જેતપુર પોલીસ કસ્ટડીમાં ચોરીના આરોપીનાં
મોતના બનાવમાં હત્યાનો ગુન્હો નોંધાતા ચકચાર
બનાવના ત્રણ દિ' પૂર્વે માથામાં બોથડ પદાર્થના ઘા થી મોત થયાના ફોરેન્સીક પી. એમ. રીપોર્ટના આધારે કાર્યવાહી
જેતપુર તા. ૧૩ (કશ્યપ જોશી )
આજથી સવાએક વર્ષ પહેલા જેતપુરમાં પોલીસ કસ્ટડીમાં મોતને ભેટેલ એક તસ્કરનું મોત માથામાં બોથડ પદાર્થના મારથી મોત થયું હોવાનું ફોરેન્સિક લેબો.ના રીપોર્ટ પરથી શહેર પોલીસે અજાણ્યા શખ્શો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ આદરી છે.
મળતી વિગત મુજબ શાપરની એક મહિલાની ડોક અળવી (સોનાના ચેનની ચીલઝડપ) કરનાર રસીક ઉર્ફે કાળુ ભીખા સોલંકીને એલસીબીએ ઝડપી લઇ જેતપુર પોલીસને સોંપ્યો હતો. દરમિયાન તા. ૯-૯-ર૦૧૪ ના રોજ રાત્રીના રસિકને બેભાન હાલતમાં સરકારી હોસ્પીટલમાં તપાસ માટે લઇ જવાયો હતો. પણ તે સમયે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી પીએમ વિધિ કરવામાં આવી હતી.
બીજી બાજુ પોલીસ કસ્ટડીમાં રસિકના મોતની વિશેષ તપાસ હાથ ધરી તે વખતના જીલ્લા પોલીસ વડાએ રસિકની બોડી ફોરેન્સીક પી. એમ. માટે રાજકોટ મોકલી હતી. જે એફએસએલ રીપોર્ટમાં આરોપીનું મોત બનાવના ૩ દિવસ પહેલા કોઇ પણ સમયે માથામાં બોથડ પદાર્થના ઘા મારવાથી થયાનું બહાર આવતા ગઈકાલે જેતપુરના ડીવાયએસપી એસ. જી. પાટીલે સરકાર તરફે ફરીયાદી બની અજાણ્યા શખ્શો સામે ખુનનો ગુન્હો નોંધાવી બનાવની વધુ તપાસ પી. આઇ. એન. કે. વ્યાસને સોંપી હોવાનું જાણવા મળે છે.
કશ્યપ જે. જોશી જેતપુર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો