોલીસની લાલ આંખ દરમિયાન આ બંને શખ્શોએ તેઓના નામો દીપક ઉર્ફે દીપુ બટુક દેવીપુજક (રહે. ગોંડલ, હાલ રાજકોટ ના સરધારા) તેમજ શૈલેશ કુરજી દેવીપુજક (રહે.ગોંડલ ) જણાવી બાઈક પણ રાજકોટ તાલુકાના સરધાર ગામેથી ઉઠાંતરી કરી ચોરાઉ હોવાની કબુલાત આપતા પોલીસે આગવી ઢબે કરી હતી.
આવા સમયે પલીસે પોલીસને એવી વિગતો મળી હતી કે દીપુ અને શૈલેશ બંને રીઢા ઘરફોડ તસ્કરો છે. આ બંને ગોંડલ શહેર અને પંથકની 5-6 ઘરફોડ ચોરીઓને અંજામ આપી ચુક્યા છે. દીપુ ચોરીના એક કેશમાં 7 વર્ષની જેલ સજા કાપી ચુક્યો છે. જયારે શીલેશ એક મહિના પહેલાજ આઈટીઆઈની એક ચોરીના બનાવમાં જેલ સજા કાપી છૂટ્યો છે.
હાલ ફોજદારો કરમટીયા અને ચાવડાએ બન્ને આરોપીઓ રાજકોટ તાલુકા પોલીસના હોય, બંને સામે સીઆરપીસી 41-1ડી અને 102 મુજબ કાર્યવાહી હાથ ધરી, રાજકોટ તાલુકા પોલીસને જાણ કરતા રા.પો. ટ્રાન્સફર વોરંટથી શૈલેશ અને દીપુનો કબજો મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.
ફોટો : ચોરાઉ બાઈક અને તસ્કરો દીપુ અને શૈલેશ નજરે પડે છે.
ફોટો :કશ્યપ જે.જોશી જેતપુર જેતલસર - 99742 62812
----------------------------------------------------------------------
મંડલીક્પુરની કોલેજીયન યુવતીનું જેતપુરમાંથી અપહરણ
જેતપુર તા.7
જેતપુરના મંડલીક્પુર ગામે રહેતી એક પટેલ કોલેજીયન યુવતીનું કોઈ અજાણ્યા શખ્શો જેતપુરમાંથી અપહરણ કરી ગયાની શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવાતા પીઆઈ ગોહિલે તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ જેતપુરના મંડલીક્પુર ગામે રહેતા વલ્લભભાઈ રૈયાભાઈ સેન્જલીયા-પટેલની જેતપુરની બોસમીયા કોલેજમાં અભ્યાસ કરતી યુવાન પુત્રી ગઈ કાલે જેતપુર ના અમરનગર રોડ પરના એક કોમ્પ્યુટર ક્લાસમાં ગયા બાદ સાંજ સુધી ઘરે પરત નાં ફરતા તેઓએ ઘણી તપાસ કરી હતી.
પણ લાડલી દીકરીનો ક્યાય પત્તો નહિ લાગતા કોઈ અજાણ્યો શખ્શ પોતાની પુત્રીને ભોળવી અપહરણ કરી ગયાની પોલીસમાં વલ્લભભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસ ઇન્સ્પેકટર ગોહિલે વધુ તપાસ હાથ ધરી છે.
કશ્યપ જે.જોશી જેતપુર જેતલસર - 99742 62812