અનુયાયીઓ

બુધવાર, 13 જાન્યુઆરી, 2016

જેતપુરમાં આજથી ૨ દિવસ પતંગ દોરીથી ઘવાયેલા પક્ષીઓની સારવાર કરશે છાત્ર સંગઠનના આગેવાનો

જેતપુરમાં આજથી ૨ દિવસ પતંગ દોરીથી ઘવાયેલા

પક્ષીઓની સારવાર કરશે છાત્ર સંગઠનના આગેવાનો

જેતપુર તા.૧૩ (કશ્યપ જોશી )

મકરસંક્રાંત પર્વ દરમિયાન મનુષ્યના આનંદ વચ્ચે અનેક અબોલ પક્ષીઓ રીતસરના મોતને ભેટશે, અનેક પક્ષીઓ પતંગની દોરીથી ઘવાઈને છેક  ઉંચેથી જમીન પર પટકાશે, ત્યારે આવા ઘાયલ પક્ષીઓની ભાળ મળ્યે જેતપુરમાં સ્ટુડંટ યુનિયન ગ્રુપના યુવાન આગેવાનો ત્વરિત સારવાર માટે દોડશે. આ બાબતે વિગતો આપતા મયુર સરવૈયા, ભદ્રેશ વ્યાસ અને રવિ વઘાસીયા વી. જણાવ્યું છે કે આજે તા.૧૪ અને ૧૫ એમ બે દિવસ દરમિયાન પતંગોત્સવ દરમિયાન કોઈ ઘાયલ પક્ષીઓની સારવાર કરવાની હોય તો તાત્કાલિક આ સેવાની હેલ્પલાઈન એવા મોબાઈલ નંબરો ૯૦૩૩૭૯૧૨૦૨, ૯૮૨૪૩૮૪૨૮૪, ૯૧૭૩૭૯૧૨૦૨, ૮૧૪૦૯૯૫૬૭૮ ઉપર સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

                                                                               કશ્યપ જે. જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨ 


જેતપુર પોલીસ કસ્‍ટડીમાં ચોરીના આરોપીનાં મોતના બનાવમાં હત્‍યાનો ગુન્‍હો નોંધાતા ચકચાર

જેતપુર પોલીસ કસ્‍ટડીમાં ચોરીના આરોપીનાં 
મોતના બનાવમાં હત્‍યાનો ગુન્‍હો નોંધાતા ચકચાર 
બનાવના ત્રણ દિ' પૂર્વે માથામાં બોથડ પદાર્થના ઘા થી મોત થયાના ફોરેન્‍સીક પી. એમ. રીપોર્ટના આધારે કાર્યવાહી

જેતપુર તા. ૧૩ (કશ્યપ જોશી )
આજથી સવાએક વર્ષ પહેલા જેતપુરમાં પોલીસ કસ્ટડીમાં મોતને ભેટેલ એક તસ્કરનું મોત માથામાં બોથડ પદાર્થના મારથી મોત થયું હોવાનું ફોરેન્સિક લેબો.ના રીપોર્ટ પરથી શહેર પોલીસે અજાણ્યા શખ્શો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ આદરી છે.
   મળતી વિગત મુજબ શાપરની એક મહિલાની ડોક અળવી (સોનાના ચેનની ચીલઝડપ) કરનાર રસીક ઉર્ફે કાળુ ભીખા સોલંકીને એલસીબીએ ઝડપી લઇ જેતપુર પોલીસને સોંપ્યો હતો. દરમિયાન  તા. ૯-૯-ર૦૧૪ ના રોજ રાત્રીના રસિકને બેભાન હાલતમાં સરકારી હોસ્‍પીટલમાં તપાસ માટે લઇ જવાયો હતો. પણ તે સમયે ફરજ પરના તબીબે  તેને મૃત જાહેર કરી પીએમ વિધિ કરવામાં આવી હતી.
   બીજી બાજુ પોલીસ કસ્‍ટડીમાં રસિકના મોતની વિશેષ તપાસ હાથ ધરી તે વખતના જીલ્લા પોલીસ વડાએ રસિકની બોડી ફોરેન્‍સીક પી. એમ. માટે રાજકોટ મોકલી હતી. જે એફએસએલ રીપોર્ટમાં આરોપીનું મોત બનાવના ૩ દિવસ પહેલા કોઇ પણ સમયે માથામાં બોથડ પદાર્થના ઘા મારવાથી  થયાનું બહાર આવતા ગઈકાલે જેતપુરના ડીવાયએસપી એસ. જી. પાટીલે સરકાર તરફે ફરીયાદી બની અજાણ્‍યા શખ્શો સામે ખુનનો ગુન્‍હો નોંધાવી બનાવની વધુ તપાસ પી. આઇ. એન. કે. વ્‍યાસને સોંપી હોવાનું જાણવા મળે છે.
કશ્યપ જે. જોશી જેતપુર  



જેતપુરનાં મેવાસામાં સમસ્ત ખાંટ રાજપુત સમાજની મળેલી બેઠકમાં મિટીંગમાં હોદેદારોની વરણી

જેતપુરનાં મેવાસામાં સમસ્ત ખાંટ રાજપુત સમાજની મળેલી બેઠકમાં  મિટીંગમાં હોદેદારોની વરણી

જેતપુર તા.૧૩ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર તાલુકાના મેવાસા ગામે આવેલ ખાંટ રાજપુત સમાજના સંતશિરોમણી ભકતશ્રી રામબાપાની જગ્યામાં  સમસ્ત ખાંટ રાજપુત સમાજની બેઠક મળી હતી. જેમાં સર્વાનુમતે જગ્યાના પ્રમુખ તરીકે ભુપતભાઇ કે. સોલંકી(વાળાડુંગરા)

અને ઉપપ્રમુખ તરીકે રાજુભાઇ એ. સરવૈયા(રાજકોટ)ની નિમણુંક કરવામાં આવી હતી. આ બેઠકમાં   ગુજરાત પછાત વર્ગ વિકાસના ડાયરેકટર વેલજીભાઇ સરવૈયા, રીટાયર્ડ ડી.જી.પી. એન. ડી. મોરી, અખીલ ભારતીય ખાંટ સમાજના પ્રમુખ નરશીભાઇ સરવૈયા, માજી પુરવઠા મામલતદાર કે. પી. ગુજરાતી, માજી જીલ્લા શિક્ષણાધિકારી ભાણજીભાઇ સરવૈયા, યુવા શકિત સંગઠ્ઠનના પ્રમુખ હસમુખભાઇ વાગડીયા, એડવોકેટ દિલીપભાઇ કંડોલીયા, સરવૈયા વિગેરે બહોળી સંખ્યામાં સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

કશ્યપ જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨ 

 

 

જેતપુર માર્કેટ યાર્ડમાં તમામ ૧૪ બેઠકો કબજે કરી ભાજપે યાર્ડમાં પગપેસારો કરવા માંગતા ઉમેવારોને આપી ભૂંડી હાર !

 કિશાન નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાએ રાજકારણમાંથી શન્યાસ લેતા લેતા હરીફોને હંફાવ્યા !
જેતપુર માર્કેટ યાર્ડમાં તમામ ૧૪ બેઠકો કબજે કરી ભાજપે 
યાર્ડમાં પગપેસારો કરવા માંગતા ઉમેવારોને આપી ભૂંડી હાર !
રાજકોટ જીલ્લા પંચાયતમાં મોટા ગજાના ગણાતા સદસ્ય ધીરુભાઈને તો એકી આંકમાં માત્ર ૪ મત મળ્યા !!

જેતપુર તા.૧૩  (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર માર્કેટ યાર્ડની મંગળવારે  યોજાયેલ ચુંટણીની આજે મતગણના દરમિયાન પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા પ્રેરિત તમામ ૧૪ બેઠકો કબજે કરી ભાજપે અહીની યાર્ડમાં અન્યોનો પગપેસારો અટકાવી દેતા કોંગી ઉમેદવારો અને છાવણીમાં સોંપો પડી ગયો છે.
અમે યાર્ડના શાશનમાં આવીશું તો યાર્ડની અનેકવિધ ગેરરીતિઓ ખુલ્લી પાડીશું તેવા નિરાધાર સાથે યાર્ડની ચુંટણીમાં જુંકાવનાર કોંગ્રેસી ઉમેદવારોને તમામ ૧૪ બેઠકો પર કારમો પરાજય અપાવનાર ભાજપના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાએ આજે યાર્ડના વિજેતા ઉમેદવારોની હાજરીમાં પત્રકારોને જણાવ્યું હતું કે ભાઈ જંગ લડતા પહેલાજ તમારી ભાવના સારી ના હોય, તમે પરિણામો ક્યાંથી સારા મેળવી શકો ?! એટલુજ નહિ સૌરાષ્ટ્રબહારની યાર્ડમાં જેતપુર યાર્ડનું નામ ગુંજતું કરવા કાઈ ઓછી મહેનત નથી કરવી પડી !
યાર્ડ ચુંટણીના પરિણામો પર નજર કરીએ તો અહી ત્રણ વિભાગમાં યોજાયેલી ચુંટણીમાં ખેડૂત મત વિભાગની ૮ બેઠકો માટે ૮ કોંગ્રેસ અને ૮ ભાજપના ઉમેદવારોએ ચુંટણીમાં જુંકાવ્યુ હતું. પણ તેમાં કોંગ્રેસના આઠેય ઉમેદવારોને હારની લપડાક આપી આઠેય ભાજપના ઉમેદવારો વિજેતા થયા હતા.જેમાં જયંતીભાઈ ગોરધનભાઈ હીરપરા(૩૮૦), વિનોદભાઈ વલ્લભભાઈ પાઘડાર(૩૭૯),  સુભાષ બાંભરોલીયા(૩૭૩), શિવલાલ બચુભાઈ ભુવા(૩૭૩),હિતેશ વેલજીભાઈ કોટડીયા(૩૭૨), રમેશભાઈ વશરામભાઈ મુળિયા(૩૬૫), બાબુલાલ કરશનભાઈ સાકરિયા(૩૬૫) અને નારદભાઈ શંભુભાઈ દાવરા(૩૫૭)નો સમાવેશ થાય છે. ભાજપના આ આઠેય ઉમેદવારોએ હરીફ કોંગ્રેસના ઉમેદવારોને ત્રણ આંકના મતો સુધી નથી પહોચવા દીધા. ચુંટણી અધિકારી સંગીતાબેન રૈયાણીના કહેવા મુજબ આ પેનલમાં પરાજય પામનાર એક પણ ઉમેદવારની ડીપોજીત જપ્ત(ડુલ) થઇ નથી.

ખરીદ વેચાણ મત વિભાગની બે બેઠકો માટે ત્રણ ઉમેદવારો ચુંટણી સ્પર્ધામા હતા. જેમાં કોંગ્રેસના  જીલ્લા પંચાયત સદસ્ય કે જેઓ જીલ્લા પંચાયતમાં પર પ્રમુખના દાવેદારોની હરોળમાં ગણાતા ચારણ સમઢીયાળાના ધીરુભાઈ પાઘદારની નામોશી ભરેલી હાર થઇ હોય તેમ તેઓને માત્ર ૪ મત જ મળતા તેઓની આબરુનું ધોવાણ થયાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. તો ભાજપના દિનેશભાઈ કેશવભાઈ ભૂવાને ૪૧ મત અને શૈલેશભાઈ ખોડાભાઈ ભંડેરીને ૩૯ મત મળ્યા હતા. આ બેઠકમાં ધીરુભાઈએ ડીપોજીટ પણ ગુમાવી છે.

જયારે વેપારી મત વિભાગમાં ૪ બેઠકો માટે ચુંટણી લડેલા કુલ છ ઉમેદવારોમાંના ચારેય ભાજપના ઉમેદવારોએ પોતપોતાના હરીફોને હરાવી વિજય હાંસલ કર્યો હતો. વિજેતા ભાજપના ઉમેદવારોમાં કુમનભાઈ સાવલિયા(૧૬૬), દિનેશભાઈ ગોંડલિયા(૧૫૫), હરેશભાઈ ગઢિયા(૧૪૪) અને દોલતરામ પારવાણી(૧૨૯)નો સમાવેશ થાય છે. આમ જેતપુર યાર્ડની ચુંટણીમાં ભાજપે તમામ ૧૪ બેઠકો પર વિજય પ્રાપ્ત કરી સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા અને રાજ્યમંત્રી જયેશભાઈ રાદડિયાની પ્રતિષ્ઠાને અકબંધ રાખી છે. આજે મત ગણના બાદ તમામ વિજેતા ઉમેદવારોએ પૈસાની છોળો ઉડાડતા ઉડાડતા વિજય સરઘસ કાઢી પરાસ્ત પામેલા ઉમેદવારોને વધુ ઢીલા કરી દીધા હતા.

વિજેતા આગેવાનો શું કહે છે ?
જેતપુર : જેતપુર યાર્ડમાં વિજય પામનાર માજી ચેરમેન દિનેશ ભુવા સહિતના વિજેતાઓએ જણાવેલ કે તેઓનો વિજય જેતપુર તાલુકા જીલ્લા પંચાયંતમાં થયેલી હારનો બદલો છે. પોતપોતાની જીત પાછળ સાંસદ વિઠ્ઠલભાઈનો સિંહફાળો હોવાની વાત દોહરાવતા દિનેશ ભુવાએ જણાવેલ કે આગામી દિવસોમાં જેતપુર યાર્ડ દ્વારા ખેડૂતો માટે સબયાર્ડ મસાલા માર્કેટ, ડ્રીપ ઈરીગેશનમાં સબસીડી, ઉચ્ચ શિક્ષણ સહાય, ગંભીર બીમારી સબબની અકસ્માત સહાય, કોલ્ડ સ્ટોરેજ વિગેરે સુવિધાઓ ઉપલબ્ધ કરવાના પ્રયાસો ચાલુ છે. અત્રે એ પણ નોંધનીય છે કે વિઠ્ઠલભાઈ રાદડિયા પ્રેરિત પેનલનો જેતપુરની યાર્ડમાં ત્રીજો વિજય છે. અને ચેરમેન પદે પણ દિનેશ ભુવા હેટ્રિક સર્જશે તે નક્કી છે.

કશ્યપ જોશી જેતપુર ૯૯૭૪૨ ૬૨૮૧૨