સેવાની જ્યોતને પ્રજ્જવલિત રાખવા સહાય જરૂરી
માત્ર 10 રૂપરડીમાં ભૂખ્યાની જઠરાગ્ની ઠારતું જેતપુરનું હરીઓમ ભોજનાલય..
(કશ્યપ જોશી )જેતલસર(જેતપુર) તા.10
જેતપુરના ખોડપરા વિસ્તારની શેરી નંબર ડી/7 માં હરિઓમ ભોજનાલય આવેલું છે. જોશી બાપના આશ્રમ તરીકે ઓળખાતા આ ભોજનાલયમાં દરરોજ બપોરે અનેક ભૂખ્યા લોકોની જઠરાગ્ની માત્ર દશ રૂપરડીમાં ઠારવામાં આવે છે. સાવ મામુલી રકમમાં આજે વ્યસનીઓને પાન ફાકીને મસાલો પણ મળતો નથી ત્યારે સુદ્ધ અને સાત્વિક ભોજનથી ભૂખ્યાઓને ભરપેટ જમાડવાની આ સેવાને અનન્ય ગણવી પડે તેમ છે.
અહી જમવા આવતા અત્યંત ગરીબો અને મધ્યમ વર્ગીય લોકોની ભોજન વ્યવસ્થા નિયમિત કરવા સુરેશભાઈ લાખાણી, ગીતાબેન લાખાણી અને નન્કુબાપુ તથા બોરડી સમઢીયાળા ની સેવા ઉડીને આંખે વળગે તેવી જોવા મળી. તો વિનુભાઈ બાવીષા,મહેન્દ્રભાઈ દોશી, અનિલભાઈ કાછડિયા અને સ્વ.શારદાબેન મનસુખભાઈ ગઢિયા જેવા અડીખમ દાતાઓના તમામ પ્રકારના સંગીન સહયોગનો અન્યોએ ધડો લેવા જેવું કહેવાનું મુનાશીબ જણાય છે. જયારે આવી ઉત્તમ અન્ન સેવા ચાલુ કરવાનો જેને વિચાર આવ્યો તે દામજીભાઈ(કાળુભાઈ )જોશીની સેવા પણ કાબીલેદાદ જોવા મળી રહી છે. આ માણસે પોતાના તમામ અંગત કામો પડતા મૂકી બસ એક જ ધૂની ધખાવી છે કે ભૂખ્યાની કળકળતી, બળતી જઠરાગ્ની ઠારવી !
બોક્સ : તમે પણ કરી શકો આવી રીતે સેવા !!
જેતપુર: કાળુભાઈ જોશીએ જણાવેલ કે ભોજન ના માસિક દાતા બનવા ઉપરાંત સ્વર્ગે સિધાવેલા પુણ્યાત્માઓની યાદમાં, લગ્ન, જન્મ કે અન્ય કોઈ તહેવારોની ઉજવણીમાં દેખાદેખી કરવાને બદલે જો લોકો આવા ભોજ્નાલાયોમાં બનતો આર્થિક સહયોગ આપતા થાય તો કરોડો પુણ્ય આ ધરતી પર જ મળતા થઇ તેમાં શંકા નથી !
ફોટો અને અહેવાલ કશ્યપ જોશી જેતપુર જેતલસર






