ઉભો ખેતપાક બળી રહ્યો હોય
ભાદર કેનાલમાં પાણી છોડવા થાણાગાલોલના ખેડૂતોનું આવેદન
જેતપુર તા.2
વરસાદ ખેંચાતા ખેતપાક ઉભા ઉભા બળી રહ્યો હોય, તાત્કાલિક ભાદર કેનાલમાં પાણી છોડવા થાણાગાલોલના ખેડૂતોએ આજે જેતપુર દોડી આવી ભાદર ઈરીગેશનસુત્રોને આવેદન આપ્યું હતું.
મળતી વિગતો મુજબ હાલના દિવસોમાં વરસાદ ખેંચાતા કાળી મજુરી જેવી મહેનત પછી પણ પાણીના અભાવે કપાસ, મગફળી જેવા ખેતપાક બળવાને આરે ઉભા હોય, આજે જેતપુર તાલુકાના થાણાગાલોલના રાજેશ સતાસિયા, અશોક ઉંધાડ, ગાંડુભાઈ સતાસિયા, રમેશ બુટાણી, રમેશભાઈ માથુકિયા સહિતના ખેડૂતો આજે જેતપુર દોડી આવી ભાદર ઈરીગેશન કચેરીના કાર્યપાલક ઈજનેર મોવલીયાને આવેદન આપી જણાવેલ કે એકબાજુ વરસાદ ખેંચાતા હાલ વાડીના કુવા બોરના પાણી તળિયા ઝાટક થઇ ગયા હોય, ખેતપાકોને બચાવવા તાત્કાલિક ભાદરની કેનાલમાં પાણી છોડવાની માંગ દોહરાવી હતી.. જ્યારે ભાદર ઈરીગેશન સુત્રોએ આવેદનના પ્રત્યુત્તરમાં જણાવેલ કે આ બાબતે તેઓની એકાદ બે દિવસમાંજ સંબંધિત અધિકારીઓ સાથે અગત્યની બેઠક હોય, ખુદ તંત્ર પણ ખેડૂતોની આ માંગને સ્વીકારવા અને હલ કરવા કવાયત આદરી રહ્યું છે.
ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 9974262812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો