અનુયાયીઓ

ગુરુવાર, 29 ઑક્ટોબર, 2015

છકડો રીક્ષા હડફેટે નવા ખાખરા હડમતીયાના શિક્ષકનું મોત મૃતક શિક્ષકે શુક્રવારે વિધિવત નિવૃત થાય પહેલાજ દુનિયા છોડી

જેતપુરના ભીડભંજન રોડ પર પાંજરાપોળ સામે 
છકડો રીક્ષા હડફેટે નવા ખાખરા હડમતીયાના શિક્ષકનું મોત 
મૃતક શિક્ષકે શુક્રવારે વિધિવત નિવૃત થાય પહેલાજ દુનિયા છોડી 
નાશવા ગયેલી રીક્ષા પલટી ખાઈ જતા બે સ્ત્રીઓને સામાન્ય ઈજાઓ 

જેતપુર તા.૨૯(કશ્યપ જોશી દ્વારા )
જેતપુરમાં આજે રાત્રીના સર્જાયેલ એક અકસ્માતમાં તોરી રામપરના રહીશ અને નવા ખાખરા હડમતીયાના મદદનીશ શિક્ષકનું ઘટના સ્થળેજ કરુણ મોત થયું હતું. જ્યારે અકસ્માત સર્જી ભાગવા ગયેલી છકડો રીક્ષા પલટી ખાઈ જતા તેમાં બેઠેલી બે સ્ત્રીઓને સામાન્ય ઈજાઓ થઇ હોવાનું જાણવા મળે છે.

મળતી વિગતો મુજબ આજે રાત્રીના સાડા સાત વાગ્યાથી આઠ વાગ્યાની વચ્ચે અહીના ભીડભંજન રોડ પર પાંજરાપોળ સામે એક 
છકડો રીક્ષાએ બાઈકને હડફેટે લેતા બાઈક ચાલક નરશીભાઈ પીઠાભાઈ રાઠોડ(ઉ.વ.૫૮, રહે તોરી રામપર)નું ઘટના સ્થળેજ મોત થયું હતું. જયારે અકસ્માત સર્જી નાશવા ગયેલી છકડો રીક્ષા પલટી ખાઈ જતા તેમાં બેઠેલી આશિયાનાબેન ચૌહાણ અને નુર્જાબેન કુરેશીને સામાન્ય ઈજાઓ થતા બંનેને સારવાર આપી સરકારી હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે.

બનાવની કરુણતા એક એવી જાણવા મળી કે તોરી રામપર રહેતા અને નવા ખાખરા હડમતીયા ગામે સીમ શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવતા નરશીભાઈ આજે રાત્રે જેતપુરથી તેમના ગામ તરફ બાઈક લઈને જતા હતા. અને જેતપુરની સિવિલ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત તેમના પરિવારજનોના કહેવા મુજબ તેઓ(નરશીભાઈ) આવતીકાલે શુક્રવારે વય મર્યાદાને કારને શિક્ષકની ફરજ પરથી નિવૃત થવાના હતા. પણ શૈક્ષણિક કાર્યમાંથી નિવૃત થાય તે પહેલાજ તેમને આ ફાની દુનિયામાંથી અચાનક વિદાય લઇ લેતા સમગ્ર તોરી રામપર, નાના ખાખરા હડમતીયાના પ્રજાજનોમાં શોક સાથે ગમગીની વ્યાપી ગઈ છે.

જેતપુર શહેર પોલીસે ઘટના સ્થળે દોડી જઈ અકસ્માત સર્જી નાશી છુટેલા રીક્ષા ચાલક સામે ગુનો નોંધી તેમની શોધખોળ આદરી છે. ( ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર જેતલસર ) 


રૂપિયા અઢી લાખની રોજમદારી જતી કરીને ૫૦૦ લોકોએ જેતપુરના ખાંટ-કોળી-બાવાજીના મુક્તિધામમાં હાથ ધરાયેલ સામુહિક સ્વચ્છતા અભિયાન !!

રૂપિયા અઢી લાખની રોજમદારી જતી કરીને ૫૦૦ લોકોએ 
જેતપુરના ખાંટ-કોળી-બાવાજીના મુક્તિધામમાં 
હાથ ધરાયેલ  સામુહિક સ્વચ્છતા અભિયાન !!
જેતપુરમાં કદાચિત સૌ પ્રથમ ગણાવાઈ રહેલા આ સ્વચ્છતા અભિયાનમાં અબાલ વૃદ્ધ સૌ જોડાયા !
અગાઉ માત્ર ફોટા માટે સ્વચ્છતા અભિયાન હાથ ધરનાર સેવાભાવીઓને રીતસરનું નીચાજોણું !!?

જેતપુર તા.૨૯(કશ્યપ જોશી દ્વારા)
જેતપુરમાં અત્યાર સુધીમાં ક્યારેય સ્વચ્છતા અભિયાન હાથ ના ધરાયું હોય તેવું સ્વચ્છતા અભિયાન પોતાના મુક્તિધામમાં હાથ ધરીને શહેરના ખાંટ, કોળી અને બાવાજી જ્ઞાતિઓના પરિવારજનોએ એકતા તો ઠીક, પણ આ બાબતે અગાઉ માત્ર ને માત્ર ફોટા પડાવી ચુકેલા સેવાભાવીઓ કે આગેવાનોને ભોંઠપનો સામનો કરવો પડે તેવી વાત વાત સાબિત થઇ હતી.

સૌથી વિચિત્ર, જ્ઞાતિ પ્રત્યેની સામુહિક એકતા અને ખરા દિલે, આવકને પણ ''લેટ ગો'' કરી હાથ ધરાયેલા સ્વચ્છતા અભિયાનની વિગતો જોઈએ તો અહીના ભાદર નદીના જુના પુલ પાસે ખાંટ, કોળી અને બાવાજી જ્ઞાતિજનોનું મુક્તિધામ(સ્મશાન ગૃહ) આવેલું છે. આ જગ્યાએ આ ત્રણેય જ્ઞાતિના અનેક દિવંગત આત્માઓની સમાધિઓ, ખાંભીઓ ઉભી છે.

આ મુક્તિધામ ખુદ એટલું ભયંકર ગંદકી અને કચરાના સામ્રાજ્ય વચ્ચે આવી જતા ત્રણેય જ્ઞાતિઓના આગેવાનો, યુવાનો, નાના ભાઈ બહેનો, અબાલ વૃદ્ધ સૌએ સરકારની સ્વચ્છતા અભિયાનની વાતને અસરકારક રીતે પાર પાડવા નક્કી કરી લીધું ! ખાસ કરીને રજાના દિવસે આવું અભિયાન હાથ ધરાઈ તેવી પ્રારંભિક ચર્ચાઓને ફગાવી દઈ, આ ત્રણેય સમાજના યુવાન ભાઈ બહેનો મળી સૌએ કહ્યું કે આવું તો બધા કરે, આપણે કઈક અનોખું કરીએ !

બસ, આ વાતને વળગી રહેલા આ ત્રણેય સમાજના અબાલ વૃદ્ધ સૌએ પોતપોતાની રોજગારીના ચાલુ દિવસે એટલેકે રવિવાર કે બુધવારને ધ્યાને લીધા વગર, આજે ગુરુવારે સવારના ૮-૩૦ વાગ્યાથીજ તેઓના મુક્તિધામમાં સ્વચ્છતા અભિયાન આદરી દેતા જોત જોતામાં બાળકો, નાની બાળાઓ, યુવાન મળી અબાલ વૃદ્ધ સૌએ ''સાથી હાથ બઢાંના'' જેવી કહાવત સાબિત કરીને અનન્ય સેવા અન્યોને બતાવી હતી.જે કદાચિત અગાઉ માત્ર ફોટા પડાવી સ્વચ્છતા હાથ ધરી હોવાનો ઓડકાર ખાતા તમને નીચાજોણું અને ભોંઠા ના પડાવી ગઈ હોય તો જ નવાઈ !!
બોક્સ: રૂપિયા ૫૦૦ રોજ જતું કરીને આવ્યા છીએ !!
જેતપુર: ખાંટ,કોળી અને બાવાજીના સ્મશાનગૃહમાં હાથ ધરાયેલ સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલ તમામ મજદૂર વર્ગના યુવાનો, બહેનો અને વૃદ્ધોને બતાવતા આ સમાજના યુવાન આગેવાનો અને કાર્યકરોએ જણાવેલ કે, ભાઈ ખેતીનું મોસમ કામ ચાલુ હોય તેમ અહી મુક્તિધામમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરી રહેલા તમામ રૂપિયા ૫૦૦/- રોજ મેળવતા મજદૂર વર્ગના લોકો છે. સમાજની એકતા દર્શાવવા અને સમાજના મુક્તીધામને સ્વચ્છ કરવા તમામ પોતપોતાની એક દિવસની રોજગારી છોડીને અહી આવ્યા છે. આ વાતમાં રોજમદારીનો આંકડો જોઈએ તો રૂપિયા અઢી લાખ વેતન છોડી, ગુમાવી હાથ ધરાયેલ સ્વચ્છતા અભિયાન અન્યોને ચોક્કસ શીખ આપશે !
બોક્સ: અમારા  મુક્તિધામમાં પાલિકા કચરો ના ઠાલવે...
જેતપુર : ખાંટ, કોળી અને બાવાજી સમાજના આગેવાનો, યુવાનો અને કાર્યકરોએ એક દુખ વ્યક્ત કર્યું હતું કે પાલિકા તંત્ર ગામનો ઉસેડેલ કચરો સમયાંતરે તેઓના મુક્તિધામમાં ઠાલવી જાય છે. આમ થવાથી મુક્તિધામમાં કાં તો દિવંગતોને દફ્નાવાની જગ્યા નથી રહેતી અથવાતો ખાંભીઓની ગરિમા જળવાતી ના હોય તેમ કચરા નીચે ખાંભીઓ બુરાઈ જાય છે. પાલિકા તંત્ર હવેથી આ જગ્યાએ કચરો ના ઠાલવે તેવી આ ત્રણેય સમાજની માંગ છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર ૯૮૯૮૮૪૮૫૮૪