જેતલસર ખૂન કેશના આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લેનાર
જેતપુર તાલુકા પોલીસની દલિત સમાજમાં સરાહના
જો કે મહેશની લાશ ઝંખતો ગોહેલ પરિવાર
એસપી સુધીર દેસાઈને પણ મૃતકના ભાઈ સહિતના પરિવારજનો મળ્યા
(કશ્યપ જોશી ) જેતલસર તા.1
જેતપુર તાલુકાના જેતલસર ગામના મહેશ જેન્તી ગોહેલની હત્યા કરનાર જુનાગઢના 2 અને જેતલસરના 2 એમ ચારેય આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લેનાર જેતપુર તાલુકા પોલીસના ફોજદાર આર.એન.કરમટિયા સહિતના સ્ટાફની સરાહના કરવા આજે મૃતક યુવાનના ભાઈ સહિતના દલિત સમાજના આગેવાનો જેતપુર તાલુકા પોલીસ અને એસપી સુધીર દેસાઈ ને મળવા દોડી આવ્યા હતા.
અમારા ભાઈની લાશ નહિ મળે તો આરોપીઓ છૂટીને પુનઃ દાદાગીરી કરવા લાગશે તેવી વાતનો ભય વ્યક્ત કરતા મૃતક મહેશના ભાઈ રોહિત ગોહેલ, ગામના દલિત સમાજના વકીલ શૈલેશભાઈ સહિતના દલિત આગેવાનોને સાંત્વના આપતા એસપી સુધીર દેસાઈ અને તાલુકા પીએસાઈ કરમટિયાએ જણાવેલ કે પોલીસ પોતાની કાયદેશરની કાર્યવાહી કે કામગીરીમાં કોઈ કચાશ છોડતી નથી. અને આ વાતનો પુરાવો ગણતરીની કલાકોમાં પકડેલા ચારેય આરોપીઓ છે. પોલીસે રસ નાં દાખવ્યો હોત તો આરોપીઓ આટલી ઝડપે ના પકડાયા હોત.
રિમાન્ડ દરમિયાન પણ લાશની કોઈ માહિતી નાં આપનાર આરોપીઓ પ્રત્યે પોલીસ કામગીરીમાં શંકા વ્યક્ત કરતા ઉપરોક્ત આગેવાનોએ જણાવેલ કે જો ફર્ધર રિમાન્ડની માંગ દ્વારા આરોપીઓને પાછા તપાસાય તો કૈક જાણવા મળે. તે વાતનો ઉત્તર વાળતી પોલીસે જણાવેલ કે પોલીસને સહકાર આપો અને લાશને બે મહિના જેવો સમય થઇ ગયો હોય મળવી મુશ્કેલ છે, આમ છતાં માણાવદર, પલાસવા તેમજ અન્ય શહેરોમાં મળેલી બીનવારશી લાશોને તપાસવા જેતપુર તાલુકા પોલીસ એસપી સુધીર દેસાઈની સુચનાથી વખતોવખત દોડી ગઈ છે.
લાશ ના મળે તો આરોપીઓ નિર્દોષ જાહેર થાય તે વાત દિમાગમાંથી હટાવી પોલીસને સહકાર આપવા તાલુકા ફોજદાર કરમટીયાએ જણાવેલ..
સમાચાર અને ફોટો : કશ્યપ જોશી જેતલસર જેતપુર -9974262812

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો