

જેતપુરની વિવેકાનંદ હાઈસ્કુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીના બેંગ્લોરમાં અકસ્માતમાં મોત પછી
જેતપુર-અમરેલીના સેવાભાવીઓની અદકેરી સેવાઓ ગુંજી
મૃતક યુવાનનો મૃતદેહ આજે ફ્લાઈટ મારફતે રાજકોટ આવશે
(કશ્યપ જોશી ) જેતપુર તા.21
જેતપુરની વિવેકાનંદ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ બેંગ્લોરમાં નોકરી કરી રહેલા જેતપુરના એક આશ્સ્પદ યુવાનના ગઈકાલે અકસ્માતમાં મોત પછી મૃતક યુવાનની ડેડબોડી જેતપુર સુધી લઇ આવવામાં જેતપુરના શાળા સંચાલકો, સેવાભાવી સંસ્થાના તબીબ અને અમરેલીના ધારાસભ્યની પ્રશંશનીય સેવાઓ ધ્યાને આવતા, આગેવાનોની અદકેરી સેવાને અખબારોમાં સ્થાન અપાવવાનું આ લખનારે ઉચિત માન્યું છે.
સમગ્ર બનાવની મળતી વિગતો મુજબ જેતપુરની વિવેકાનંદ હાઈસ્કુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી ભૃગેશ રમેશભાઈ મકવાણા હાલ બેંગ્લોર ખાતે વિવિધ ડીગ્રી કોર્ષની રૂપરેખા અને પ્રવેશ માટેની માહિતી આપતા સ્ટડી કેન્દ્રમાં નોકરી કરે છે. ભ્રુગેશની સગાઇ નક્કી થતા તે કાલે બેંગ્લોર થી જેતપુર આવવવાનો હતો.
પણ ત્યાં માર્ગ અકસ્માતમાં ભૃગેસને ગંભીર ઈજાઓ સાથે બેહોશી હાલતમાં એમ એસ રવૈયા મેમોરીયલ હોસ્પીટલમાં ખસેડાયો હતો પણ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરતા ભૃગેસના મૃતદેહને જેતપુર લઇ આવવાની નોબત આવી પડી હતી.
આવા સમયે મુંજાયેલા રમેશભાઈએ તેમના શાઢુંભાઈ ચીમનભાઈ મકવાણાને કહેતા ચીમનભાઈ વિવેકાનંદ સ્કુલના સંચાલક ડો.પ્રિયવદનભાઈ કોરાટ પાસે ગયા હતા.
આજે સવારના 6 વાગ્યાની આ ઘટનાને જેતપુરમાં બેઠા બેઠા પાર પાડવા ડો.કોરાટે સૌ પ્રથમ લાયન્સ ક્લબ જેતપુરના ડો.પ્રિયવ્રત જોશીનો અને રાજકીય પક્ષ કોંગ્રેસ ક્ષેત્ર્રે અમરેલીના ધારાસભ્ય પરેશભાઈ ધાનાનીનો સંપર્ક કરી મૃતક યુવાનની પીએમવિધિ તેમજ મૃતદેહ સંભાળવાની અતિ અઘરી કાર્યવાહીમાં જોન્ત્રાયા હતા.
આવા સમયે જેતપુરની આ શાળાના અન્ય બે માજી વિદ્યાર્થીઓ નલીન ચોવટિયા અને મેહુલ ખાચરીયાને ડો. કોરાટે સેવામાં લગાડતા કહેવાય છે કે આ બંને છાત્રોએ પણ ગજબની મહેનત આદરી ભૃગેશની ડેડબોડીને બેંગ્લોરથી જેતપુર સુધી પહોચાડવાની વિધિઓ પાર પાડી હતી.
બોક્સ : કોણે, કેવી સેવા બજાવી ??!!
જેતપુર : ડો. પ્રિયવદન કોરાટે માહિતી આપતા જણાવેલ કે અત્યંત ગરીબ અને ટ્રક ચાલકની જીંદગી જીવતા જેતપુરના રમેશભાઈ મકવાણા માટે પોતાના પુત્રનો મૃતદેહ બેંગ્લોરથી જેતપુર લાવવાનું મુશ્કેલ જનતા તેઓએ સ્ટાફના જયદીપ ભાદડીયા, જેતપુરના ડો. પી.સી.જોશી ને સામાજિક સંસ્થા કક્ષાએ, અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીને રાજકીય કોંગ્રેસ પક્ષ કક્ષાએ(બેંગ્લોરમાં કોંગ્રેસનું પ્રભુત્વ વધુ હોવાના નાતે), બનાવની કરુણતા બતાવતા ડો.જોશી અને ધારાસભ્ય ધાનાણી સતત આખો દિવસ દરમિયાન સંપર્કમાં રહી પોત પોતાનાથી બનતી સેવાઓ બજાવવામાં ખાવા પીવાનું ભૂલ્યા હતા. બેંગ્લોર સ્થિત જેતપુરની શાળાના બે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નલીન ચોવટિયા અને મેહુલ ખાચરીયા, બેંગ્લોરમાં જીલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ અમીનભાઈએ પણ ખડે પગે રહીને ભૃગેશના મૃતદેહને વાલીઓ તરફે લાવવામાં ભારે જહેમત ઉઠાવી હતી.
આજે બપોરે રાજકોટ અને ત્યાંથી જેતપુર
ભૃગેશનો મૃતદેહ વિમાનમાર્ગે આવશે !!
જેતપુર : જાજા હાથ રળિયામણા અને એય કાઠીયાવાડી, સેવાનો સાદ જીલજો રે ! એવી ઉક્તિઓને અક્ષરશ સાબિત કરાવનાર ડો.કોરાટ , ડો.જોશી, બેંગ્લોરના છાત્રો અને અમરેલીના ધારાસભ્ય ધાનાણી એમ તમામની આજે આખો દિવસની લાજવાબ સેવાને અંતે બેંગ્લોરની હોસ્પિટલ સુત્રોએ નલીન ચોવટિયા નામના માજી છાત્રને ભૃગેશની ડેડબોડી સોંપતા, આ ડેડબોડી બેંગલોરથી મુંબઈ અને મુબઈથી રાજકોટ સુધી વિમાન માર્ગે લવાશે, રાજકોટથી રોડ માર્ગે જેતપુર લવાશે.
બોક્સ: બી.ફાર્મ કરી ભૃગેશ નોકરીએ લાગ્યો !!
જેતપુર: પેટે પાટા બાંધી જેતપુરના રમેશભાઈ મકવાણાએ એકના એક પુત્ર ભૃગેશને બી.ફાર્મ.સુધીનો અભ્યાસ કરાવ્યો, લાકડી સમા દીકરાના ભણતર પાછળ ગુમાવેલ સમય અને નાણાનું હવે બરાબર વળતર મળશે તેવી આશાએ જીવતા રમેશભાઈનો દીકરો ભ્રુગેશ સ્થાનિક સ્ટડી સેન્ટરમાં એક માર્ગદર્શક તરીકેની નોકરી કરતો હતો. બેંગ્લોરમાં અન્ય એક જેતપુરના ડિપ્લોમાના વિદ્યાર્થીને પોતાની સગાઇ નક્કી થતી હોય જેતપુર જવાના શુભ સમાચાર આપવા બાઈક લઈને નીકળ્યો ત્યારે ત્યાના રામૈયા નગર વિસ્તારમાંના એક સ્પીડ બ્રેકરને સમજવામાં થાપ ખાઈ ગયેલ ભૃગેસનું બાઈ ફૂટપાથના ડિવાઈડર પર ચડી જતા 100 થી 150 ફૂટ બાઈક સમેત ઢસડાયો હતો અને ગંભીર ઈજાઓ પામ્યો હતો.
ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો