જેતપુરના પીઠડીયા ગામે ક્રિકેટ સટ્ટા દરોડા
દરમિયાન ભાગેલો વાડી માલિક પકડાયો
જેતપુર તા.21
જેતપુરના પીઠડીયા ગામે ગઈકાલે ક્રિકેટ પર ખેલાતા સટ્ટા પર પોલીસે મારેલા છાપા દરમિયાન ભાગેલો વાડીમાલિક પકડાયો હોવાનું પોલીસ જણાવે છે.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના પીઠડીયા ગામે આઈપીએલ ક્રિકેટ પર મોટાપાયે સટ્ટો ખેલાતો હોવાની બાતમી પરથી ગઈકાલે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ બ્રાન્ચે સંબંધિત પોલીસને અંધારામાં રાખી દરોડો પાડતા 1.10.540 રૂપિયાના મુદામાલ સાથે 4 શખ્શો પકડાઈ ગયા હતા. જયારે વાડી માલિક ચેતન ધીરુ પટેલ નાશી છૂટતા પોલીસે તેમને પકડવા ચક્રો ગતિમાન કાર્ય હતા. જેમને આજે પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી વચ્ચે પૂછપરછ હાથ ધરી છે.
જેતપુરની વૃદ્ધાને બે વર્ષ પહેલા છેતરી જનારા 2 શખ્શો ઝડપાયા
જેતપુર તા.21
આજથી બે વર્ષ પહેલા જેતપુરના એક પટેલ વૃદ્ધાને રોકડ રકમ તેમજ સોનાનો ચેઈન લઇ જઈ છેતરપીંડી આચરનાર 2 ધૂતારાઓને પોલીસે પકડી પાડતા આ બંને ચીટર ઇસમોએ જેતપુર સહીત વેરાવળ અને જૂનાગઢની છેતરપીંડી પણ કબુલી હોવાનું પોલીસ જણાવે છે.
મળતી વિગતો મુજબ ગઈ 5-9-2013 ના રોજ જેતપુરમાં ભાદર કેનાલ પાસેના રોયલ એપાર્ટમેન્ટમાં રહેતા કંચનબેન કાનજીભાઈ ભુવા(મૂળ જેતલસર ગામના) પાસે બે શખ્શોએ તાંત્રિક વિધિના ઓઠા તળે કંચનબેનને ભોળવી રોકડ રૂપિયા 12 હજાર તથા એક સોનાનો સવા તોલાનો ચેઈન લઈને છું થઇ ગયા હતા.
આવા સમયે પોલીસે અજાણ્યા 2 શખ્શો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન ગઈકાલે બે શકમંદ શખ્શોના ભેદી આંટાફેરાની પોલીસને જાણ કરતા પોલીસે મારતે ઘોડે ધોરાજી રોડ પર દોડી જઈ બંનેને પકડી લઇ આગવી ઢબે સરભરા કરતા બંને ચીટર હોવાનું કબૂલી પોતાના નામો નાથબાવા ભારત નાથાલાલ (રહે.મહુવા પંથક ગામ ખુંટવડા) તથા રાણા હાજા સલાટ(રહે. રાણેજ-કોડીનાર) જણાવતા પોલીસે લાલચોળ આંખો કરી હતી.
આવા સમયે ભારત અને રાણાએ જુનાગઢ રોડ પર અને વેરાવળમાં એક વૃધ્ધા સાથેજ આવીજ છેતરપીંડી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે બંને ઠગબાજોને રિમાન્ડ ઉપર લેવાની તજવીજ હાથ ધરી છે.
કશ્યપ જોશી જેતપુર 9974262812
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો