અનુયાયીઓ

સોમવાર, 1 જૂન, 2015

ભેદભરમના ઝાળાં વચ્ચે જેતલસરમાં મામાદાદાની જગ્યા પાછળથી માનવ ખોપડી-હાડકું મળી આવતા પોલીસ દોડી

ભેદભરમના ઝાળાં વચ્ચે જેતલસરમાં મામાદાદાની જગ્યા પાછળથી 
માનવ ખોપડી-હાડકું મળી આવતા પોલીસ દોડી 
જેતલસર તા.1
જેતલસરમાં જે જગ્યાએ દલિત યુવાન મહેશ જેન્તી ગોહેલને પતાવી દેવાયો તે જગ્યાએથી આજે રાત્રે એક માનવ ખોપડી અને હાડકું મળી આવતા તાલુકા પોલીસે દોડી જઈ તપાસને વેગ આપ્યો હોવાનું જાણવા મળે છે.
મળતી વિગતો મુજબ જેતલસરના દલિત યુવાનની પ્રથમ ગુમ થયાની પોલીસમાં જાહેરાત બાદ મહેશ જેન્તી ગોહેલને તેનાજ બે કૌટુંબિક ભાઈઓના સહારે જુનાગઢ પંથકના બે યુવાનોએ મોતને ઘાટ ઉતાર્યો હોવાની મર્ડરમિસ્ટ્રી બહાર આવ્યા બાદ પોલીસે અગાઉ મૃતક મહેશના લોહીવાળું ટીશર્ટ, ચપલ, છરી વિગેરે કબજે કરી સંડોવાયેલા 4 આરોપીઓને પણ ઝાલી લીધા હતા.
બાદમાં વારાફરતી પહેલા ત્રણ આરોપી સાગર, કિરણ અને જીતેસને રિમાન્ડ પર લઈને પોલીસે તપાસ કરી હતી. પણ આ ત્રિપુટી લાશ બાબતે ભેદી મૌન સેવી લેતા, રિમાન્ડ પૂર્ણ થતા ત્રણેયને જેલહવાલે કરવા કોર્ટે હુકમ કર્યો હતો.
જયારે પાછળથી પકડાયેલ ભુરીયાના આજે ચાર દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તે પણ જેલહવાલે કરાયો છે.
બીજીબાજુ મહેશ ગોહેલને જેતલસરમાં જે જગ્યાએ પતાવી દેવાયો હતો તેનાથી થોડે દુર એક ગોદામ પાસે એક માનવ ખોપડી અને હાડકા રખડતા હોવાની જાણ પરથી તાલુકા ફોજદાર આર.એન.કરમટિયા, સ્ટાફના ગૌત્તમભાઈ, મજનુંભાઈ, દિવ્યેશ આહીર, વિગેરેને લઇ જેતલસર પહોચી તપાસ કરતા ત્યાંથી એક લાંબુ હાડકું અને તૂટેલી અવસ્થામાં એક માનવ ખોપડી મળી આવતા, પોલીસે તે કબજે લઈને રાજકોટ ખાતે ફોરેન્સિક લેબો.સુત્રોને મોકલવાની તજવીજ હાથ ધરી છે. આ તકે પીએસઆઈ કરમટિયાએ જણાવેલ કે મળેલ માનવ ખોપડી અને હાડકું મહેશ જેન્તું ગોહેલનું જ છે તે કહેવું અસ્થાને ગણાશે, પોલીસે આ અંગેની જીણવટભરી તપાસ હાથ ધરી છે. 
ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતલસર 9974262812

જેતલસરમાંથી માનવ ખોપડી - હાડકા મળ્યા !!! સમાચાર ફોટો સાથે 15 મીનીટમાં મોકલું છું. કશ્યપ જોશી જેતપુર 9974262812

 

જેતલસર ખૂન કેશના આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લેનાર 
જેતપુર તાલુકા પોલીસની દલિત સમાજમાં સરાહના 
    જો કે મહેશની લાશ ઝંખતો ગોહેલ પરિવાર
એસપી સુધીર દેસાઈને પણ મૃતકના ભાઈ સહિતના પરિવારજનો મળ્યા
(કશ્યપ જોશી ) જેતલસર તા.1
જેતપુર તાલુકાના જેતલસર ગામના મહેશ જેન્તી ગોહેલની હત્યા કરનાર જુનાગઢના 2 અને   જેતલસરના 2 એમ ચારેય આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લેનાર જેતપુર તાલુકા પોલીસના ફોજદાર આર.એન.કરમટિયા સહિતના સ્ટાફની સરાહના કરવા આજે મૃતક યુવાનના ભાઈ સહિતના દલિત સમાજના આગેવાનો જેતપુર તાલુકા પોલીસ અને એસપી સુધીર દેસાઈ ને મળવા દોડી આવ્યા હતા.
અમારા ભાઈની લાશ નહિ મળે તો આરોપીઓ છૂટીને પુનઃ દાદાગીરી કરવા લાગશે તેવી વાતનો ભય વ્યક્ત કરતા મૃતક મહેશના ભાઈ રોહિત ગોહેલ, ગામના દલિત સમાજના વકીલ શૈલેશભાઈ સહિતના દલિત આગેવાનોને સાંત્વના આપતા એસપી સુધીર દેસાઈ અને તાલુકા પીએસાઈ કરમટિયાએ જણાવેલ કે પોલીસ પોતાની કાયદેશરની કાર્યવાહી કે કામગીરીમાં કોઈ કચાશ છોડતી નથી. અને આ વાતનો પુરાવો ગણતરીની કલાકોમાં પકડેલા ચારેય આરોપીઓ છે. પોલીસે રસ નાં દાખવ્યો હોત તો આરોપીઓ આટલી ઝડપે ના પકડાયા હોત.
રિમાન્ડ દરમિયાન પણ લાશની કોઈ માહિતી નાં આપનાર આરોપીઓ પ્રત્યે પોલીસ કામગીરીમાં શંકા વ્યક્ત કરતા ઉપરોક્ત આગેવાનોએ જણાવેલ કે જો ફર્ધર રિમાન્ડની માંગ દ્વારા આરોપીઓને પાછા તપાસાય તો કૈક જાણવા મળે. તે વાતનો ઉત્તર વાળતી પોલીસે જણાવેલ કે પોલીસને સહકાર આપો અને લાશને બે મહિના જેવો સમય થઇ ગયો હોય મળવી મુશ્કેલ છે, આમ છતાં માણાવદર, પલાસવા તેમજ અન્ય શહેરોમાં મળેલી બીનવારશી લાશોને તપાસવા જેતપુર તાલુકા પોલીસ એસપી સુધીર દેસાઈની સુચનાથી વખતોવખત દોડી ગઈ છે.
લાશ ના મળે તો આરોપીઓ નિર્દોષ જાહેર થાય તે વાત દિમાગમાંથી હટાવી પોલીસને સહકાર આપવા તાલુકા ફોજદાર કરમટીયાએ જણાવેલ..
સમાચાર અને ફોટો : કશ્યપ જોશી જેતલસર જેતપુર -9974262812

જેતપુરવાસીઓ આનંદો...ભાદર ડેમમાં જુલાઈ-15 સુધી ચાલે તેટલું પાણી છે !!

>
પાલિકા પ્રમુખે લીધી ભાદર ડેમની મુલાકાત 
જેતપુરવાસીઓ આનંદો...ભાદર ડેમમાં 
જુલાઈ-15 સુધી ચાલે તેટલું પાણી છે !!
જેતપુર તા.1
જેતપુર શહેરમાં પ્રવર્તી રહેલ પાણી સમસ્યાથી ચિંતિત જેતપુર નવાગઢ નગર પાલિકાના પ્રમુખ રમાબેન મકવાણા ગઈકાલે ભાદર ડેમની મુલાકાત લઈને ડેમમાં કેટલો જળ જથ્થો છે તેની જાત માહિતી લીધી હતી.
બાબતે જેતપુર પાલિકા પ્રમુખ રમાબેને જણાવેલ કે તેઓની ભાદર ડેમની મુલાકાત દરમિયાન જેતપુરવાસીઓએ હરખાવા જેવી તે વાત બહાર આવી હતી કે આગામી જુલાઈ માસ સુધી ચાલે તેટલો જળજથ્થો છે. તેઓએ મેળવેલ આંકડાકીય માહિતીઓમાં હાલ સાડા તેર ફૂટ જેટલી પાણીની સપાટીમાંથી ત્રણેક ફૂટ કાંપનો અંદાજ કરીએ તો 10 ફૂટ પાણીની સપાટી ભાદર ડેમની જણાતી હોય, જેતપુર રાજકોટને જુલાઈ માસ સુધી ચાલે તેટલું પાણી છે, અને ત્યાં સુધીમાંતો મેઘરાજાની મહેર થઇ જશે એટલે બંને શહેરોનું જળ સંકટ મહત્તમ હળવું થઇ જશે. જેતપુર શહેર અને રાજકોટ હાલના દિવસોમાં પાણીનો કેટલો જથ્થો ઉપાડી રહ્યા છે ? તેવા સવાલના જવાબમાં જેતપુર પાલિકા પ્રમુખે જણાવેલ કે રાજકોટ દ્વારા 2.26 એમસીએફટી અને જેતપુર દ્વારા 5.74 એમસીએફટી જળ રાશી મેળવાઈ રહી છે.
કશ્યપ જે. જોશી જેતપુર 99742 62812