વંથલી-કેશોદ અને સુપાસી વચ્ચે ઉભા કરાનાર ટોલનાકાનો
સખત શબ્દોમાં વિરોધ કરતા જેતપુર ચેમ્બરસુત્રો
એકજ ટોલનાકું ઉભું કરી વાહન ચાલકોને લુંટતા બચાવો
જેતપુર તા.7
જુનાગઢના કેશોદ અને સુપાસી નજીક એક સાથે ઉભા કરનાર ટોલનાકાનો જેતપુર ચેમ્બરસુત્રોએ સખત શબ્દોમાં વિરોધ કરી એક જ ટોલનાકું ઉભું કરી વાહન ચાલકોને લુંટતા બચાવવા માંગ દોહરાવી છે.
આ બાબતે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સના કાર્યવાહકો કહે છે કે જેતપુર સોમનાથ ફોરટેકનું કામકાજ હજુ પૂરું થયું નથી ત્યાં આ રોડ પર જુનાગઢના કેશોદ-વંથલી વચ્ચે અને સુપાસી નજીક એમ જગ્યાએ ટોલનાકા ઉભા કરી ત્રણ ગણા ભાવો વસુલવા રોડ ઓથોરીટી કવાયત આદરી હોય વાહન ચાલકો માટે આ વાત હળાહળ અન્યાયી બનશે.
વધુમાં જેતપુર ચેમ્બરસુત્રો કહે છે કે રાજકોટ અમદાવાદ વચ્ચેનું 215 કિમી નું અંતર હોવા છતાં 3 ટોલનાકા છે. જયારે જેતપુર સોમનાથ વચ્ચેનું અંતર 120 કિમીનું અંતર હોય સોમનાથ સુધીમાં 2 ટોલનાકા વાહન ચાલકોને પરવડે તેમ ના હોય, બે માંથી એક ટોલનાકું તાકીદે બંધ કરવા માંગ દોહરાવી છે.
KASHYAP JOSHI JETPUR JETALSAR-99742 62812
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો