જેતપુર પંથકમાં ચાલતા શ્રાવણીયા જુગારીઓ પર તાલુકા પોલીસની
ઘોંસ 3 લાખના મુદામાલ સાથે 21 તાસપ્રેમીઓ ઝડપાયા
જેતપુર તા.2
જેતપુર તાલુકા પોલીસના ફોજદાર કરમટીયાએ સ્ટાફના મજ્નુંભાઈ સહિતના સ્ટાફને સાથે રાખી ગત મોડી રાત્રીના દેરડી અને વાડાસડા એમ બંને ગામોમાં જુગાર દરોડા પાડી 21 શખ્શોને રૂપિયા 2,93,310 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
મળતી વિગતો મુજબ જેતપુરના દેરડી અને વાડાસડા ગામોમાં શ્રાવણીયા જુગારે માઝા મૂકી હોવાની બાતમી અને ફરિયાદ પરથી જેતપુર તાલુકા પોલીસના પીએસઆર રઘુભાઈ કરમટીયાએ સ્ટાફના મજનુંભાઈ, દિવ્યેશ આહીર વિગેરેને સાથે રાખી દેરડી ગામે જુગાર દરોડો પાડી જુગાર રમતા વાડી માલિક અરવિંદ ધનજી કોરાટ, વિનોદ ડામોર, મુકેશ ધનજી કોરાટ, બાબુ માધા કોરાટ, મગન માધા કોરાટ, જયસુખ ભીમજી કોરાટ, ભરત વેલજી તારપરા, ચંદ્રેશ બાબુ તારપરા, વજુ રણછોડ ગોંડલીયા, કિશોર ઘેલા ગોંડલિયા, મનસુખ ગંગદાસ ગોંડલિયા, રમેશ ચકુ ગોંડલિયા વિગેરે શખ્શો રોકડ 1,12690/- તેમજ 9 બાઈક સહીત કુલ રૂપિયા 248690/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયા હતા.
જયારે વાડાસડા ગામે જમાદાર મજનુંભાઈ મનાતે જયવીરસિંહ અને કૃષ્ણસિંહ સહિતના સ્ટાફને સાથે રાખી જુગાર દરોડો પાડતા વાડી માલિક મહિપત પરમાર સાથે વિપુલ રમેશ ડેર, અજય વીનું બાવીષા, નટુ ઓઘડ બાવિષા, અરવિંદ બટુક ભેડા, રાજેશ ભીમજી ડોબરિયા, રમેશ ઘુસા શિંગાળા, શિવા ઘુસા તથા રાજેશ કાળું ડેર એમ તમામને રોકડ રૂપિયા 29620/- સહીત કુલ રૂપિયા 44620/- ના મુદામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અત્રે એ નોંધનીય છે કે જેતપુરના ઉપરોક્ત ગામો ઉપરાંત જેતલસર સહિતના ગામોના રહેણાક મકાનોમાં અને સીમની વાડીઓમાં ધોમધોકાર જુગાર ચાલતો હોય પોલીસે હજુ પણ શક્રિય થઈને રાત્રીના વધુ જાગીને જુગાર દરોડા પાડે તો હજુ આખો મહિનો તાસ્પ્રેમીઓ ઝડપાતા રહેશે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો