અનુયાયીઓ

સોમવાર, 1 જૂન, 2015

ભેદભરમના ઝાળાં વચ્ચે જેતલસરમાં મામાદાદાની જગ્યા પાછળથી માનવ ખોપડી-હાડકું મળી આવતા પોલીસ દોડી

ભેદભરમના ઝાળાં વચ્ચે જેતલસરમાં મામાદાદાની જગ્યા પાછળથી 
માનવ ખોપડી-હાડકું મળી આવતા પોલીસ દોડી 
જેતલસર તા.1
જેતલસરમાં જે જગ્યાએ દલિત યુવાન મહેશ જેન્તી ગોહેલને પતાવી દેવાયો તે જગ્યાએથી આજે રાત્રે એક માનવ ખોપડી અને હાડકું મળી આવતા તાલુકા પોલીસે દોડી જઈ તપાસને વેગ આપ્યો હોવાનું જાણવા મળે છે.
મળતી વિગતો મુજબ જેતલસરના દલિત યુવાનની પ્રથમ ગુમ થયાની પોલીસમાં જાહેરાત બાદ મહેશ જેન્તી ગોહેલને તેનાજ બે કૌટુંબિક ભાઈઓના સહારે જુનાગઢ પંથકના બે યુવાનોએ મોતને ઘાટ ઉતાર્યો હોવાની મર્ડરમિસ્ટ્રી બહાર આવ્યા બાદ પોલીસે અગાઉ મૃતક મહેશના લોહીવાળું ટીશર્ટ, ચપલ, છરી વિગેરે કબજે કરી સંડોવાયેલા 4 આરોપીઓને પણ ઝાલી લીધા હતા.
બાદમાં વારાફરતી પહેલા ત્રણ આરોપી સાગર, કિરણ અને જીતેસને રિમાન્ડ પર લઈને પોલીસે તપાસ કરી હતી. પણ આ ત્રિપુટી લાશ બાબતે ભેદી મૌન સેવી લેતા, રિમાન્ડ પૂર્ણ થતા ત્રણેયને જેલહવાલે કરવા કોર્ટે હુકમ કર્યો હતો.
જયારે પાછળથી પકડાયેલ ભુરીયાના આજે ચાર દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તે પણ જેલહવાલે કરાયો છે.
બીજીબાજુ મહેશ ગોહેલને જેતલસરમાં જે જગ્યાએ પતાવી દેવાયો હતો તેનાથી થોડે દુર એક ગોદામ પાસે એક માનવ ખોપડી અને હાડકા રખડતા હોવાની જાણ પરથી તાલુકા ફોજદાર આર.એન.કરમટિયા, સ્ટાફના ગૌત્તમભાઈ, મજનુંભાઈ, દિવ્યેશ આહીર, વિગેરેને લઇ જેતલસર પહોચી તપાસ કરતા ત્યાંથી એક લાંબુ હાડકું અને તૂટેલી અવસ્થામાં એક માનવ ખોપડી મળી આવતા, પોલીસે તે કબજે લઈને રાજકોટ ખાતે ફોરેન્સિક લેબો.સુત્રોને મોકલવાની તજવીજ હાથ ધરી છે. આ તકે પીએસઆઈ કરમટિયાએ જણાવેલ કે મળેલ માનવ ખોપડી અને હાડકું મહેશ જેન્તું ગોહેલનું જ છે તે કહેવું અસ્થાને ગણાશે, પોલીસે આ અંગેની જીણવટભરી તપાસ હાથ ધરી છે. 
ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતલસર 9974262812

ટિપ્પણીઓ નથી: