અનુયાયીઓ

મંગળવાર, 21 એપ્રિલ, 2015

AKASMAT AT BENGLORE - KASHYAP JOSHI JETALSAR JETPUR



​જેતપુરની વિવેકાનંદ હાઈસ્કુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીના બેંગ્લોરમાં અકસ્માતમાં મોત પછી 
જેતપુર-અમરેલીના સેવાભાવીઓની અદકેરી સેવાઓ ગુંજી
મૃતક યુવાનનો મૃતદેહ આજે ફ્લાઈટ મારફતે રાજકોટ આવશે 
(કશ્યપ જોશી ) જેતપુર તા.21
જેતપુરની વિવેકાનંદ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ બેંગ્લોરમાં નોકરી કરી રહેલા જેતપુરના એક આશ્સ્પદ યુવાનના ગઈકાલે અકસ્માતમાં મોત પછી મૃતક યુવાનની ડેડબોડી જેતપુર સુધી લઇ આવવામાં જેતપુરના શાળા સંચાલકો, સેવાભાવી સંસ્થાના તબીબ અને અમરેલીના ધારાસભ્યની પ્રશંશનીય સેવાઓ ધ્યાને આવતા, આગેવાનોની અદકેરી સેવાને અખબારોમાં સ્થાન અપાવવાનું આ લખનારે ઉચિત માન્યું છે.
સમગ્ર બનાવની મળતી વિગતો મુજબ જેતપુરની વિવેકાનંદ હાઈસ્કુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી ભૃગેશ રમેશભાઈ મકવાણા હાલ બેંગ્લોર ખાતે વિવિધ ડીગ્રી કોર્ષની રૂપરેખા અને પ્રવેશ માટેની માહિતી આપતા સ્ટડી કેન્દ્રમાં નોકરી કરે છે. ભ્રુગેશની સગાઇ નક્કી થતા તે કાલે બેંગ્લોર થી જેતપુર આવવવાનો હતો.
પણ ત્યાં માર્ગ અકસ્માતમાં ભૃગેસને ગંભીર ઈજાઓ સાથે બેહોશી હાલતમાં એમ એસ રવૈયા મેમોરીયલ હોસ્પીટલમાં ખસેડાયો હતો પણ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરતા ભૃગેસના મૃતદેહને જેતપુર લઇ આવવાની નોબત આવી પડી હતી.
આવા સમયે મુંજાયેલા રમેશભાઈએ તેમના શાઢુંભાઈ ચીમનભાઈ મકવાણાને કહેતા ચીમનભાઈ વિવેકાનંદ સ્કુલના સંચાલક ડો.પ્રિયવદનભાઈ કોરાટ પાસે ગયા હતા.
આજે સવારના 6 વાગ્યાની આ ઘટનાને જેતપુરમાં બેઠા બેઠા પાર પાડવા ડો.કોરાટે સૌ પ્રથમ લાયન્સ ક્લબ જેતપુરના ડો.પ્રિયવ્રત જોશીનો અને રાજકીય પક્ષ કોંગ્રેસ ક્ષેત્ર્રે અમરેલીના ધારાસભ્ય પરેશભાઈ ધાનાનીનો સંપર્ક કરી મૃતક યુવાનની પીએમવિધિ તેમજ મૃતદેહ સંભાળવાની અતિ અઘરી કાર્યવાહીમાં જોન્ત્રાયા હતા. 
આવા સમયે જેતપુરની આ શાળાના અન્ય બે  માજી વિદ્યાર્થીઓ નલીન ચોવટિયા અને મેહુલ ખાચરીયાને ડો. કોરાટે સેવામાં લગાડતા કહેવાય છે કે આ બંને છાત્રોએ પણ ગજબની મહેનત આદરી ભૃગેશની ડેડબોડીને બેંગ્લોરથી જેતપુર સુધી પહોચાડવાની વિધિઓ પાર પાડી હતી.
બોક્સ : કોણે, કેવી સેવા બજાવી ??!! 
જેતપુર : ડો. પ્રિયવદન કોરાટે માહિતી આપતા જણાવેલ કે અત્યંત ગરીબ અને ટ્રક ચાલકની જીંદગી જીવતા જેતપુરના રમેશભાઈ મકવાણા માટે પોતાના પુત્રનો મૃતદેહ બેંગ્લોરથી જેતપુર લાવવાનું મુશ્કેલ જનતા તેઓએ સ્ટાફના જયદીપ ભાદડીયા, જેતપુરના ડો. પી.સી.જોશી ને સામાજિક સંસ્થા કક્ષાએ, અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીને રાજકીય કોંગ્રેસ પક્ષ કક્ષાએ(બેંગ્લોરમાં કોંગ્રેસનું પ્રભુત્વ વધુ હોવાના નાતે), બનાવની કરુણતા બતાવતા ડો.જોશી અને ધારાસભ્ય ધાનાણી સતત આખો દિવસ દરમિયાન સંપર્કમાં રહી પોત પોતાનાથી બનતી સેવાઓ બજાવવામાં ખાવા પીવાનું ભૂલ્યા હતા. બેંગ્લોર સ્થિત જેતપુરની શાળાના બે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નલીન ચોવટિયા અને મેહુલ ખાચરીયા, બેંગ્લોરમાં જીલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ અમીનભાઈએ પણ ખડે પગે રહીને ભૃગેશના મૃતદેહને વાલીઓ તરફે લાવવામાં ભારે જહેમત ઉઠાવી હતી.
આજે બપોરે રાજકોટ અને ત્યાંથી જેતપુર 
ભૃગેશનો મૃતદેહ વિમાનમાર્ગે આવશે !!
જેતપુર : જાજા હાથ રળિયામણા અને એય કાઠીયાવાડી, સેવાનો સાદ જીલજો રે ! એવી ઉક્તિઓને અક્ષરશ સાબિત કરાવનાર ડો.કોરાટ , ડો.જોશી, બેંગ્લોરના છાત્રો અને અમરેલીના ધારાસભ્ય ધાનાણી એમ તમામની આજે આખો દિવસની લાજવાબ સેવાને અંતે બેંગ્લોરની હોસ્પિટલ સુત્રોએ નલીન ચોવટિયા નામના માજી છાત્રને ભૃગેશની ડેડબોડી સોંપતા, આ ડેડબોડી બેંગલોરથી મુંબઈ અને મુબઈથી રાજકોટ સુધી વિમાન માર્ગે લવાશે, રાજકોટથી રોડ માર્ગે જેતપુર લવાશે.
બોક્સ: બી.ફાર્મ કરી ભૃગેશ નોકરીએ લાગ્યો !!
જેતપુર: પેટે પાટા બાંધી જેતપુરના રમેશભાઈ મકવાણાએ એકના એક પુત્ર ભૃગેશને બી.ફાર્મ.સુધીનો અભ્યાસ કરાવ્યો, લાકડી સમા દીકરાના ભણતર પાછળ ગુમાવેલ સમય અને નાણાનું હવે બરાબર વળતર મળશે તેવી આશાએ જીવતા રમેશભાઈનો દીકરો ભ્રુગેશ સ્થાનિક સ્ટડી સેન્ટરમાં એક માર્ગદર્શક તરીકેની નોકરી કરતો હતો. બેંગ્લોરમાં અન્ય એક જેતપુરના ડિપ્લોમાના વિદ્યાર્થીને પોતાની સગાઇ નક્કી થતી હોય જેતપુર જવાના શુભ સમાચાર આપવા બાઈક લઈને નીકળ્યો ત્યારે ત્યાના રામૈયા નગર વિસ્તારમાંના એક સ્પીડ બ્રેકરને સમજવામાં થાપ ખાઈ ગયેલ ભૃગેસનું બાઈ ફૂટપાથના ડિવાઈડર પર ચડી જતા 100 થી 150 ફૂટ બાઈક સમેત ઢસડાયો હતો અને ગંભીર ઈજાઓ પામ્યો હતો.

ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812

CRIME NEWS BY KASHYAP JOSHI JETPUR 9974262812

જેતપુરના પીઠડીયા ગામે ક્રિકેટ સટ્ટા દરોડા 
દરમિયાન ભાગેલો વાડી માલિક પકડાયો
જેતપુર તા.21
જેતપુરના પીઠડીયા ગામે ગઈકાલે ક્રિકેટ પર ખેલાતા સટ્ટા પર પોલીસે મારેલા છાપા દરમિયાન ભાગેલો વાડીમાલિક પકડાયો હોવાનું પોલીસ જણાવે છે.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના પીઠડીયા ગામે આઈપીએલ ક્રિકેટ પર મોટાપાયે સટ્ટો ખેલાતો હોવાની બાતમી પરથી ગઈકાલે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ બ્રાન્ચે સંબંધિત પોલીસને અંધારામાં રાખી દરોડો પાડતા 1.10.540 રૂપિયાના મુદામાલ સાથે 4 શખ્શો પકડાઈ ગયા હતા. જયારે વાડી માલિક ચેતન ધીરુ પટેલ નાશી છૂટતા પોલીસે તેમને પકડવા ચક્રો ગતિમાન કાર્ય હતા. જેમને આજે પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી વચ્ચે પૂછપરછ હાથ ધરી છે.
જેતપુરની વૃદ્ધાને બે વર્ષ પહેલા છેતરી જનારા 2 શખ્શો ઝડપાયા 
જેતપુર તા.21
આજથી બે વર્ષ પહેલા જેતપુરના એક પટેલ વૃદ્ધાને રોકડ રકમ તેમજ સોનાનો ચેઈન લઇ જઈ છેતરપીંડી આચરનાર 2 ધૂતારાઓને પોલીસે પકડી પાડતા આ બંને ચીટર ઇસમોએ જેતપુર સહીત વેરાવળ અને જૂનાગઢની છેતરપીંડી પણ કબુલી હોવાનું પોલીસ જણાવે છે.
મળતી વિગતો મુજબ ગઈ 5-9-2013 ના રોજ જેતપુરમાં ભાદર કેનાલ પાસેના રોયલ એપાર્ટમેન્ટમાં રહેતા કંચનબેન કાનજીભાઈ ભુવા(મૂળ જેતલસર ગામના) પાસે બે શખ્શોએ તાંત્રિક વિધિના ઓઠા તળે કંચનબેનને ભોળવી રોકડ રૂપિયા 12 હજાર તથા એક સોનાનો સવા તોલાનો ચેઈન લઈને છું થઇ ગયા હતા. 
આવા સમયે પોલીસે અજાણ્યા 2 શખ્શો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન ગઈકાલે બે શકમંદ શખ્શોના ભેદી આંટાફેરાની પોલીસને જાણ કરતા પોલીસે મારતે ઘોડે ધોરાજી રોડ પર દોડી જઈ બંનેને પકડી લઇ આગવી ઢબે સરભરા કરતા બંને ચીટર હોવાનું કબૂલી પોતાના નામો નાથબાવા ભારત નાથાલાલ (રહે.મહુવા પંથક ગામ ખુંટવડા) તથા રાણા હાજા સલાટ(રહે. રાણેજ-કોડીનાર) જણાવતા પોલીસે લાલચોળ આંખો કરી હતી.
આવા સમયે ભારત અને રાણાએ જુનાગઢ રોડ પર અને વેરાવળમાં એક વૃધ્ધા સાથેજ આવીજ છેતરપીંડી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે બંને ઠગબાજોને રિમાન્ડ ઉપર લેવાની તજવીજ હાથ ધરી છે.

કશ્યપ જોશી જેતપુર 9974262812
 

JETALSAR NEWS ... AKASMAATMA MOT..દેવકીગાલોલના અખબારી પ્રતિનિધિના પુત્રનું સુમો કાર સાથેના અકસ્માતમાં કરુણ મોત..

જેતલસર સ્થિત શાઢુંભાઈની પુત્રીને મુકીને જઈ રહેલા 
દેવકીગાલોલના અખબારી પ્રતિનિધિના પુત્રનું 
સુમો કાર સાથેના અકસ્માતમાં કરુણ મોત..
(કશ્યપ જોશી) જેતલસર તા.21
આજે સવારે નવેક વાગ્યાની આસપાસ જેતલસર નજીક જુનાગઢ રોડ પર એક સુમો કાર સાથે ભટકાઈ જવાથી, જેતપુર તાલુકાના દેવકીગાલોળ ગામના અખબારી પ્રતિનિધિ મહેશભાઈ પાનસેરિયાના બીજા નંબરના પુત્રનું કરુણ મોત થતા અખબારી આલમ અને દેવકીગાલોળના પટેલ સમાજમાં શોક ફેલાયો છે.
બનાવની મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના દેવકીગાલોલ ગામે રહેતા અને અખબારી વ્યવસાય સાથે સંકળાયેલા તથા ગામની હાઈસ્કુલમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા પટેલ મહેશભાઈ ચીમનભાઈ પાનસેરિયાના મોટા પુત્ર અંકિતનું ગયા રવિવારે સગપણ(વેવિશાળ/ચાંદલો) હોય મહેશભાઈના શાઢુંભાઈ જેન્તીભાઈ વલ્લભભાઈ રૈયાણી(રહે.જેતલસર)નો પરિવાર પણ આ સુખદ પસંગમાં જોડાયો હતો. 
દરમિયાન જેન્તીભાઈ રૈયાણીની પુત્રી દર્શિતા દેવકીગાલોલ ખાતે રોકાઈ હોય, આજે મહેશભાઈનો બીજા નંબરનો પુત્ર સાગર પોતાનું  બાઈક લઈને દર્શીતાને જેતલસર મુકવા સવારે આવ્યો હતો. જ્યાંથી એટલેકે જેતલસરથી પાછો દેવકીગાલોલ જવા નીકળેલ સાગર કોઈ પણ કારણોસર સામેથી આવતી સુમો કાર સાથે ધડાકાભેર અથડાતા તેમનું ઘટના સ્થળેજ કરુણ મોત થયું હતું. બનાવની જાણ થતાજ તાલુકા પોલીસના જમાદાર મજનુંભાઈ સહિતનો સ્ટાફ, જેતલસરના સેવાભાવીઓ મુકેશ રૈયાની, આર.કે.પટેલ, ભોલાભાઈ જોટાંગિયા(ડેડરવા), વી. દોડી જઈ પોતપોતાનાથી બનતી સેવાઓ કરી મૃતકને જેતપુરની સરકારી હોસ્પીટલે પહોચાડ્યા હતા.
બોક્સ: સરબત પીધું પણ રોકાયો નહિ !!
જેતલસર: પોતાની પુત્રીને જેતલસર મુકવા આવેલ શાઢુંભાઈ મહેશભાઈ પટેલના પુત્ર સાગરના અકસ્માત બાબતે ભીની આંખોએ વિગતો આપતા જેતલસરના જેન્તીભાઈ રૈયાણીએ જણાવેલ કે આજે સવારે પોતાના ઘરે આવેલ સાગરને રોકાવાનો તેઓએ આગ્રહ કર્યો હતો, પણ મારે જલ્દી ઘરે જવું છે તેવું કહી, સરબત પીને જેતલસરથી નીકળેલા સાગરને જુનાગઢ રોડ પરજ કાળે આંતરી લીધાનું જણાવતા જેન્તીભાઈના ગળે ડૂમો આવી ગયો હતો.
બોક્સ: એન્જિનીયરીંગનો આશાશ્પદ વિદ્યાર્થી !
જેતલસર: મૃતક સાગરના કૌટુંબિકભાઈ હરેશભાઈએ જણાવેલ કે સાગર મોરબીની કોલેજમાં એન્જી. કરતો હતો અને સેમેસ્ટર-2 નો અભ્યાસ ચાલુ હતો. તે બ્રિલિયન્ટ હતો. મહેશભાઈનો મોટો પુત્ર અંકિત ગામમાં ડિસ્કકેબલના વ્યવસાય સાથે સંકળાયેલ છે. અંકિતની સગાઈના આનંદમાં જુમતા પાનસેરિયા પરિવારની ખુશી અચાનક સાગરના અવસાનથી મોતના માતમમાં ફેરવાઈ જતા જેતલસર અને દેવકી ગાલોલના પટેલ સમાજમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે. 
ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812