જેતલસર સ્થિત શાઢુંભાઈની પુત્રીને મુકીને જઈ રહેલા
દેવકીગાલોલના અખબારી પ્રતિનિધિના પુત્રનું
સુમો કાર સાથેના અકસ્માતમાં કરુણ મોત..
(કશ્યપ જોશી) જેતલસર તા.21
આજે સવારે નવેક વાગ્યાની આસપાસ જેતલસર નજીક જુનાગઢ રોડ પર એક સુમો કાર સાથે ભટકાઈ જવાથી, જેતપુર તાલુકાના દેવકીગાલોળ ગામના અખબારી પ્રતિનિધિ મહેશભાઈ પાનસેરિયાના બીજા નંબરના પુત્રનું કરુણ મોત થતા અખબારી આલમ અને દેવકીગાલોળના પટેલ સમાજમાં શોક ફેલાયો છે.
બનાવની મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના દેવકીગાલોલ ગામે રહેતા અને અખબારી વ્યવસાય સાથે સંકળાયેલા તથા ગામની હાઈસ્કુલમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા પટેલ મહેશભાઈ ચીમનભાઈ પાનસેરિયાના મોટા પુત્ર અંકિતનું ગયા રવિવારે સગપણ(વેવિશાળ/ચાંદલો) હોય મહેશભાઈના શાઢુંભાઈ જેન્તીભાઈ વલ્લભભાઈ રૈયાણી(રહે.જેતલસર)નો પરિવાર પણ આ સુખદ પસંગમાં જોડાયો હતો.
દરમિયાન જેન્તીભાઈ રૈયાણીની પુત્રી દર્શિતા દેવકીગાલોલ ખાતે રોકાઈ હોય, આજે મહેશભાઈનો બીજા નંબરનો પુત્ર સાગર પોતાનું બાઈક લઈને દર્શીતાને જેતલસર મુકવા સવારે આવ્યો હતો. જ્યાંથી એટલેકે જેતલસરથી પાછો દેવકીગાલોલ જવા નીકળેલ સાગર કોઈ પણ કારણોસર સામેથી આવતી સુમો કાર સાથે ધડાકાભેર અથડાતા તેમનું ઘટના સ્થળેજ કરુણ મોત થયું હતું. બનાવની જાણ થતાજ તાલુકા પોલીસના જમાદાર મજનુંભાઈ સહિતનો સ્ટાફ, જેતલસરના સેવાભાવીઓ મુકેશ રૈયાની, આર.કે.પટેલ, ભોલાભાઈ જોટાંગિયા(ડેડરવા), વી. દોડી જઈ પોતપોતાનાથી બનતી સેવાઓ કરી મૃતકને જેતપુરની સરકારી હોસ્પીટલે પહોચાડ્યા હતા.
બોક્સ: સરબત પીધું પણ રોકાયો નહિ !!
જેતલસર: પોતાની પુત્રીને જેતલસર મુકવા આવેલ શાઢુંભાઈ મહેશભાઈ પટેલના પુત્ર સાગરના અકસ્માત બાબતે ભીની આંખોએ વિગતો આપતા જેતલસરના જેન્તીભાઈ રૈયાણીએ જણાવેલ કે આજે સવારે પોતાના ઘરે આવેલ સાગરને રોકાવાનો તેઓએ આગ્રહ કર્યો હતો, પણ મારે જલ્દી ઘરે જવું છે તેવું કહી, સરબત પીને જેતલસરથી નીકળેલા સાગરને જુનાગઢ રોડ પરજ કાળે આંતરી લીધાનું જણાવતા જેન્તીભાઈના ગળે ડૂમો આવી ગયો હતો.
બોક્સ: એન્જિનીયરીંગનો આશાશ્પદ વિદ્યાર્થી !
જેતલસર: મૃતક સાગરના કૌટુંબિકભાઈ હરેશભાઈએ જણાવેલ કે સાગર મોરબીની કોલેજમાં એન્જી. કરતો હતો અને સેમેસ્ટર-2 નો અભ્યાસ ચાલુ હતો. તે બ્રિલિયન્ટ હતો. મહેશભાઈનો મોટો પુત્ર અંકિત ગામમાં ડિસ્કકેબલના વ્યવસાય સાથે સંકળાયેલ છે. અંકિતની સગાઈના આનંદમાં જુમતા પાનસેરિયા પરિવારની ખુશી અચાનક સાગરના અવસાનથી મોતના માતમમાં ફેરવાઈ જતા જેતલસર અને દેવકી ગાલોલના પટેલ સમાજમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે.
ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812








ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો