અનુયાયીઓ

બુધવાર, 2 સપ્ટેમ્બર, 2015

જેતપુર પંથકમાં ચાલતા શ્રાવણીયા જુગારીઓ પર તાલુકા પોલીસની ઘોંસ 3 લાખના મુદામાલ સાથે 21 તાસપ્રેમીઓ ઝડપાયા

જેતપુર પંથકમાં ચાલતા શ્રાવણીયા જુગારીઓ પર તાલુકા પોલીસની
ઘોંસ 3 લાખના મુદામાલ સાથે 21 તાસપ્રેમીઓ ઝડપાયા 
જેતપુર તા.2
જેતપુર તાલુકા પોલીસના ફોજદાર કરમટીયાએ સ્ટાફના મજ્નુંભાઈ સહિતના સ્ટાફને સાથે રાખી ગત મોડી રાત્રીના દેરડી અને વાડાસડા એમ બંને ગામોમાં જુગાર દરોડા પાડી 21 શખ્શોને રૂપિયા 2,93,310 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
મળતી વિગતો મુજબ જેતપુરના દેરડી અને વાડાસડા ગામોમાં શ્રાવણીયા જુગારે માઝા મૂકી હોવાની બાતમી અને ફરિયાદ પરથી જેતપુર તાલુકા પોલીસના પીએસઆર રઘુભાઈ કરમટીયાએ સ્ટાફના મજનુંભાઈ, દિવ્યેશ આહીર વિગેરેને સાથે રાખી દેરડી ગામે જુગાર દરોડો પાડી જુગાર રમતા વાડી માલિક અરવિંદ ધનજી કોરાટ, વિનોદ ડામોર, મુકેશ ધનજી કોરાટ, બાબુ માધા કોરાટ, મગન માધા કોરાટ, જયસુખ ભીમજી કોરાટ, ભરત વેલજી તારપરા, ચંદ્રેશ બાબુ તારપરા, વજુ રણછોડ ગોંડલીયા, કિશોર ઘેલા ગોંડલિયા, મનસુખ ગંગદાસ ગોંડલિયા, રમેશ ચકુ ગોંડલિયા વિગેરે શખ્શો રોકડ 1,12690/- તેમજ 9 બાઈક  સહીત કુલ રૂપિયા 248690/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયા હતા.
જયારે વાડાસડા ગામે જમાદાર મજનુંભાઈ મનાતે જયવીરસિંહ અને કૃષ્ણસિંહ સહિતના સ્ટાફને સાથે રાખી જુગાર દરોડો પાડતા વાડી માલિક મહિપત પરમાર સાથે વિપુલ રમેશ ડેર, અજય વીનું બાવીષા, નટુ ઓઘડ બાવિષા, અરવિંદ બટુક ભેડા, રાજેશ ભીમજી ડોબરિયા, રમેશ ઘુસા શિંગાળા, શિવા ઘુસા તથા રાજેશ કાળું ડેર એમ તમામને રોકડ રૂપિયા 29620/- સહીત કુલ રૂપિયા 44620/- ના મુદામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અત્રે એ નોંધનીય છે કે જેતપુરના ઉપરોક્ત ગામો ઉપરાંત જેતલસર સહિતના ગામોના રહેણાક મકાનોમાં અને સીમની વાડીઓમાં ધોમધોકાર જુગાર ચાલતો હોય પોલીસે હજુ પણ શક્રિય થઈને રાત્રીના વધુ જાગીને જુગાર દરોડા પાડે તો હજુ આખો મહિનો તાસ્પ્રેમીઓ ઝડપાતા રહેશે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812

અવસાન નોંધ જેતપુર 2-9-2015

અવસાન નોંધ :                                                                           2-9-2015
જેતપુર: મનુભાઈ રણછોડભાઈ ઢાકેચાના પુત્ર રાહુલભાઈ(ઉ.વ.29) તે રેશમડીગાલોળના કાનજીભાઈ તથા વલ્લભભાઈના ભત્રીજા તા.1 ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.3 ને ગુરુવારે, સાંજે 4 થી 6, તેમના નિવાસસ્થાન, જય પાર્ક, સરદાર ચોક, જેતપુર ખાતે રાખેલ છે.
                                           કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 99742 62812

ઉભો ખેતપાક બળી રહ્યો હોય ભાદર કેનાલમાં પાણી છોડવા થાણાગાલોલના ખેડૂતોનું આવેદન

ઉભો ખેતપાક બળી રહ્યો હોય 
ભાદર કેનાલમાં પાણી છોડવા થાણાગાલોલના ખેડૂતોનું આવેદન 
જેતપુર તા.2
વરસાદ ખેંચાતા ખેતપાક ઉભા ઉભા બળી રહ્યો હોય, તાત્કાલિક ભાદર કેનાલમાં પાણી છોડવા થાણાગાલોલના ખેડૂતોએ આજે જેતપુર દોડી આવી ભાદર ઈરીગેશનસુત્રોને આવેદન આપ્યું હતું.
 મળતી વિગતો મુજબ હાલના દિવસોમાં વરસાદ ખેંચાતા કાળી મજુરી જેવી મહેનત પછી પણ પાણીના અભાવે કપાસ, મગફળી જેવા ખેતપાક બળવાને આરે ઉભા હોય, આજે જેતપુર તાલુકાના થાણાગાલોલના  રાજેશ સતાસિયા, અશોક ઉંધાડ, ગાંડુભાઈ સતાસિયા, રમેશ બુટાણી, રમેશભાઈ માથુકિયા સહિતના ખેડૂતો આજે જેતપુર દોડી આવી ભાદર ઈરીગેશન કચેરીના કાર્યપાલક ઈજનેર મોવલીયાને આવેદન આપી જણાવેલ કે એકબાજુ વરસાદ ખેંચાતા હાલ વાડીના કુવા બોરના પાણી તળિયા ઝાટક થઇ ગયા હોય, ખેતપાકોને બચાવવા તાત્કાલિક ભાદરની કેનાલમાં પાણી છોડવાની માંગ દોહરાવી હતી.. જ્યારે ભાદર ઈરીગેશન સુત્રોએ આવેદનના પ્રત્યુત્તરમાં જણાવેલ કે આ બાબતે તેઓની એકાદ બે દિવસમાંજ સંબંધિત અધિકારીઓ સાથે અગત્યની બેઠક હોય, ખુદ તંત્ર પણ ખેડૂતોની આ માંગને સ્વીકારવા અને હલ કરવા કવાયત આદરી રહ્યું છે.
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 9974262812