અનુયાયીઓ

ગુરુવાર, 3 સપ્ટેમ્બર, 2015

CRIME NEWS JETPUR KASHYAP JOSHI JETPUR

માવતરે સાતમ આઠમ કરવા જવાની પતિએ નાં પાડતા 
ચારણીયાની પરિણીતાએ જીંદગી ટૂંકાવી નાખી !
કાતિલ દવાએ ગણતરીની કલાકોમાજ ચંપાબેનની જીંદગી હણી લેતા સ્વજનોમાં શોક 
જેતપુર તા. 3
જેતપુરના ચારણીયા ગામની એક પરિણીતાએ પતિએ સાતમ આઠમ પિયરે કરવા જવાની નાં પાડતા લાગી  આવતા ઝેરી દવા પીને જીવન ટૂંકાવી નાખ્યાની ઘટનાએ રૂપાવટી અને ચારણીયા એમ બંને ગામોમાં શોકનો માહોલ ખડો કર્યો છે.
મળતી વિગતો મુજબ જેતપુરના ચારણીયા ગામે રહેતા ચંપાબેન પ્રેમજીભાઈ સોંદરવા નામની 35 વર્ષીય, બે પુત્રોની માતાએ પોતાના પતિએ સાતમ આઠમ કરવા પિયરે જવાની નાં પાડતા બંને દંપતી વચ્ચે રકઝક થઇ હતી. દરમિયાન પતિ બહાર ચાલ્યા જતા એકલતાનો લાભ લઈને ચંપાબેને લાગી આવેલી અને ક્રોધાવસ્થામાં ઝેરી દવા પી લેતા તેણીને સારવાર માટે અહીના સરકારી દવાખાને ખસેડાઈ હતી. પણ કાતિલ દવાએ  ચંપાના આખા શરીરમાં જાણે મોતરૂપી આંટો મારી લીધો હોય તેમ ચંપાનું ગણતરીની કલાકોમાં જ મોત થયું થતા, હોસ્પિટલ સુત્રોની જાણ પરથી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વિલાયતી શરાબ સાથે 2 ની અટક 
જેતપુર તા.3 
આજે બપોરે જેતલસરથી આગળ ચોકીધાર પાસે તાલુકા ફોજદાર ગોહિલ વાહન ચેકિંગમાં  હતા તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થયેલ ડબલ સવારી એકટીવાને રોકી તલાશી લેતા તેમાંથી વિલાયતી શરાબની 5 બોટલ મળી આવી હતી. પોલીસે જેતપુરના  હિરેન રમેશ મુળિયા તથા જુનાગઢના ધવલ મહેન્દ્ર ગોહિલની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જેતપુરમાં જુગાર દરોડો 12 ઝડપાયા 
જેતપુર તા.3
જેતપુરના પાંચ પીપળા રોડ પર આવેલ જયશ્રી પ્રિન્ટ નામના સાડી કારખાનામાં બાતમીના આધારે જુગાર દરોડો પાડનાર શહેર પોલીસ ફોજદાર ચૌહાણે કારખાના માલિક રમેશ કરશન પટેલ, રમણીક ગોવિંદ ધામી, જીગ્નેશ ડાયા પટેલ, પ્રવીણ વિઠ્ઠલ છાંટબાર, રાકેશ વનમાળીદાસ પડિયા, રાજુ હર્ષદ ગોસાઈ, હરસુખ અરજણ રાદડિયા, જીતું ભીમજીભાઈ રાદડિયા વિગેરે ને રોકડ રૂપિયા 61110/- સાથે ઝડપી લીધા હતા.
જયારે બીજા દરોડામાં ભાદરના સામા કાંઠા વિસ્તારમાં ફોજદાર સંઘાણીએ દરોડો પાડી મકાન માલિક નાથાભાઈ રોકડ, જયદીપ વાંક, નાગાર્જુન ઓડેદરા વી ને રૂપિયા 20,300 સાથે ઝડપી લઇ ધોરણસરની વિધિ હાથ ધરી હતી.

જેતપુરના મોટાગુંદાળા પાસે કાર પલટી જતા મહિલાનું મોત 
જેતપુર તા.3
આજે બપોરે તાલુકાના મંડલીકપુર-મોટા ગુંદાળા વચ્ચે પલટી ખાઈ ગયેલી કારના બનાવમાં ધોરાજીના જમકુબેન સુરેશભાઈ રામાણી નું મોત થયું હતું, જ્યારે કારમાં બેઠેલા અન્ય 2 મહિલા અને કાર ચાલકને નાની મોટી ઈજાઓ થતા , જુનાગઢ, રાજકોટની હોસ્પીટલમાં રીફર કરાયા છે. જાણકારો કહે છે કે આ બનાવમાં એક નાના બાળકને પણ ઈજા થતા સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. બનાવની વધુ તપાસ જમાદાર મજનુંભાઈ ચલાવી રહ્યા છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812

ટિપ્પણીઓ નથી: